Daily Archives: February 18, 2009


બે નાદાન બાળકો – હરિશ્ચંદ્ર (વીણેલા ફૂલ – ભાગ ૨) 9

‘કમલ ભઈલા!તું હજી જાગે છે? કેમ રડે છે? ‘ દસવર્ષની  નીના ડૂસકાં ભરી રહેલ નાના ભાઈને પૂછે છે. ‘દીદી, પપ્પા ક્યારે  આવશે? એમની પાસે ચાલ ને!’ ‘પપ્પા તો જેલમાં છે. એમની પાસે શી રીતે જવાય?’ ‘દીદી, આપણે અહીં નથી રહેવું. આજે ગ્લાસ પ્રદીપે ફોડ્યો ને માસાએ માર્યો મને.’ હજી કમલનાં ડૂસકાં ચાલુ જ હતાં. માસા માસી જાગી જશે એ બીકે એ ‘શિશુ-મા’ થાબડતી થાબડતી  એની પાસે જ સૂઈ ગઈ. ‘દીદી, પપ્પાને જેલમાં કેમ પૂરી દીઘા છે? પ્રદીપ કહેતો હતો કે તારા પપ્પા ચોર છે.’ ‘પ્રદીપ જુઠ્ઠો છે.’ પોતાની જાતને ઘોકો દઈ નીના એકદમ જોરથી બોલી તો ઊઠી, પછી થરથર થરથર ઘ્રૂજવા લાગી. ‘દીદી, કેમ ઘ્રૂજે છે? તને શું થયું? તાવ આવ્યો?’ ‘ચૂપ રહે, માસી આવી રહી છે.’ ‘કેમ નીના,શં છે? ઓહો! ભાઈને કાંઈ બહુ લાડ કરાવે છે ને! મારી શું વાતો કરતાં હતાં? બોલ! બળ્યું મારું નસીબ. બહેન પોતે તો સ્વર્ગમાં પહોંચી ગઈ, પણ મારે માથે આ વેંઢાર નાખતી ગઈ.’ માસીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. ‘કેમ શું થયું? માસા પણ આવી પહોંચ્યા. ‘મારું માથું ! ભાગવાની તૈયારી કરી રહ્યાં હતાં.’ ‘કાંઈ લીધું તો નથી ને? પાંચસો રૂપિયા લાવીને મુક્યાં છે.’ માસાએ હાંફળા-હાંફળા રૂપિયા જોઈ લીધા. ‘એમનો બાપ તો આરામથી જેલમાં જઈને બઠો છે. વીસ રૂપિયાની લાંચ લેતાં પણ ન આવડી.’માસી હજી બળાપો કાઢ્યે રાખ્યાં હતાં. ‘એમાં હોશિયારી જોઈએ રાતે જ હું પાંચસો લઈ આવ્યો પણ કોઈ સાબિત તો કરી આપે!’ એટલી બુઘ્ઘી હોત તો પછી પૂછવું જ શું?’ ‘અને મજાતો એ કે મેં કહ્યું, ત્રણસો-ચારસોની વ્યવસ્થા કરી દે,તો તને છોડાવવાની જવાબદારી મારી. ત્યારે સતવાદી બોલ્યા, હું લાંચ આપીશ નહીં. આપવી ન્’તી તો લીધી […]