જગદગુરુ આદ્યશઙ્કરાચાર્ય ભગવાને મુમુક્ષુઓ માટે એક સૂત્રરૂપ નિબંધ લખ્યો છે. આ નિબંધ માણ્ડૂક્ય ઉપનિષદ્ ને આધારે લખાયો છે.
"माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये" અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે. તેથી આ નિબંધ સૂત્રરૂપ હોવા છતાં અધિકારીના બ્રહ્માત્મૈક્ય બોધ માટેનું પૂર્ણ સાધન છે. આ જ કારણે મુમુક્ષુ પરમહંસ સંન્યાસીઓ આનો નિત્ય નિયમથી અભ્યાસ કરે છે, અને એના અભ્યાસના ફળ સ્વરૂપ આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ થઈ જાય છે.
માણ્ડૂક્ય ઉપનિષદમાં ઓઙ્કાર (પ્રણવ)ની વ્યાખ્યા વડે બોધ કરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત નિબંધ પણ એ જ સ્વરૂપે હોવાને કારણે પ્રણવની મદદથીજ બોધનું સાધન બને છે. આજથી અક્ષરનાદ પર આ પુસ્તક ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એ માટે જાઓ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં
વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ
9 મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની નવીન અને સુંદર ગઝલરચનાઓ હવે લગભગ બધા મુખ્ય સામયિકોમાં દર મહીને સ્થાન પામે છે. અક્ષરનાદની સાથે જેમની ગઝલરચનાની વેલ વિકસી છે તેવા જિતેન્દ્રભાઈની ઉપરોક્ત ચાર ગઝલરચનાઓ શબ્દસૃષ્ટિ સામયિકના માર્ચ ૨૦૧૩ના અંકમાં પ્રસ્તુત થઈ છે. મર્મસભર વાતો સાથેની છંદબદ્ધ ગઝલો જિતેન્દ્રભાઈની આગવી વિશેષતા છે જે આ ચારેય ગઝલોમાં સુપેરે વ્યક્ત થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ચારેય ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.
ચાર સુંદર ગઝલો.. – જિતેન્દ્ર પ્રજાપતિ
25 આ પહેલા ગત વર્ષે હાર્દિકભાઈની ૨૦ માઈક્રોફિક્શન - લઘુકથાઓ રજૂ કરી હતી જેને વાચકોનો ખૂબ સુંદર પ્રતિભાવ અને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે એ જ શૃંખલાને આગળ વધારતા પ્રસ્તુત છે તેમની વધુ ૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ. એકથી પાંચ લીટીની સીમારેખામાં પોતાની આગવી છાપ ઉભી કરી અસર છોડી જતી આ કથાઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક આગવો પ્રયોગ છે, અને કદાચ અક્ષરનાદ જેટલું એ ક્ષેત્રનું ખેડાણ અન્યત્ર ક્યાંય થયું હોય એવું જોવાયું નથી. આજની પેઢીના વાર્તાકારો માટે આ ક્ષેત્રનું ખેડાણ એક આવશ્યક્તા છે, કારણકે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ કહી શકવાની આ ક્ષમતા તેમને લઘુનવલ, ટૂંકી વાર્તાઓ અથવા નવલકથાના સર્જનમાં પણ આડકતરી મદદ કરી શકે છે. બિલિપત્રમાં આજે માણીએ અંગ્રેજી સાહિત્યજગતની નોંધપાત્ર માઈક્રોફિક્શન.
૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – હાર્દિક યાજ્ઞિક
૧૯૩૦માં સાબરમતી જેલમાં સાંજની પ્રાર્થનામાં એકવાર એક સિંધી ભજન સાંભળવા મળ્યું. જિંદગીભર એની ભૂરકી અનુભવ્યા કરી છે. ગાનાર હતા ભાઈ જયન્તીલાલ આચાર્ય. કરાંચીની શાળાના શિક્ષક અને કવિ ગાયક. મીઠો, બુલંદ સ્વર, અંદર હૃદય રેડે. પ્રાર્થનાને અંતે એ ‘જનગણમન’ ગાય. વીસ વરસ પહેલાં એમણે તો એને જાણે કે રાષ્ટ્રગીતને પદે સ્થાપ્યું હતું. ભજનો રોજ જુદાં જુદાં હોય. એક સાંજે ‘તેરા મકાન આલા’ છેડયું અને સૌ મંત્રમુગ્ધ બની ગયા. એકેએક શબ્દ પૂરેપૂરો સમજાયો એમ નહીં કહી શકાય, પણ મૂળ ભાવ તરત પકડાઈ જાય એવો હતો. હે પ્રભુ, તારું મકાન ઉત્તમ છે (આપણે ‘આલા દરજ્જાનું’ કહીએ છીએ ને ?) ભવ્ય છે. આમ કહીને આપણને કોઈ મહાલય બતાવવાનો પ્રયત્ન થયો નથી. બલકે પછીથી આવતા શબ્દો તો કહે છે કે ‘જિત્થે કિત્થે વસી ભી તૂં’ જ્યાં ને ત્યાં તું જ વસી રહ્યો છે. આ સામેના કોઈ એક સાત માળના કે એથીય ઉંચા મકાનમાં તું વસે છે એમ કોઈ એક ઈમારતની વાત જ નથી. જ્યાં જોઈએ ત્યાં, બધે જ, તું વસે છે એવી ખાતરી થાય છે તેની અહીં વાત છે- આ તો નવી નવાઈનું મકાન. માટેસ્તો સૌથી ઉત્તમ, સૌથી ન્યારું, સૌથી ભવ્ય. તેરા મકાન આલા, જિત્થે કિત્થે વસી ભી તૂ. તેરા. ભક્તહૃદયને પ્રતીતિ થઈ છે કે હે પ્રભુ, બધે તું જ તું છે. આ વાત એના હૃદયમાં માતી નથી. કોઈકને એ વીનવે છે. જરીક આવો તો, અહીં, ત્યાં બધે ફરીએ, જોઈએ. જુઓ તો, તમને પણ મારા જેવી જ અનુભૂતિ થાય છે ને ? પહેલાં તો ઊભા હતા ત્યાં જ લટાર મારતાં મારતાં ઊંચે નજર કરી, આકાશમાં. હલો તો આસમાન વેખૂં, આગા, હલી પસૂં, આસમાન મિડયોહિ તારા, […]
‘તેરા મકાન આલા’ (સિંધી ભજન આસ્વાદ) – ઉમાશંકર જોશી
5 ગની દહીંવાલા માટે અમૃત ઘાયલ કહે છે, "ભવિષ્યમાં જ્યારે પણ ગુજરાતી કવિતાનું સમગ્રતયા મૂલ્યાંકન થશે ત્યારે ઈતિહાસે ગનીભાઈની સચ્ચાઈ અને શક્તિની નોંધ નાછૂટકે લેવી પડશે. શેર કહેવાની અને સમજવાની એનામાં ગજબની સૂઝ છે." ગનીભાઈની ગઝલથી તો મોટાભાગના ગઝલરસિકો સુપેરે પરિચિત હશે જ પરંતુ તેમના બે ગીત આજે પ્રસ્તુત કર્યા છે. આંગણે ઝડપથી ઉગે એવો છોડ વાવવાની વાત વાલમને કહીને નાયિકા કયો અર્થ સારે છે એ સમજવું મુશ્કેલ નથી. તો બીજું ગીત તો જાણે લોકગીતની કક્ષામાં આવે... મીઠો અને મઘમઘતો રણકો કેટકેટલા સ્વરૂપોમાં અભિપ્રેત થઈ શકે છે તેનું અનોખું ઉદાહરણ આ ગીત આપે છે.
બે ગીત.. – ગની દહીંવાલા
મૂળે ઉડિયા ભાષાના રચનાકાર સચિત રાઉત-રોયની કૃતિનો અંગ્રેજી અનુવાદ અને તે પછી તેમાંથી ગુજરાતી અનુવાદ થયો જે અત્રે પ્રસ્તુત કરાયો છે. કવિ સંસારને ઈશ્વરનો એક બગીચો જાણે છે અને તેમાં પતંગીયું બનીને જીવી જવા માંગે છે, સુંદરતાનો, વૈભવનો, ફૂલોનો, મધનો અને ઉડવાનો આનંદ માણવા તેમનું હૈયું જાણે પતંગીયુ બનીને ફૂલ પર ઉડા ઉડ કરી મૂકે છે. સુંદર રચનાનો એટલો જ સુંદર અનુવાદ ખરેખર નમણી રચના છે.
ઈશ્વરના બગીચામાં.. – સચિત રાઉત-રોય
10 કુમારભાઈ ભટ્ટની પ્રસ્તુત કૃતિ પ્રયોગશીલ કહી શકો એ પ્રકારની રચના છે. તેઓ કહે છે, "શરૂઆતમાં બે ત્રણ પેરેગ્રાફ જેટલી સૂઝેલી વાત લખાવા માંડી પછી એને જ્યાં જવું હોય એમ એની પાછળ પાછળ હું ગયો. કોમિક તો છે જ, આમ જુઓ તો લંબાઈના પ્રમાણમાં 'વાત' ખાસ ન પણ લાગે, પણ વાક્યે વાક્યે સંભવિત વાર્તાઓની કુંપળો દેખાય છે એની મને મજા પડી. ઘણા વાર્તા વાચકોને વાર્તામાં શું વાત છે એ તરત સમજાય જાય છે અને પછી એમને 'વાર્તા'માં રસ નથી રહેતો એવા વાચકો માટે આ 'કથા' નો સાર એટલો જ છે કે ... પણ એમને તો તરત ખબર પડી જ જાય પછી શું કે'વું?
પંચાણું ટકા વાત સંવાદ ઉપર જ ચાલે છે અને લગભગ એટલી જ વાત એક જ નિરીક્ષકની દૃષ્ટિથી જોવાઈ છે. રચના થોડી વિચિત્ર છે. જાણકારને 'ચાલુ રાખો, સરસ છે' એટલું કે'તાં ય કદાચ ઉદાર હોવાનો ભાવ થાય. તો પણ કોમેન્ટ્સ આર વેલકમ - જેવી હોય એવી. લંબાઈ વધારે છે એટલે શક્ય હોય તો વાત ક્યારે પૂરી થાય એની રાહ જોયા વગર વાંચશો તો થાક ઓછો લાગશે. વાતને 'વાર્તા' બનાવે એવું એક પણ વાક્ય રચનામાં નથી. અને એને 'વાર્તા' બનતાં રોકે એટલાં એમાં પાત્રો છે. એને 'નાટક' બનાવે એવો કોઈ ક્લાઈમેક્સ નથી. શરૂઆતમાં હ્યુમર છે. બીજા ભાગમાં તો એ પણ નથી. તો પણ જોઈ જુઓ ! Who knows? કદાચ મજા આવે પણ ખરી!"
અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.
એક અસંભવિત સાહિત્યિક ઘટના.. – કુમાર ભટ્ટ
4 'મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના' - આજે આ અનોખા પુસ્તકને અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવી રહ્યો છું, હિન્દુ અને ઈસ્લામ - બંને ધર્મોનું રસદર્શન, મનન અને ચિંતન તથા તેના જીવનમાં અનુભવેલા ઉદાહરણોને ટાંકીને શ્રી ડૉ. મહેબૂબ દેસાઈએ આ સુંદર ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. અક્ષરનાદને આ પુસ્તક નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને ડૉ. મહેબૂબભાઈને અનેક શુભકામનાઓ.
મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના – ડૉ. મહેબૂબ દેસાઈ (ઈ-પુસ્તક ડાઉનલોડ)
'વિદેશિની' ના નામે કાવ્યો લખતા શ્રી પન્નાબેન નાયકના કાવ્યોનું સંકલન કરીને શ્રી સુરેશભાઈ દલાલે 'કાવ્ય-કોડિયાં' અંતર્ગત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં, એ સંગ્રહમાંથી આજે ત્રણ અનોખા અછાંદસ અહિં પ્રસ્તુત કર્યા છે.
ત્રણ કાવ્યો.. – પન્ના નાયક
5 ચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. જીવન, ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ, શિક્ષણ અને સાહિત્ય એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરતી તાત્વિક વિચારશ્રેણી અને અતુલ બળશાળી શૈલી વાળા લેખો લખીને તેમણે ગુજરાતી ભાષા અને પ્રજાની અપ્રતિમ સેવા બજાવી છે. 1885ના ઓગસ્ટમાં શરૂઆત કરી પ્રિયંવદા માસિકની, અને પાંચ વર્ષ એટલે ઓક્ટોબર 1890 થી તેને 'સુદર્શન' નામ આપ્યું. તે તેમના છેલ્લા શ્વાસ પર્યંત, એટલે કે ઓક્ટોબર 1898 સુધી ચાલ્યું. પ્રસ્તુત લેખ સુદર્શન માસિકના જુલાઈ ૧૮૯૬ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની તત્કાલીન ગુજરાતી નાટ્યકળા વિષયક આલોચના અને તેની કથળતી જતી ગુણવત્તા પરત્વેની ચિંતા અને એ વિશેની સમૂળી વિચારસરણી આ લેખમાં ઝળકે છે.
વર્તમાન નાટકો.. – મણિલાલ દ્વિવેદી (‘સુદર્શન’ સામયિક, જુલાઈ ૧૮૯૬)
16 નિમિષાબેન રચિત ત્રણ સુંદર લઘુકથાઓ આજે પ્રસ્તુત છે. લઘુકથાઓમાં ગૂઢ અર્થ અને કૃતિનું ટૂંકુ પરંતુ સચોટ અને સબળ માળખું તેને ધાર બક્ષે છે અને નિમિષાબેનની પ્રસ્તુત કૃતિઓમાં એ સુપેરે અનુભવી શકાય એમ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.
ત્રણ લઘુકથાઓ… – નિમિષા દલાલ
સાહિત્યમાં જેમને વ્રજ, અવધિ મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ જેમને સાંપડ્યો છે અને સંગીતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત અને રાગદારીનો સારો અભ્યાસ જેમને સાંપડ્યો તેવા શ્રી નિનુ મઝુમદારની ઉપરોક્ત રચના 'તુલસી ક્યારો' અનોખી છે. તેમના ૧૯૬૬માં પ્રસિદ્ધ થયેલ સંગ્રહ 'નિરમાળ' માંથી આ રચના લેવામાં આવી છે. વિરહગ્રસ્ત એવી નાયિકા તુલસીક્યારે પાણી સીંચે છે અને વ્હાલમની વાટ જુએ છે. તુલસીક્યારાને લક્ષમાં રાખીને વિરહની અભિવ્યક્તિ કરતા આ કાવ્યની રચના અદભુત છે.
તુલસી ક્યારો.. – નિનુ મઝુમદાર
દરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ, આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખુલ્લી રાખો, કોઈ ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે. કેવી રીતે? તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.
ગીતાબોધ.. – મહેન્દ્ર નાયક
ગર્ભનું જાતિ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા જેવા જઘન્ય પાપ વિશે કાંઈ પણ કહેવા કરતા શ્રી ભરતભાઈ કોટડીયાની આ કૃતિ વાચકો સમક્ષ મૂકવી ઉચિત ગણું છું. આ કૃત્યોની સામે ઉભા થવાની જાગૃતિ વધુ ને વધુ ફેલાય એ જરૂરી છે. કદાચ જેની ગર્ભમાં હત્યા થઈ છે એ દીકરી આમ જ અનુભવતી હશે.. નહીં ! કૃતિ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ ભરતભાઇનો ખૂબ ખૂબ આભાર.
આંસુડા સારતી એક દીકરી.. – ભરત કોટડીયા
ગઈકાલે દૂરના એક સગાંના લગ્નમાં મહુવાથી સોમનાથ જતા રસ્તામાં અસંખ્ય લગ્નો થતાં, જાન જતી અને આવતી જોઈ અને આજે પણ અસંખ્ય યુગલો લગ્નના પવિત્ર બંધનમાં એકબીજાનો હાથ ઝાલીને બંધાશે, જીવનભર સાથે ચાલવાના વચન સાથે પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થશે. આ સમયે એ સર્વે નવપરણિતોને શ્રી હરિન્દ્ર દવેનું ઉપરોક્ત ગીત, 'હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે !' મદદરૂપ થશે.
સાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે
શ્રી વિશાલ મોણપરા ગુજરાતી નેટજગતનું એક જાણીતું નામ છે, ભાષાના ઓનલાઈન વિકાસ માટે ફક્ત ભાષાવિદોનો ખપ નથી, એ સાથે સાથે નવીન ટેકનોલોજી સાથે તેની કદમતાલ મેળવવી સતત જરૂરી છે. અને વેબવિશ્વમાં ગુજરાતીના વિકાસમાં અનેક નાવિન્યસભર સુવિધાઓ સાથે વિકલ્પો ઉપલબ્ધ કરાવનાર વિશાલભાઈ એક એવા ભાષાપ્રેમી છે જેમની પદ્યરચના જેટલી જ સબળ તેમના દ્વારા વિકસાવાયેલી સુવિધાઓ છે. વિશાલભાઈ સાથે થયેલ એક ઈ-મુલાકાત આજે વાચકો સાથે વહેંચી રહ્યો છું, આશા છે આપણે સૌ તેમના અને તેમના જેવા માતૃભાષાના સેવકોને યોગ્ય સન્માન આપી શકીશું. પ્રસ્તુત છે વિશાલભાઈ સાથેની પ્રશ્નોત્તરી. આ મુલાકાત બદલ વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.
શ્રી વિશાલ મોણપરા સાથે એક મુલાકાત..
6
શ્રી વિજયભાઈ જોશીની પ્રસ્તુત અછાંદસ રચના તેમના જ એક અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ છે. માણસ બ્રાહ્યજગતમાં તો અનેક યાત્રાઓ કરે છે, પરંતુ આંતરજગતમાં યાત્રા ક્વચિત જ થતી હોય છે. સૌથી મહત્વની યાત્રા અંતર્યાત્રા જ હોય છે પણ તેનો માર્ગ ભાગ્યે જ કોઈને ખબર હોય છે, સાચા પથ અંગેનું માર્ગદર્શન અને એ આખીય યાત્રા સ્વત્વની ખોજ છે. આવી જ વિચારસરણી સાથેની યાત્રા કરતા વિજયભાઈની આ કૃતિ ખરેખર સુંદર અને મર્મસભર છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.
અંતર્યાત્રા – વિજય જોશી
ભાવનગરની 'સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ'માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ "અર્થના આકાશમાં" પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક વધુ ગઝલ. આશા - નિરાશા, સંભવ - અસંભવ જેવા અંતિમોની વચ્ચે ઝૂલતી જિંદગીની વાત તેઓ અહીં સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે.
માણસ – જીજ્ઞા ત્રિવેદી
9 નેતૃત્વના ગુણો કેળવવા એ આજના સંઘર્ષભર્યા જાહેર જીવનની એક આગવી અને અનોખી જરૂરીયાત છે, સમાજજીવનમાં હોય કે વ્યવસાય ક્ષેત્રે, દરેક સ્થળે તેની જરૂરત રહે છે, અને આ ગુણો દરેક ક્ષેત્રમાં પ્રગતિના માપદંડ નક્કી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રભાવશાળી નેતૃત્વ માટેના આવા જ ૧૦૧ ગુણો શ્રી તન્મય વોરાએ તેમના બ્લોગ qaspire.com પર મૂક્યા છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી અશોક વૈષ્ણવે કરીને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા ઉપલબ્ધ કરાવ્યો છે. આશા છે સર્વે વાચકમિત્રોને એ ઉપયોગી થઈ રહેશે.
પ્રભાવશાળી નેતૃત્વ માટેના ૧૦૧ ગુણો – તન્મય વોરા, અનુ. અશોક વૈષ્ણવ
૨૮ જાન્યુઆરી ૧૯૧૩માં કપડવંજમાં જન્મેલા શ્રી રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના એક આધારસ્તંભ છે. તેમના અનેક પ્રચલિત કાવ્યસંગ્રહો જેવા કે ધ્વનિ (૧૯૫૧), આંદોલન (૧૯૫૧), શ્રુતિ (૧૯૫૭), મોરપીંછ (૧૯૬૦), શાંત કોલાહલ (૧૯૬૩), ચિત્રણા (૧૯૬૭), ક્ષણ જે ચિરંતન (૧૯૬૮), મધ્યમા (૧૯૭૭), ઉદગીતિ (૧૯૭૮) સત્વશીલ અને છતાંય વિપુલ સંખ્યામાં તેમણે કરેલા કાવ્યસર્જનની સાક્ષી પૂરે છે. કલ્પનાની કલમે સૌઁદર્ય નિહાળતી નજરે તેમણે આલંકારિક રીતે કરેલું શિયાળાની સાંજનું વર્ણન આહ્લાદક અને સૌંદર્યસભર છે. શિયાળાની સાંજે પ્રણયગોષ્ઠી કરતા યુગલની આ સૌંદર્યપ્રચૂર વાત ખૂબ સુંદર રીતે મૂકાઈ છે. પ્રસ્તુત રચના લોકમિલાપ દ્વારા પ્રસિદ્ધ કાવ્યકોડિયા અંતર્ગત શ્રી રાજેન્દ્ર શાહના કાવ્યોના જયન્ત પાઠકે કરેલા સંકલનમાંથી લેવામાં આવ્યું છે.
શિયાળુ સાંજ – રાજેન્દ્ર શાહ
અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત 'કાવ્યકોડિયાં'ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.
વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ)
નોકરીમાં હોય કે અંગત જીવનમાં, એક અથવા બીજી રીતે આપણે ઘણી વખત તાણ અને માનસિક પરિતાપમાં જીવીએ છીએ. ભોપાલના સીનીયર સીટીઝન્સ ફોરમના ઉપપ્રમુખ શ્રી એ. બી. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ 'માનસીક તાણથી બચવાના વીસ ઉપાય' એ શીર્ષક હેઠળ મંજરીબેન મેઘાણીએ કર્યો છે. સ્પષ્ટ, ચોક્કસ દિશાનિર્દેશ સાથેના અને અચૂક એવા આ ઉપાયો એક વખત અજમાવી જવા જેવા ખરાં. સન્ડે ઈ-મહેફિલ દ્વારા પ્રસિદ્ધ થયેલ આ કૃતિ અક્ષરનાદને પ્રગટ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.
માનસીક તાણથી બચવાના વીસ ઉપાય – એ. બી. મહેતા, અનુ. મંજરી મેઘાણી
18 કુમાર સામયિકના ડિસેમ્બર 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલી લેખક શ્રી દુર્ગેશભાઈ ઓઝાની પ્રસ્તુત લઘુકથા 'વરસાદ' મર્મસભર છે, ટૂંકી છે અને ખરેખર માઈક્રોફિક્શન અને લઘુકથાની વચ્ચેની લંબાઈ ધરાવતી અનોખી કૃતિ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.
વરસાદ (લઘુકથા) – દુર્ગેશ ઓઝા
3 અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.
ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ 3
10 આજે ગાંધી નિર્વાણ દિવસે પ્રસ્તુત છે ગાંધીવાણી. ગાંધીને આપણો સમાજ કે વિશ્વ સાચા અને પૂર્ણ અર્થમાં ક્યારેય સમજી શક્યા નથી, ગાંધી સાવ સાદીભાષામાં ગહન વાતોની પ્રસ્તુતિ સહજ રીતે કરી શકે છે, આજે તેમને સરકારી ઓફીસોની દિવાલ પર અને ચલણી નોટો પર મૂકીને આપણે ભલે તેમને સન્માન આપ્યાનો સંતોષ લેતા હોઈએ પણ ખરેખર શ્રદ્ધાંજલી તો તેમની વાતોનું સાચું અર્થઘટન કરી બે લીટી વચ્ચેનો અર્થ વાંચવાથી, તેને સમજીને આચરણમાં મૂકવાથી જ થઈ શક્શે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.
ગાંધીવાણી – મો. ક. ગાંધી
8 ફૂલછાબ દૈનિકની વિશેષ પૂર્તી ગુલમોરમાં પ્રસિદ્ધ થતી જેમની કૉલમ 'તુલસીક્યારો' વાચકોમાં ખૂબ લોકપ્રિય છે તેવા લેખિકા-પત્રકાર શ્રી કામિનીબેન સંઘવીની કલમ સ્ત્રીઓને લગતા વિષયોને એ સ્તંભમાં રસપ્રદ અને અસરકારક રીતે આવરે છે. અક્ષરનાદ પર આ તેમની પ્રથમ કૃતિ છે. પ્રસ્તુત હાસ્યલેખ અંતર્ગત તેઓ કેશ વિશેની અનેક 'ફ્રેશ' અવનવી વાતો લઈને આવે છે. આશા છે તેમનું આ 'કેશપુરાણ' વાચકોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કામિનીબેનનો આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.
જો બાલ મેં હેં વો ટાલ મેં નહીં હેં.. – કામિની સંઘવી
મૈત્રી વિશેની અસંખ્ય રચનાઓ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ છે, તેમાંથી ઘણી આપણા અંતરને રણઝણાવી જાય એવી સક્ષમ અને સુંદર કૃતિઓ છે. પરંતુ મેહુલભાઈ બૂચની પ્રસ્તુત કૃતિ તેનો એક સાવ અનોખો, સહજ અને છતાંય અર્થપૂર્ણ આયામ રજૂ કરે છે. પોતાના અભિનયથી અને અસરકારક અને ભાવવહી અવાજથી અનેકોના હ્રદય જીતનારા મેહુલભાઈની કલમ આવા સુંદર સર્જનો પણ કરી શકે છે એ વાતનો પુરાવો આ કૃતિ આપે છે. તેમના તરફથી આવા સર્જનો સતત મળતા રહે એવી અપેક્ષા સાથે અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.
મૈત્રી એટલે… – મેહુલ બૂચ
8 આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી... આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે - ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે. સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.
૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા…
17 લઘુકથાઓમાં પ્રસંગોને ગૂંથીને, પાત્રોને સાંકળીને તેને રસપ્રદ બનાવવાની હથોટી એક સિદ્ધહસ્ત લેખકનું લક્ષણ છે પરંતુ સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેવી રીતે વાર્તામાં એક કે તેથી વધુ હકારાત્મક સંદેશ વણી શકવાની ક્ષમતા તેને ખરેખર યાદગાર બનાવે છે. પોરબંદરના શ્રી હરીશભાઈ થાનકી જયહિંદ વર્તમાનપત્રમાં કટારલેખક છે, ચિત્રલેખા, અભિયાન, અખંડઆનંદ, ઉત્સવ અને મુંબઈ સમાચાર વગેરે પ્રકાશનોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થાય છે. પ્રસ્તુત લઘુકથા વાર્તાના મૂળ તત્વ સાથે એક સુંદર સંદેશ પણ આપી જાય છે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે આપણને આવી જ સબળ અને સંવેદનશીલ રચનાઓ મળતી રહે એવી શુભેચ્છાઓ.
સાંજનો સૂર્યોદય (ટૂંકી વાર્તા) – હરીશ થાનકી
1 એક મહા 'આંચકો' ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ વહેલી સવારે વિનાશક ભૂકંપ કચ્છને ભાગે ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડ્યો જણાતો હતો કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમય સુધી તો માની લીધું હશે. પરંતુ તે પછીના દાયકામાં આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થયું. ભૂકંપ પછી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે. પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટા લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની 'આંચકો-આપવાની-શક્યતા' જ આગંતુક 'આંચકા'નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં, જાણ્યે અજાણ્યે કારણભૂત બને છે. આમ "આફ્ટરશૉક' જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખન, લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, 'હવે શું થશે'ના ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તુત છે આ લઘુનવલ "આફ્ટરશૉક"નો શ્રી અશોકભાઈ વૈષ્ણવ દ્વારા સુંદર પરિચય.





