સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પ્રવાસ વર્ણન


હરિદ્વાર (ગંગા આરતી), ઋષિકેશ અને મસૂરી – 1 8

વડોદરાથી હરિદ્વાર જતાં રસ્તામાં ટ્રેન કોટા, રતલામ અને હઝરત નિઝામુદ્દિન સ્ટેશને લાંબા વિસામાં ખાતી, ધીમે ધીમે ચાલતી જ્યારે બપોરે ચાર વાગ્યે હરિદ્વાર પહોંચી ત્યારે અમે અમારી ધર્મશાળાની પાછળની તરફ આવેલ ઘાટ તરફ દોડ્યા, સામાનને રૂમમાં જેમ તેમ મૂક્યો, ટુવાલ, કપડાં વગેરે લઈ તરત ગંગા સ્નાન કરવા પહોંચ્યા. પાણીમાં પગ મૂક્યો તો જાણે બરફ પર પગ મૂક્યો. અને પાંચ મિનિટ પાણીમાં પગ બોળી પગથીયા પર બેસી રહ્યો તો પગ જાણે થીજી ગયા, પગ બહાર લઈ ઘાટની બહાર આવી ગયો, આ જોઈ બીજા બધાંય જે નહાવા આવી રહ્યા હતાં તે ખચકાયા. બાજુમાં બેસી ખેલ જોઈ રહેલા એક બહેન કહે, તમે આખે આખા એક વાર ઝબોળાઈ જશો પછી કાંઈ ઠંડુ નહીં લાગે. પછી જ અસલી મજા આવશે. મેં પાંચેક મિનિટ પછી માથાબુડ ડુબકી મારી અને ખરેખર મજા આવી, પણ પાણી બરફ જેવું ઠંડુ અને ખૂબ ઝડપથી વહેતુ હતું. ગંગામાં નહાવાનો આનંદ અનેરો છે, હર કી પેડી કે પૌડી પર નહાવા લાઈન લાગે છે પણ આ શાંત સ્વચ્છ અને ખાલી ઘાટ પર એકલા નહાવાનો આનંદ અનેરો હતો, ત્યાજ પાસે રાધા કૃષ્ણનું મંદિર છે ત્યાં થોડી વાર પૂજા કરી, અને પછી રૂમ માં પહોંચ્યો તો મારા એક સબંધીએ ચ્હા અને ગાંઠીયા મંગાવ્યા હતા, જલ્સા પર જલ્સા થઈ ગયા, જાણે ગુજરાતમાં મહુવામાં ચા ગાંઠીયા ખાતો હોઉં તેમ મજા આવી ગઈ. બીજા દિવસે હરિદ્વાર દર્શનના પ્રોગ્રામ માટે રીક્ષા ભાડે કરી, જમવા માટે ગુજરાતી થાળી ત્યાં ૩૦/- રૂપિયા માં મળતી હતી અને એ પણ ખૂબ સરસ, જમવાની પણ મજા આવી ગઈ. થાકને લીધે વાતો કરતા કરતા ક્યારે સૂઈ ગયા ખબર ન રહી. બીજે દિવસે સવારે ચા નાસ્તો પતાવી […]


સાતમ આઠમ નો મેળો @ મહુવા 11

સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં તહેવારોની શરૂઆતની છડી પોકારે છે….આમ તો વડોદરામાં  શ્રાવણ મહીનાના દર શનિવારે મેળો ભરાય જ છે, પણ પોરબંદર, રાજકોટ કે અન્ય કાઠીયાવાડના શહેરોના મેળા જેવુ તો નહીં જ…. શુક્રવારે મિત્રોએ પૂછ્યું કે અમરેલી મેળે જવુ છે કે ભાવનગર જવું છે? બંને જગ્યાએ લોકમેળા યોજાયા છે … અને મહુવાથી આ બે જ જગ્યા જવા આવવાના સમય સાથે જવા અને આવવાનું ય નજીક પડે….પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં હું રહું છું તેનો મેળો તો જોવો જ પડે….અને એટલે જ નક્કી કર્યું જવાનું મહુવા બાયપાસ પાસે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિર પાસે થતા મેળાને માણવાનું… એક ટીપીકલ લોકમેળામાં કેવુ દ્રશ્ય હોય? પોતાના સમુદાયને કે સમાજને વ્યક્ત કરતા, રોજીંદી ઘરેડથી અલગ અને રંગબેરંગી એવા સુંદર અને નયનરમ્ય પોશાકમાં સુસજ્જ નર નારીઓ મેળામાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં…ખાણી પીણીની લારીઓ, ચકડોળ અને તેમાં બેસવા ઉત્સુક બાળકો અને મોટેરાઓ….પાણી પૂરી અને આઈસ કેન્ડી, મંદિર અને ભીડ, હાથમાં હાથ અને આંખોમાં આંખો નાખી મહાલતા યુવાન હૈયા અને સારા વરસાદથી સારા પાકની આશાએ હરખાતો ખેડુત….. બધુંય અહીં અચૂક જોવા મળે. અમારા પરિવારના કેટલાક સભ્યો સાથે અમે ય મેળે ચાલ્યા, મહુવા બસ સ્ટેન્ડથી લગભગ ૫ કીમી આવેલા આ સ્થળે જવા છકડા, મોટી રિક્ષા, નાની રિક્ષા અને બસ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા, અમે છકડામાં જમાવ્યું. છકડાવાળાએ તો ઉપાડી … મજા પડી ગઈ … અને ફેવીકોલની એડ યાદ આવી ગઈ … નાના છોકરાવને રમકડાના મોબાઈલ જોઈતા હતા તો અપાવ્યા, મોટેરાઓએ મગફંળી લીધી, કોઈકે મકાઈ ના બાફેલા ડોડા લીધા, ક્યાંક સોડા પીવાઈ તો ક્યાંક આઈસ્ક્રીમ ખવાયો…..મારી પુત્રી હાર્દી નાના બાળકો ના ચકડોળમાં બેસવાની જીદ કરતી હતી તો […]


સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ 23

રાજુલા થી હનુમાનગડાની યાત્રાનું વર્ણન તથા ફોટા ગઈ કાલે પોસ્ટ કર્યા હતા. આજે તેનાથી આગળની યાત્રા …. હનુમાનગડા થી સત્તાધાર : હનુમાનગડાથી નીકળ્યા પછી ધારી થી વીસાવદર થઈ સત્તાધાર પહોચ્યા. સત્તાધાર માં આપા ગીગાનો આશ્રમ છે. એક આશ્રમ સત્તાધારના વળાંક પર છે … થોડે આગળ જતા બીજો આશ્રમ છે. આપા ગીગાના અનુયાયીઓમાં ફાંટા પડ્યા હોવાથી આશ્રમ આ રીતે બે ભાગમાં છે, પણ મુખ્ય આશ્રમ પછી છે. અમે આગળના આશ્રમમાં રાત રોકાયા. આશ્રમ માં પહોંચીને બાપુને પગે લાગ્યા, તેમણે તેમના માણસોને કહી અમારા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાત્રીના સાડા નવ થયા હતા, અમે જમ્યા, અને પછી બાપુ પાસે આવી ડાયરામાં બેઠા. વીસાવદરના એક ભાઈ અર્જુનના પરક્રમો ત્રિભંગમાં વર્ણવતા હતા, મજા પડી, પછી ખબર પડી કે આ તેમની શીધ્ર રચનાઓ  હતી. બીજા એક ભાઈએ પણ સોરઠીયાઓની વીરતાને આલેખતા દુહા લલકાર્યા. સાડા દસે અમે સૂવા ગયા. અમને ચાર જણા વચ્ચે એક રૂમ મળ્યો હતો, પણ બધી સગવડ સાથે, ગાદલા ગોદડા ઓશીકા વગેરે બધી જ સગવડ, અને આશ્રમ અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. થાકના ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી, સવારે સાડા ચાર વાગ્યે આશ્રમના એક ભાઈએ આવી જગાડ્યા તો એમ લાગ્યું કે હજી થોડી વાર જ સૂતા છીએ. બધા પ્રાતઃકર્મ થી પરવાર્યા, નહાઈ ધોઈને અમે નીકળ્યા મુખ્ય આશ્રમ તરફ, ત્યાં પ્રભુ દર્શન કર્યા, કેવડાની સુંદર સુવાસ વાતાવરણને અતિશય ભક્તિસભર બનાવતી હતી. પછી લક્ષમણ કુંડ જઈ થોડી વાર બેઠા. અમારા મિત્ર માયા ભાઈ એ તેમના પુત્ર માટે બંધૂક લીધી ને પુત્રી માટે પ્લાસ્ટીકનો રસોડાનો સામાન. લક્ષમણ કુંડ થી પાડા પીર ના સમાધિસ્થાન પર ગયા. કહેવાય છે કે અહીં જે પાડો હતો તેને […]


જંગલ સફારી – ગીરના યાત્રાધામ 7

આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So ….. દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા. ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. “ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ” એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. ” આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ” કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા […]


વડોદરા મ્યૂઝીયમ – ગુજરાતનું અમૂલ્ય ઘરેણું 12

એક મિત્રને મળવા માટે રવિવારે કમાટીબાગના ગેટ પર ઉભો હતો, મિત્રનો ફોન આવ્યો કે તેને હજી કલાકેક ની વાર લાગશે, તો થયુ ચાલ અંદર બગીચામાં આંટો મારૂં, ટહેલતા ટહેલતા મ્યૂઝીયમ પહોંચ્યો. અને મને મારી શાળાના દિવસો યાદ આવી ગયા જ્યારે અમે હારબંધ મ્યૂઝીયમમાં ગયા હતા, વહેલના હાડપીંજર સિવાય ભાગ્યેજ અમને કાંઈ ખબર પડી હશે…..જે અહીં નું સૌથી મોટુ આકર્ષણ છે, ૧૯૪૪ માં વડોદરાની દક્ષિણે મહી નદી માં ૭૧.૨ ફૂટ લાંબુ વહેલનુ બચ્ચુ ફસાઈને મૃત્યુ પામ્યુ હતું. ૧૨૫ ટન વજનના આ વહેલના બચ્ચાનું હાડપીંજર અહીં માવજત થી રખાયુ છે, ઘણા લોકો ફક્ત વહેલના વિશાળકાય હાડપીંજરને જોવા જ ત્યાં આવે છે પણ તેમને ખબર નથી કે અહીં ૬૦,૦૦૦ થી વધુ અલભ્ય વસ્તુઓનો ખજાનો છે. કળાપ્રેમીઓ માટે સ્વર્ગ એટલે યુરોપીયન રૂમ જ્યાં છે ક્રાઈસ્ટ ધ સેવીયર ઓફ ધ વર્લ્ડ નામનું અલભ્ય ચિત્ર (ઈ. સ. ૧૬૫૦) આને લગતા બીજા ચિત્ર ગ્લાસો આર્ટ ગેલેરી અને મિલાન વગેરે જગ્યાઓમાં છે. ૧૬૪૪ માં તૈયાર થયેલુ અ ફેમીલી ગ્રૃપ નામનું મહારાજા સયાજીરાવનું પ્રિય ચિત્ર એક માતા પિતા અને તેમના દત્તકપુત્ર ને દર્શાવે છે. ઈટાલીયન ચિત્રકાર સરટિશિને ૧૪મી સદી માં તૈયાર કરેલુ ધ ડેથ ઓફ પીટર માર્ટીયરની એક જ નકલ છે જે અહીં છે. તો કેથરીન ઓફ બ્રેગેન્ઝા પણ અહીં છે જે પોર્ટુગીઝ પ્રિન્સેસનું મૂરતીયા પ્રિન્સ ચાર્લસને બતાવવા બનાવેલુ ચિત્ર છે. મોહેંજો દરો અને હડપ્પા સંસ્કૃતિના નમૂના પણ અહીં છે. જૈનો ને જોવામાં રસ પડે એવી અસંખ્ય મૂર્તીઓ પણ અહીં છે જે અકોટા ગામ પાસે ૧૯૫૨ માં કરેલા ખોદકામ દરમ્યાન મળી આવી હતી. જૈનો ના પહેલા તીર્થંકર આદિનાથ ની કપોલસર્ગ ની મુદ્રામાં ઉભેલી પ્રતિમા, પાર્શ્વનાથ ભગવાનની તથા તેમની આસપાસ […]