Monthly Archives: February 2021


અધ્યાત્મનો અણસાર – પ્રદીપ રાવલ ‘સુમિરન’ની ગઝલનો જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા આસ્વાદ

કવિશ્રી પ્રદીપ રાવલ ‘સુમિરન’ની આ પાંચ શેરની ગઝલ યાત્રામાં ક્યાંક ને ક્યાંક આધ્યાત્મનો સ્પર્શ અનુભવાય છે. બે પંક્તિના વિશ્વમાં રજૂ થયેલી જીવવાની મથામણ ધ્યાન ખેંચે છે.

જીવવાની જે ખરી કલા જાણે,
એ ન કાશી, ન કરબલા જાણે.


નૃત્યનિનાદ ૧ : નૃત્ય – એક લલિતકળા 19

નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એકને એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જુદી શૈલી અને જુદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય!


ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 10

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!


સ્મશાન યાત્રા – કમલેશ જોષી 6

પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.


એક પત્ર સારંગપુરના ઘરને.. – નેહા રાવલ 13

તને આ પત્ર લખું છું એ દરેક ક્ષણે હું ફરીફરીને એ સમય જ તો જીવી રહી છું, લખવું તો બસ એક બહાનું છે!તું માત્ર કોઈ મકાન કે જગ્યા નથી, મારા બાળપણનો એક ટુકડો છે. જે નાનીનાની યાદોથી સિવાઈ સિવાઈને મારી ગોદડી બની ગયું છે. હું જયારે પણ એને ઓઢી લઉં… એ સમયની હુંફ મને ઘેરી વળે છે!


આઝાદીની પૂર્વસંધ્યાએ.. : અર્ધી રાત્રે આઝાદી – ધર્મેન્દ્ર કનાલા 14

આઝાદીને ભારતીયો જે માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જુએ છે એને આ પુસ્તક બહુવિધ આયામો પૂરાં પાડવાનું બૌદ્ધિક કાર્ય કરે છે. આ પુસ્તકના પાત્રો તો માભોમના સપૂતો જ છે એટલે એમની સાથે આપણને સૌને તાદાત્મ્ય થાય જ એ સ્વાભાવિક જ છે. આમાં બનતી બધી જ ઘટનાઓ આપણા સમગ્ર અસ્તિત્વને એક વર્તુળમાં ઘેરી લે છે અને એટલે જ પુસ્તકો ટાઈમ ટ્રાવેલ કરાવી શકવાની તાકાત ધરાવતા હોવાનો પ્રત્યક્ષ પરચો મળે.


શ્રદ્ધા મતલબ.. – શ્રદ્ધા ભટ્ટ 19

શ્રદ્ધા એટલે અંતરાત્મામાં રહેલું સહજ જ્ઞાન. કોઈ તથ્યને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ ન મળે છતાં આંતરિક રીતે એમ અનુભવાય કે આ જ સાચું છે. આ અનુભવ એટલે શ્રદ્ધા. ઋગ્વેદમાં આ જ શ્રદ્ધાને દેવી તરીકે સ્થાપિત કરીને એની સ્તુતિ કરવામાં આવી છે. શા માટે? શ્રદ્ધા દેવી કઈ રીતે અને એનો આવો અને આટલો મહિમા કેમ?


લદ્દાખ (સફરનામું) ભાગ ૨ – સ્વાતિ મુકેશ શાહ 9

પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,


મોહી પડવાની પળ – રાજુલ ભાનુશાલી 32

ઘણીવાર વાર્તાના પાત્રો મારી રજા લીધા વિના ફરવા નીકળી પડે કે કવિતાનો લય ક્યાંક આડા હાથે મૂકાઈ જાય ને અંજુરીમાં માત્ર થોડાક રડ્યાંખડ્યાં શબ્દો બચ્યાં હોય ત્યારે એ શબ્દો પાસેથી હું મનફાવે એવું કામ લેતી હોઉં છું.