આજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર... ભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે માતાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.
વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ
8 'અક્ષર' રદીફની પ્રસ્તુત સુંદર અને સાંગોપાંગ અર્થપૂર્ણ ગઝલ શ્રી હિંમત ખાટસૂરિયા દ્વારા સર્જન પામેલી છે. શબ્દસૃષ્ટિ સામયિકના દલિતસાહિત્ય વિશેષાંક (નવેમ્બર ૨૦૦૩) માંથી અહીં સાભાર લીધી છે. ગઝલના અર્થ, પ્રત્યેક શે'રની વાત સમજવા અને તેના અર્થને સમજાવવા આજે વાચકોને ઈજન છે. જાણે કે આજે વાચકો માટે ગઝલનો આસ્વાદ કરાવવાનું ઈજન છે. પ્રતિભાવમાં આવો શક્યતઃ આસ્વાદ, વાચકોના વિચારો સાથે જાણવાની ઈચ્છા 'ચાલો ગઝલ શીખીએ...' શૃંખલા વખતે જ થઈ હતી પરંતુ સંજોગોવશાત એ શક્ય ન બન્યું નહોતું. આજે આ નવીન ઉપક્રમ મૂક્યો છે. આશા છે દરેક નવા અખતરાની જેમ પ્રસ્તુત પહેલને પણ પ્રતિભાવો સાંપડશે.
અક્ષર – હિંમત ખાટસૂરિયા
6 શ્રી લતાબેન હીરાણી દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી એકસો એક ભારતીય મહિલાઓના જીવન ચરિત્રોનું સંકલન કરીને પ્રસ્તુત કરવામાં આવેલ સુંદર પુસ્તક 'ઉજાસનું પ્રથમ કિરણ' ભારતીય સ્ત્રીનું સામૂહિક જીવનચરિત્ર જ છે, વિશ્વમાં અગ્રગણ્ય રહેવા માટે કટિબદ્ધ ભારતીય નારીઓના અનેરા શૌર્ય, સાહસ, દ્રઢ મનોબળ અને પ્રતિભાનું અહીં સુપેરે આલેખન થયું છે. આ જ પુસ્તકમાંથી શ્રી અમૃતા પ્રીતમનું નાનકડું આલેખન અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ લતાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.
અગ્નિપરીક્ષા સમી અક્ષરયાત્રા : અમૃતા પ્રીતમ – લતા હીરાણી
13 દેવિકાબેન ધૃવની ત્રણ અછાંદસ રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. પ્રથમ અછાંદસ માણસની 'વેદના' વિશે કહે છે, બીજી રચના વિચારમાંથી સર્જનની પ્રક્રિયાનું આછું રેખાંકન છે ત્યાં ત્રીજી રચના 'માનસપુત્રી' એક દિકરીની તેની માતા સાથેની હ્રદયંગમ વાત મૂકે છે. ત્રણેય સુંદર રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર.
ત્રણ અછાંદસ.. – દેવિકા ધૃવ
મારી સાથે પિપાવવ શિપયાર્ડમાં કાર્ય કરતા નિલેશભાઈ હિઁગુની આ અક્ષરનાદ પર પ્રથમ રચના છે. અને અહીં તેઓ સ્ત્રી સન્માન, સભ્યતા અને સંસ્કૃતિની આજની વણસતી જતી હાલત પર ચિઁતન પ્રસ્તુત કરે છે. એન્જીનીયરીંગ વ્યવસાયીની કલમનો આ સ્વાદ આપ સૌને ગમશે એવી આશા સાથે શ્રી નિલેશભાઈને શુભકામનાઓ તથા આભાર.
ક્યાં છે ?….સભ્યતા, સંસ્કૃતિ, સંસ્કાર અને માતૃપ્રેમ – નિલેશ હિંગુ
12 ૧૯૧૫ થી ૧૯૪૭ સુધી તેમનાં જન્મદિવસે ૨ જી ઓક્ટોબરે તેઓ ક્યાં હતા અને જન્મદિવસ કેવી રીતે ઉજવતા તેની ઉપરોક્ત વિગતો શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ સંપાદિત, 'ગાંધીજીની દિનવારી' અને 'ગાંધીજીનો અક્ષરદેહ' ઉપરથી હરેશ દવે અને હર્ષદ દવેએ અહીઁ સંકલિત કરી પ્રસ્તુત કરી છે. હર્ષદભાઈ કહે છે, 'જેઓ સંપન્ન છે તેમને પણ રાષ્ટ્રીય સંપત્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ અને કરોડો વંચિત લોકોની વેદનાનું કારણ ન બનવાનો સંદેશ અહીં સૂક્ષ્મપણે વ્યક્ત થયો છે. 'હું શ્રીમંત છું તેથી પાણીના ટીપા માટે ટળવળતા લોકોનું ટીપું છીનવીને હું બેફામપણે પાણીનો દુરુપયોગ કરું કારણ કે મને તે પરવડે છે' આવી ભાવના સ્વીકાર્ય ન બનવી જોઈએ. વિશ્વબંધુત્વની ભાવનાની પરવા ન કરતાં લોકો જન્મ દિવસે આડંબર, ભપકા, ખોટાં ખર્ચા, ગિફ્ટ અને રીટર્ન ગિફ્ટ! કદાચ તેમાં વ્યક્ત થતી ભાવના ઉત્તમ હોય પણ કરકસરની વાતને પણ ઉવેખી શકાય નહીં એવું મારું માનવું છે. વિવેકબુદ્ધિ શબ્દ અહીં મદદે આવી શકે અને 'અતિની ગતિ નહીં' એ વાત પણ અહીં વિસ્મૃત કરવા જેવી નથી જ. ત્યાગ, સાદગી, સરળતા સુખ સાથે અને મનની શાંતિ સાથે સાચું સગપણ ધરાવે છે તેમ શું તમને નથી લાગતું? ત્રસ્ત, અશાંત, દુખી, ભાગતા, હફ્તા અને અને બે છેડા ભેગા ન કરી શકતા માનવોની વચ્ચે આપણે રહીએ છીએ એ કેમ ભૂલી શકાય? બાપુની વેદનાને વ્યક્ત થઇ જોઈએ તેમનાં જન્મ દિવસે...'
ગાંધીજી અને જન્મદિવસની દિનચર્યા.. – સંકલન: હરેશ દવે, પ્રસ્તુતિ: હર્ષદ દવે
18 શ્રી રાકેશભાઈ હાંસલિયાની કૃતિઓ અક્ષરનાદને નિયમિત મળે છે અને પ્રસિદ્ધ થતી રહી છે, સાથે સાથે વાચકોનો પણ સુંદર પ્રતિભાવ તેમને સાંપડ્યો છે. આ જ શ્રેણીમાં તેમની વધુ ચાર સુંદર ગઝલો આજે પ્રસ્તુત છે. અગ્રગણ્ય સાહિત્ય સામયિકોમાં તેમની ગઝલો હવે પ્રસ્તુત થઈ રહી છે એ આનંદની વાત છે તો તેમની આ યાત્રામાં અક્ષરનાદ સાથે છે એ વાતનો હર્ષ પણ ખરો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર ગઝલો. આ ગઝલો સર્જકના મનોવિશ્વની વાત વાચક સુધી સરળતાથી પહોંચાડી શકે એવી અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.
ચાર સુંદર ગઝલો – રાકેશ હાંસલિયા
ત્રણસોથી વધુ સંસ્કૃત સુભાષિતોનો અનુપમ સંગ્રહ તથા તેનું ગુજરાતી ભાષાંતર આજે ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું છે. શ્રી જયેન્દ્ર પંડ્યા દ્વારા સંકલિત આ સુભાષિતો અને તેનું ભાષાંતર આપને ગમશે એવી આશા છે. અક્ષરનાદને આ સુભાષિતો પાઠવવા અને ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જયેન્દ્ર પંડ્યાનો ખૂબ ખૂબ આભાર. આ સંગ્રહ અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાંથી ડાઊનલોડ કરી શકાય છે.
सुभाषित संग्रह : ગુજરાતી ભાષાંતર સાથે – સંકલન: જયેન્દ્ર પંડ્યા (ઈ-પુસ્તક)
28 પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ 'ઝાકળનું સરનામું' જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની 'લઘુતા' જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.
માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) – પ્રતિમા પંડ્યા
7 જયંતભાઈ મેઘાણી દ્વારા સદવાંચનનો વ્યાપ વધારવા પાઠવવામાં આવેલ પત્રિકામાંથી આજનો લેખ 'પ્રેમનું ગાન' સાભાર લીધો છે. નાદેઝ્દા (નાદ્યા)ફોન મેક અને પ્યોત્ર (પીટર) ઈલીચ ચાઈકોવસ્કીના અનોખા સખ્યની વાત અહીં આલેખાઈ છે. યુવાન સંગીતકારની સુરાવલીઓને બળ અને પ્રેરણા પૂરાં પાડનાર એ સન્નારીની વાત હ્રદયસ્પર્શી છે. સમયાંતરે આવી સુંદર કૃતિઓ પ્રકાશિત કરવા, સહ્રદયોને મોકલવા અને એ રીતે સદાબહાર વાંચનને તરસ્યાઓ સુધી પહોંચાડવા બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર.
પ્રેમનું ગાન – અનુ. જયંત મેઘાણી
4 એડવર્ડ જેમ્સ 'ટૅડ' હ્યુ (૧૯૩૦-૧૯૯૮) બ્રિટિશ કવિ અને બાળકો માટેના સાહિત્યના લેખક, પોતાની પેઢીના અગ્રગણ્ય કવિ અને રચનાકાર હતાં. અમેરિકન કવયિત્રી સ્લાવિયા પ્લાથ સાથે તેમના લગ્ન થયા હતાં, ખટરાગભર્યા લગ્નજીવન અને પ્લાથની આત્મહત્યાએ તેઓ ચર્ચાના ચકડોળે ચડ્યા હતાં, ૨૦૦૮માં ટાઈમ્સ સામયિકે 'હ્યુ'ને ૧૯૪૫થી ૫૦ અગ્રગણ્ય કવિઓની યાદીમાં ચોથા ક્રમે મૂક્યા છે. સર્જનપ્રક્રિયાને અનોખી રીતે અછાંદસમાં આવરી લેતા હ્યુના કાવ્યને ઉમેદભાઈ મણિયારે અનુદિત કર્યું છે, એ કાવ્યાનુવાદ આજે પ્રસ્તુત છે.
સર્જન.. – ટેડ હ્યુ, અનુ. ઉમેદભાઈ મણિયાર
18 અમેરિકાથી પ્રસિદ્ધ થતા સામયિક 'ગુર્જરી ડાયેજેસ્ટ'ના ૨૦૧૩ - જુલાઈ મહિનાના અંકમાં છપાયેલી નિમિષાબેન દલાલની આ વાર્તા, 'ખાલીપો' આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી છે. ખાલીપો એક અજબની લાગણી છે અને દરેકે જીવનમાં એક કે બીજા સંજોગોમાં એ અનુભવ્યો જ હશે, પણ આજે પ્રસ્તુત વાર્તાની નાયિકા અલ્પનાનો ખાલીપો અજબ છે, અનોખો એ. એનું રહસ્ય તો અંતે જ ખબર પડે છે એવી સુંદર આ વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી નિમિષાબેન દલાલનો ખૂબ ખૂબ આભાર.
ખાલીપો (વાર્તા) – નિમિષા દલાલ
11 વંદિતાબેન રાજ્યગુરૂ દવેની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે. વંદિતાબેનની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે. આજની બે ટૂંકી વાર્તાઓ સમાજની આજની વસ્તુસ્થિતિ પર પ્રકાશ પાડે છે. પોતાની પુત્રી અને નોકરાણીની વચ્ચેના ભેદભાવની વાત હોય કે ગરીબની પોતાના પુત્રને ભણાવવા માટેની મથામણની વાત હોય, બંને વાર્તાઓ અનોખી છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા બદલ વંદિતાબેન રાજ્યગુરૂ દવેનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
બે ટૂંકી વાર્તાઓ – વંદિતા રાજ્યગુરૂ દવે
"વિશ્વશાંતિની ગુરુકિલ્લી" ઈ-પુસ્તક મૂળ પુસ્તકની જેમ જ શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' દ્વારા અપાયેલા ચાર અદભુત વ્યાખ્યાનોનો સંગ્રહ છે. શ્રી મોહનભાઈ દાંડીકર અને શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા સંપાદિત આ પુસ્તક બાળવિજ્ઞાન અને શિક્ષણની દિવાદાંડી છે. પ્રસ્તુત વ્યાખ્યાનો શ્રી દર્શકની એક નિખાલસ અને સ્પષ્ટવક્તા તરીકેની છાપને સુદ્રઢ કરે છે તો તેમના બાળશિક્ષણ અને યુવાસશક્તિકરણ વિશેના વિચારો પોતાનામાં જ સ્વયંસ્પષ્ટ રીતે જરૂરી દિશાનિર્દેશો કરે છે. પ્રસ્તુત પુસ્તક અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાના કૉપીરાઈટ્સ આપવા બદલ શ્રી રામચંદ્ર પંચોલીનો ખૂબ ખૂબ આભાર.
વિશ્વશાંતિની ગુરુકિલ્લી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ (ઈ-પુસ્તક ડાઊનલોડ)
12 નાનકડી કથા, નાનકડો પ્રસંગ કેવો સુંદર સંદેશ આપી શકે છે! હર્ષદભાઈ દવે દ્વારા અહીં પ્રસ્તુત પ્રસંગકથાઓ પણ થોડામાં ઘણું કહે છે. એક કથા મનની શાંતિ અને સ્વસ્થતાની અગત્યતા વિશે કહી જાય છે ત્યાં બીજી કથા ઉપદેશ આપવા અને સ્વયં તેનું પાલન કરવા વચ્ચેનો તાત્વિક ભેદ સ્પષ્ટ કરે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિઓ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો આભાર તથા શુભકામનાઓ.
બે પ્રસંગકથાઓ.. – પ્રસ્તુતિ: હર્ષદ દવે
4 વાયકા છે કે સાંસતીયાજીના વચને જેસલ જાડેજા સાથે જ્યારે તોળલે સાંસતીયાજીનું ગામ છોડ્યું ત્યારે તેને મહીના ચાલતા હતાં, હવે નવ મહીના પૂરા થવા આવ્યા ત્યારે ભક્ત સાંસતીયાજીનું જેસલ અને તોળલને તેડું આવ્યું, 'ગર્ત્ય'માં હાજરી આપવા બંનેને વખતસર આવવા કહેવાયું હતું. તોળલ વિચારે છે કે નોતરું બે જણને જ આવ્યું છે, અને પેટમાં ત્રીજો જીવ છે તેને લઈને કેમ જવાય? પવિત્ર એવી એ ગુપ્ત ધર્મક્રિયામાં દિક્ષિતો સિવાય તો કોઈએ જવાય નહીં, તોળલે કટારી લઈ પોતાનો ગર્ભ કાઢ્યો અને તેને ઘોડીયામાં નાંખી, પડોશણને ભાળવણી કરી જેસલ સાથે ચાલી નીકળી. માર્ગમાં જંગલ આવ્યું, પોતાના બચ્ચાંને વળગાડીને ઠેકતી વાંદરીને જોઈ તોળલથી તેને બચ્ચું સંભાળવાનું કહેવાઈ ગયું, વાંદરી કહે, 'અમે તો જાનવર, અમને તો બહુ ગતાગમ ન પડે, પણ માણસ થઈને ઉત્સવના બે કોળીયા અન્ન માટે તેં આ શું કર્યું ? એ જ પ્રસંગની અહીં વાત છે. સોરઠી સંતોમાં તોળલ, અમરમાં જેવાં સંતો અલખને નિરાકારને આરાધનારા ઉર્મીશીલ અને ત્યાગી મહામાનવો બની રહ્યાં છે.
શબદુંના બાંધ્યા સંતો કેમ રે’વે.. (જેસલ તોળલ) – ઝવેરચંદ મેઘાણી
34 વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. તેઓ કાવ્યસર્જન પણ કરે છે. એક સર્જક તરીકે અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે. માઈક્રોફિક્શન ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈની ત્રણ રચનાઓ અહીં પ્રસ્તુત છે, રચનાઓ મૌલિક છે અને માઈક્રોફિક્શન ક્ષેત્રને અક્ષરનાદ પર જેટલું ખેડાણ મળ્યું છે તેમાં ઉમેરાઈ રહેલા આવા નવસર્જકોથી અને તેમની કૃતિઓથી એ આશાસ્પદ ક્ષેત્ર વધુ અસરકારક રીતે વિકસશે એવી આશા છે. રૂઢીગત ભેદભાવ, સંબંધોમાં રાજકારણ તથા અહં અને અંધશ્રદ્ધા જેવા વિષયોને લઈને સર્જન પામેલી આ સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.
ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ
3 બાળગીતો ક્ષેત્રે આપણી ભાષામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનું કામ નોંધપાત્ર છે. 'શિવાજીનું હાલરડું' હોય, 'તલવારનો વારસદાર' કે ચારણબાળાની શૌર્યગાથા વર્ણવતું 'ચારણ-કન્યા', મેઘાણીની કલમ લોકજીવનને બાળકાવ્યોમાં સહજ ઉતારી લાવે છે, સાથે સાતેહ લાવે છે એ ગીતોમાંના શૌર્યને, ખમીર અને સ્વમાનને. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહ 'વીણેલા ફૂલ' અને તેના પૂરક સંગ્રહ કિલ્લોલ'માં શ્રી ઝવેરચંદ મેઘાણીએ હાલરડાં મૂક્યાં છે, તેમ જ માતા તથા નાનાં ભાઈબહેનોના મનોભાવ ગુંજવતા ગીતો પણ છે, લાખો વાચકોના અંતરમાં એ ગીતોએ અમીસીંચન કરેલું છે. ૭૫મી મેઘાણીજયંતિ પછી બહાર પડેલ તેમના બાળગીતોની પુસ્તિકા 'નાના થૈને રે !' માંથી આજે ત્રણ બાળગીતો અહીં મૂક્યા છે.
ત્રણ સુંદર બાળગીતો – ઝવેરચંદ મેઘાણી
14 સબધાઈ એટલે મજબૂતી એ અર્થમાં સબધો પાડોશી એટલે અણીના સમયે સાથે ઉભો રહે તેવો મદદગાર પાડોશી, પણ શું ચંદ્રકાન્તભાઈ ખરેખર અભરામ માટે સબધો પડોશી નીવડ્યા? ઈશ્વરભાઈ પેટલીકરની વાર્તાઓના પાત્રો અને તેમની સંબંધ સૃષ્ટી અનોખી રીતે નિરૂપાયેલી હોય છે, એમની બધી વાર્તાઓની જેમ આ વાર્તામાં પણ અભરામ - અમીના - ચંદ્રકાંતભાઈના પાત્રોની લાગણીઓ, મજબૂરીઓ અને લાગણીના સંબંધની વાતો સુપેરે નિરુપાઈ છે. લોકમિલાપ દ્વારા પ્રકાશિત ખિસ્સાપોથી 'ભાઈ, દિકરો અને પાડોશી' માંથી આ વાર્તા સાભાર ઉદ્ધૃત કરવામાં આવી છે.
સબધો પાડોશી (વાર્તા) – ઈશ્વર પેટલીકર
આપણું પોતાનું કહી શકાય એવું અત્યારે શું છે? તમે કહેશો ઘર, ઘરમાં ટીવી, ફ્રિજ, એ.સી, ગાડી, બેંક બેલેન્સ, ઘરેણાં.... પણ શું એ ખરેખર તમારું છે? યાદ અને એમાંય શૈશવની યાદથી વધુ આહ્લાદક આપણું શું હોઈ શકે? હાર્દિકભાઈ યાજ્ઞિક આજે દરેકનાં હકીકતમાં પોતાનાં એવા 'સંસ્મરણો' લઈને આવ્યા છે. જાણે બાળપણની એક 'ટાઈમ મશીન' નાનકડી સફર. તો શૈશવને શબ્દોમાં મઢવાનો તેમનો પ્રયાસ માણીએ. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.
શૈશવથી શબ્દ સુધી.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક
12 વાર્તાઓના અનેકવિધ સ્વરૂપો અને અનુભવો એક સંપાદક હોવાને લીધે મળતાં રહે છે. બે લીટી અને ચાલીસની આસપાસ શબ્દો ધરાવતી, ચોટદાર અને થોડામાં ખૂબ કહેતી - ઓછું કહેતી અને વધુ સમજવા મજબૂર કરતી નાનકડી માઈક્રોફિક્શનથી લઈને ઉંડાણપૂર્વક અને દરેકે દરેક સંવેદનને ઝીલતી ત્રણ હજાર શબ્દોની વાર્તાઓ સુધી વૈવિધ્યપૂર્ણ રચનાઓ જાણવા અને માણવા મળે છે, દરેક પ્રકારનો પોતાનો આગવો વાચકવર્ગ છે. ચિરાગભાઈ વિઠલાણીની પ્રસ્તુત વાર્તા એક ચિત્રકારની અને તેના પ્રેમની વાત છે. ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર વધુ એક રચના આજે પ્રસ્તુત છે. લંબાણ પૂર્વક લખાઈ હોવા છતાં રસક્ષતિ વગરની પ્રસ્તુતિ વાર્તા સ્વરૂપમાં એક આગવો પ્રયત્ન કહી શકાય જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ચિરાગભાઈને અનેક શુભેચ્છાઓ.
સર્જકની પ્રેરણા (વાર્તા) – ચિરાગ વિઠલાણી
શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર' માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો ત્રીજો ભાગ.
જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૩) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી
6 શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. દસ રાધાકૃષ્ણ કાવ્યો અને નરસિંહ મહેતાની ૨૫ કૃષ્ણભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આ પહેલાં પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત કર્યા હતાં અને વધુ પાંચ આજે પ્રસ્તુત્ છે. અચાનક આવેલી વ્યસ્તતાઓએ અક્ષરનાદ પર છેલ્લા પાંચ દિવસથી પોસ્ટ કરવા જેટલો પણ સમય આપ્યો નથી એટલે આ પાંચ કાવ્યોને મોડું થયું છે. આશા છે કે આ વિલંબને વાચકો દરગુજર કરશે..
પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૨)
3 શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. ૧૦ કૃષ્ણભક્તિની રચનાઓ અને નરસિંહ મહેતાની ૨૫ ભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે...
પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧)
5 કવિ શ્રી મહેન્દ્ર જોશીની ગઝલરચનાઓ, ગીતો અને અછાંદસ ધરાવતો સંગ્રહ 'ઈથરના સમુદ્ર' જુલાઈ ૨૦૧૩માં પ્રસિદ્ધ થયો. એક જ શબ્દો કેટલા વિવિધ અર્થો ધરાવતો હોઈ શકે? એક રસાયણશાસ્ત્રી માટે ઈથર કાર્બનયુક્ત અણુઓના વિષમ બંધારણ ધરાવતા રસાયણનો શબ્દ છે જ્યારે એ જ શબ્દનો તાત્વિક અર્થ થાય છે એક અતિ સૂક્ષ્મ તત્વ જ્યાંથી પ્રકાશના - જ્ઞાન અને સંવેદનાંના મોજાંઓનો સંચાર થાય છે. શ્રી મહેન્દ્રભાઈ જોશી સર્જિત 'ઈથરના સમુદ્ર' દરેક રીતે સાદ્યાંત માણવાલાયક અને આસ્વાદ્ય કાવ્યગ્રંથ છે. આ સંગ્રહમાંથી આજે ત્રણ ગઝલ પ્રસ્તુત કરી છે. 'છાપી શકે તો છાપ', 'બને તો આવજે' અને '..ક્યાં છે આમ તો..' એ ત્રણ ગઝલો અહીં પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ સુંદર સંગ્રહ પાઠવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
ગઝલત્રયી – મહેન્દ્ર જોશી
8 જન્માષ્ટમી આવી અને ફરીથી કૄષ્ણ જન્મની ઉજવણી સાથે સાથે અનેકવિધ પ્રકારની જુગારની રમતો પણ શરૂ થઈ ગઈ. કોને ખબર કેમ આવા પવિત્ર અને સુંદર ઉત્સવને એક બદી સાથે જોડવામાં આવ્યો હશે? નિર્દોષ રમતનું સ્થાન જ્યારે લત લે છે ત્યારે તનતોડ મહેનત કરીને કમાયેલ ગરીબ અને મધ્યમવર્ગની કમાણી આવા બિનજરૂરી માર્ગે વેડફાઈ જતી જોવામાં આવે છે. પરંતુ શ્રી નિનુ મઝુમદાર આનો એક અનોખો અર્થ પ્રસ્તુત કરે છે. મોરારીબાપુની કથામાં વર્ષો પહેલા સોગઠાંબાજીની બોલબાલા રહેતી, જીવનને સોગઠાંબાજી સાથે સરખાવીને તેઓ લાલ, કાળા, પીળા અને લીલાં સોગઠાંઓ અને તેમના તાત્વિક અર્થો સમજાવતાં. નિનુ મઝુમદાર સોગઠાંબાજીનો તેમણે કાવ્યબદ્ધ કરેલ અર્થ અહીં વાચક સમક્ષ મૂકે છે. સોગઠાંબાજીને ઈશ્વરની રમત તરીકે સમજાવીને તેઓ કેટલી ગહન વાત સહજમાં કહી જાય છે? આશા રાખીએ કે આપણા તહેવારો અને ઉત્સવો, તેમની ઉજવણી તથા વિવિધ રૂઢિગત ક્રિયાઓના મૂળભૂત અર્થ સુધી આપણે પહોંચી શકીએ.
કોઈ રમે ચોપાટ જી.. – નીનુ મઝુમદાર
5 અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.
સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૬)
10 કુદરતી આફતો દ્વારા જ્યારે વિષમ પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે માનવતાની સાચી કસોટી થાય છે. વિપરીત સંજોગોમાં ટકી રહેવાની અને સંઘર્ષરત રહેવાની ક્ષમતાએજ કદાચ માનવજાતને આજના યુગ સુધી પહોંચાડી હશે ! આવી જ એક હોનારત દરમ્યાન વિખૂટાં પડેલ શિવા અને રેવાની વાત ગુણવંતભાઈ અહીં લઈ આવ્યા છે. ઘટનાની સચોટ આલેખનક્ષમતા અને સંજોગો તથા ભાવનાઓનું હ્રદયંગમ આલેખન એ ગુણવંતભાઈની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
શિવો અને રેવા (વાર્તા) – ગુણવંત વૈદ્ય
11 જેમના બે સંગ્રહો, અનુક્રમે કાવ્યસંગ્રહ 'ચૈતરમાં ચોમાસું '(ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ) અને 'ઝાકળનું સરનામું' (લઘુકાવ્યોનો સંગ્રહ) પ્રસિદ્ધ થયા છે તેવા કવયિત્રી પ્રતિમાબેન પંડ્યા એક ઋજુહ્રદય રચનાકાર છે. પ્રસ્તુત રચના 'ખુલ્લાં મૂક્યાં છે કમાડ...' આતુરતા, વ્હાલભીની લાગણી, આગમનની પ્રતીક્ષા અને ઉલ્લાસને સુપેરે વ્યક્ત કરતાં તેઓ કુદરતને અને ઘરને પણ એ લાગણીમાં એકાકાર થયેલાં અનુભવે છે. આવનારની રાહમાં ફક્ત ઘરનાં કમાડ નહીં પરંતુ હૈયાના દ્વાર પણ તેમણે ઉઘાડાં રાખ્યાં છે. ઉર્મિશીલ હ્રદયને ઝાંઝરી પણ ગાતી સંભળાય છે અને શ્વાસમાં પણ ગુલમ્હોર અનુભવાય છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા
7 મોબાઈલ ફોન અને અન્ય અનેકવિધ મોબાઈલ સાધનોનો વપરાશ સતત વધી રહ્યો છે. ડેસ્કટોપને બદલે લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ વાપરવાનું લોકો વધુ પસંદ કરે છે. કામના સમયે મોબાઈલની બેટરી પૂરી થઈ જાય એવા સંજોગોનો સામનો આપણામાંથી ઘણાંએ કર્યો હશે. શહેરમાં કે ગામડાઓમાં પણ ગમે ત્યાં ચાર્જર મળી જાય પરંતુ જે લોકો શહેરથી દૂર હોય અને આ બધા સાધનોની બેટરીને ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રીસીટીની સગવડ ન હોય ત્યારે કેવા કેવા સાધનો ઉપયોગી થઈ પડે તેની જાણ થાય એ માટે પ્રસ્તુત લેખ લખાયેલો છે. નેશનલ જિઓગ્રાફી કે ડિસ્કવરીમાં બતાવવામાં આવતા સાહસો તો ગણ્યાગાંઠ્યા લોકો જ કરે છે, પરંતુ એવા લોકોને જ ધ્યાનમાં રાખીને આ પ્રકારના મોબાઈલ ચાર્જર્સ બનાવવામાં આવ્યા હશે એવું લાગે છે. પ્રસ્તુત છે આવા જ કેટલાક 'નિરાળા' અને 'વિશેષ' ચાર્જર્સ.





