પોન્ડીચેરી (પુડુચેરી) નો પ્રવાસ.. – હિરલ પંડ્યા 23
પોર્ટુગીઝ ૧૫૨૧ માં મરી-મસાલાના વ્યવહાર માટે પોન્ડીચેરી આવ્યા, એમની પાછળ ડચ અને ડેનિષ પણ આવ્યા, પણ ગેમ ચેન્જર ફ્રેન્ચ લોકો નીકળ્યા. તેઓ ૧૭ મી સદીમાં આવી ૨૦૦ જેટલા વર્ષો સુધી રાજપાઠ ચલાવતા રહ્યા. ૧૯૫૪ માં પોન્ડીચેરી યુનિયન ટેરીટરી બન્યું. ફ્રેન્ચ લોકો અહીંના સમુદ્રકિનારાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે ફ્રેન્ચ કોલોની બનાવી જ્યાંનું ફ્રેન્ચ સ્થાપત્ય આંખે વળગી આવે તેવું છે.