વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

5
દરેક વ્યક્તિને પેલો ઈશ્વર હંમેશા પોતાના બ્લેસિંગ્સ આપીને જ આ ધરતી પર મોકલતો હોય છે. દરેક વ્યક્તિને કંઈ ને કંઈ ધ્યેય સાથે, વિચાર સાથે, વ્યક્તિવ સાથે અને વક્તવ્ય સાથે મોકલતો હોય છે. પરંતુ, સમાજ, શિક્ષણ અને વાતાવરણની છડી એવી તે એના પર ફરે છે કે તે પોતે અવ્યક્ત બનીને સમય સાથે મૂક બનીને જીવતો હોવા છતાં માત્ર માંસનો એક પિંડો બનીને રહી જાય છે. દરેક વ્યક્તિ પોતે સ્ટુડન્ટ બનીને અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ માત્ર કરે છે. બસ, દિલમાં શું છે? આ પ્રશ્નનો જવાબ તેની પાસે નથી હોતો.

સ્કિલ ડેવલપમેન્ટ કે still… development? – કંદર્પ પટેલ


1
વાચકોની કાવ્યરચનાઓ અંતર્ગત આજે ગુણવંતભાઈ વૈદ્યની ત્રણ કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ગુણવંતભાઈની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે અને વાચકો તેમની કલમને સુપેરે જાણે છે. આ સાથે જીએચસીએલમાં કેમિસ્ટ તરીકે કાર્ય કરતા શ્રી હિતેષભાઈ ત્રિવેદીએ પણ ઉંમરના પાંચ દાયકા પછી તેમની લખવાની ઈચ્છાને પ્રથમ વખત સાકાર કરી છે. તો સાથે સાથે મોરબીના વિશાલભાઈ પારેખ પણ પ્રથમ વખત ગઝલરચના પર હાથ અજમાવી રહ્યા છે. વાચકો જ જ્યારે સર્જન કરવા પ્રેરાય એ હેતુ આ રચનાઓ મળ્યે સાકાર થતો દેખાય એ આનંદ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

વાચકમિત્રોની પદ્યરચનાઓ.. – સંકલિત


30
મિતુલભાઈ ઠાકરની આજે પ્રસ્તુત થયેલ વાર્તા ગ્રામ્ય વાતાવરણને તાદ્દશ રજૂ કરતી લોકબોલીમાં ગૂંથાયેલી સ-રસ કથા છે. ખોડાઆતા અને મોંઘીની પ્રેમકથા એક અનોખી ભાતની વાત રજૂ કરે છે. વાર્તાનો પરિચય આપતા તેઓ કહે છે, "વાર્તાનું પોત લગભગ સાચું જ છે, ટીલાને કેન્દ્રમાં રાખી ને લખેલી વાર્તાનો સાચો હીરો તો ખોડાઆતા જ છે, વધારે પડતા સૌરાષ્ટ્રના શબ્દો અને સંવાદો મેં આમાં લીધા છે, એટલે કદાચ વાચકોને કે જેને સૌરાષ્ટ્ર સાથે બહુ ઓછો સબંધ રહ્યો હશે તેને વાંચવામાં તકલીફ જરૂર પડશે પરંતુ વાર્તા ને ઉપસાવવામાં આ શબ્દોનું વૈવિધ્ય તમને ગમશે." સુંદર કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ખોડાઆતાની પ્રેમકથા.. – મિતુલ ઠાકર



26
સૂરત લેખિકા મંચના સદસ્યા એવા શ્રી અરુણાબેન દેસાઈની ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ આજે પ્રસ્તુત થઈ રહી છે. દીકરીઓને તેમને મનગમતા પથ પર અગ્રસર થવાની વાત હોય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની વ્યાખ્યાઓ બદલવાનો વિચાર હોય કે સુધારાની શરૂઆત હોય, વાર્તાઓ સરળ અને સરસ થઈ છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ અરુણાબેનનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – અરુણા દેસાઈ


1
રમેશભાઈ ચાંપાનેરીના અનેક હાસ્યલેખો અક્ષરનાદ પર આપણે માણી રહ્યા છીએ. અત્યાર સુધીના તેમના અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલા આ ૨૧ લેખો અહીં ક્લિક કરીને માણી શક્શો. આ સિવાયના તેમના હાસ્યલેખોનું એક સંકલન પુસ્તક 'હાસ્ય વહાલનો દરિયો..' આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ પુસ્તક માટે લેખો સાથે તેને પ્રસ્તુત કરવાની, વહેંચવાની વગેરે બધી જ જવાબદારી વિશ્વાસ સાથે તેમણે અમને આપી હતી. પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે ત્યારે અમને આશા છે કે એ જવાબદારીને અમે સફળતાપૂર્વક નિભાવી શક્યા છીએ.

હાસ્ય વહાલનો દરિયો.. – રમેશભાઈ ચાંપાનેરી (ઈ-પુસ્તક ડાઊનલોડ)


4
સુંદર સંકલન બદલ સોનિયાબેન ઠક્કરનો આભાર. સુવિચારોની સુવાસ એ ત્રીસ સુંદર વિચારપ્રેરક અને પ્રેરણાદાયી સુવિચારોનું સંકલન છે. એક એક સુવિચાર આપના જીવનને અને આપની વિચારસરણીને બદલી શકે એવા સક્ષમ અને ઉપયોગી છે.

સુવિચારોની સુવાસ.. – સંકલિત



7
જિતેન્દ્રભાઈની છંદબદ્ધ, ગઝલની પૂરેપૂરી શિસ્ત સાથે ઉતરતી, અર્થસભર અને ચિંતનપ્રેરક ગઝલરચનાઓનો હું હંમેશાથી મુરીદ રહ્યો છું. તેમની ગઝલરચનાની સફરને નજીકથી જોવાનો અને અનુભવવાનો અવસર મળ્યો છે. અક્ષરનાદ પર પણ તેઓ સતત અને નિયમિતપણે ગઝલરચનાઓ પાઠવતા રહ્યા છે. ગત મહીને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત તેમનો પ્રથમ ગઝલસંગ્રહ, 'હું હવે કાગળ ઉપર' તેમણે પાઠવ્યો છે. થોડાક દિવસોમાં ગઝલસંગ્રહનો આસ્વાદ અક્ષરનાદ પર માણીશું, આજે પ્રસ્ત્તુત છે તેમાંથી થોડાક, 'વાહ' કહેવા મજબૂર કરી દે એવા મનનીય શેર.

મનનીય શે’ર સંકલન – જિતેન્દ્ર પ્રજાપતિ


5
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે... અચાનક આ ભજન સાંભળવા મળ્યું, ફરી સાંભળ્યું, ફરી ફરી સાંભળ્યું... શબ્દબ્રહ્મના રસ્તે નાદબ્રહ્મ તરફ લઈ જતા ઉંડાણભર્યા ધ્વનિને સ્પર્શવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ પ્રકારના સાહિત્ય મંથનમાં કદાચ સફળતા મેળવવાની શક્યતાઓ ઓછી હોય તો પણ એ પ્રયત્નમાંય સંતોષ અને શાંતિ મળે છે. એ મંથન મનને એક અનોખા ભાવવિશ્વમાં લઈ જાય છે, અને સાથે સાથે એ આંતરીક સંવાદ બ્રાહ્ય વ્યસ્તતાને કંઈક અંશે શૂન્યતા તરફ થોડીક ક્ષણો પૂરતી પણ, લઈ જાય છે.

મુક્તિ મળે કે ના મળે.. – ચિંતન – જીજ્ઞેશ અધ્યારૂ


14
મેં એ ત્રણેને ભેગા કર્યા છે, કારણ કે પહેલા બે જણાએ જે વાત વીસમી સદીમાં કહી છે, એ જ વાત નરસિંહ મહેતાએ સોળમી સદીમાં કહી છે. ત્રણેના વિષય છે બ્રહ્માંડ (Universe), શક્તિ (Energy) અને તત્વ (mass, matter, elements, molecules). પ્રથમ બે જણાએ પોતાના જીવન દરમ્યાન જ પોતે કહેલી વાતો (theories) વારંવાર બદલી છે, પણ નરસિંહે પોતાની વાત સમસ્ત જીવન દરમ્યાન બદલી નથી. વળી નવાઈની વાત તો એ છે કે જ્યારે જ્યારે પોતાની વાત સિધ્ધ કરવામાં અડચણો આવી છે, ત્યારે ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ નરસિંહની વાત ઉપર જ આવી ગયા છે. ચાલો થોડી વિગતવાર વાત કરૂં.

આલ્બર્ટ આઈન્સટાઈન, સ્ટીફન હોકીંગ અને નરસિંહ મહેતા.. – પી. કે. દાવડા



1
મણિપુરી સાહિત્યની શરૂઆત મૌખિક સાહિત્યની પ્રણાલિકાને અનુસરીને થઈ. લેખિત સાહિત્યમાં જુવાળ આવ્યો તે પહેલાં મૌખિક પ્રણાલિકા સૈકાઓથી ધારાપ્રવાહ વહેતી જ હતી. આદિથી અત્યાર સુધીની મણિપુરી કવિતાને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય: પ્રારંભિક મણિપુરી કવિતા, મધ્યયુગીન મણિપુરી કવિતા અને આધુનિક મણિપુરી કવિતા. સાહિત્યિક ઇતિહાસકાર ચ. મણિહર સિંહ પોતાના ‘મણિપુરી સાહિત્યનો ઇતિહાસ’ નામના લેખમાં જણાવે છે: “મણિપુરી લિપિમાં લખવાનું કદાચ બારમી સદીના અંતમાં શરૂ થયું હશે, પણ પંદરમી સદીના અંતની પહેલાં તો જરૂર.” પ્રારંભિક મણિપુરી કવિતાની રચના પ્રભુભક્તિ, રાજદરબારના કાર્યક્રમ, શૃંગારી ઘટનાઓ, પરાક્રમી કાર્યો અને પ્રકૃતિપૂજા- એવા એવા વિષયોને લઈને થઈ....

મણિપુરી કવિતાનો ટૂંકો ઇતિહાસ – નાઓરેમ બિદ્યાસાગર, અનુ. વિરાફ કાપડિયા


6
ક્રોધ આવે ત્યારે અમે જો થોડા સમય માટે તેને ટાળી દઇએ તો ક્રોધથી બચી જવાય છે. જ્યારે ૫ણ કોઇ સારૂં કામ કરવાનો વિચાર આવે તો તુરંત જ કરી લેવું જોઇએ અને ખરાબ વિચાર આવે તો તેને ટાળી દેવું જોઇએ. આ કાર્ય કઠીન છે પરંતુ પ્રયાસ કરવાથી તેમાં સફળતા મળે છે, આ કાર્ય તે જ કરી શકે છે કે જે પોતાની ઇન્દ્દિયો ઉ૫ર કાબુ રાખવામાં સક્ષમ છે, જેનામાં આત્મબળ છે.. બુદ્ધિ ૫ર વિશ્વાસ છે.. સ્વભાવ શાંત અને ગંભીર છે. પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી બુદ્ધિનો વિકાસ.. નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજમાં પ્રતિષ્‍ઠા વધે છે.

ક્રોધને જીતવો.. – સુમિત્રાબેન નિરંકારી


10
આજે પ્રસ્તુત છે વૈવિધ્ય વિષયવસ્તુ અને સુંદર - વિષદ વાર્તાફલક ધરાવતી પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. અક્ષરનાદને આ માઈક્રોફિક્શન પાઠવવા બદલ સમીરાબેન પત્રાવાલાનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.

પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ… – સમીરા પત્રાવાલા



5
લલિતભાઈની કલમે હોલીવુડની અનેક ફિલ્મોના વિશદ અને ઉપયોગી છતાં મનોરંજક રિવ્યુ તેમની કટારમાં માણતા હોઈએ ત્યારે તેમના તરફથી આ પ્રકારનું પુસ્તક આશ્ચર્ય તો નથી જ! નવી પેઢીના પત્રકારો પાસેથી, લેખકો પાસેથી જે પ્રકારની અપેક્ષાઓ વાચકો રાખે છે તેમાં સતત કાંઈક નવું મેળવવાની ઝંખના અને માહિતીની સાથે સાથે વાંચનની ખરી મજા આવે એવું કાંઈક વાંચ્યાનો સંતોષ 'બ્રેવહાર્ટ્સ'માંથી મળી રહે છે. પુસ્તક લેખનના મર્યાદિત પ્રકારોની બહાર નીકળી ઉપયોગી માહિતી તથા ગુણવત્તાસભર લેખો 'બ્રેવહાર્ટ્સ'માં પ્રસ્તુત કરતા લલિતભાઈને અનેક શુભકામનાઓ.

બ્રેવહાર્ટ્સ : શૌર્ય, સાહસ અને સત્વસભર સત્યકથાઓ..


5
રાજકોટના પ્રસિદ્ધ ગઝલકાર મિત્ર રાકેશભાઈ હાંસલિયાની કલમે અવતરેલી ચાર તરોતાઝા ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે વાચકમિત્રોને આ નવી રચનાઓ ગમશે. રાકેશભાઈ સદાય તેમની નવીન રચનાઓ અક્ષરનાદ વાચકો સાથે વહેંચે છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા


16
ઓહો.. આજે તો 'તૂફાન મેલ' આવે છે..! આ તૂફાન મેલ એટલે અમારા એક કૌટુંબિક સગાનો સાત વર્ષનો પુત્ર. નામ એનું 'દેવ'. આ 'દેવ'નું દિમાગ કઈ ઘડીએ કઈ દિશામાં દોડશે એ તો ફક્ત 'દેવ' જ જાણે. એ આજે શું ઉથલપાથલ મચાવશે એનો વરતારો કોઈ ન કરી શકે! મને એની અમુક પાછલી મુલાકાતો યાદ આવી ગઈ અને એ સાથે જ યાદ આવ્યું પેલું ફ્લાવરવાઝ જે દિકરી કોલેજની ટ્રીપમાં દિલ્હી ગયેલી ત્યાંથી લઈ આવેલી. બિચારું તૂફાન મેલની અડફેટે ચડી ગયેલું!

તૂફાન મેલ – રાજુલ ભાનુશાલી



8
આત્મિક વિકાસ માટે સદગુણ અને સદાચારનું શિક્ષણ લેવાની નિશાળ એટલે ‘ધન્યો: ગૃહસ્થાશ્રમ’. એ નિશાળમાં જગતસમક્ષ આદર્શભૂત સામાજિક ગુણો, દિવ્ય કૌટુંબિક જીવન અને શ્રેષ્ઠતમ નૈતિક મૂલ્યોનું અધિષ્ઠાન ઉભું કરનાર વ્યક્તિ એટલે પિતા. કૌટુંબિક હૃદયપુષ્પોને પરસ્પર શુભ્ર મોતીની માળામાં એકસૂત્રતાથી પરોવીને રાખે તે એટલે પિતા. પિતા એ...

મંત્રદ: પિતા – કંદર્પ પટેલ


13
સાલ એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર, ૬૮ વર્ષના શ્રી પ્રવીણભાઈ શાહ આજે તેમના રતનમહાલના પ્રવાસ વિશેનો ફોટોગ્રાફ્સ સાથેનો સુંદર લેખ લઈને ઉપસ્થિત થયા છે. 'રતનમહાલ'માં 'મહાલ' શબ્દ છે, પણ આ કોઈ રાજામહારાજાનો મહેલ નથી બલ્કે એ એક ડુંગર છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી તે ૮૬ કી.મી. દૂર આવેલું છે. ગોધરાથી ૪૦ કી.મી. દેવગઢબારિયા અને ત્યાંથી બીજા ૪૬ કી.મી. જઈએ એટલે રતનમહાલ પહોચી જવાય. ગોધરાથી કે દેવગઢબારિયાથી બસમાં, કારમાં કે જીપ ભાડે કરીને રતનમહાલ જઈ શકાય છે. પ્રવીણભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.

રતનમહાલનો પ્રવાસ – પ્રવીણ શાહ


6
'રેશનાલિઝમ' એક એવો માનસિક અભિગમ છે કે જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે. અને જેનો હેતું ફિલસૂફી તથા નીતિશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધિકારી મનાતા કોઈપણ વ્યક્તિ કે ગ્રંથ (ઓથોરીટી)ની એકપક્ષી માન્યાઓથી સદંતર મુક્ત હોય અને જે તરાહને તર્ક તેમ જ વાસ્તવિક અનુભવ-પ્રયોગ દ્રારા ચકાસી સત્ય યા અસત્ય સિદ્ધ કરી શકાતી હોય. ઉપર્યુક્ત વ્યાખ્યા લંડન રેશાનાલીસ્ટ એસોસીએશનને ઘડેલી છે, અર્થાત અંગ્રેજીભાષીઓ વડે રચિત છે છતાં એમાં ક્યાંય 'બુદ્ધિ' ( intellect or intelligence) શબ્દ પ્રયોજવામાં આવ્યો નથી.

રેશનાલિઝમ : એક પરિચય – રમણ પાઠક



5
જેલમાં આવ્યા પછી મારા માટે આ બીજી દિવાળી હતી. બેસતા વર્ષના દિવસે અમને કામમાંથી મુક્તિ આપવામાં આવતી. જો કે કામમાંથી મળતી મુક્તિ અમારા માટે એક પ્રકારની સજા જ હતી. નવરાશમાં વિચાર સિવાય બીજું સૂઝે શું ? ગત દિવસોની યાદ પૂરા જોશથી ઊભરાઈ આવે ત્યારે કેદીને એક બોજો થઈ પડે છે. જ્યારે કામમાં તો માનવીનું મન રોકાયેલું હોવાના કારણે તેને વિચારવાનો કોઈ જ સમય રહેતો નથી. આજે બેસતું વર્ષ હતું. જેલ શાંત હતી. આજે પેલી બેડીઓના અવાજ, સાંકળોના ખણખણાટ કે કેદીઓની હાજરીની બૂમો કશું જ ન હતું. કેટલાક કેદીઓ આ શાંતિનો ભંગ થશે તો ? એ બીકે ખૂબ ધીમું ગણગણતા હતા. આજે તેઓ ગુનેગાર છે તેનું ભાન કરાવતી બેડીઓ હાથે કે પગે ન હતી.

ભૂરી – દોસ્તોયેવ્સ્કી, અનુ. ડૉ. જનક શાહ


9
અક્ષરનાદ માટે અનેક મિત્રોની રચનાઓ મળતી રહે છે જેમાં ૯૦% પદ્યરચનાઓ હોય છે, કેટલીક સુંદર અને માણવાલાયક કૃતિઓ પ્રસ્તુતિ માટે મળે છે અને સાથે એમાં કેટલીક રચનાઓ એવી પણ હોય છે જે ભૂલો સાથે પણ, કોઈ બંધારણમાં બેસી શકે એવી કદાચ જ હોય. જે મિત્રો પ્રથમ વખત કાવ્યરચના કરતા હોય તેમની ભૂલ થવી સ્વભાવિક છે, તેમની રચનાઓમાં વિચારના પ્રાધન્યને લીધે અને શાસ્ત્રીય સર્જનની જાણકારીના અભાવને લીધે પ્રસ્તુતિ માટે પસંદ ન થાય એવો ભય પણ રહે છે. પણ ત્યારબાદ વધુ સર્જન કરતી વખતે તેઓ જે તે પદ્યપ્રકારની જાણકારી મેળવી સર્જનરત થાય તે ઇચ્છનીય છે. લગભગ બંને પ્રકારની રચનાઓનો સમન્વય કરીને સમયાંતરે આ પદ્યરચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થાય જ છે, એ જ શ્રેણીમાં પસંદ કરીને આજે પાંચ મિત્રોની કૃતિઓ પ્રસ્તુત કરી છે. સંજય ગુંદલાવકર, ટી.સી. મકવાણા, વિનોદ પટેલ, આશિષ આચાર્ય અને હંસા રાઠોડ 'અનુભૂતિ' ની પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બધાંય મિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર અને તેમની સર્જનયાત્રા માટે શુભેચ્છાઓ.

વાચકમિત્રોની કાવ્યરચનાઓ.. – સંકલિત


12
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસે આવેલું પોળોનું જંગલ. તેના શ્રેષ્ઠ સ્મારકો તેનાં ભવ્ય ઇતિહાસની ગાથા ગાય છે. એકવાર ચોક્કસથી માણવા જેવી આ જગ્યા છે. પ્રકૃતિપ્રેમી અને ઇતિહાસના રસિકો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા હમણાં જ થોડા સમય પહેલાં પોળો-મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેના પ્રચાર અને પ્રસાર થકી આ જગ્યાએ પ્રવાસીઓનો ધસારો હવે વધવા લાગ્યો છે. પણ હજુ કંઈક ખૂટે છે, સુવિધાઓને જો વધારવામાં આવે તો ચોક્કસથી આ જગ્યા તેના ઈતિહાસને બુલંદ રીતે રજૂ કરી શકે તેમ છે...

એક સાંજ – પોળોના જંગલને નામ.. – મેહુલ સુતરીયા



6
ચમનીયો કહે, 'માન કે ન માન. પણ વિરોધ પક્ષની, મૂડીવાદી વાળી બૂમરાણ ખોટી તો નથી જ! સાલા કાગડા કૂતરાનો કોઈ ભાવ નથી પૂછતું અને સરકાર સિંહની વસ્તી ગણતરી કરવાં નીકળી! શાના માટે ભાઈ? એ જંગલનો અનિલ અંબાણી છે એટલે? અરે જંગલનો રાજા હોય તો એના વનમાં. આને મૂડીવાદ ના કહેવાય તો શું સમાજવાદ કહેવાનો.? શું કૂતરા, કાગડા, કબૂતરા, ને બિલાડાને જીવ નથી? બિચારા રાજા નથી તો શું થયું, "એમ.ઓ.યુ" તો એની સાથે પણ કરવાં જેવાં ઘણાં છે. ક્યારેક ભિખારીઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક ગાંડાઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક રાજમાં વાંઢાઓની વસ્તી ગણતરી કરી છે? ન જ કરી હોય. કરતી હોય તો કહેવાય કે સરકાર સાલી દિન દુખિયાની પડખે પણ છે! બિચારી રખડતી ગૌ માતાની જેમ કોઈ એનું વિચારતું જ નથી. હવે તમે જ કહો, એ બિચારા 'મનકી બાત' કોને કહેવા જવાના? એમના પણ કોઈ ખૌફ તો હોય જ ને? એ ક્યાં કાઢે? તો અમારાં ઉપર કારણ હવે તો એમને પણ ખબર પડી જ ગઈ છે કે, અમે જ મત આપીને આ સરકાર બનાવીએ છીએ!

લગ્ન સંસારનો રોજમેળ નથી… – રમેશભાઈ ચાંપાનેરી


13
વહેલી સવારે છાપાં પર નજર કરી. પોલિટિકલ ન્યુઝ આમ તો મને ઉડતી નજરે જ જોવા ગમે છે, પણ આજે કંઈક અલગ જ હતું! મહિલા મોરચા ની વિશેષ કામગીરીએ એક ઉંચી વગનાં બળાત્કારીને સજા અપાવી હતી એના એ સમાચાર હતાં. ઉડતી નજરે પણ મોટા મોટા નામો અને અમુક ફોટાઓ વચ્ચે એક ચહેરા પર નજર અટકી પડી. એ ચહેરા સાથે નામ હતું કોર્પોરેટર "નસીમ શેખ" મારા માટે આ ચહેરો અજાણ્યો ન્હોતો. નસીમ મારી નજર સામે મોટી થઈ હતી અને આજે મોટા માણસો વચ્ચે ઉઠતા બેઠતા પણ થઈ હતી મારા માટે એ ગર્વની વાત હતી. નસીમ મારી કામવાળી નૂરબેનની સાવકી ઓલાદ હતી. એની માનાં મોત પછી એની માસી જ એની નવી મા બની ગઈ હતી. એના અબ્બા પણ ચપ્પલ સીવી ગુજરાન ચલાવતાં. નસીમ એમની આંખોનો તારો હતી. માનું વર્તન એની હાજરીમાં ખુબ સારું હતું પણ નસીમ એટલી નસીબદાર ન્હોતી.

છેલ્લી બાજી… – સમીરા પત્રાવાલા


24
"જો તમને ઉચ્ચ જીવન જીવવાની ઉત્કંઠા હોય, જો તમે વિકાસ અને સંવર્ધન પામવા ઈચ્છતા હોવ, જો તમારું ધ્યેય વસુધૈવ કુટુમ્બકમ હોય, તો.. ગુજરાત તમારા માટે જ છે." ખરેખર, જેણે આ પંક્તિઓની રચના કરી છે, તે યથાર્થ છે. કલ્પનામાં વિહરવાનું કોને ન ગમે? અને તે પણ મારી માતૃભૂમિ - મારી જનની ગુજરાતની કલ્પના! ગુજરાત રાજ્યને એક ઉજ્જવળ ભવિષ્ય છે, સ્વભાવગત તાકાત અને અમાપ તકો સાથે ગુજરાત રાજ્ય રાષ્ટ્રના સર્વોચ્ચ શિખરે પહોંચશે. ગુજરાત ઉત્કૃષ્ટતા અને ઝડપી વિકાસ સાથે પરિવર્તનના શિખરો સર કરશે અને સામાન્ય માનવીનું જીવનધોરણ એ જ રીતે ઉંચુ આવશે.

મારી કલ્પનાનું ગુજરાત.. – નેહા પંચાલ



12
જુન મહિનો. વેકેશન પુરા અને સ્કુલની શરૂઆત. દર વર્ષે આ મહિના દરમિયાન કેટલાયે વિદ્યાર્થીઓ પોતાની ‘સ્ટુડન્ટ’ લાઈફને અલવિદા કહીને આગળ વધવા અસલી પરીક્ષાઓનો સામનો કરવા પોતાની ગાડીઓને ‘કિક’ લગાવતા હોય છે. આ સમયે કોલેજના કેટલાયે ગ્રેજ્યુએટ્સ માર્કેટમાં પોતાની ‘હરાજી’ કરાવવા માટે લાઈનબદ્ધ ઉભા રહી જાય છે. ‘માર્કેટર્સ’ એકદમ શાકભાજીના ભાવે તેમની ખરીદી કરે છે અને તોયે ઢગલો ‘શિક્ષિત બેરોજગાર’ બનીને સડી જાય છે. આશાઓ- અપેક્ષાઓ- ઇચ્છાઓ- ભવિષ્યની સચ્ચાઈ... આ દરેક વાતો જાણે અંધકારમાં ડૂબેલી જણાય છે. સામાજિક, આર્થિક, વ્યવહારિક સંબંધોનું દબાણ એટલું હોય છે કે જાણે તેમને ‘પ્રેશર કૂકર’માં મુક્યા હોય અને ‘સીટી’ એ લોકો આમની હાલત પર મારતા હોય છે. નિરાશાના ગર્તમાં ડૂબીને નાસીપાસ થઈને બેસી જાય છે. મનને મારીને ગમે ત્યાં પોતાના ‘લેવલ’ કરતા નીચેના સ્તરની જોબ સ્વીકારે છે. શું કરવાના? આગળનો પ્લાન શું છે? જોબ મળી ગઈ? ‘પ્લેસમેન્ટ’ ના થયું? વિચાર્યું છે કંઈ? કોઈ જગ્યા એ ‘સેટિંગ’ પડ્યું? લોકોના શેતાની દિમાગની ઉપજ એવા આ દરેક પ્રશ્નો આખો દિવસ એક જુવાનિયાના મનને ભવિષ્યના ભયની પ્રતીતિ કરાવે છે, પણ કોઈને પ્રેરણાત્મક કે સૂચક વાતો કહેવી નથી.

ટર્નિંગ પોઈન્ટ, ટોકિંગ પોઈન્ટ – કંદર્પ પટેલ


29
અક્ષરનાદનો આજે નવમો જન્મદિવસ છે. ૨૦૦૭થી સતત 'અધ્યારૂનું જગત' અને પછી 'અક્ષરનાદ'.. આપણી માતૃભાષાના સાહિત્ય અને સર્જન સાથે સંકળાયેલી આ સફરને આગળ વધારવાનો પ્રયત્ન કરતું જ રહ્યું છે. આ વર્ષે એ પ્રયત્ન પાછલા આઠેય વર્ષોમાં સહુથી મુશ્કેલ થઈ રહ્યો, એટલો મુશ્કેલ કે એક સમયે અઘોષિત બંધ જ થઈ ગયેલી આ વેબસાઈટ ફરીથી બેઠી થઈ શકી, અચોક્કસ અને અનિયમિતપણે પણ ચલાવી શકું છું એનું એક માત્ર કારણ છે વાચકમિત્રોનો અઢળક પ્રેમ અને પ્રોત્સાહન. ફક્ત એક જ વાતનો સંતોષ છે કે હતાશાના સમયમાં મારી જ મહેનત મને ઉપયોગી થઈ પડી છે, આ જ સાહિત્યલેખો અને સર્જનો કપરા સમયના સંગાથી થઈ રહ્યાં છે.

અક્ષરનાદનો નવમો જન્મદિવસ


9
તાતા ગ્રૂપ મુંબઈની જાણીતી તાજમહાલ હોટેલની માલિકી ધરાવે છે અને એનું સંચાલન કરે છે. આ હોટેલ પર નવેમ્બર ૨૬, ૨૦૧૦, ના રોજ પાકિસ્તાની ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. એક પત્રકારે રતન તાતાને પ્રશ્ન પૂછ્યો કે 'તાતા ગ્રુપ રિલાયન્સ ગ્રુપ જેટલી કમાણી કેમ નથી કરતું?' (રિલાયન્સ ગ્રુપ ભારતનું બીજા નંબરનું એક મોટું કોર્પોરેશન છે. રિલાયન્સ ગ્રુપના માલિકોનું નામ વિશ્વના ટોચના દસ ધનિકોમાં છે.) ત્યારે તેમણે જવાબ આપ્યો : "અમે ઉદ્યોગપતિ છીએ અને તેઓ વેપારી છે."

માનવતા અને મહાનતા.. – ડો. નિરંજન મોહનલાલ વ્યાસ, અનુ.: હર્ષદ દવે



11
પ્રવાસ વર્ણનનું નામ આવે એટલે મનમાં કેવા સુંદર દ્રશ્યો સર્જાય, ન જોયેલા ન જાણેલા માર્ગ પર પગરવ કરવાનો હોય કે વર્ષોથી જાણીતા માર્ગ પર વધુ એક યાત્રા, આપણા સાહિત્યમાં અનેક પ્રકારના અને સુંદર પ્રવાસ વર્ણનો ઉપલબ્ધ છે. આજે દિનેશભાઈ જગાણી તેમના 'અંબાજીના પથ પર...' ના અનુભવને પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને સ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

જગતજનની પંથે… (અંબાજી) – દિનેશ જગાણી


18
મા એક અવ્યક્ત સંબંધ, એક નિર્મમ અહેસાસ, અદ્વિતીય વિશ્વાસ. ગર્ભમાં એક મુક આહટથી માંડીને તેના જન્મ સુધી, તેની કિલકારીઓથી માંડીને કડવી થપાટ સુધી, આંગણાના તુલસીના છોડથી પૂજ્ય વડલાની પવિત્ર દોર સુધી, મા માતૃત્વની કેટ-કેટલી સંરચનાઓ રચે છે. પૃથ્વી પોતાના સંતાન માટે પર અમૃતનું ઝરણું, પતિ માટે પ્રેમનો અસ્ખલિત પ્રવાહ, પિતા માટે લાડકડી લાડો. દુનિયામાં માત્ર મા ને જ સૃજનશક્તિ અર્પીને ઈશ્વરે વિલક્ષણ વ્યવસ્થાની પ્રતિભા ધરી છે. મા એટલે...

માતૃદેવો ભવ… – કંદર્પ પટેલ


2
ગણિકામાં શારદાને શોધી કાઢતો માણસ અને શારદામાં ગણિકાને શોધી કાઢતા માણસોના સંઘર્ષની કથા, કલાની મુક્ત અભિવ્યક્તિ માટે ઊંચો થતો અવાજ અને કલાસ્વરાજની વાત કરતી કળારાષ્ટ્રના રાજાની કથા એટલે રંગરસિયા.

રંગરસિયા : વર્ષ ૨૦૧૪ ની અનોખી ફિલ્મ – કર્દમ આચાર્ય