આપણો, આપણી જાત સાથેનો સંબંધ – અક્ષય દેવગાણીયા 2
શીર્ષક વાંચ્યું..? ફરીથી એક વખત વાંચી જુઓ.
આપણો, આપણી જાત સાથેનો સંબંધ…
આવો પણ કોઇ સંબંધ અસ્તિત્વ ધરાવે છે આ વિશ્વમાં? આપણી ખુદની જાત સાથે શેનો સંબંધ? તો તેનો જવાબ છે – હા.. આવો સંબંધ હોય. દરેક વ્યકિતનો પોતાની જાત સાથેનો, પોતાના હ્રદય સાથેનો, પોતાના અંતરાત્મા સાથેનો સંબંધ હોય છે. જીવનમાં બનતી દરેક ઘટના, પરિસ્થિત કે સંજોગ પછી પોતાની જાત સાથે તે ઘટના, પરિસ્થિત, સંજોગનું પૃથક્કરણ કરે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, સમસ્યા હોય તો સમાધાન પૂછે છે, ભૂલ થઇ હોય તો પસ્તાવો પણ કરે છે.