જૅન બાપ્ટિસ્ટ તાલેઉને શોધવા માટે એક ટહેલ…
આજની પોસ્ટ કોઈ સાહિત્યિક કૃતિ નથી, પરંતુ એક માતાપિતાને તેમના પુત્રને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી લખાઈ છે. વિશ્વભરના અનેક દેશોના સાયકલ પ્રવાસે નીકળેલા શ્રી જૅન બાપ્ટિસ્ટ તાલેઉ ફ્રેન્ચ સાયકલસવાર હતા, અને ૨૦૦૭માં તેઓ એ સાયકલસવારી દરમ્યાન જ ભારતમાં ગુમ થઈ ગયા. આ પોસ્ટ ફક્ત તેને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી મૂકી છે. આ પોસ્ટનો મૂળભૂત આધાર ડોમિનિક હોલ્ટજેનનો ઈ-મેલ છે.