વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

14
આખી વાર્તામાં એક અબુધ કિશોરીનું મનોમંથન સરસ રીતે નીપજ્યું છે. વરસાદ આવ્યો એમાં મારો શું વાંક? કાલ સુધી મન ભરી પલળતી છોકરીને આજે બીજાની નજરોને કારણે અનાવૃત કેમ અનુભવવું પડે?

ઉંબરો – નરેન્દ્રસિંહ રાણા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી


woman in red and black dress posing for a photo 7
શ્રેયા ઉઠી ત્યારે નિશાળે પહોંચવામાં મોડું થઈ ગયેલું. બાજુમાં માને સુતેલી નહિ જોઈને ખ્યાલ આવી ગયો કે આજે તે મોડી ઉઠી છે. મા તેને ક્યારેય ઉઠાડતી નહિ. એ માને સમયસર ન ઉઠાડવા માટે ફરિયાદ કરતી તો મા કાયમ તેને કહેતી કે, ‘હા, પણ હવે... કેટલીવાર ફરિયાદ કરીશ? તું મારો રાજા દીકરો છે. તને મારે વહેલી ઉઠાડીને પાપમાં નથી પડવું. બાળકોને ઊંઘમાંથી ઉઠાડીએ તો બ્રહ્મહત્યાનું પાપ લાગે.’ આ કારણે જ શ્રેયા જાતે ઉઠતા શીખી ગયેલી. તેને મોડું થયાનું ભાન થતા જ તેણે પલંગ પરથી રીતસર ઠેકડો માર્યો.

ઉંબરો (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – નરેન્દ્રસિંહ રાણા


11
બાળકોને બહાર ખૂબ ઘુમાવ્યાં. ભીતરનો પ્રવાસ કરાવ્યો કદી? પ્રયોગ કરવા જેવો.. મનની આંખે ને કલ્પનાની પાંખે! શરૂઆતમાં આંગળી પકડી તેને દોરજો. પછી ધીમે ધીમે મુક્ત રીતે વિહરવા ને નિજાનંદ માણવા દેજો. જોજો. સમગ્ર બ્રહ્માંડ આ નાનકડા પ્રવાસીઓને આવકારવા કેવું તત્પર હશે!

શું કહ્યું? બાળપણ અને આધ્યાત્મિકતા? – ભારતીબેન ગોહિલ



boy carrying a child 10
જિંદગીને આપણી પરીક્ષા લેવામાં, આપણને, આપણી શક્તિઓને, પરિસ્થિતિ સામે ઝઝૂમવાની આપણી તાકાતને ચકાસવામાં કંઈક અનેરો આનંદ આવતો હશે. ૨૦૨૦ આપણાં સૌ માટે એવું વર્ષ રહ્યું છે કે જેમાં દરેક વ્યક્તિ માટે બહુ બધું અણધાર્યું ને અણગમતું બન્યું છે.

૨૦૨૧ : જાને ક્યા હોગા આગે? – આરઝૂ ભૂરાણી


6
તારા આલિંગનની આઘોશમાં દૂર સુધી ફેલાયેલી આ નદીને નિહાળતાં માત્ર એટલી જ ઈચ્છા થાય છે.. ક્યાંક દૂર જવું છે, ખુબ દૂર... આ ઘોંઘાટ, આ સ્થળ, આ શણગાર, અને આ સમયની પણ પેલે પાર...

આલિંગન (તારાથી આ કાગળ સુધી..) – મીરા જોશી


6
ફિલ્મ આમ તો કોમેડી છે. બીજા વિશ્વયુદ્ધની કથા લઈને આવેલી આ ફિલ્મમાં કટાક્ષ બહુ સરસ રીતે વણાયેલો છે. હાસ્ય અને રૂદન જેવા બે અંતિમો સુધી પ્રેક્ષકોને લઈ જવાની ક્ષમતા આ ફિલ્મમાં છે.

જૉજો રેબિટ : લાગણીઓનું મેઘધનુષ – નરેન્દ્રસિંહ રાણા



13
दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये। स्वानुभूत्यैकनामाय नमः शान्ताय तेजसे।।१।। અર્થ : જે દિશા અને કાળમાં સીમિત ન થનાર, અનન્ત ચિન્માત્ર મૂર્તિરૂપ, માત્ર સ્વાનુભવથી જ્ઞાન થઈ શકે તેવા, શાંત અને તેજસ્વી છે, એવા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું.

નીતિશતકના મૂલ્યો (૧) – ડૉ. રંજન જોશી



18
જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.

ખરી પડે છે પીંછું : રીના મહેતા – હીરલ વ્યાસ



11
ના,આ શબ્દથી સામાન્ય રીતે પ્રેમપત્રો શરુ નથી થતા. તમે જેવો વિચાર્યો હતો એવો આ પત્ર પણ નથી. પણ આજે હું તમને સહુને લખી રહી છું. આ પ્રેમ પત્ર જ છે, પણ મારા પ્રેમ વિશે છે, પ્રેમીને સંબોધીને નહિ! પછી તમે નક્કી કરજો, એ પ્રેમપત્ર છે કે નહિ?

અઢી અક્ષર વિશે વધુ તો શું લખાય? – નેહા રાવલ


23
સ્થૂળ અક્ષરનો નાદ જયારે પોતાનું અસ્તિત્વ ત્યાગીને શૂન્યને આત્મસાત કરી લે ત્યારે એ અનાહત નાદની કક્ષાએ પહોંચે! જેનો ક્ષર શક્ય નથી એ એટલે અક્ષર. જે અખંડ છે એણે પણ આત્મા સુધી પહોંચવા પોતાપણું છોડવું પડે છે!

સંસારનો આદિસ્વર : નાદબ્રહ્મ – શ્રદ્ધા ભટ્ટ


17
મુખ્ય મંડપમાં છપ્પન સ્તંભ એવાં છે કે જેને થપથાપવતા તેમાંથી જુદાજુદા વાજિંત્રોના અવાજ ખૂબ સરસ નીકળી અને સંગીતની કર્ણપ્રિય લહેરો ઉત્પન્ન થાય છે. ખંડના પૂર્વ ભાગમાં સુપ્રસિધ્ધ શિલા-રથ છે.

હમ્પી (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ



20
હે વર્તમાન, તું ખૂબ સુંદર છે. આભાર. આવનારા અનેક વર્ષો સુધી જો કોઈ મને પૂછશે કે તે સૌથી વધારે સુખ ક્યારે પામ્યું તો હું બધું જ સુખ આંખોમાં આંજીને કહીશ.. વર્તમાનમાં!

ઓંખણ પોંખણ – રાજુલ ભાનુશાલી


18
લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.

પુસ્તક સમીપે : સમુદ્રાન્તિકે – અંકુર બેંકર


16
વર્ષોથી રોજની ઘટમાળામાં પરોવાયેલી એક સરેરાશ સુખી ગૃહિણી ઉપર એક અજાણ્યો ફોન કોલ આવે કે, "તું મને ગમે છે, હું તને ચાહું છું." આ ફોનનો રોજીંદો ક્રમ અને એ સ્ત્રીમાં થતો..

સંપર્ક સૂત્ર – સુષમા શેઠ; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી



woman wearing red and beige dress 3
સૂનકાર સમાવીને ચૂપચાપ બેઠેલું ઘર એક સમયે કિલ્લોલ કરતું હતું. ધમાલ અને અતિ વ્યસ્તતા વચ્ચે વીતેલા નીલાના કેટલાક વર્ષો ગુંચળુ વળી અભેરાઈએ ચઢી ગયા અને માળિયેથી ઊતરેલી નિરાંત પલાંઠી વાળીને અડ્ડો જમાવી બેઠી.

સંપર્ક સૂત્ર (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – સુષમા શેઠ


14
બાળકો પાસે કેટલી વાતો છે? તેનાં મનમાં કેટલા પ્રશ્નો છે? દરેકને કંઈ ને કંઈ કહેવું છે. એ આપણી આજુબાજુ એની કાલી ઘેલી વાતો લઈને ભમ્યા કરે છે..અરે ક્યારેકતો આપણો પાલવ કે દુપટ્ટો ખેંચીને કહે છે..."સાંભળો ને..." પણ વડીલો પાસે એને સાંભળવાનો સમય હોય છે ખરો?

ઓરા આવોને.. તમારા કાનમાં કંઈક કહેવું છે! – ભારતીબેન ગોહિલ


14
અહીં આ બાળક એકલું તાપણાને એકીટશે જોઈ રહ્યું. સળગતાં કેસરી રંગનાં કોલસામાં એને રમકડું દેખાયું. થોડું આગળ વળીને એ કોલસાને પકડવા આગળ નમ્યું અને બરાબર એ જ સમયે..

અનબૉક્સિંગ પ્રેમ! – આરઝૂ ભુરાણી



11
પ્રેમને તમે સુષુપ્ત જવાળામુખી સાથે સરખાવી શકો. સમય પ્રેમ ઉપર ગમે તેટલા માટીના થર ચડાવે, અંદરના ઊંડાણમાં રહેલો લાવા ગરમ જ રહે. પ્રેમ પદારથ એકવાર ચાખી લીધા પછી આજીવન એનો નશો રહે. ઊંડે ઊંડે સતત પ્રજ્વલિત એ આગ દુઃખ કારણ પણ હોય અને સુખનું પણ. પ્રેમની અનુભૂતિનું સુખ અને વિરહનું દુઃખ. પ્રેમ પામનાર સુખી અને ન પામનાર આ મીઠી આગમાં બળતા રહેતા આજીવન કેદીઓ. અસ્તિત્વને સતત બાળતી આ પ્રેમ અગન હંમેશા કશુંક આપતી જ રહે.

Portrait of a lady on fire (સિનેમા જંકશન) – નરેન્દ્રસિંહ રાણા


selective focus photography of man and woman sitting on ground 6
ફ્લોરથી સીલીંગ સુધીના અરીસા સામે પ્રતિમા ફેલાઈને બેઠી હતી. વૉક-ઇન વોર્ડરોબની બંને બાજુએ ઠાંસીઠાંસીને ભરેલા વોર્ડરોબને જોઈ એનું મોઢું થોડુંક વંકાયું. સામે અરીસામાં જોયું. "જલસા છે ને તારે તો! આટલો વૈભવ! સવારે માનસી સાથેની વાત યાદ આવી."બ્રાન્ડેડ ડિઝાઈનર કપડાં., આટલા ફૂટવેર, પર્ફ્યુમ, બેગ્સ... શું નથી તારી પાસે?"

એંઠવાડ – દિના રાયચુરા


30
જાતની ઓળખ, એનો સ્વીકાર અને પછી એનામય જીવન – એટલે જ અધ્યાત્મ. અધ્યાત્મનો સંધિ વિચ્છેદ કરીએ તો મળે બે શબ્દો. અધિ + આત્મન્. અધિનો એક અર્થ થાય સંબંધી. આત્મન એટલે આત્મા, અંત:કરણ, અંતરમન, માંહ્યલો.

યાત્રા : સ્થૂળથી સૂક્ષ્મ તરફ – શ્રદ્ધા ભટ્ટ



26
ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.

બસ્તર (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ


27
હે મારી હયાતી માટે સતત લડતાં મનોસૈનિકો! મારી ઈચ્છા કે અનિચ્છાની દરકાર કર્યા વગર તમને યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે એ ક્ષણે મારી અચરજ સાથેની આ નાળ કાપી નાખજો. મારે મારે નવી નવી ચકલીઓ શોધવી છે.

એક હતી ‘અચરજ’ નામની ચકલી – રાજુલ ભાનુશાલી


શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ 'હરિના હસ્તાક્ષર' નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ 'રસ કિલ્લોલ' અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.

હરિના હસ્તાક્ષર – જગદીપ ઉપાધ્યાયની ગઝલનો જીતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ




seaside
“હા, પણ હવે ઈ તારુય નીં માને કે મારુય નીં માને.”  આખરે રામજીના કસાયેલા કંઠમાંથી થાકેલો અવાજ સરી પડ્યો. સહેજ લૂખું હાસ્ય એના મોં પર ક્ષણિક ફરક્યું. ત્યાં વળી હૈયામાં ઊઠેલા શબ્દો છેક મોં સુધી આવીને ઊભા રહ્યા: ‘ગમે એમ તોય પણ ઈની રગમાં તો દરિયાનો જ રંગ ભર્યોશને. ઈ ખારું પાણી થોડું ઈને જંપીને રે’વા દીયે!’ વલોવાતી નજરે સામી તાકી રહેલી પત્નીને જોતા શબ્દો જોકે હોઠમાં જ કેદ રહી ગયા.

ખારાં આંસુ (મમતા વાર્તા સ્પર્ધા ૨૦૧૯ વિજેતા) – વિષ્ણુ ભાલિયા


14
બાળકો આપણી મૂલ્યવાન ધરોહર છે. ભાવિ સમાજના એ ઘડવૈયા છે અને આપણી પરંપરાના વાહક છે. બાળકો મૂલ્યોની દૃષ્ટિએ જેટલાં સમૃદ્ધ હશે એટલી જ આપણી ભાવિ પેઢી મજબૂત થશે.દેશની પ્રગતિના માર્ગમાં અનેક અડચણો આવતી હોય છે..જો આપણી ભાવિ પેઢી સમૃદ્ધ હશે તો એ અડચણોને સરળતાથી પાર કરી મુશ્કેલીમાંથી પણ માર્ગ કરી લેશે.

અલ્લક દલ્લક.. (૧) – ભારતીબેન ગોહિલ



27
દરેક સમયે આપણે આજની જેમ મજબૂત કે અડીખમ નથી રહેવાનાં. આપણી લાગણીઓની આ ગુલ્લક, પીગી બેંકને કોઈક સાથે તો શેર કરવી જ રહી! હવે પછીનાં દરેક સફરમાં આપણે કોઈ એક લાગણી કે ભાવ ને આપણાં મનનાં આ ગુલ્લકમાંથી બહાર કાઢીને આ કૉલમના માધ્યમથી મમળાવીશું, પ્રયત્ન કરી એને ફરી જીવીશું! બેંગ ઓન લાઈફ!

અંતરના અજવાળે લાગણીઓના ગુલ્લકનું ગ્રાન્ડ ઑપનિંગ! – આરઝૂ ભૂરાણી


16
બની જાય છે એવું ઘણી વખત. જ્યારે સવારની ચહલપહલમાં મારી આસપાસ એકાંતનું કૂંડાળું દોરાઈ જાય છે અનાયાસ... અને સૂર્યના તેજની જેમ પ્રકટી ઊઠે છે અંતરનો ઉલ્લાસ. ફુદકવા લાગે છે મનમાં ક્યાંક ઊંડે છુપાઈને બેઠેલી મનગમતી અનુભૂતિની ફડકફુત્કી. એકાંત જેમ જેમ ઘેરું બનવા લાગે છે તેમ તેમ એની ફુદક વધવા લાગે છે. અને ઘડીકમાં આ વિચારથી પેલા વિચારની ડાળ પર મારવા લાગે છે ઠેકડા.

લીલી ક્ષણો – મયુરિકા લેઉવા બેંકર


woman in multicolored floral coat while holding plant
દિવસે ટ્રાફીકથી ધમધમતાં શહેરના સુમસામ રસ્તાની શાંતિને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન દૂર સુધી સંભળાતી હતી હતી. એમ્બ્યુલન્સની અંદર પ્રસવની અસહ્ય પીડા અનુભવતી અમૃતાએ પતિ અરિહંતનો હાથ જોરથી પકડ્યો હતો, આ હાથના સ્પર્શથી તેની વેદના કાંઈક અંશે ઓછી થતી હતી.

સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૩) – અમી દલાલ દોશી