કેટલાક ડર ઉપકારક હોય છે! – ભારતીબેન ગોહિલ 5
કેટલાક ડર ઉપકારક હોય છે. બાળકના ડરથી વ્યસનોથી મુક્ત રહી શકાય, ક્રોધ પર કાબુ રાખી શકાય, પરિવારનું વાતાવરણ પ્રફુલ્લિત રહે તે માટે કેટલુંક ખમી ખવાય છે.
કેટલાક ડર ઉપકારક હોય છે. બાળકના ડરથી વ્યસનોથી મુક્ત રહી શકાય, ક્રોધ પર કાબુ રાખી શકાય, પરિવારનું વાતાવરણ પ્રફુલ્લિત રહે તે માટે કેટલુંક ખમી ખવાય છે.
બાળકો માટે બગીચા, બાલમંદિર, ઘોડિયાંઘર હોય એ સામાન્ય છે પણ બાળકો માટે એક અલાયદી યુનિવર્સિટી હોય એવું તો ભાગ્યે જ સાંભળવા મળે!
નવપલ્લવિત ધરાને એકાકાર થઈ નિહાળવી એ પણ એક યોગ છે. ખેડૂતો માટે વાવણીથી લણણી સુધીનો શ્રદ્ધાયોગ અને પરિશ્રમયોગ. આ સમયે ઈશ્વર અને માનવ વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે.
એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું.
દોસ્તીની બાબતમાં બાળપણ સૌથી વધુ સમૃદ્ધ હોય છે. દોસ્ત સજીવ છે કે નિર્જીવ, ગરીબ છે કે અમીર, દૂર છે કે નજીક, પોતે એને પ્રિય છે કે અપ્રિય.. કશુંયે વિચાર્યા વગર બસ દોસ્તી કરી બેસે છે. એટલે જ ક્યારેક નદી, ક્યારેક પર્વત, ક્યારેક પશુપંખી, ક્યારેક નદીઝરણાં તો ક્યારેક તપતો સૂરજ બાળકનો પ્યારો દોસ્ત બની જાય છે!
બકોર પટેલ, શકરી પટલાણી, ગલબો શિયાળ, મિયાં ફુસકી, તભા ભટ્ટ, છકો – મકો, અડુકિયો-દડુકિયો, છેલછબો કે સાત પૂંછડીવાળો ઉંદર.. નામ યાદ આવતાંની સાથે જ એ બધાંનાં પરાક્રમોથી ભરપૂર વાર્તાઓ આપણા મન પર કબજો કરી લે! કોણ માને કે આ બધી કાલ્પનિક સૃષ્ટિ હશે! એક સર્જકના મનની ઉપજમાત્ર હશે!
રમતો એ કેળવણીનું અભિન્ન અંગ છે. બાળવિકાસને ગતિ આપતી કેડી છે. ઉમંગ ઉલ્લાસનો જાણે રંગભર્યો ફુવારો છે. બાળકમાં સુષુપ્ત રીતે પડેલ ચેતનાને જગાડતી શક્તિ છે. જાણો, એ રમતોના ફાયદા પણ કેવા કેવા છે!
શું તમે તમારાં લાડકાં સંતાનો માટે ઉત્તમ વિદ્યાલયની શોધમાં છો? તો માત્ર આલીશાન બિલ્ડિંગ, આધુનિક સુવિધાઓ કે સ્માર્ટ રૂમ્સ જ ન જોશો. બાળકોના વિકાસમાં અત્યંત આવશ્યક એવા આ પાસા પર પણ અચૂક વિચારજો!
આપણે આપણાં બાળકોને શિસ્તમાં રાખી ડાહ્યાં ડમરાં બેસાડી દેવાને બદલે તેને ધમાચકડી કરતાં, નવું શીખતાં, જુસ્સો વ્યક્ત કરતાં ને થનગનાટ કરતાં કરી દઈએ. તેનું અમૂલ્ય બાળપણ સૌ સાથે મળીને ઉજવીએ!
બાળકોને બહાર ખૂબ ઘુમાવ્યાં. ભીતરનો પ્રવાસ કરાવ્યો કદી? પ્રયોગ કરવા જેવો.. મનની આંખે ને કલ્પનાની પાંખે! શરૂઆતમાં આંગળી પકડી તેને દોરજો. પછી ધીમે ધીમે મુક્ત રીતે વિહરવા ને નિજાનંદ માણવા દેજો. જોજો. સમગ્ર બ્રહ્માંડ આ નાનકડા પ્રવાસીઓને આવકારવા કેવું તત્પર હશે!
બાળકો પાસે કેટલી વાતો છે? તેનાં મનમાં કેટલા પ્રશ્નો છે? દરેકને કંઈ ને કંઈ કહેવું છે. એ આપણી આજુબાજુ એની કાલી ઘેલી વાતો લઈને ભમ્યા કરે છે..અરે ક્યારેકતો આપણો પાલવ કે દુપટ્ટો ખેંચીને કહે છે…”સાંભળો ને…” પણ વડીલો પાસે એને સાંભળવાનો સમય હોય છે ખરો?
બાળકો આપણી મૂલ્યવાન ધરોહર છે. ભાવિ સમાજના એ ઘડવૈયા છે અને આપણી પરંપરાના વાહક છે. બાળકો મૂલ્યોની દૃષ્ટિએ જેટલાં સમૃદ્ધ હશે એટલી જ આપણી ભાવિ પેઢી મજબૂત થશે.દેશની પ્રગતિના માર્ગમાં અનેક અડચણો આવતી હોય છે..જો આપણી ભાવિ પેઢી સમૃદ્ધ હશે તો એ અડચણોને સરળતાથી પાર કરી મુશ્કેલીમાંથી પણ માર્ગ કરી લેશે.
‘સર્જન’માં અમે વિક્રમ સંવતનો છેલ્લો ટાસ્ક કરેલો મિત્રોને ગમતી નવલકથા કે ટૂંકી વાર્તાના કોઈ પણ એક પાત્ર સાથે એના લેખકનો સંવાદ આલેખવાનો. હેતુ હતો કે દરેક પાત્ર પાસે એના લેખકને કહેવા માટે કંઈક હોય છે, અને લેખક પાસે એ પાત્રના નિરુપણને યથાર્થ ઠેરવવાનાં પૂરતા કારણો પણ હોય જ! આ જ પ્રક્રિયામાં ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘અતરાપી’ના સારમેય સાથે સર્જક ધ્રુવ ભટ્ટની કાલ્પનિક વાત ભારતીબેન ગોહિલે આલેખી છે. આશા છે આ પ્રયોગ વાચકમિત્રોને માણવો ગમશે.