વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

9
ટિલ્લુ તેની મમ્મીને – ‘મમ્મી, મને ઉંઘ નથી આવતી, વાર્તા કહે ને!’ ટિલ્લુની મમ્મી – મને પણ ઉંઘ નથી આવતી બેટા, તારા પપ્પા હજુ નથી આવ્યા, એને ઘરે પહોંચવા દે, હું એને પૂછીશ કે ઘરે આવવામાં કેમ લેટ થયા, પછી જોજે, તને નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે. * * * પતિ – સાંભળ, આજે આપણે બહાર જમશું. પત્ની – (ખુશ થઈને) સારુ, હું હમણાં તૈયાર થઈ જા ઉં. પતિ – હા, હું બહાર ફળિયામાં ચટાઈ પાથરી બેઠો છું, રસોઈ બનાવીને આવી જા. * * * ગામડાની સ્ત્રી પોલિસ સ્ટેશનમાં – મારા પતિ એક અઠવાડીયાથી ગૂમ થયેલ છે. પોલિસ – તેમની કોઈ નિશાની? સ્ત્રી (શરમાઈને) – જી, બબ્બે છે સાહેબ, આ મુન્નો ૬ વર્ષનો અને પીંકી ૪ વર્ષની.. * * * છોકરો – ડિયર, એક વાત કહું? છોકરી – બોલ ને બકા.. છોકરો – આજે વિચારું છું તો સમજ પડે છે કે તું દરેક વખતે મારી સાથે હતી, મારો અકસ્માત થયો ત્યારે, પાંચમા સેમેસ્ટરના ત્રણ વિષયમાં એટીકેટી આવી ત્યારે, મને પથરી થઈ હતી ત્યારે, મને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો ત્યારે.. છોકરી – હા બકા, કારણ કે આઈ લવ યૂ, અને હું હંમેશા તારી સાથે જ રહીશ.. છોકરો – અરે એમ નહીં યાર, મને લાગે છે કે તું જ પનોતી છે. * * * એક ભાઈની તબીયત ખરાબ થઈ, સાંજે તે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કહે, તમે બારેક કલાકના જ મહેમાન છો.. કાલ સવાર પણ નહીં જોઈ શકો એમ લાગે છે. એ ભાઈએ દુઃખી થઈને પત્નીને વાત કરી, વિચાર્યું કે બધું છોડીને પત્ની સાથે પ્રેમથી વાતો કરે, તેઓ રાત્રે વાતો કરતા […]

મરકવાનો મસાલો.. – સંકલિત

13
સૂરજ આજે એના પૂરા જોશમાં હતો. આજે જાણે જમીનને વીઁધીને પાતાળ સુધી પહોંચવાનું પ્રણ માંડ્યું હોય એમ કાળઝાળ વરસતો હતો. વરસાદ આ વર્ષે ઓછો હતો એમાંય આ મોસમ જ પાણી વગરની હતી! ક્યારે એવું લાગતું જલદી ઊઠીને નદી બનીને વહી જાઉં અને સાગરમાં સમાઈ જાઉં. પણ આવું વરદાન તો મને વેદપુરાણે પણ નથી આપ્યું. માણસોના પ્રતાપે મારા શરીર પર હવે કોઈ આવરણો રહ્યા નહોતાં એટલે તડકો પણ થપાટ મારીને મને અંદરથી વીંધતો હતો. ધરતીનાં પટ પર વિસ્તરાઈને લોકોને ઠેકાણે પહોંચાડવાનું મારું કામ! દુનિયા આખી અને કુદરતનો ભાર વેંઢરવાનું નામ મારી જિંદગી! માણસે મારા ઉપર ડામરના લપેડા એવી રીતે લગાવ્યા હતા જે જાણે બળદને નથ પહેરાવી હળમાં જોડાવા તૈયાર કર્યો હોય.

રસ્તો – સમીરા પત્રાવાલા

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૩)

A Novel By Pinki Dalal 2
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૯}

9
આજે આટલાં વર્ષો બાદ સ્મરણ નથી કે અમારી મિત્રમંડળી ક્યાં ગઈ હતી પરંતુ પાછા વળતી વેળા બસ ચાલુ થઈ ગયેલી અને અરવિંદભાઈ દોડતા દોડતા બસમાં ચઢેલા. પત્ની માટે કશુંક ખરીદવામાં પડ્યા હતા. થોડા મિત્રોએ પૂછ્યુંય ખરું - 'શું ખરીદી લાવ્યા ભાભી માટે...?' અરવિંદભાઈનો વિશિષ્ટ પત્ની પ્રેમ અમારી મિત્ર મંડળીમાં હંમેશ હસીમજાકનો વિષય બનતો. તે દિવસે પણ મિત્રોએ હસાહસ ચલાવેલી. અરવિંદભાઈની મજાક થતી તે ખાસ ગમતું નહીં. અમને પ્રશ્ન થતો શું પત્નીને પ્રેમ કરવો એ ગુનો છે?

પત્ની ના પ્રેમમાં પડી શકાય ખરું? – દિનેશ પાંચાલ

4
થોડા વખત પહેલાં સોમાલિયાના કોઈ ગામનું બધું જ અન્ન ખલાસ થઈ ગયું. એક પિતા તેનાં આઠ બાળકોને લઈને શહેર તરફ ચાલવા માંડ્યો. ચાલીસ માઈલ ચાલ્યો. ચાલીસ માઈલ ચાલ્યો ત્યારે રાહત કેમ્પમાં પહોંચ્યો. તે પહેલાં એક પછી એક તેનાં સાત બાળકોએ ભૂખથી તરફડીને રસ્તામાં અંતિમ શ્વાસ લીધો. પિતાએ આઠમું બાળક ડૉક્ટરને સોંપ્યું ત્યારે નીચે પડી તેણે ભગવાનનો આભાર માન્યો...

નિરુત્તર આકાશ – ડૉ. રમેશ શાહ

1
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૨)

2
પોતાના મૃત્યુને જ શીર્ષકના એક અંશ તરીકે પ્રયોજનાર લાભશંકર ઠાકર આ ૨૦૧૬ના જાન્યુઆરીની છઠ્ઠીએ વાસ્તવમાં મૃત્યુ પામ્યા. (જન્મ તા. ૧૪-૦૧-૧૯૩૫) મુખ્યત્વે તો સુરેશ જોશી યુગીન આધુનિક કવિ અને એવા કવિઓના બળવાખોર મુખિયા તરીકે જાણીતા. લા.ઠા. ની આ વાર્તા ૧૯૭૫થીય વહેલી લખાઈ હતી. પણ તેમાં પણ તેમણે પોતાના મૃત્યુની આંતરિકતાને પશુ, પંખી, વૃક્ષ, માટી, સિમેન્ટ અને એવા કેટલાય પ્રતીકોનો વિનિયોગ કરીને વર્ણવી છે. ગુજરાતીમાં અનુસ્નાતક થયા પછી તેમણે સુવિખ્યાત વૈદ્ય પિતા સ્વ. જાદવજી નરભેરામ ઠાકરને પગલે આયુર્વેદ પ્રવીણની ઉપાધિ પણ હાંસલ કરી એથી પોતાને અનેક માનસમ્માન અપાવનારા અને આધુનિકો માટે પ્રયોગશીલતાની પ્રેરણા આપતા એક કરતા વધુ કાવ્યસંગ્રહો અને નાટ્યસંગ્રહો ઉપરાંત એક નવલકથા 'કોણ?' પણ આપી અને સમાંતરે વૈદકના પુસ્તકો પણ સારી સંખ્યામાં આપ્યા.

લાભશંકર ઠાકરનું એક મૃત્યુ – લાભશંકર ઠાકર

A Novel By Pinki Dalal 1
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૮}

4
'સંતૂર' શબ્દનું સ્મરણ થતાં જ કાશ્મીરનું શાહી સૌંદર્ય આપણા મનમાં ચિનાર વૃક્ષ બનીને ઝૂમી ઊઠે છે અને દાંડી અડક્યાના વહેમથી જન્મેલો રણતઝણતકાર પર્ણપર્ણ બનીને વેરાઈ જાય છે. સંતૂરની બે દાંડીઓ એકબીજાની શોક્ય નહીં પરંતુ સખી બની તાર પર પા પા પગલી પાડે છે ત્યારે હરખપદૂડા તારો એવો થનગનાટ કરે છે કે ન પૂછો વાત. ચિનાર વૃક્ષોની દૂરસુદૂર સુધી ફેલાતી હારમાળા, એ હારમાળામાં સંતાકૂકડી રમતી માર્દવ અને માધુર્ય વડે મત્ત બનેલી પવનલહર, ડાલ સરોવરમાં વિહાર કરતા શિકારાઓમાં વિવિધરંગી ફૂલોની છાબ ગોઠવતી કોઈ મહાશ્વેતા કે કાદંબરી, પેલે પાર ગગન જોડે જુગલબંધી કરવા સાજ મેળવતા નગાધિરાજનાં હિમાચ્છાદિત શૃંગો... નિસર્ગશ્રીનો આ નિનાદ નજાકત બનીને નીતરે છે જ્યારે કોઈ સિદ્ધહસ્ત સંતૂરવાદક છેડે છે સંતૂરનો શતતંત્ર મિજાજ. આજના આ કોલાહલ, કકળાટ અને કાગારોળના કળિયુગ અને કળયુગમાં પણ સંતૂરે પોતાનું, શરમાળ કહી શકાય એટલી હદે સૌમ્ય એવું સ્વરસૌંદર્ય જાળવી રાખ્યું છે.

સંતૂરવાદન – સ્નેહલ મુઝુમદાર

7
'સંસ્કારમિલન' વલસાડ સાહિત્યિક, સાંસ્કૃતિક અને કલાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. 'સંસ્કારમિલન'ના અનિયતકાલિક માસિક 'મિલન'નો ઓગસ્ટ ૨૦૧૫નો અઁક વલસાડી હાઈકુ વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થયો હતો. પ્રા. મનોજ એમ. દરૂ અને અમૃત કે. દેસાઈ દ્વારા સંપાદિત આ સંગ્રહમાંથી આજે સાભાર પ્રસ્તુત કર્યા છે ઉશનસ, અમૃત કે. દેસાઈ, અજિત પારેખ, અમૃત મોરારજી અને ડૉ. અરુણિકા દરૂ દ્વારા રચિત હાઈકુ પ્રસ્તુત છે.

વીસ હાઈકુ.. – સંકલિત

5
મૃત્યુ પછી પણ પાછો ફરનાર અથવા જીવનની ખૂબ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ જીવી જનાર માણસ.. જીવન માટે, અસ્તિત્વ ટકાવવા માટે જીવસટોસટનું સાહસ કરીને મૃત્યુના મુખમાંથી પણ પાછો આવનાર માણસ એટલે રેવનન્ટ. વાત છે ૧૭૮૩માં અત્યારના અમેરિકાના પેન્સિલવેનીયા રાજ્યમાં જન્મ લેનાર અને પોતાના સખત પ્રયત્નો અને અદ્રુત હિંમતને લીધે જીવસટોસટના જોખમોમાંથી સુપેરે જીવતા રહેનાર હ્યૂ ગ્લાસની..

(ઑસ્કર ૨૦૧૬) ધ રેવનન્ટ.. જિજીવિષા અને પ્રતિશોધની અનોખી કથા.. – જીજ્ઞેશ અધ્યારૂ

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૧)

A Novel By Pinki Dalal 1
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૭}

5
એ વહી જાય પછી ક્યાંય વરતાતી નથી જાણે એ કદી ક્યાંય હતી જ નહીં. પોતાની કોઈક સમયની નક્કર હાજરીની છેલ્લામાં છેલ્લી નિશાની પોતે જ ભૂંસી નાખી ક્યાંય વહી જાવ છે વહેતા પ્રવાહ જેવી સ્ત્રીઓ....

સ્ત્રીઓ.. – રમણીક અગ્રાવત

9
પન્નાલાલ, પેટલીકર ને પીતાંબરનો માત્ર એક- એક શબ્દમાં જ પરિચય આપતાં રઘુવીરે લખ્યું કે પન્નાલાલ એટલે કોઠાસૂઝ, પેટલીકર એટલે તાટસ્થ્ય અને પીતાંબર એટલે ઉત્સાહ. પણ રઘુવીરને આ રીતે એક જ શબ્દમાં ન બાંધી શકાય. ઓછામાં ઓછા છ શબ્દ તો વાપરવા જ પડે; તો જ એના વ્યક્તિત્વનો થોડોકેય અણસાર આવી શકે. મારે મન રઘુવીર એટલે અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ. (છ શબ્દો પૂરા). આ પ્રકારનો આત્મવિશ્વાસ ઘણા લોકોમાં મોડોમોડો આવતો હોય છે. જ્યારે રઘુવીર ચૌધરી નાના હતા અને રઘુવીરને બદલે રઘજીભાઈ ચૌધરી હતા, ત્યારનો તેમનામાં આ જ આત્મવિશ્વાસ છે.

રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ

આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ઉમેરાયા છે શ્રી રમણ પાઠક 'વાચસ્પતી' ના બે ઈ-પુસ્તકો ૧. તેમના ચિંતનાત્મક લેખોનો સંગ્રહ 'વિવેકવલ્લભ' જેનું સંપાદન શ્રી સુનિલ શાહે કર્યું છે. ૨. તેમના ચૂંટેલા લેખોનો સંગ્રહ 'વિવેકવિજય' જેનું સંપાદન શ્રી વિજય ભગતે કર્યુઁ છે.

બે ઈ પુસ્તકો : વિવેકવલ્લભ અને વિવેકવિજય – રમણ પાઠક ‘વાચસ્પતી’ (ડાઉનલોડ)

1
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૦)

A Novel By Pinki Dalal 2
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૬}

5
મારા ઘરમાં ઘણી ઘણી તકલીફો હતી જે વિશે હું આગળ લખી ગયો. આ તકલીફો હોવા છતાં હું બરાબર ખાતો, રમતો, વાંચતો તેમજ સામાજિક અને રાજકીય કાર્યોમાં ભાગ લેતો. ઘરે જવામાં અવશ્ય ડર લાગતો. ત્યાં બિમાર, દુઃખી અને ચિઢાયેલા રહેતા પિતાજી હતા અને ઉદાસ નાનાં ભાઈબહેનો હતાં. ફોઈ બનાપુરા ચાલી ગયાં હતાં અને ત્યાં તેમણે એક નાનકડું ઘર બનાવી લીધું હતું. મારા લાઠીઘારી કાકા મારા પિતાજી સાથે સતત રહેતા હતા અને તેમની સેવા કરતા હતા. આ બંને ભાઈઓ જેની આવકમાંથી છોકરાંઓ મોટાં થઈ જાય એવો કોઈ ધંધો શરૂ કરવા માટે આપસમાં ચર્ચાવિચારણા કરતા રહેતા. પણ કોઈ ધંધાની યોજના પાકી થતી નહીં અને પાસે હતા તે પૈસા ખવાતા જતા હતા. બધી ચર્ચાવિચારણાને અંતે એક જ પંચવર્ષીય દસવર્ષીય અથવા સ્થાયી યોજના પર તેઓ પહોંચતા અને તે યોજનાનું નામ હતું હરિશંકર. તેઓ વાતો કરતા કે થોડાક જ મહિનામાં શંકર મૅટ્રિક પાસ થઈ જશે. પ્રથમ વર્ગ આવશે અને તરત નોકરી મળી જશે.

સ્મરણકથા.. – હરિશંકર પરસાઈ, અનુ. શાંતિલાલ મેરાઈ

3
સૂરજ વળી પાછો વાદળમાં ઢંકાઈ ગયો. બસ-સ્ટેશન ના ચોગાનનાં ખાબોચિયાં એકાએક અંધ બની ગયાં. એક નવી બસે પ્રવેશ કર્યો અને કન્ડકટરે નીચે ઉતરીને સીટી વગાડી. ડ્રાઈવરે રીવર્સ ગતિમાં મદદ કરવા માંડી. બસનાં વ્હીલ પાણીવાળા ભાગમાં રહે એ ડ્રાઈવરને ગમતું ન હતું અને બસના બારણા નીચે ખાબોચિયું આવે તો પેસેન્જરોને ચઢતાં-ઊતરતાં કેવી રીતે ફાવે એ કન્ડક્ટરની મૂંઝવણ હતી.બસને બે વાર પાછી પાડીને આગળ લીધી તે પછીય પાછલાં વ્હીલ તો કાદવવાળા પાણીમાં જ રહ્યાં. કન્ડક્ટર કન્ટ્રોલરની કેબિન ભણી ઉપડ્યો. એક ડોશીએ કંઈક પૂછવા ધાર્યુ હોય એમ બે ડગલાં ચાલીને એ એની સામે ગયાં.'આ તો એક્સપ્રેસ બસ છે'. એમ કહીને કન્ડક્ટર ડોશીનો પ્રશ્ન સાંભળ્યા વિના જ આગળ વધી ગયો. ડોશી ચાલવાનું ભૂલી ગયાં.

પોટકું – રઘુવીર ચૌધરી

9
સદભાવના યાત્રા દરમ્યાન ધ્રુવભાઈએ હિન્દીમાં સાંભળેલા અને તેમને ખૂબ ગમી ગયેલા ભજનને તેમણે ગુજરાતીમાં પ્રસ્તુત કરવાનો યત્ન કર્યો છે. હિન્દીમાં પ્રસ્તુત થયેલા આ ભજનો લોકોને ખૂબ ગમ્યા હતા. ગુજરાતીમાં પ્રસ્તુત થયેલા આ ભજનોને જન્મેજય વૈદ્ય દ્વારા સ્વરાંકિત કરવામાં આવ્યા છે જેનો ઑડીયો પણ ધ્રુવભાઈએ પાઠવ્યો છે. રતનપર, સણોસરા અને ઉંઝાની કોલેજમાં આ ભજનો પ્રાર્થના સમયે ગવાઈ રહ્યાં છે. પ્રસ્તુત ભજનરચનાઓ અને તેના ઑડીયો અક્ષરનાદને પાઠવવા બદલ ધ્રુવભાઈનો આભાર્. આશા છે વાચકોને સાથે સાથે સાંભળવાની પણ મજા આવશે.

બે ભજનરચનાઓ.. – ધ્રુવ ભટ્ટ

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી!

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૯)

A Novel By Pinki Dalal 2
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૫}

8
મધ્યકાલિન ભારતીય સાહિત્યમાં એક સમયે ભક્તિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજાં કરતાંયે વધુ અસરકારક જણાવ્યું, એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતું હતું. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ 'સખા' હતો, 'પ્રિયતમ' હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહી ને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિ વિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.

સૂફી સંત રાબિયા – દર્શના ધોળકિયા

21
પ્રવાસવર્ણન અને અક્ષરનાદનો 'નાળ' નો સંબંધ રહ્યો છે, કહો કે અક્ષરનાદ પાછળ મારી ગીરના પ્રવાસવર્ણનો લખવાની ઈચ્છા જ કારણભૂત હતી. મહારાષ્ટ્રના વેળાસનું શ્રી તુમુલ બૂચે આપેલું વર્ણન વાંચ્યા પછી થઈ આવે કે પૃથ્વી પરના એવા બધા જ સ્થળો કે જે તમને પોતાની અંદરની વ્યક્તિને જાણવામાં, સ્વ તરફની યાત્રામાં જોતરે એ બધા સ્થળો ગીર જ છે, એ બધાંય સ્થળો એટલા તો અવર્ણનીય છે કે તેમને પૂર્ણપણે માણવા, પચાવવા અશક્ય છે. ત્યાંથી જતાં એવું તો અવશ્ય અનુભવાય કે કંઈક છોડીને જઈ રહ્યાં છીએ. એ કંઈક જ વેળાસના આ અદ્રુત વર્ણનનું જમાપાસું છે. અક્ષરનાદને આવા સુંદર સર્જકમિત્રો સાથે સંકળાવા મળે, તેમની કલમ માણવા મળે એ કંઈ ઓછો પ્રવાસ છે?

વેળાસનું પ્રવાસવર્ણન : નવજાત કાચબાથી અકૂપાર સુધી.. – તુમુલ બૂચ

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૮)

A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩૪}

9
મને લાગે છે કે પરદેશ સાવકીમા જેવો હોય છે. ભલે ને એવી માન્યતા હોય કે સાવકીમા તો ભૂંડી જ હોય... પણ મને આ જન્મભૂમીથી દૂરના દેશે, સાવકીમા એ જ મજબૂત બનતા, સક્ષમ બનતા શીખવ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, જે સંઘર્ષમાં દરેકે ઉતરવાનું હોય છે એનું ઘડતર મારી સાવકીમા એ કર્યું છે.

ભારત એટલે હું.. – અનુ. દેવાંગી ભટ્ટ