સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : માઈક્રો ફિક્શન


૧૦ માઈકો ફિક્શન વાર્તાઓ (ભાગ ૫) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 21

ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિકની આજની દસ માઈક્રોફિક્શન વાર્તાઓ વાચકોના તેમના સર્જનને મળી રહેલ અઢળક સ્નેહ અને ઉત્સાહના ફળ સ્વરૂપ રચનાઓ છે. સુંદર પ્રતિભાવો લેખકને વધુ સારી રીતે સર્જન માટે પ્રેરણા આપે છે, આશા છે દર વખતની જેમ આ પાંચમા ભાગમાં પણ હાર્દિકભાઈની માઈક્રો ફિક્શન રચનાઓ માણવી આપને ગમશે. હાર્દિકભાઈની આ પહેલાની રચનાઓ પોસ્ટની નીચે તેમના નામ પર ક્લિક કરવાથી માણી શકાશે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રો ફિક્શન સ્પર્ધા ૨૦૧૪ 37

આજના સ્વતંત્રતા દિવસના સપરમા અવસરે, લાંબા સમયથી જેની ખૂબ ઇચ્છા હતી એવી અક્ષરનાદની સૌપ્રથમ સ્પર્ધા – આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ ની જાહેરાત કરતા અત્યંત આનંદ થાય છે. આજની પોસ્ટ અંતર્ગત સ્પર્ધાના નિયમો વિશે જણાવ્યું છે…


માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે.. – જીજ્ઞેશ અધ્યારૂ 16

માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે. વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે. ચીનમાં તેને ‘સ્મોકીંગ લોંગ’ કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને ‘પામ સાઈઝ’ વાર્તા પણ કહેવાય છે. રૂઢીગત વાર્તા પ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, ચમત્કૃતિ, વાચકના મનને હલબલાવી મૂકે એવ અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે. આ અનોખા વાર્તાસ્વરૂપ વિશે વધુ જાણો…


સાત માઈક્રોફિક્શન વાર્તાઓ – મિતુલ ઠાકર 12

માઈક્રોફિક્શન વાર્તાઓનું ક્ષેત્ર અક્ષરનાદના માધ્યમ દ્વારા અને મિત્ર લેખકો-વાચકો દ્વારા ખૂબ આગળ વધી રહ્યું છે. આ જ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો અક્ષરનાદનો પ્રયત્ન રંગ લાવી રહ્યો છે. ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓના લેખકોની જેમ જ માઈક્રોફિક્શન ક્ષેત્રમાં પણ અનેક નવલેખકો ઉભરી રહ્યા છે. આ જ કડી અંતર્ગત આજે પ્રસ્તુત છે અક્ષરનાદના વાચકમિત્ર મિતુલભાઈ ઠાકરની સાત માઈક્રોફિક્શન વાર્તાઓ. માઈક્રોફિક્શન વિશે અક્ષરનાદના વાચકોનું પ્રોત્સાહન જે રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે એ ખૂબ આનંદપ્રદ છે અને નવા રચનાકારો તેમાં જોડાઈ રહ્યા છે એ ખરેખર સંતોષની વાત છે. મિતુલભાઈનો આ કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – ભાવિન મીરાણી 18

અક્ષરનાદની માઈક્રોફિક્શન પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ રહી છે અને આ વિશેષ સ્વરૂપને પ્રોત્સાહન મળી રહે તે માટે અક્ષરનાદ તરફથી હવે કેટલાક વિશેષ પ્રયત્નો પણ કરવામાં આવશે જેની જાહેરાત ટૂંક સમયમાં થશે. આજે પ્રસ્તુત છે શ્રી ભાવિનભાઈ મીરાણીની પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ. ભાવિનભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે અને છતાંય તેમની પાંચેય માઈક્રોફિક્શન સ્પષ્ટ અને સચોટ સંદેશ આપી શકવામાં સફળ રહે છે. ‘એઈડ્સ’, ‘ચૂંટણી’, ‘પ્રકૃતિ’, ‘માણસાઈ’ જેવા વિષયોને તેઓ સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે એ બદલ ભાવિનભાઈની કલમને શુભકામનાઓ અને અક્ષરનાદમાં તેમનું સ્વાગત.


૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ.. (ભાગ ૪) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 12

હાર્દિકભાઈની આજની આ દસ માઈક્રોફિક્શન સાથે તેમણે અક્ષરનાદ પર કુલ સિત્તેર માઈક્રોફિક્શન આપી છે. આજની આ દસ અતિલઘુકથાઓ, દરેક પોતાનામાં એક અનોખી કહાની લઈને આવે છે. માઈક્રોફિક્શન વાર્તા ફોર્મેટને વધુ વ્યાપ આપવાના પ્રયત્નરૂપે અક્ષરનાદ ટૂંક સમયમાં એક અગત્યની જાહેરાત કરવાનું છે, ત્યાં સુધી માણીએ હાર્દિકભાઈની કલમની આ દસ માનસકૃતિઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – હેમલ વૈષ્ણવ 16

માઈક્રોફિક્શન લખવાનો હેમલભાઈનો આ બીજો પ્રયત્ન છે, આ પહેલા ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ લખવાના અક્ષરનાદ પર તેમના પ્રથમ પ્રયત્નને અનેક પ્રોત્સાહક અને માર્ગદર્શક પ્રતિભાવ મળ્યા હતાં, એથી પ્રેરાઈને આજે દિવાળીના સપરમા દિવસે તેઓ પાંચ માઈક્રોફિક્શન સાથે અક્ષરનાદ પર ઉપસ્થિત થયા છે. વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – હેમલ વૈષ્ણવ 34

વડોદરામાં અભ્યાસ કરી હાલ કનેક્ટીકટ, અમેરિકામાં પત્ની અને બે બાળકો સાથે વસતા અને વ્યવસાયે ફિઝિઓથેરાપિસ્ટ શ્રી હેમલભાઈ વૈષ્ણવ અક્ષરનાદના નિયમિત વાચક, સમાલોચક અને પ્રતિભાવક છે. તેઓ કાવ્યસર્જન પણ કરે છે. એક સર્જક તરીકે અક્ષરનાદ પર તેમની આ પ્રથમ કૃતિ છે. માઈક્રોફિક્શન ક્ષેત્રમાં હાથ અજમાવનાર હેમલભાઈની ત્રણ રચનાઓ અહીં પ્રસ્તુત છે, રચનાઓ મૌલિક છે અને માઈક્રોફિક્શન ક્ષેત્રને અક્ષરનાદ પર જેટલું ખેડાણ મળ્યું છે તેમાં ઉમેરાઈ રહેલા આવા નવસર્જકોથી અને તેમની કૃતિઓથી એ આશાસ્પદ ક્ષેત્ર વધુ અસરકારક રીતે વિકસશે એવી આશા છે. રૂઢીગત ભેદભાવ, સંબંધોમાં રાજકારણ તથા અહં અને અંધશ્રદ્ધા જેવા વિષયોને લઈને સર્જન પામેલી આ સુંદર કૃતિઓ બદલ હેમલભાઈને અભિનંદન તથા વધુ આવી જ રચનાઓ માટે શુભકામનાઓ.


૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૩) – ડૉ. હાર્દિક યાજ્ઞિક 34

ગુજરાતીમાં માઈક્રોફ્રિક્શન ક્ષેત્રે ખૂબ જ ઓછું ખેડાણ થયું છે, અક્ષરનાદ એ ક્ષેત્રમાં સતત આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને કદાચ અત્યાર સુધીમાં અન્ય કોઈ પણ માધ્યમની સરખામણીએ અહીં સૌથી વધુ આવી અત્યંત ટૂંકી વાર્તાઓ પ્રસ્તુત થતી રહી છે. એ દ્રષ્ટિએ અક્ષરનાદને પ્રયોગખોર કહી શકાય અને હાર્દિકભાઈ એ અખતરાઓમાં અવ્વલ રહ્યા છે. આ જ શૃંખલા અંતર્ગત આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકની વધુ વીસ ખૂબ જ ટૂંકી એવી આ વાર્તાઓ. હાર્દિકભાઈની આ સાથે લગભગ ૬૦થી વધુ વાર્તાઓ પૂર્ણ થઈ રહી છે. આપને તેમની આ પહેલા પ્રસ્તુત થયેલ વાર્તાઓની સરખામણીએ આ નવો પ્રયત્ન કેવો લાગ્યો એ અવશ્ય જણાવશો.


૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – હાર્દિક યાજ્ઞિક 25

આ પહેલા ગત વર્ષે હાર્દિકભાઈની ૨૦ માઈક્રોફિક્શન – લઘુકથાઓ રજૂ કરી હતી જેને વાચકોનો ખૂબ સુંદર પ્રતિભાવ અને પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે એ જ શૃંખલાને આગળ વધારતા પ્રસ્તુત છે તેમની વધુ ૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ. એકથી પાંચ લીટીની સીમારેખામાં પોતાની આગવી છાપ ઉભી કરી અસર છોડી જતી આ કથાઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક આગવો પ્રયોગ છે, અને કદાચ અક્ષરનાદ જેટલું એ ક્ષેત્રનું ખેડાણ અન્યત્ર ક્યાંય થયું હોય એવું જોવાયું નથી. આજની પેઢીના વાર્તાકારો માટે આ ક્ષેત્રનું ખેડાણ એક આવશ્યક્તા છે, કારણકે ઓછામાં ઓછા શબ્દોમાં વધુ કહી શકવાની આ ક્ષમતા તેમને લઘુનવલ, ટૂંકી વાર્તાઓ અથવા નવલકથાના સર્જનમાં પણ આડકતરી મદદ કરી શકે છે. બિલિપત્રમાં આજે માણીએ અંગ્રેજી સાહિત્યજગતની નોંધપાત્ર માઈક્રોફિક્શન.


૨૦ માઈક્રો ફિક્શન વાર્તાઓ – હાર્દિક યાજ્ઞિક 35

હાર્દિકભાઈ યાજ્ઞિક રચિત ૨૦ માઈક્રો ફિક્શન લઘુવાર્તાઓ અત્રે પ્રસ્તુત છે. એકથી પાંચ લીટીની સીમારેખામાં આવતી આ પ્રત્યેક વાર્તા પોતાનામાં એક આગવું ભાવવિશ્વ ધરાવે છે અને છતાંય તેના કદની લઘુતા તેની અસરકારકતાને જરાય અસર કરતી નથી એ જ તેની વિશેષતા છે. પ્રસ્તુત વાર્તાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


બે માઈક્રોફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત 13

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, પ્રસંગો અને સંવાદોનું મહત્વ અદકેરું થઈ જાય છે. પ્રસ્તુત ત્રણ આ જ પ્રકારની લધુકથાઓ આપણા પ્રસ્થાપિત સાહિત્યકારોની કલમની પ્રસાદી છે. એક એકથી ચડીયાતી એવી આ વાતો વાર્તાઓના આ પ્રકારમાં ખેડાણ કરવા માંગતા મિત્રો માટે માર્ગદર્શક બની રહેશે એ ચોક્કસ.


માઈક્રો ફિક્શન – લઘુકથાઓ – સંકલિત 2

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. પ્રથમ બે લઘુકથાઓ મહુવાથી પ્રકાશિત થતાં સામયિક “કલમ-યુદ્ધ” ના દિપાવલી વિશેષાંકમાંથી સાભાર લેવામાં આવી છે.


માઈક્રો ફિક્શન (લઘુ) કથાઓ – સંકલિત 10

માઈક્રો ફિક્શન કે ફ્લેશ ફિક્શન એ ખૂબ ટૂંકો પરંતુ સચોટ વાર્તાપ્રકાર છે. ઓછામાં ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આવડત તેની મુખ્ય ખૂબી છે. આવી માઈક્રો ફિક્શન રચનાઓમાં વાતમાં ચોટદાર વળાંક, કાંઈક અજુગતું કે અણધારેલું કહેવાની આવડત, ત્રણ પાનાની આખી વાર્તામાં જે કહી શકાય છે તેનું જ ટૂંકુ વર્ણનાત્મક સ્વરૂપ ફ્લેશ ફિક્શનમાં પણ અપનાવી શકાય, પણ તેમાંથી વર્ણનો મોટેભાગે બાદ થઈ જાય છે, પ્રસંગો અને સંવાદોનું અહીં મહત્વ અદકેરું થઈ જાય છે. ઉપરાંત વાર્તાના અંતે ભાવકના મનમાં એક થી વધુ અર્થો નીકળે કે વાર્તાના શિર્ષકમાંથી પણ એકથી વધુ અર્થો નિકળે તે ઈચ્છનીય છે. અંગ્રેજીમાં આ ક્ષેત્રનું ખેડાણ ખૂબ થયું છે અને અનેક બ્લોગ ફક્ત માઈક્રો ફિક્શન પ્રકાર પર પણ ચાલે છે. આપને આ પ્રયાસ કેવો લાગ્યો એ વિશેના તથા આ પ્રકાર વિશેના પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.