સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હર્ષદ દવે


બોલ હિંગ્લીશ બોલ – હર્ષદ દવે 4

ભાષા અને બોલી સમયાંતરે અપડેટ થતા રહે છે અને તેનું જીભવગું ઉદાહરણ, ‘બોલવું’તું ને મોબાઈલ મળ્યો !’ દોડવું હોય અને ઢાળ મળે એ હવે ઢળેલી વાત થઈ ગઈ કહેવાય. ગાંધીજી પહેલાં ભારેખમ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવવામાં આવતો હતો. હવે ભારતીયો ગૌરવભેર હિંગ્લિશ, બિંગ્લિશ, પંજલિશ, તમલિશ બોલે છે. ચટણીના ચટાકાના રસિયા છીએ એટલે આપણને ‘ચટણીફાઈડ’ ઈંગ્લિશ વગર કેવી રીતે ચાલે? જેટલો હિંગ્લિશનો ચાહકવર્ગ છે એટલો જ વિશાળ વર્ગ તેનાથી મોં મચકોડનારાઓનો ચે એ પણ એટલી જ વિચિત્ર છતાં સાચી વાત છે. શેરબજારના કૌભાંડો તથા ભ્રષ્ટાચારની જેમ હિંગ્લિશની લોકપ્રિયતા અને લોકબોલિતા સર્વત્ર દ્રષ્ટિગોચર થાય તેનું કારણ તેનામાં રહેલું નાવિન્ય, તેની સરળતા, બુદ્ધિમત્તા અને ભારતીયતા છે. તેથી જ તો તે આપણે રવાડે ચડી ગઈ !


આંસુ ન બહા … ફરિયાદ ન કર…! (પ્રેરણા કથા) – હર્ષદ દવે 8

પ્રેરણાદાયક વાતો કાલ્પનીક નથી હોતી, લોકોએ જીવનમાં કરેલા સંઘર્ષ અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની સત્યઘટનાઓ નકારાત્મક બાબતો કરતા ક્યાંય વધારે સંખ્યામાં મળી આવે છે, જરૂરત છે ફક્ત એવા લોકોની જીવન પ્રત્યેની સમજ અને મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમતને સાચા અર્થમાં સમજવાની. એક ઈ-મેલ પરથી શબ્દાંતરીત કરીને શ્રી હર્ષદભાઈ દવેએ પ્રસ્તુત સુંદર અને પ્રેરણાદાયક લેખ અક્ષરનાદને પાઠવ્યો છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


૨૪ ઓગસ્ટ : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ – હર્ષદ દવે 8

૨૪મી ઓગસ્ટનો દિવસ કયા કારણે વિશેષ છે? યાદ ન આવે તો કહી દઉં, એ આપણા શ્રી નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ છે, આશા છે આપને હવે તો ખ્યાલ આવ્યો હશે કે હું કવિ નર્મદની વાત કરી રહ્યો છું જેમનો ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે સૂરતમાં જન્મ થયો હતો. આ જ દિવસને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવે છે. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે પણ વિરોધ કરનાર નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે ગાંધીજી અને નહેરૂથી પાંચ સદી પહેલા વિચાર મૂકનાર નર્મદ સમયથી ઘણા આગળ હતા. વિશ્વ ગુજરાતી ભાષા દિવસને તેમની સાથે સાંકળીને ભાષાનું ગૌરવ જ વધ્યું છે. આવતીકાલે વિશ્વભરના ગુજરાતીઓ આ દિવસને તેના સાચા અર્થમાં ઉજવે એ જ આશા સાથે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા પ્રસ્તુત છે ગુજરાતી ભાષાની આજ અને આવતીકાલ વિશે કેટલીક વાતો. હર્ષદભાઈનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.


તસ્મૈ શ્રી ગુરવે નમ: – હર્ષદ અને હરેશ દવે 8

શ્રી હર્ષદભાઈ દવે અને તેમના મોટાભાઈ હરેશભાઈ દવે રાજકોટમાં હતાં ત્યારે શ્રી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા, જેનું તેમને આજે પણ ગૌરવ છે. તે હાઈસ્કૂલના આચાર્ય હતા શ્રી જયંત આચાર્ય. થોડાક દિવસો પૂર્વે જ ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ ગયો, એ નિમિત્તે તેમને એક ભાવાંજલિ આપવાનો અહીં હર્ષદભાઈ અને હરેશભાઈએ નમ્ર પ્રયાસ કર્યો છે કારણ કે શ્રી જયંતભાઈ આચાર્ય વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા, અર્વાચીન યુગના ઋષિ અને પ્રખર કેળવણીકાર એવા શ્રી આચાર્યને આ લેખ ગુરુપૂર્ણિમા પર ભાવાંજલિ રૂપે પ્રસ્તુત કર્યો છે. શ્રી હર્ષદભાઈ દવેને અનુવાદક, કવિ તથા લેખક તરીકે અક્ષરનાદના વાચકો ઓળખે જ છે, તેમના મોટાભાઈ શ્રી હરેશ દવે પત્રકાર છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર.


બે વૈવિધ્યસભર લેખ – હર્ષદ દવે 2

શ્રી હર્ષદભાઈ દવેએ ચિંતન અને વિચારપ્રેરક પુસ્તકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. ‘ફૂલછાબ’ દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં એમણે ટૂંકા પરંતુ ચોટદાર પ્રસંગોને લઈને ‘પલ દો પલ’ નામની કટાર અંતર્ગત જે લેખો લખ્યા તેનું નાનકડું પરંતુ અસરકારક અને સુંદર સંકલન એટલે આ પુસ્તક – ‘પલ દો પલ’. આ પુસ્તક વૈવિધ્યસભર ટૂંકા પ્રસંગોને આવરી લઈને કોઈ ઉપદેશ આપવાની કોશિશ વગર ફક્ત એક પ્રસંગ તરીકે રજૂ કરે છે. તેમાં ક્યાંક ગંભીર વિચારપ્રેરક લેખ પણ છે તો ક્યાંક રમૂજ પણ ઝળકે છે. આજના માણસને વાંચનમાં પણ લાઘવ અને વૈવિધ્ય જોઈએ છે. સંસ્કૃત મિમાંસકોએ એવું કહ્યું છે કે જો કાનો અને માત્ર પણ બચાવી શકાય તો પુત્રજન્મ જેવો આનંદ થાય. હર્ષદભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં અનેક પુત્રજન્મનો આનંદ વહેંચ્યો છે. એક અવશ્ય વાંચવા જેવું રત્ન અને ૫૯ નાનામોટા લેખોના આ સંગ્રહમાંથી આજે બે કૃતિઓ પ્રસ્તુત કરી છે. ‘પતિ-પત્ની અને સ્વોટ વિશ્લેષણ’ તથા ‘જરા ગુજરાતી ગુંજન…’ શીર્ષક ધરાવતા આ બે લેખ સુંદર અને અનોખા છે.


અન્વેષણ – જે. કૃષ્ણમૂર્તિ, અનુવાદ : હર્ષદ દવે / ભરત કાપડીઆ 1

જે. કૃષ્ણમૂર્તિના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. થિયોસોફીકલ સોસાયટીના એન્ની બેસન્ટે કૃષ્ણમૂર્તિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો, જેમના મતે શ્રી કૃણમૂર્તિ વિશ્વ સમક્ષ સાચા જ્ઞાનનો પ્રચાર કરનાર વાહક બનવાના હતાં. વિશ્વભરમાં કૃષ્ણમૂર્તિ એક મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર પામ્યા છે. તેમણે કોઈ પણ ધર્મ કે ફિલસૂફીને સવિસ્તાર સમજાવવાનો યત્ન નથી કર્યો, પરંતુ આપણને રોજીંદા જીવનમાં લાગૂ પડતી વાતો, હિંસા અને ભ્રષ્ટાચારના વ્યાપ સાથે જીવન જીવવા આડે આવતા વિઘ્નો અંગે તેમણે વાતો કરી. માનવજાતને ડર, ગુસ્સો અને દુઃખોથી મુક્ત થઈને જીવવાની જરૂરત પર ભાર મૂક્યો. કોઈ પણ ધર્મ કે રાજકીય ક્ષેત્રની વાત ન કરતા તેમણે એવા તત્વોને માણસજાતને વિભાજીત કરતા પરિબળો ગણાવ્યા. બહુ ઓછા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી કે તેમના બોધથી પરિચિત હશે અને તેથી પણ ઓછા લોકોને એ ખબર હશે કે તેમણે એક સમયે કાવ્યો પણ લખ્યા હતાં. આજે તેમનું એક કાવ્ય – શાશ્વતીનું – સમજીએ. આ કાવ્યનો અનુવાદ શ્રી હર્ષદ દવે અને શ્રી ભારત કાપડિયાએ કર્યો છે જે ‘નવનીત સમર્પણ’ એપ્રિલ ૧૯૮૯ માં પ્રકાશિત થયો હતો.


બે ગઝલ – હર્ષદ દવે 2

પહેલાં ગઝલના વિષયોમાં ઈશ્વર, સુંદરી અને શરાબ એ ત્રણનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે વિષય-વૈવિધ્ય વધ્યું છે. શ્રી હર્ષદભાઈ દવેએ એક પ્રાયોગિક ગઝલ મે ૧૯૮૫ માં લખી હતી જે આતંકવાદ અને તેના પરિણામોની વિભીષિકા દર્શાવે છે. આ એક ‘અલગ’ રચના છે જે આજથી પચીસ વર્ષ પૂર્વે ‘રંગતરંગ’ માસિકમાં પ્રકાશિત થઇ હતી. બીજી એક રચના ‘અટાણે’ પ્રાકૃતિક તત્વોમાં પણ ‘બળિયાના બે ભાગ’ જેવો ન્યાય હોય છે તે જુદી રીતે દર્શાવવાનો તેમનો પ્રયત્ન છે. નમતું હંમેશાં નબળાએ જ જોખવાનું આવે અને તેનું સમર્થન અન્ય સમજુ તત્વો જ કરે એ કેવું! અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલો પાઠવવા અને રજૂ કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.


પુત્રના શિક્ષક પર અબ્રાહમ લિંકનનો પત્ર – અનુ. હર્ષદ દવે 10

અબ્રાહમ લિંકન અમેરીકાના ૧૬માં રાષ્ટ્રપતિ હતા, પણ એથી વિશેષ તેઓ એક અગ્રગણ્ય વિચારક અને સમાજ સુધારણાના પ્રખર હિમાયતી હતા. તેમના પુત્રના શાળા પ્રવેશ વખતે તેના શિક્ષકને તેમણે લખેલો પત્ર એક અનોખો દસ્તાવેજ છે. આ પત્રનો અનુવાદ શ્રી હર્ષદભાઈ દવેએ કર્યો છે અને અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવ્યો છે. અક્ષરનાદ પર જેમની મહદંશે કાવ્યરચનાઓ જ આવી છે તેવા શ્રી હર્ષદભાઈએ કરેલ કેટલાક સુંદર અનુવાદોને આપણે સમયાંતરે માણી શકીશું. આ અંતર્ગત આજે માણીએ તેમની પ્રસ્તુત અનુવાદિત કૃતિ.


બે પદ્યરચનાઓ – હર્ષદ દવે 2

અક્ષરનાદના વાચકમિત્ર શ્રી હર્ષદભાઈ દવેની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેઓ બે સરસ પદ્ય રચનાઓ લઈને હાજર થયા છે. અકોણી આરજૂ અને અંકન જેવા અનોખા શીર્ષક ધરાવતી આ રચનાઓની બાંધણી પણ એટલી જ સુંદર છે. આ બંને કૃતિઓ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભેચ્છાઓ.


બે પદ્યરચનાઓ – સંકલિત 7

અક્ષરનાદના વાંચકમિત્રો શ્રી હર્ષદ દવે અને શ્રી ધવલભાઈ સોની દ્વારા પાઠવવામાં આવેલી આ સુંદર રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બંને રચનાઓ મૌલિક છે અને અનોખા વિચારો લઈને આવે છે. શેરબજારના વ્યવસાયી એવા શ્રી ધવલભાઈ સોની જ્યાં ઈશ્વરની ઉપસ્થિતિ વિશેની એક સરસ રચના લઈને આવે છે તો હર્ષદભાઈ દવે એ જ ઈશ્વરને પામવાના દુન્યવી પ્રયત્નોની વ્યર્થતા સમજાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ કાવ્યરચનાઓ – સંકલિત 3

અક્ષરનાદના ત્રણ વાચકમિત્રો, શ્રી ધવલભાઈ સોની, શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયા તથા શ્રી હર્ષદભાઈ દવેએ પાઠવેલી તેમની મૌલિક રચનાઓ આજે પ્રસ્તુત છે. ત્રણેય રચનાઓના વિષયોની વિવિધતા અને રચનાનું અનોખું ભાવવિશ્વ એ રચનાઓની વિશેષતા છે. ત્રણેય મિત્રો – વડીલોનો આ રચનાઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.