સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રવિશંકર મહારાજ


ગુજરાતની સ્થાપના પ્રસંગે… – રવિશંકર મહારાજ 6

આજથી ત્રેપનવર્ષ પહેલા ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે શ્રી રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી લાગણી, ગુજરાત પ્રત્યેની તેમની અપેક્ષાઓ અને લોકજીવનને વધુ સગવડભર્યું બનાવવાનું માર્ગદર્શન આપતા તેમણે કહ્યું છે, ‘સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રના તડા પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.’ આવા અનેક સુંદર વિચારો સાથે આજના દિવસે આ સંદેશ સમયસરનો બની રહેશે.


માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 2

અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જેની પ્રસ્તુતિ કરી રહ્યું છે તે પુસ્તક માણસાઈના દીવા વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, “માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક ‘માણસાઈના દીવા’માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો – ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા’ ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી. ‘માણસાઈના દીવા’ આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાઓ.


ત્રણ પ્રેરણાદાયક પ્રસંગો – સંકલિત 15

જીવન એક પ્રવાસ છે તો એ પ્રવાસના અવરોધભર્યા, મુશ્કેલ માર્ગો પર આગળ વધવામાં હતાશા અનુભવાય, ઉત્સાહ ઓસરી જાય અને કોઇ બાજી ધારી હોય તે રીતે પાર ન પડતી હોય, સતત ચાલવા, પ્રગતિના પંથે સતત આગળ વધવા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણા વિદ્વાનોએ, સાક્ષરોએ ઉદાહરણો દ્વારા સૂચવેલા પ્રસંગોને – તેના મર્મને ઓળખીએ અને તે દ્વારા આપણા જીવનને વધુ ઉપયોગી, સાર્થક બનાવી શકીએ. પ્રસ્તુત છે આવા જ અત્યંત સુંદર ત્રણ પ્રસંગમોતી.