Daily Archives: June 23, 2016


મારો કેરીમાં “રસ” – ગોપાલ ખેતાણી 49

નાનો હતો ત્યારે મે મહિનાની રાહ ઉત્કટતાથી જોતો. પરીક્ષા પૂરી થાય એટલે મોજ. મારા પિતાજીને બુક – સ્ટેશનરીની દુકાન. એટલે વેકેશનમા કામ ઘણુ (જૂના ચોપડા ખરીદવાનું અને તેમનુ કાચુ બાઇન્ડીંગ કરવાનું). વેકેશનમા નાણાકીય ખેંચ રહે એટલે બહાર ફરવા જવાનુ પોષાય નહી, પરંતુ મિત્રો જોડે રમવાનુ, ચિત્રો દોરવા, નજીક આવેલા બાલભવનની મુલાકાત લેવી, એવી પ્રવૃત્તિઓમાં સમય પસાર થતો. પરંતુ સૌથી વધારે મજા એટલે કેરી માણવાની. પહેલા મિક્ષર અથવા ઈલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર તો હતા નહી. મારા પિતાજી દુકાનેથી આવે ત્યારે કેરી લેતા આવે. એમાથી તે દિવસે ખવાય એવી કેરી શોધી મને આપે એટલે તુરંત એ કેરીઓને ધોઈ કાઢું…