Daily Archives: May 8, 2018


ઓલ્ટર્ડ કાર્બન વેબશ્રેણી : આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના તાંતણે સંબંધોની વાત – જીજ્ઞેશ અધ્યારૂ 4

ઈ.સ. ૨૩૮૪, આજથી ત્રણસોપચાસ વર્ષ પછીના સમયમાં મૃત્યુનું કોઈ મહત્વ રહ્યું નથી કારણકે માણસે અમર થવાનો ઉપાય શોધી લીધો છે. શરીર નાશવંત છે એ સત્યની સામે આત્મા અમર છે એ વાત વિજ્ઞાને સાબિત કરી છે, અને એ અનોખી રીતે મૂકાઈ છે. સંવાદમાં એક વાક્ય છે,

‘Death was the ultimate safeguard against the darkest dangers of our nature.’

અને એની સામે આ શ્રેણીમાં મૃત્યુ માટે પણ તરસતા લોકો દર્શાવાયા છે. એવો સમય જ્યાં મૃત્યુ મુશ્કેલ છે કારણ કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ, એની આવડતો, યાદો, લાગણીઓ, ગમા-અણગમા વગેરે બધુંય સંગ્રહી શકાય એવું છે. ગરદનની પાછળના ભાગે એક નાનકડા ખાંચામાં પેનડ્રાઈવ જેવું સાધન ‘કોર્ટિકલ સ્ટૅક’ આ બધું સંગ્રહી શકે છે. વિશ્વના કોઈ દેશ રહ્યા નથી, બધે એ.આઈનું જ સામ્રાજ્ય છે. માણસ મૃત્યુ પામે કે એને શરીર બદલવું હોય ત્યારે એ બીજુ ગમતું શરીર પસંદ કરી ‘સ્ટેક’ એમાં મૂકાવી શકે છે.