મારી બે રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ


મારી રચનાઓ……

[1] આંખોની ભાષા

એક આંખ માં તારુ સપનું, બીજી આંખ માં આંસુ,
આંસુ ના દરીયામાં, તારા સપનાં તાણી જાશું.

એક આંખ માં સૂનૂં હૈયું, બીજી આંખ માં મેળો,
સપ્તપદી ની કોરે કોરે, ફાડે ભવનો છેડો.

એક આંખ માં ભવનો સાથ, બીજીમાં જાકારો,
કાલે દીધેલા સાથના વચનો, આજના ઇનકારો

એક આંખ માં મારું નામ, બીજીમાં બીજાનું,
આખુંય જીવન એક આંખ માં…મારે કાં જીવવાનું.

[2] કેવી રીતે ?…

કેવી રીતે જીવું તારા વિના એ તું જ મને સમજાવ…
ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ….
શ્વાસ મા તું, મન માં તું, ને હૈયામાં પણ તું….
તારા વિનાની ધડકનનો ધબકો તું જ મને સંભળાવ…

આજે ભલે તું ભુલી ગઇ છે, મારા પ્રેમની વાતો,
શમણાંઓ ની રાતો ને એ હૈયાના હાલાતો,
કેમ કરીને ભુસુ હૈયું, તું જ મને શીખડાવ…
તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ…

આજે ભલે તું ભુલી ગઇ છે, પ્રણયના એ રંગો
આંખો માં આખોનું વસવું, સ્નેહ નીતરતા સંગો
કેમ કરીને રોકું મનને, તું જ મનને ભરમાવ…
તારા વિના મારા જીવતર ને, તું જ જીવી બતાવ…

કેવી રીતે જીવુ તારા વિના એ તું જ મને સમજાવ…
નહીં તો આખર અંત નો રસ્તો, પ્લીઝ મને પકડાવ….

– જીગ્નૅશ અધ્યારુ


Leave a Reply to Mr WordPressCancel reply

0 thoughts on “મારી બે રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ