વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

6
લઘુકાવ્યો, ઉર્ફ માઈક્રોકાવ્યોનો ખૂબ સુંદર સંગ્રહ પારસભાઈ હેમાણીએ ભેટ આપ્યો. ૧૦૮ મણકાની માળાના એ કાવ્યોમાંથી પસાર થતાં અને માણતા કાવ્યરચનાઓથી ક્યાંય વધુ વાતો એમાં બિટવીન ધ લાઈન્સ મળી. આ સુંદર કાવ્યરચનાઓનો સંગ્રહ "આપણી વાત" માંથી પસાર થવાની તક આપવા બદલ પારસભાઈનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. આજે તેમના સંગ્રહમાંથી માણીએ કેટલીક જાનદાર રચનાઓ.. આ સંગ્રહમાં એટલી બધી સરસ લઘુકાવ્ય રચનાઓ છે કે એક પોસ્ટમાં નથી લઈ શકાયા એટલે તેનો બીજો ભાગ પણ માણીશું.

માઈક્રોકાવ્યો.. – પારસ હેમાણી

2
માઈક્રોફિક્શન વિશે ઘણાંં મિત્રો પૂછે છે કે 'એ સમજવામાં અઘરી હોવી જરૂરી છે?' કેટલાક મિત્રો શોર્ટફિલ્મો વિશે પણ પૂછે છે, 'સહેલાઈથી સમજમાં આવે એવી કેમ નથી?' મારે કહેવું છે કે આપણી ઘણી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ મુખ્ય કથાનકની સાથે સાથે એક સુંંદર અન્ડરકરંટ લઈને ચાલે છે. ઘણી વખત એવું થાય કે નવલકથાનું કોઈ એક પાત્ર કે કોઈ ઘટના શરૂઆતમાં ફક્ત એક સહજ ઉલ્લેખ પામી હોય એ નવલકથાના કોઈ એક ભાગમાં એક અગત્યનું પાત્ર બનીને ઉપસી આવે. ઉદાહરણ તરીકે અશ્વિની ભટ્ટની ઁગાર્'કે 'કટીબંધ'જોઈ લો. પણ એથી અલગ માઈક્રોફિક્શન વાર્તાઓ વાર્તાકથનના આદર્શ ફોર્મેટ, એક હકારાત્મક, એક નકારાત્મક પાત્ર, બંને વચ્ચેનો ખટરાગ અને અંતે સત્યની જીત એવા માળખામાં કે ક્યારેક એની આસપાસ પણ હોય એ જરૂરી નથી, આજની ઘણી વાર્તાઓ પોતે પોતાનું અલગ માળખું અને સ્થાન લઈને આવે છે. દલીલ મૂકીએ તો દરેક વાર્તામાં એક ઍન્ટૅગનિસ્ટ હોય જ, માણસ નહીં તો ક્યારેક સંજોગો તો ક્યારેક નિર્ણયો પણ ઍન્ટૅગનિસ્ટ હોઈ શકે, અને એમાં માઈક્રોફિક્શન પણ બાકાત નથી. જેમ કે સુરેશ જોશીની ટૂંકી વાર્તા 'જન્મોત્સવ'માં વેલજી ડોસાનું પાત્ર વાર્તાનું આખું માળખુ બદલી આપે છે, વેલજી ડોસો વાર્તાનું મુખ્ય પાત્ર નથી, એ વાર્તાનો ઍન્ટૅગનિસ્ટ પણ નથી, અને છતાંય તમને એના પર તરત જ ઘૃણા થઈ આવે. એ વાર્તાનો પ્રભાવ છે, એક સાથે અનેક વાતો એમાં કહેવાઈ છે. આર્થિક અસમાનતાની, જરૂરતની, ઘૃણાસ્પદ નિર્ણયની અને બાળકની.. ઘણી શોર્ટફિલ્મ્સ આ જ રીતે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, અને એ જ તેમને ટૂંકી હોવા છતાં યાદગાર બનાવે છે. આજે જે ફિલ્મો લીધી છે એ બધી મેં એકથી વધુ વખત જોઈ છે, એ બધી જ મને અનોખી અને મજેદાર લાગી છે. શોર્ટફિલ્મની આ શ્રેણી માટે જો હું એકથી દસ ક્રમ આપું તો આજની આ ત્રણેય ફિલ્મો એમાં અવશ્ય આવે જ..

શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૨ – જીજ્ઞેશ અધ્યારૂ

લલિત ગાયનનો એક પ્રકાર ઠૂમરી ગાયનક્ષેત્રના જેટલો લોકપ્રિય છે તેટલો જ ઉત્તર ભારતીય શાસ્ત્રીય નૃત્યશૈલી કથકમાં પણ અતિ લોકપ્રિય અને તેના અતૂટ હિસ્સા સમાન છે. આ વાતની કથક પ્રેમી રસિકોને વિશેષ રૂપથી જાણ હોય જ. યોગાનુકૂલ પરિવર્તનોની દરેક કલા પર અસર આવતી જ હોય છે. કાલાંતરે કથક નૃત્યપ્રયોગોમાં પણ માત્ર મનોરંજનની ભાવનામાંથી બહાર નીકળી, તેનું પ્રાચીન મંદિર સ્વરૂપ તથા તેના અભિનયની અદાકારીને પૂર્ણ રીતે ખીલવવામાં 'ઠૂમરી'નું બહુ અમૂલ્ય યોગદાન છે. કથક નૃત્યમાં નર્તનના ત્રણે ભેદો નૃત્ત, નૃત્ય અને નાટ્ય, ત્રણે અંગોનું સમૃદ્ધ અને વૈભવી સ્થાન છે અને એ દ્રષ્ટિએ કથક સંપૂર્ણ શુદ્ધ શાસ્ત્રીય નૃત્ય છે. ભારતીય પરંપરામાં નર્તન ક્રિયાના ત્રણે ભેદોમાં નાટ્યને રસાશ્રિત, નૃત્તને તાલલયાશ્રિત અને નૃત્યને ભાવાશ્રિત મનાયાં છે. ધનંજયે ‘દશરૂપક’ માં લખ્યું જ છે એ માન્યતાથી નૃત્યનું મુખ્ય કાર્ય ભાવોનું પ્રદર્શન છે.

કથક નૃત્યનું ભાવદર્પણ : ઠૂમરી – સ્વાતિ અજય મહેતા

2
કુમાર સામયિક (મે ૨૦૦૫ અને જૂન ૨૦૦૫)માંથી સાભાર સંકલિત આ વાર્તાઓ છે, ભગવત સુથારની 'છીંડુ' અને 'સોય', મનસુખ સલ્લા રચિત મજા, ડૉ. કેશુભાઈ દેસાઈ રચિત 'મોંઘી મા' અને હરેશ કાનાણી રચિત 'સરનામું'

પાંચ લઘુકથાઓ – સંંકલિત

2
જગતમાં જેટલી પ્રેમ કથાઓ છે ત્યાં રૂપની, સૌષ્ઠવની, આકારની, સૌંદર્યની બોલબાલા છે. વિજાતીય આકર્ષણનું સામ્રાજ્ય સર્વત્ર પ્રવર્તે છે. સજાતીય ખેંચાણોમાં પણ દેહનું, પૌદ્દ્ગલિક પિંડનું પ્રભુત્વ હોય છે. પ્રથમ, આકર્ષણ શરીરથી શરૂ થઈ માનસિક અને બૌદ્ધિક ભૂમિકા સુધી પહોંચે છે. આંતરિક સૌંદર્યનું પ્રકર્ષણ, કદર તો મોડેથી થાય. પ્રથમ તો પ્રેમી અને પ્રેમિકાનાં અંગોપાંગનાં લયહિલ્લોલ અને નજાકતની કવિતા પર જ સ્નેહની કથાનો પાયો મંડાય છે.

આસક્તિ, સુવર્ણની બેડી! – રાધેશ્યામ શર્મા

4
જ્યારે તે દિવસે પોલીસો રાધુને (સદ્દગૃહસ્થી નામ રાઘવજી સિસોદિયા, જે જેલના દફતરમાં નોંધાયેલું હતું.) જેલના ‘સી’ વૉર્ડમાં હાથકડીઓ પહેરાવીને પ્રવેશ્યા ત્યારે કેટલાક હરખાયા, તો થોડા દુ:ખી થયા; પરંતુ પોપટલાલ શાહને તો આઘાત લાગ્યો. રાઘો ‘ડબલીઆ’ તરીકે નામચીન થયો હતો; જેલમાં કેદીઓની જમાતમાં, જેલની બહાર પીઠાના ભાઈબંધોમાં ને ખાસ તો પોલીસોમાં, પ્રવેશની જેમ એનું નામ પ્રસ્થાન પણ હરખ અને ઝરઘની લાગણીઓ પેદા કરતું. શેરીમાં શરાબ વહેતો જ્યારે, ત્યારે પોલીસો માથાં ફૂટતાં. કોઈ એને ટૂ-ઈન-વન (ઘરમાં ને જેલમાં) કહેતા; વળી કોઈ એને થ્રી ઈન – વન (ખિસ્સાકાતરૂ – દારૂડિયો ને લંપટિયો) જાહેર કરતા; તો જાનકાર જૂજ એને ફોર ઈન વન તરીકે (ચોર-જુગારી-શરાબી ને ખૂની) ઓળખાવતા.

ડબલીઓ – ઈવા ડેવ

6
છેલ્લા થોડાક અઠવાડીયાના સતત પ્રવાસને લીધે શોર્ટફિલ્મ્સના વિશ્વને હું ખૂબ નજીકથી જોઈ રહ્યો છું. (થેન્ક્સ ટુ જીઓ) અંગ્રેજીમાં તો અજબગજબની શોર્ટફિલ્મ્સ મોજૂદ છે જ, હોરર, ડ્રામા, રોમાન્સ અને સામાજિક વિષયોને સ્પર્શતી અનેક અંગ્રેજી શોર્ટફિલ્મ્સ ખૂબ વખણાઈ પણ છે. હિન્દીમાં ઘણી સરસ શોર્ટફિલ્મ્સ બની છે. બોલિવુડના નામાંકિત ડાયરેક્ટર્સ ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ, મીરા નાયર વગેરે સિવાય અનેક ફિલ્મો એવી પણ છે જેના દિગ્દર્શકો કે કલાકારોના નામ અજાણ્યા છે, પણ તેમની આ ફિલ્મો જ તેમનો પરિચય આપે છે. આપણે આ શ્રેણીમાં ભાષાથી પર થઈને તેના સત્વ અને ગુણવત્તાને આધારે ઘણી શોર્ટફિલ્મોની વાત વિગતે કરીશું, તેમાં રહેલા માઈક્રોફિક્શનના મૂળને તપાસવાનો યત્ન કરીશું અને સહેજમાં ઘણું કહી જતી એ અસાધારણ ફિલ્મો માણીશું. આજે વાત કરી છે ક્લાઉડિયા બેરીની "ધ ચિકન", ક્રાયલર એકર્સ્ટ્રોમની 'રીસેટ' અને શ્લોક શર્માની 'બોમ્બે મિરર' વિશે..

શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૧ – જીજ્ઞેશ અધ્યારૂ

13
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા... આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માટે નૉમીનેટ કરી જ નથી.

આ પપ્પા એટલે? – ડૉ. હાર્દિક યાજ્ઞિક

21
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા 'દોસ્ત, મને માફ કરીશ ને?' દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ અંતિમ) – નીલમ દોશી

4
મંજરી મહેતા, અવિનાશ દીક્ષિત, શાર્દુલસિંહ બ્રાર, જયબાળા કુલકર્ણી, સિલ્વિયા પિન્ટો, આયેશા ફૈઝલ, ધોંડુ પટાવાળો, નન્દન કાગળવાળા, રામ વાસવાણી, બધાં ઓફિસના કામમાંથી પળ-વિપળની ફુરસદ મળતાં જ વળી વળીને એક જ ચર્ચાને ચાકડે ચઢી જતાં હતાં. એકેીક જણની પાસે કંઈક ને કંઈક મહત્વની બાતમી હતી 'ડિડન્ટ આઈ ટેલ યુ?' નો ભાવ સહુ કોઈના ચહેરા પર વર્તાતો હતો. મંજરી મહેતાએ હજી ગઈકાલે સાંજે બરાબર ૭ ને ૪૯ મિનિટે સાહેબ અને મિસિ શીલા શ્રીવાસ્તવને અથવા એમના જેવા કોઈકને ટેક્સીમાં હોર્નબી રોડ પરથી પસાર થતાં જોયાં હતાં ત્યારે શીલાનું માથું સાહેબને ખભે અથવા સાહેબનું માથું શિલાને ખભે ઢળેલું હતું. મંજરીને અફસોસ એટલો જ હતો કે તે ટેક્સીનો નંબર નોંધી લેવાનું ભૂલી ગઈ હતી.

કૌરવ સભા – ભગવતીકુમાર શર્મા

4
એક વખત યમદૂત રાત્રીના ગાઢ અંધકારમાં મધ્યમ વર્ગના એક સામાન્ય ઘરમાં આવ્યા. નાનો છોકરો મહાકાયા પરથી તેમને ઓળખી ગયો. યમદૂતે કહ્યુંઃ'હું યમરાજ છું તારી માને લેવા આવેલ છું. યમરાજ કંઈ વધુ કહે તે પહેલાં છોકરો યમરાજને કરગરવા લાગ્યો કે મહેરબાની કરીને મારી મા ને છોડી દો. તે આ ઘરનો આધાર છે. પિતા તો પહેલા તમે લઈ ગયેલ છો. આમ છતાં તમારે કોઈને લૈ જવા હોય તો મારી માને બદલે મને લઈ જાવ. યમરાજ ચોકરાની વાત સાંભળીને મંદ હાસ્ય કરતાં કહેવા લાગ્યા - અમને રોજ ના કાર્યની સુચી આપવામાં આવે છે એટલે ખાલી હાથે જઈ શકતા જ નથી. પરંતુ સાચું કહું તો અમને તો તને લઈ જવાનો જ આદેશ હતો. પણ તને લઈ જતાં પહેલાં તારી મા વચ્ચે આવી, તે ચોધાર રડવા લાગી અને આજીજી કરવા લાગી કે ગને તેન કરીને મારા દીકરાને બદલે તમે મને લઈ જાવ.

પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ

2
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા 'દોસ્ત, મને માફ કરીશ ને?' દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૨) – નીલમ દોશી

1
રવિવારે હાટનો દિવસ. છોકરીઓ ઘોઘંબા હાટમાં વસ્તુઓ લઈ ચાલી. ગાતી ગાતી નીકળી. આખી વાટ મધના રેલા પેઠે ગીત રેલાતું હતું: ઝાડે ઝાડે જગ નોંતર્યા રે, નોંતર્યું વનરાવન પંખીડું વિવા કરે કાગડાની કોટે કંકોતરી રે, નોંતરું દેવાને જાય પંખીડું વિવા કરે

હાટમાં સરકાર – કાનજી પટેલ

7
મને હજીયે એ દિવસ યાદ છે, જયારે મેં પહેલી વાર લીંબુ શરબત બનાવ્યું હતું. મેં તેમાં જરૂર કરતાં પાંચગણું લીંબુ નીચોવી નાખ્યું હતું. બહુ મોટો ધબડકો થયો. મારે ગમે તેમ કરી એમાં સુધારો લાવવો હતો. હવે એ ખાટા પ્રવાહીમાંથી લીંબુનો રસ ઓછો કરવો હતો. તો જ એનો સ્વાદ પીવા લાયક થાય. પણ, આહ, એ તે કેમ બને ! કેટલીયે બાબતો ક્યારેય થઇ ન થવાની નથી.

શરબતમાંના વધારાના લીંબુને દૂર કરો – અનુ. ભરત કાપડીઆ

2
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા 'દોસ્ત, મને માફ કરીશ ને?' દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૧) – નીલમ દોશી

2
આજે પ્રસ્તુત છે સર્જકમિત્રોની કુલ ચાર કાવ્યરચનાઓ. ડો. હેમાલી સંઘવીનું સુંદર અછાંદસ છે "જિંદગી, તું ખૂબસૂરત છે!" અને વિપુલ પટેલ "તોફાન"નું સુંદર અછાંદસ છે "બા" તો સાથે સાથે શ્રી રમેશભાઈ ચાંપાનેરીની બે કાવ્યરચનાઓ પણ પ્રસ્તુત છે. ત્રણેય મિત્રોનો અક્ષરનાદને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ચાર કાવ્યરચનાઓ – ડો. હેમાલી સંઘવી, વિપુલ પટેલ, રમેશ ચાંપાનેરી

3
આજે વહેલી સવારે ચાલીને પાછો ફરતો હતો ત્યારે ચાલતા જતા લોકો નું એક ટોળું સામે મળ્યું. આગળ જતાં બીજા લોકો પણ મળ્યા. પછી ખબર પડી એ બધા અંબાજી ચાલતા જતા યાત્રિકો હતા. બે દિવસ પછી પોષી પુનમ હોઈ આ યાત્રિકો અંબાજી જઇ રહ્યા છે. એવું કયું તત્વ છે જે આટલી વહેલી સવારે, જ્યારે બીજા લોકો પથારીમાંથી બહાર નીકળવા વિચાર કરતા હશે ત્યારે આ લોકોને આટલી ઠંડીમાં પોતાના બધા કામ બાજુ પર મૂકી ચાલી નીકળવા પ્રેરિત કરતું હશે? ત્યાર બાદ તો આખા રસ્તે એ યાત્રિકો અને યાત્રા સબંધી વિચારો આવતા રહ્યા. વહેલી ધુમ્મસ ઓઢેલી સવાર, રસ્તાની બંને તરફ ના લીલા ખેતરો.. પૂર્વ દિશામાંથી ફેલાયેલો આછો પ્રકાશ અને યાત્રિકો ના ચાલ્યા ગયા બાદ એકલા પડી ગયેલા રસ્તા પર ચાલતો હું.

નવા રસ્તાની ખોજમાં.. – દિનેશ જગાણી

2
ગિરનાર વિશે અલકમલકની વાતો સાંભળી હતી ત્યારથી જવાની ઈચ્છા ઉગ્ર બની હતી. નાનો હતો ત્યારે એકવાર ગિરનાર પર્વત ચઢ્યો હતો. એ પછી ક્યારેય એવો સંગાથ નહોતો મળ્યો એટલે જવાનું જ રહી ગયું. ગિરનાર પર્વત જોવા કરતા ચઢવાની ખુબ ઈચ્છા હતી. અને આજે મારો પ્રિય સંગાથ મારી સાથે હતો. એટલે મનથી નક્કી કરીને બપોરે અમદાવાદથી જુનાગઢ જવા નીકળી પડ્યા. બીજા દિવસે સવારે વહેલા ગિરનાર પર્વત ચઢવાનું હતું એટલે વચ્ચે આવતાં જોવાલાયક સ્થળો જોવાનું માંડીવાળીને અમે સીધા પ્રેરણાધામ સાંજે ૭:૧૫ વાગે પહોચ્યા. એડવાન્સમાં ફોન ઉપર રૂમ બુક કરાવી લીધી હતી.

અમારો ગિરનારનો પ્રવાસ – પ્રફુલ્લ સુથાર

8
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા 'દોસ્ત, મને માફ કરીશ ને?' દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૨૦) – નીલમ દોશી

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૯) – નીલમ દોશી

1
(૧) માણસ હવે, માણસને કૈં મળતો નથી. ને જો મળે, તો એ હવે હસતો નથી. બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે, કોઈ તમારા આંગણે જડતો નથી. દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર, એકલો પડે,પણ એ સૂનો પડતો નથી. રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ, એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી. મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!. માણસ હવે, માણસને ઓળખતો નથી! મંદિર હવે મનમાં કરે તો સારું છે. બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી. જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા, એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી! (૨) કોમ્પ્યુટર યુગમાં નવું વાંચતા, હવે સૌને આવડે છે! આંગ્ળીઓના ટેરવે નાચતા, હવે સૌને આવડે છે! પાટી-પેનને નેવે મૂક્યાં, ડસ્ટર-બસ્ટર તો હવામાં, ‘કી’ની ક્લીકથી લખતા ભૂંસતા, હવે સૌને આવડે છે! જુનૂ ને જાણીતું સઘળું નવા આકાર લઈ રહ્યું છે. લો, આડી રીતે ઘી કાઢતા, હવે સૌને આવડે છે! ડુંગર ખોદી ઉંદર કાઢે, પ્રખ્યાતિના પહાડ જીતે. ધીરા ડગથી દ્વારો વાસતા, હવે સૌને આવડે છે! સમજી જા ‘દેવી’, ચેતી જા વહેલી, નહીં તો, અહીં તો, “કસીનો’ જેવું રમતા, લૂંટતા, હવે સહુને આવડે છે. (૩) પડછાયો… The Shadow – અંગ્રેજ કવિ શ્રી Walter de la Mare ની કવિતાનો ભાવાનુવાદ.. સૂરજના છેલ્લાં કિરણો ઢળે, ને જગત આખું યે રાતના દરિયામાં ડૂબે; ત્યારે ઉપર ઊંચે એક મોટો, ગોળ ચંદ્ર તરે છે. એના ઉછીના લીધેલા તેજથી, પથરા,ઘાસ, તરણું, ઝીણામાં ઝીણું તણખલું નજરમાં આવે તે સઘળું, ચમકાવી ધૂએ છે. ધીરા પગલે હું, શ્વેત,ચોક્ખી દિવાલ પાસે જાઉં છું. જ્યાં મારો એક અંગત સંગ રાહ જોતો ઉભો હોય છે. એક અનુચર…. શાંત, અક્કડ અને ઉત્તેજક. હું જે કાંઈ કરું, […]

ત્રણ કાવ્યરચનાઓ – દેવિકા ધ્રુવ

1
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા 'દોસ્ત, મને માફ કરીશ ને?' દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૮) – નીલમ દોશી

6
આવો માણીએ ગુજરાતી જોક્સનું સંકલન, આનંદ ઉત્સવ સામયિક અને ક્વોલિટી સક્સેસ પત્રમાંથી સંકલિત

મરક મરમ.. – સંકલિત

7
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા 'દોસ્ત, મને માફ કરીશ ને?' દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૭) – નીલમ દોશી

12
ટ્રેકિંગનો પહેલો દિવસ રીપોર્ટીંગનો હોય અને બીજો અક્લામેટાઈઝેશનનો. જેની માટે અમને પાંચ કિલોમીટર છેટેના ગામ સુધી ચાલીને જવાનું હતું. આ પહેલા દિવસે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે કોણ કેટલી ઝડપે ચાલવાનું છે અને પછીના દિવસોમાં એ જ ઝડપે સાઈકલ પણ ચલાવતા હતા. કેટલાક લોકો મૂળે જ ઝડપથી ચાલતા હતા અને કેમ્પ લીડરની સાથે સાથે જ કે એથીયે આગળ નીકળી જતા જ્યારે કેટલાક પરાણે ઝડપથી ચાલતા જેથી ગ્રુપથી વિખુટા ન પડી જાય. અમે સૌથી પાછળ હતા. પ્રકૃતિનો આનંદ લેતા લેતા, ફોટો પાડતા અને રસ્તે મળતા લોકો સાથે વાતો કરતા અમે ધારીએ તોયે સૌની સાથે તાલ નહોતા મેળવી શકતા. આ વાત માટે અમને આખી ટ્રીપમાં રોજ વઢ પડી પણ કે છે ને કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય.

જલોરી પાસ સાયકલ ટ્રિપ – તુમુલ બુચ

5
કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા 'દોસ્ત, મને માફ કરીશ ને?' દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.

દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૬) – નીલમ દોશી

24
"અમો કાકા બાપાના પોરીયા રે, કુંડલીયું ખેલાડુ અમો જુલા જુલણ જાવા રે, કુંડલીયું ખેલાડુ". એયને ગરબા ઘુમીને આપણે "મદ્રાસ કાફે" ની રેસ્ટોરન્ટ, દુકાન કે લારીએ ભાઈબંધુની સાથે જમાવીએ. કાફેવાળા જાણીતાં હોય તો બુમ મારીએ "અન્નાઆઆઆ!!! એક મૈસુરી મસાલા. એય રિતીયા, તું શું ગરચીસ?". રિતીયો ફરમાવે "આપણે એક મસાલા ઢોંસા અને એ પહેલા ઇડલી સંભારની પ્લેટ".

અમો કાકા બાપાના પોરીયા રે.. : ઢોંસા અને પુડલાં – ગોપાલ ખેતાણી

3
શિયાળાની એક બપોરે હું મારા ઘરની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠો હતો. ઠંડીને ઓગાળતો મંદ-મંદ તડકો પડી રહ્યો હતો. કાગડા-કોયલ તેમજ ઝાડ-પાનના ધીમા-ધીમા અવાજ સિવાય સાવ શાંતિ હતી. પણ આજે કોણ જાણે કેમ પણ હું મારા પાછલા દિવસો ભણી ભૂતકાળમાં સરી પડ્યો. આજે મારા મિત્રોની શાળાનાં દિવસોની યાદોથી મારું મન ઘેરાઈ ગયું હતું. મેં મારા મનમાં રહેલી એ વખતની કંઈકેટલી ખાટી-મીઠી વાતો વાગોળવાનું શરૂ કર્યું.

મિત્રતાનાં સંભારણાં! – પરમ દેસાઈ

4
એક આંગતુક ઘરે આવે છે અને બાપ અને દીકરીના શાંત પ્રવૃત્તિમય જીવનમાં ઝંઝાવાત પેદા કરી જાય છે અને નાટકને અંતે પ્રેક્ષકોને પણ એક આંચકો આપી જાય છે. પાત્રો છે : પ્રોફેસર અભિજિત, તેની દીકરી બિંદુ, ઘરકામમાં મદદ કરતો રામુ, દૈનિક "અભ્યુદય", "તાજા સમાચાર" અને "નયા દિન" અખબારના પ્રતિનિધિઓ અને એક આગંતુક, પડદો ખુલતાં મંચ પર એક ગ્રહસ્થ કુટુંબના દિવાનખાનામાં થોડી બેઠકોની વ્યવસ્થા થતી નજરે પડે છે. પ્રોફેસર અભિજિતના મરણ પછીના જીવન અને આત્મા ઓળખ પર કરેલા સંશોધન આધારિત પેપર તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે. આજે પ્રેસ કૉન્ફ્રરન્સ છે. સમય સવારનાં સાડાઆઠ પછીનો, પડદો ખુલે છે ત્યારે બિંદુ મોટા અરીસા વાળા ડ્રેસિંગ ટેબલ પર ફ્લાવરવાઝ સરખું કરતી નજરે પડે છે. ઓરડો - દિવાનખાનું હોઈ જરૂર પ્રમાણે ફર્નીચર છે, પાછલી દિવાલમાં એક બારી છે, ડાબી બાજુ ઘરનાં બાજુના રૂમમાંથી દિવાનખાનામાં આવવાનું બારણું છે. જયારે જમણી બાજુનું બારણું ઘરનું પ્રવેશદ્વાર છે.

યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ