Daily Archives: March 11, 2021


શિવનું કલ્યાણકારી સ્વરૂપ : રુદ્ર – શ્રદ્ધા ભટ્ટ 15

રુદ્ર એટલે સર્વવ્યાપી પરમાત્મા જે દરેક વ્યક્તિના અંતરમનમાં વિરાજમાન છે. ઋગ્વેદનો એક મંત્ર છે – अंतरिच्छन्ति तं जने रुद्रं परो मनीषया। (ऋ.८.७२.३) [જ્ઞાની મનુષ્ય] તે રુદ્રને (तं रुद्रं) મનુષ્યના અંત:કરણની મધ્યમાં (जने पर: अन्त:) બુદ્ધિ દ્વારા (मनीषया) જાણવાની ઈચ્છા (इच्छन्ति) કરે છે.’ જ્ઞાની લોકો એ રુદ્રને માનવીના અંત:કરણમાં શોધે છે, એટલે કે રુદ્ર એટલે બધાના અંત:કરણમાં રહેલો પરમાત્મા. રુદ્ર એટલે શિવ – આ પૌરાણિક માન્યતા છે. રુદ્રને શિવ શા માટે કહે છે?