સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નયના મહેતા


ચોરટી – નયના મહેતા 4

‘ચોર… ચોર… ચોરટી… મારી છોડીને ઉપાડી જાય.. પકડો… પકડો… ચોરટી..’

મોંઘીની રાડોથી વડ નીચે થતી ઝપાઝપી તરફ સહુનું ધ્યાન ગયું. વડની ડાળે બાંધેલી ઝોળીમાંથી હજી હાલ જ રોતી છોડીને કાઢીને બચકારતી કમુ કંઈ સમજે એ પહેલાં તો ગાંડાની જેમ દોડી આવેલી છોડીની મા, મોંઘીએ કાગારોળ મચાવી દીધી.