Daily Archives: August 23, 2012


૨૪ ઓગસ્ટ : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ – હર્ષદ દવે 8

૨૪મી ઓગસ્ટનો દિવસ કયા કારણે વિશેષ છે? યાદ ન આવે તો કહી દઉં, એ આપણા શ્રી નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મદિવસ છે, આશા છે આપને હવે તો ખ્યાલ આવ્યો હશે કે હું કવિ નર્મદની વાત કરી રહ્યો છું જેમનો ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે સૂરતમાં જન્મ થયો હતો. આ જ દિવસને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે ઉજવે છે. અંધવિશ્વાસ અને ધાર્મિક અસહિષ્ણુતાનો એ સમયે પણ વિરોધ કરનાર નર્મદ અનેક રીતે ગુજરાતી સાહિત્યના પાયાના રચનાકાર હતા. એક રાષ્ટ્ર, સ્વરાજ અને રાષ્ટ્રભાષા વિશે ગાંધીજી અને નહેરૂથી પાંચ સદી પહેલા વિચાર મૂકનાર નર્મદ સમયથી ઘણા આગળ હતા. વિશ્વ ગુજરાતી ભાષા દિવસને તેમની સાથે સાંકળીને ભાષાનું ગૌરવ જ વધ્યું છે. આવતીકાલે વિશ્વભરના ગુજરાતીઓ આ દિવસને તેના સાચા અર્થમાં ઉજવે એ જ આશા સાથે શ્રી હર્ષદભાઈ દવે દ્વારા પ્રસ્તુત છે ગુજરાતી ભાષાની આજ અને આવતીકાલ વિશે કેટલીક વાતો. હર્ષદભાઈનો અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.