Yearly Archives: 2014


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 27

હેમલભાઈ વૈષ્ણવ આ પહેલા પણ માઈક્રોફિક્શન વાર્તાઓ પર હાથ અજમાવી ચૂક્યા છે અને અક્ષરનાદના વાચકવર્ગ સમક્ષ પ્રસ્તુત પણ થયા છે. આજે ફરીથી પાંચ નવી માઈક્રોફિક્શન વાર્તાઓ લઈને તેઓ આવ્યા છે. આશા છે વાચકમિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તાઓ મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હેમલભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


બે ગઝલો.. – ગની દહીંવાલા 3

૧૯૦૮માં સૂરતમાં જન્મેલ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ‘ગની’ દહીંવાલા ગઝલ કવિ. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન ચલાવી. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના કરી તથા ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય થયા. ‘ગાતાં ઝરણાં’, ‘મહેક’, ‘મધુરપ’ અને ‘ગનીમત’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. પ્રસ્તુત બે ગઝલો જયન્ત પાઠક દ્વારા સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


મારા વ્યંગ કસરતના પ્રયોગો… – રમેશભાઈ ચાંપાનેરી 8

અક્ષરનાદ પર આ પહેલા પણ હળવા હાસ્યલેખ પ્રસ્તુત કરીને તથા રોજીંદી ઘટનાઓ અને પ્રસંગોમાંથી નીપજતું સહજ હાસ્ય પ્રગટ કરીને શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ વાચકોને મરકાવવામાં સફળ રહ્યા છે. આજે તેઓ બીમારી તથા તેને ટાળવા માટેની કસરતને લીધે થતા વ્યંગની વાત લઈને આવ્યા છે. પેટ ઘટાડવા માટે હોય, ડાયાબિટીસ નિવારવા માટે કે ફક્ત શોખ ખાતર હોય, કસરતના આવા પ્રયોગોની અનેક શક્યતાઓને તેઓ અહીં ચકાસે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રમેશભાઈનો આભાર તથા અનેક શુભકામનાઓ.


૧૫ ચોટદાર અછાંદસ.. – ધવલ સોની 8

૧૫ અછાંદસ, દરેકની શરૂઆત સમાન, ‘ને…’, દરેકની વાત અલગ, દરેકનું ભાવવિશ્વ અને વિષયવસ્તુ અલગ અને છતાંય એ પંદરેય નાનકડાં અછાંદસને એક તાંતણે બાંધતી દોરી એટલે સંવેદનશીલ હ્રદય. આમ તો દરેક અછાંદસમાં વાચક કહેવા પૂરતી એક વાર્તા શોધી જ કાઢશે, પરંતુ એ વાતની ભીતરમાં રહેલ ભાવને સમજવાનો પ્રયત્ન કદાચ તેના સર્જનને વિશેષ ન્યાય આપી શક્શે. અમદાવાદના ધવલભાઈ સોનીનો અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.


પરમ તેજે… – ભવસુખ શિલુ (ઈ-પુસ્તક ડાઊનલોડ) 3

આજે પ્રસ્તુત છે શ્રી ભવસુખભાઈ શિલુ દ્વારા સંકલન અને રચના પામેલ ઈ-પુસ્તક ‘પરમ તેજે…’ પ્રસ્તુત પુસ્તકમાં ભવસુખભાઈ વિશ્વની રચના, પ્રકૃતિ અને પુરુષ, સજીવસૃષ્ટિ, ધર્મ અને સમાજ, વર્ણવ્યવસ્થા અને સત્વ, રજસ, તમસ, સનાતન ધર્મ, માનવસમાજ અને હિન્દુ ધર્મ, સાંપ્રત વિશ્વ અને મધ્યમમાર્ગ જેવા વિષયોને આવરી લઈને વિગતે ચર્ચા કરે છે. આ સુંદર, મર્મસભર અને અનેકવિધ વિષયોની વિગતે ચર્ચા કરતું પુસ્તક ઈ સ્વરૂપે પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ ભવસુખભાઈનો ખૂબ ખૂબ આભાર તથા પુસ્તક માટે શુભકામનાઓ. અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી એક ક્લિકે તદ્દન નિઃશુલ્ક મેળવો ઈ-પુસ્તક ‘પરમ તેજે…’


ગિરનારનો યુવાનોને ખડતલ પડકાર…! – હરેશ દવે, હર્ષદ દવે 4

શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ હિમાલયની ટોચે પહોંચવાની હિંમત ન કરી શકે એ વાત સમજાય તેવી છે. સાહસ કરાય પણ આંધળું સાહસ ન કરાય. તમારી વાત સાચી છે, પરંતુ ગિરનાર ઊંચો પર્વત છે, કદાચ તે હિમાલય કરતાં પણ જૂનો છે. આ પર્વતનું ઐતિહાસિક મહત્વ ચમત્કૃતિપૂર્ણ છે પરંતુ આજે આપણે તેનાં ધાર્મિક ગુણગાન નથી ગાવા. આજે તો આપણે વાત કરવી છે આ ગરવા અને નરવા ગિરનારની સાહસિક સફરની!


એ તો એમ જ ચાલે.. – હરનિશ જાની 17

હેમિલ્ટન, ન્યૂ જર્સીમાં રહેતા શ્રી હરનિશભાઈ જાનીનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ નથી, અનેક સામયિકોમાં તેઓ લખે છે, તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘સુશીલા’ ને ૨૦૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે અને ગુજરાતી સાહિત્ય અકૅડમિનો પુરસ્કાર મળ્યો છે. તેમના વાર્તાસંગ્રહ ‘સુધન’ને ગુજરાતી સાહિત્ય અકૅડમિનું વર્ષ ૨૦૦૭નું બીજું પારિતોષિક પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં તેઓ ભારતીય વાહનવ્યવહારને અને અહીંની સિસ્ટમની વાતોને એકમેકસાથે સુંદર રીતે સાંકળે છે. કાયદેસર – ગેરકાયદે જેવા ભેદભાવોથી પર ચાલતી આ સિસ્ટમની વાત તેઓ સહજતાપૂર્વક અને સૂક્ષ્મ હાસ્ય સાથે મૂકી રહ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી હરનિશભાઈ જાનીનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


એક્ટર : એક વાર્તા, ત્રણ અનોખા અંત.. – હાર્દિક યાજ્ઞિક 26

હાર્દિકભાઈ યાજ્ઞિકે એક વાર્તા મોકલી, અને પછી ફોન પર કહ્યું કે એ વાર્તાના તેમણે બે અંત મૂક્યા છે, તેમણે મને પસંદ પડે તેવો અંત સ્વીકારવા જણાવ્યું. પરંતુ વાર્તા વાંચી તો ક્યાંક મને એક અલગ જ અંત આપવાની ઈચ્છા થઈ આવી, અને એ અંત લખીને મેં તેમને મોકલી આપ્યો. તેમણે સહર્ષ તેને વધાવ્યો. એ ત્રણેય અંત સાથે વાર્તા આજે પ્રસ્તુત કરી છે. કદાચ આ નવો પ્રયોગ છે, અને અક્ષરનાદની પ્રયોગખોર છબીને આથી વધુ બળ બીજુ શું જોઈએ? વાચકમિત્રોને પણ હાર્દિકભાઈએ ઈજન આપ્યું છે, તમને ત્રણમાંથી કયો અંત ગમ્યો તે કહો અથવા તમારી સર્જનાત્મકતાને આધારે કોઈ નવો જ અંત સૂઝે તો પ્રતિભાવમાં મૂકો. અક્ષરનાદને કૃતિ પાઠવવા, અખતરાઓ કરવા અને સાહિત્યક્ષેત્રને સદાય કાંઈક ‘નવું’ આપ્યાના દેખાડા સિવાય, કામ કરતા રહેવા બદલ આભાર વ્યક્ત કરીશું તો તેમને જ નહીં ગમે…


ચાર અછાંદસ કાવ્યો – દિનેશ જગાણી ‘અલિપ્ત’ 12

પાલનપુર, બનાસકાંઠાના શ્રી દિનેશભાઈ જગાણી ‘અલિપ્ત’ની રચના એવા ચાર અછાંદસ કાવ્યો આજે પ્રસ્તુત કર્યા છે. ચારેય અછાંદસ સુંદર અને અર્થસભર છે. શહેરમાં અનુભવાતા નિરસ ઋતુપરિવર્તનની વાત હોય, જીવનમાં પ્રિય પાત્રની અનુપસ્થિતિના વિચાર હોય, વિચારોના ઝાંઝવાને જોવાનો પ્રયત્ન હોય કે રણની વ્યથાના માર્ગે માણસની એકલતાને વાચા આપવાનો પ્રયત્ન હોય, ચારેય અછાંદસ માણવાલાયક સર્જાયા છે. અક્ષરનાદ પર દિનેશભાઈની આ પ્રથમ કૃતિ છે. આ અછાંદસ પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


અમદાવાદી ટ્રૅફિક – મિહિર શાહ 22

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો અક્ષરનાદ પર આ બીજો લેખ છે. આજે પ્રસ્તુત લેખ અમદાવાદના વાહનવ્યવહાર અને તેને લગતી સમસ્યાઓ વિશેના તેમના વિચારોનો પડઘો અહીં પ્રસ્તુત કરે છે. આ પહેલા અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત મૂકનાર મિહિરભાઈએ આજે અમદાવાદના ટ્રૅફિકની વાત વિગતો અને અનુભવોક્તિઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સમસ્યાઓથી બચવા અને બીજાઓને બચાવવાની પ્રેરણા આપે એવો છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ગઝલ અષ્ટક + હસ્તાક્ષર ગઝલ – જિતેન્દ્ર પ્રજાપતિ 8

આજે શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે અને તેમને આપણી શુભેચ્છાઓ પાઠવવા તેમની જ આઠ ગઝલો અને એક પ્રલંબ લયની અતિસુંદર હસ્તાક્ષર ગઝલ પ્રસ્તુત કરવાથી વધુ ઉપર્યુક્ત માધ્યમ કયું હોઈ શકે? બધી જ ગઝલો સુંદર અને બંધારણની રીતે ચુસ્ત છે, પ્રલંબ લયની ગઝલ તો વળી એક અનોખા વિશ્વમાં જ લઈ જાય છે. આજની પેઢીના સંવેદનશીલ ગઝલકાર તરીકે જેમની ઓળખ પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેવા શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ અક્ષરનાદ સાથે ખૂબ પ્રાથમિક તબક્કાથી સંકળાયેલા છે, અક્ષરનાદની આ યાત્રામાં તેમનો સતત સહકાર અને શુભેચ્છાઓ મળતી રહી છે. તેઓ સતત આમ જ આગળ વધતા રહે, અર્થસભર, સંવેદનાસભર અને લાગણીશીલ કૃતિઓ દ્વારા આમ જ આપણી લાગણીઓને વાચા આપતા રહે એવી શુભેચ્છાઓ. ઈશ્વર તેમને દીર્ઘાયુ બક્ષે એવી અક્ષરનાદના સર્વે વાચકો વતી ઈશ્વરને પ્રાર્થના સાથે તેમની કૃતિઓ તેમને જ સાદર.