ટ્રાફિકના નવા નિયમો, વિવાદો અને તેના ઉકેલ 11


‌કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદીનું ઐતિહાસિક પગલું, તેના લીધે પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે સર્જાયેલ તંગ પરિસ્થિતિ – આ બે મુદ્દા છેલ્લા લગભગ એક મહિનાથી દિલ્હીમાં, દુનિયામાં અને લોકમોઢે દેશના ચોરે-ચોરે ચર્ચાય છે. આધુનિક યુગનો ચોરો એટલે WhatsApp અને Facebook; તેમાં પણ આની ઢગલા મોઢે પોસ્ટ ફરે છે. દેશના સામાન્ય લોકો આવેશમાં આવીને ગરમાગરમ ચર્ચાઓ કરે છે. આ પગલાંની તરફેણમાં વધારે અને વિરોધમાં દલીલ કરનારાઓની સંખ્યા ખૂબ ઓછી છે.

આ ગરમાગરમ મુદ્દાને પણ પળવારમાં ભુલાવી દેતો સુપર હોટ મુદ્દો લોકજીભે ન કેવળ ચર્ચાય છે પરંતુ તેનો ઉગ્ર વિરોધ નોંધાવાઈ રહ્યો છે. જો કોઈ આ મુદ્દે સરકાર તરફની જરા પણ વાત કરે તો તેની સામે અન્ય લોકોનો પુણ્યપ્રકોપ ફાટી નીકળે છે. આ મુદ્દો એટલે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારને થનારા દંડની જોગવાઈમાં કરેલો અનેકગણો વધારો છે.

દેશના અને ખાસ કરીને શ્રમિક વર્ગમાં – મહિલા વર્ગમાં અને વિશાળ સંખ્યામાં સામાન્ય લોકોમાં આનો વિરોધ પરાકાષ્ઠાએ જોવા મળે છે. આનાથી લોકોને પડતી અનેક તકલીફો અને અગવડતાઓનું લાંબુલચક લિસ્ટ અત્યારે દરેક નાગરિકના ખિસ્સામાં હાથવગું છે. તમે જરા અમથું વાતનું ટપકું  મૂકશો તો તરત તમને આ લીસ્ટ પકડાવી દેશે, જેમાં મુખ્યત્વે જો કોઈ એક નિયમનો વધારે માત્રામાં વિરોધ હોય તો તે નિયમ છે હેલ્મેટ પહેરવાનો અને નિયમોના ઉલ્લંઘન બદલ લેવામાં આવતા ભારેખમ દંડની રકમ સામે, આની સામે સરકાર તરફથી આ નવા નિયમ બાબત રજૂ કરવામાં આવેલ તર્ક અને દલીલો, સામા પક્ષે લોકો તરફથી મૂકાતો વિરોધ અને દલીલોનો અંત આવે તેમ નથી. આ વિષય ઉપર ખૂબ મનોમંથન કર્યા પછી અને આ ઘટનામાં સાક્ષીભાવે વિચાર કરતા કરતા જે નિષ્કર્ષ ઉપર પહોંચાય છે તે નિષ્કર્ષ અને ત્યાં પહોંચતા પહેલાંનું મારું મનોમંથન, એ વિષયની તરફેણના અને તેના વિરોધના મારા મનમાં આવેલા તર્કને શક્ય એટલા સૂચિબદ્ધ કરીને આપની સાથે એક વિચારક તરીકે વહેંચવાની ભાવનાને હું રોકી શકતો નથી, ને કલમ ઉપાડ્યા વગર રહી શકતો પણ નથી. આમ  સૌપ્રથમ જ્યારે એક નાગરિક તરીકે આ સમાચાર સાંભળ્યા અને માધ્યમો દ્વારા જાણ્યું કે આની અમલવારીમાં ખૂબ કડકાઈ સરકાર દેખાડશે ત્યારે મારો વિરોધ પણ આ નિર્ણય સામે પરાકાષ્ઠાએ હતો.

ટુ-વ્હીલરમાં કામ પર જતો સામાન્ય માણસ દિવસ દરમ્યાન શહેરમાં પોતાના કામ અર્થે નાની મોટી કેટલીય જગ્યાએ આવતોજતો હોય છે. ત્યાં બધે જ હેલ્મેટ સાચવવાની પૂરતી વ્યવસ્થા હોય છે? આપણા શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડાઓથી ભરપૂર છે, મહદંશે તો ખાડામાં ક્યાંક ક્યાંક રસ્તો જોવા મળે છે. આવા રસ્તા પર ભારેખમ હેલ્મેટ પહેરવાથી ગરદન અને કરોડરજજુને મોટુ નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. આમ અનેક દલીલો આ નિયમની વિરોધની મારા મનમાં પણ જન્મી હતી, કારણ કે આ નિયમોને લીધે કેટલી અગવડતા અને મુશ્કેલી વર્તાશે એ વાતના ખ્યાલથી સરકાર પ્રત્યે વધુ વિરોધની ભાવના ઊભી થતી હોય છે. વળી નાનીઅમથી ભૂલ માટે આવડી મોટી રકમનો દંડ ખરેખર વાજબી છે? સાથે સાથે બજારમાં ફરતાંં જાણ્યું કે સામાન્ય લોકોએ હેલ્મેટ ખરીદવા મોટી સંખ્યામાં અચાનક ધસારો કર્યો છે. આમ કાયદાથી ડરતી અને કાયદાને આજની તારીખે પણ સન્માન આપતી પ્રજા પોતાના વિરોધની વચ્ચે પણ કાયદાનું પાલન કરતી જોવા મળે છે જે આપણા દેશની લોકશાહીની સાચી તાકાત છે, અને કોઈ પણ દેશની તંદુરસ્ત લોકશાહી માટે પ્રજાનું આ ખમીર જ  અગત્યનું પરિબળ છે.

સામા પક્ષે સરકાર તરફથી આ ભારેખમ દંડ વસૂલાતનો કાયદો શા માટે અમલમાં મૂકવામાં આવ્યો તે બાબતે ખુલાસો કરતી વખતે જે આંકડાઓ આપવામાં આવ્યા તે માત્ર ચોંકાવનારા, આંખ ઉઘાડનારા નહીં પણ ભરનીંદરમાંથી ઝબકીને સીધા ચાલતા કરી દેનારા છે. જો આનો અમલ તાત્કાલિક એટલે કે પળવારનો પણ વિલંબ કર્યા વગર નહીં કરવામાં આવે તો રાષ્ટ્ર તેની મોટી કિંમત ચૂકવશે અને અત્યાર સુધી તો ચૂકવતો આવ્યો જ છે. સરકારે માર્ગ અકસ્માતમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા લોકોના જે આંકડા આપેલ છે તે – લગભગ એક લાખ ચાલીસ હજાર લોકો ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.  ઇજાગ્રસ્તોની સંખ્યા અને અન્ય અકસ્માતોની સંખ્યા તો આના કરતાં પણ અનેકગણી  વધારે છે.

આમ એક તરફ કાયદાના પાલનથી રોજબરોજના કામમાં સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ અને માનસિક અકળામણ છે, દંડની રકમ પણ  ઘણી વધારે છે, તો સામેની તરફ ટ્રાફિકના સામાન્ય કાયદાઓ નું પાલન ન કરવાની આપણી જિદ્દી મનોવૃત્તિ, બેફામ રીતે જાહેર રસ્તા અને શેરીઓમાં વાહન ચલાવાવને લીધે જે દુષ્ટ પરિણામો ભોગવવા પડ્યા છે તે અસહ્ય છે દર વર્ષે એક લાખ ચાલીસ હજાર નિર્દોષ માનવો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે તે કોઈપણ રાષ્ટ્ર કે સમાજ રચના માટે સ્વીકાર્ય ન હોઈ શકે શકે. આટલી મોટી સંખ્યામાં થતાં માર્ગ અકસ્માતો એ દર્શાવે છે કે જ્યાં સુધી ભારેખમ દંડની જોગવાઈ કરવામાં નથી આવતી ત્યાં સુધી આપણી અંદર ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત ઉભી થતી જ નથી. આપણી બેદરકારી ગુન્હાહિત બેદરકારી છે.

આવી સ્થિતિમાં તટસ્થતાથી વિચારવામાં આવે તો સૌપ્રથમ એક જ સામાન્ય વિચાર સામે આવે છે. અને તે આવવો પણ જોઈએ કે “જાન બચી તો લાખો પાયે” અર્થાત બધી જ અકળામણ અને મુશ્કેલીઓ સહન કરીને પણ દરેક નાગરિકે ટ્રાફિકના નાનામોટા બધા જ નિયમોનું  ઇમાનદારીથી પાલન કરવું જોઈએ. સરકાર દ્વારા જાહેર થયેલા આંકડાઓમાં થોડા ઘણા ફેરફાર હોઈ શકે પરંતુ એક નાગરિક તરીકે આપણેજ જો આપણું મૂલ્યાંકન કરીએ તો દેશના નાનામોટા દરેક શહેરમાં ટ્રાફિકની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે તેનું શબ્દોમાં વર્ણન અધૂરું જ રહે છે. નાના-મોટા દરેક રસ્તાઓ ઉપર આડેધડ ટ્રાફિક તેનું આડેધડ સંચાલન અને મૂર્ખતાની તમામ હદ ઓળંગીને કરવામાં આવતું પાર્કિંગ કે જેને લીધે આજે સામાન્ય લોકો તો ઠીક પરંતુ એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર પણ સમયસર દુર્ઘટના સ્થળે પહોંચી શકતા નથી. આ સ્થિતિ માટે કેવળ આપણે જ જવાબદાર છીએ.

આપણી નિષ્ફળતા માટે અન્યોને દોષ દેવાની માનસિકતાના આપણે વર્ષો જૂના શિકાર છીએ. ખરાબ કાયદોવ્યવસ્થામાં આપણે પાકિસ્તાનનો હાથ છે એમ કહી છૂટી જઈએ છીએ પરંતુ આ કિસ્સામાં તો એમ કહીને પણ છટકી શકીએ તેમ નથી. અહીં જ્યારે હું એમ શબ્દ વાપરું છું કે આપણે તેનો અર્થ બંને પક્ષ એવો થાય છે સરકાર અને સામાન્ય લોકો કારણકે સરકાર પણ આપણામાંના લોકો દ્વારા જ ચલાવવામાં આવે છે. ટ્રાફિકની આ વિકરાળ સમસ્યા કંઈ રાતોરાત અસ્તિત્વમાં નથી આવી, વર્ષો સુધી સત્તાધીશોએ આને ગંભીરતાથી લીધી જ નહીં પોતાની તરફથી ઇરાદાપૂર્વક આંખમીચામણા કર્યે રાખ્યા, પ્રજાની આંખમાં ધૂળ નાખતા રહ્યા, સત્તાસ્થાને બેઠેલા હોઈ પોતાની ફરજ પ્રત્યે ગુન્હાહિત બેદરકારી દાખવી સમસ્યાને ઉકેલવાને બદલે તેને વધુને વધુ વિકરાળ થવા દીધી છે. આ કડવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી જ રહી. કેવળ કાયદો બનાવવાથી કે દંડની રકમ વધારવાથી આ સમસ્યાનો અંત આવશે નહીં. સરકારે પણ પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવવી પડશે. અસરકારક ટ્રાફિક સંચાલન આપવું પડશે, વાહન ચલાવવા માટે સારા અને મોટા રસ્તાઓ આપવા પડશે. આમ બંને પક્ષે પોતાની જવાબદારી ઈમાનદારીથી અદા કરવી પડશે તો જ લોકોમાં ટ્રાફિક નિયમ પાલન વિશે સભાનતા વિકસશે અને તેનું પરિણામ રસ્તા પર પણ જોવા મળશે જ.

અન્ય દેશોમાં આપણે જઈએ છીએ ત્યારે ત્યાંની બે વસ્તુ આપણને પ્રથમ નજરે જ ઉડીને આંખે વળગે છે તે છે એક સ્વચ્છતા બીજી વાહનવ્યવહારના નિયમો પ્રત્યેની સભાનતા અને એના પાલનની ચુસ્તતા – આ બન્ને વસ્તુઓ કેવળ લોકજાગૃતિના માધ્યમથી જ વિકસિત કરી શકાય – નહીં કે દંડની રકમ વધારવાથી તે તો આ સમગ્ર વ્યવસ્થાનો એક નાનો એવો ભાગ હોઈ શકે. પરંતુ જ્યાં સુધી દેશનો સામાન્ય નાગરિક સ્વયં જાહેરમાં કચરો નાખતા અચકાશે નહીં કે ખોટું પાર્કિંગ એટલે કે અન્ય કોઈને અડચણરૂપ થાય તેવું પાર્કિંગ કરવાનું ટાળશે નહીં ત્યાં સુધી આ કેવળ વિવાદ અને ચર્ચાનો હિસ્સો જ રહેશે. ટ્રાફિકના નિયમોનું પાલન વાસ્તવમાં માર્ગ ઉપર દેખાશે નહીં પણ અખબારોમાં વંચાશે અને ટીવી ઉપર ચર્ચાશે. આમ આ સમગ્ર જવાબદારી અદા કરવાની ફરજ મારી તમારી સૌની હોઈ આપણે સૌ આનું ચુસ્ત રીતે પાલન કરીએ અને અન્ય નાગરીકોને પણ પાલન કરવા સમજાવી નવી પેઢીને એક સુંદર વારસો આપીએ અને જો ખરેખર આપણે આ કરી શકીશું તો વિશ્વ અને આપણી આવનારી પેઢીઓ આપણા પર ગર્વ લેશે એમાં કોઈ શંકા નથી.

– ચેતન. સી. ઠાકર, એ-૧૩, આલાપગ્રીન સિટી, રૈયા રોડ, રાજકોટ


Leave a Reply to mydiary311071Cancel reply

11 thoughts on “ટ્રાફિકના નવા નિયમો, વિવાદો અને તેના ઉકેલ

  • Ruchir Shah

    સ્વયં શિષ્ટ કોઈ પણ રીતે કોઈ ના પાર લાદી ના શકાય. આપણે કરીયે એમ આપણા છોકરા ઓ કરે. એ જ rite, આ ટ્રાફિક રૂલ્સ માં નેતા ઓ અને સરકારી અધિકારી ઓ આનું પાલન કરે તો જ સામાન્ય લોકો એને પાળે. આ કાયદા જાહેર જાણતા માટે સારો જ છે, એમની જ સલામતી માટે છે. પણ સરકાર તરફ થી ઘણું ખૂટે છે. થોડા ઉદાહરણ આપું: ૧) રસ્તા ની કફોડી હાલત ૨) સાંકડા રસ્તા ૩) પાર્કિંગ ની જગ્યા એ હેલ્મેટ ની સાચવવાની વાત ૪) પાર્કિંગ ની જગ્યા નો અભાવ. મારુ જાત નું જ ઉદાહરણ aapu, તો હું ભરૂચ માં રહું છું. ઝાડેશ્વર ચોકડી તરફ થી નીલકંઠ મહાદેવ મંદિર, એ તરફ ની શાળા ઓ માટે જવાનો રસ્તો નિયમ પ્રમાણે છે. પણ ત્યાં થી રીટર્ન મુસાફરી કરવા માટે અમારે ફરજીયાત ‘રોન્ગ સાઈડ’ આવ વું pade, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. આ ચોકડી પાર લોકો ફાવે એમ વાહનો ‘નો પાર્કિંગ એરિયા’ માં પાર્ક kare. હવે આ સ્થિતિ માં આપણે હેલ્મેટ પહેર્યું હોઈ તો પણ સલામતી કેટલી? વળી એમાં ઑટો રીક્ષા વાળા ગમે ત્યાં રીક્ષા ઉભી રાખે , દહેજ જતી લુક્સરી બસો એમની જગ્યા શોધે.

    લાઇસન્સ રિન્યૂ કરવા માટે એના પોતાના પ્રોબ્લેમ છે, જુના લાઇસન્સ માટે RTO’ બદલાઈ એ હાલત માં જુના રતો પાસે NOC’ લેવું pade, આ NOC’ ની રેક્યુએસ્ટ Online’ accept’ નથી થતી.

    આ uprant, PUC’ માટે વાત કરું તો , તમે કે હું તો વાહન અને બળતણ નો ઉપયોગ કરીયે છીએ. કોઈ વાહન પ્રદુષણ ફેલાવે, અને એ વાહન PUC’ લે તો શું પ્રદુષણ ઓછું થઇ જશે? જો વાહન પ્રદુષણ વધુ ફેલાવતું હોઈ તો ઓઇલ કંપની અને વાહન બનાવ વળી કંપની જવાબદાર છે, તમે અને હું નઈ (સિવાય કે આપણે જાતે ભેળસેળ કરીયે). અમેરિકા જેવા દેશ માં PUC’ નો કોઈ કાયદો જ નથી.

    મારા પોતાના mate, આવા ટ્રાફિક ના નિયમો ત્યારે જ સફળ થઇ જયારે સરકાર અને નાગરિકો બંને સાથે મળી ને એક team’ તરીકે કામ kare, સરકાર જરૂરી સુવિધા પુરી pade, નાગરિકો સ્વયં શિષ્ટ પાળે.

  • hdjkdave

    સ્વયંશિસ્ત કોઈપણ રીતે લાદી ન શકાય.
    કોઈપણ દંડથી તેને ધરાવવા માટે પ્રેરી ન શકાય.
    કદાચ અકસ્માતમેં મૃત્યુ કે અસમર્થ બની જવાય એ ભયે શિસ્ત જળવાય.
    પાડાને વાંકે પખાલીને ડામ. સહુને એક જ લાકડીએ હાંકવા પડે.
    જે. કૃષ્ણમૂર્તિ કહે છે::’ આપણી પાસે સુંદર ઘર છે પણ તેમાં કેમ રહેવું તે આપણે જાણતા નથી.’
    તે જ રીતે માણસ પાસે મન અને સમજણશક્તિ બંને છે, પણ આપણને તેનો સાચો ઉપયોગ
    કરતાં નથી આવડતું. ક્યારે આવડશે? આવડશે? આશાવાદી રહીએ.

  • KAMLESH KAMDAR

    ટ્રાફિક ના નિયમો વિદેશ મા જતા ભારતિયો સારિ રિતે પાળે છે. અહિયા આવિ ને ત્યા આવા નિયમો ને તેના પાલન નુ વિવરણ પણ કરે છે તો અહિયા સુ વાન્ધો છે ? કેટલાક નિયમો નિ માગણિ તો આપણેજ કરિ હતિ. કેટલિક અતિશયોક્તિ છે તેમા સુધારો થવો જરુરિ છે. ને નિયમો સરકારિ અધિકારિઓ મટે પણ જરુરિ છે જેમકે રખદતા ઢોર, ખાડા, આડા અવળા સ્પિડ બ્રેકરો, પ્લાનિંગ વગરના રસ્તાઓ, ક્યાય પણ રિપેરિંગ માટે ખોદાયેલા ખાડાઓ મહિનાઓ સુધિ એમને એમજ રહેછે વરસાદ મા ભરાતા પાણિઓ વિગેરે માટે જવાબદાર અધિકારિઓ ને પણ દંડ ભરાવડાવો.

  • Kanti Patel

    સરકારે અકસ્માતોી સંખ્યા ઘટે તેવા પગલાં ચોક્કસ લેવા જોઇએ પરંતુ શું RC બુક , વિમો, કે PUC ચેક કરવાથિ અકસ્માત ઘટવાનાછે ? કે પછિ ટ્રાફિકના નિયમો નો કડક અમલ કરવાથિ અસ્માત ઘટવાના છે.ખરે ખર તો ટ્રાફિકના નિયમોનું કડક પણે પાલન કરાવવું જોઇએ અને ભંગ કરનારને ખુબજ વધુ ડંડનિ જોગવાઇ કરિ તે વસુલવો જોઇએ.બાકિતો mParivahan નામનિ સરકારી એપ માં દરેક વાહનનિ બધિ માહિતિ ઉપલબ્દ છે જે જોઇ ને જેતે મેમો દરેકના ઘરે મોકલિશકાય છે.આમ ખોટા નાટકો બંધ કરિ ખરે ખર તો ટ્રાફિક નિયમનો કડક અમલ કરાવિ અકસ્માતો ઘટાડવા જોઇએ.

  • Mrigendra Antani

    Absolutely Right Chetanbhai, I congratulate you for showing courage to write about the important topic which is unnecessarily in discussions without positive actions in right directions. Let us navigate on our roads with consciousness and sensitivity to the traffic rules which are created for our safely and good life.
    Mrigendra.Antani
    Borivali.

  • તુલસીદાસ કરગથરા

    વિદેશોમાં પણ ખાસ કરીને ભારતીય લોકો વધારે દંડની માત્રા ને લીધે જ શિસ્તમાં રહી વાહનો ચલાવે છે. તેનું કારણ ભારતમાં જન્મયા હોવાથી સામાજીક સુરક્ષા નું કોઈ શિક્ષણ મળેલ નથી. ગળથુથીમાં જ નિયમભંગ અને શોર્ટ કટને હોશિયારી માં ખપાવેલ છે.

    તેથી ભારતનાં લોકોને માત્ર ઉચ્ચો દંડ જ ડરાવી શકે બાકી ઉપરથી ભગવાન પણ આવે તો તેને પણ ભગાડી શકે છે. વિદેશમાં ગયેલા લોકોની પછીની પેઢીને ત્યાનું સામાજિક શિક્ષણ મળ્યે પોતાની જાતે શિસ્તમય બનશે.

    • mydiary311071

      લેખ વાંચવા બદલ આપનો ખૂબ આભાર, આપણા ભારતીઓમાં જે સિવિક સેન્સ નો અભાવ છે તે ને લઈને જ આ બધી સમસ્યાઑ ઊભી થાય છે

  • smdave1940

    ચેતન ભાઈ તમારી વાત તદન સાચી છે.
    જોકે મેં મારા એક બ્લોગમાં સરકારે પણ ફરજ બજાવવી એ મતલબ નું લખ્યું છે. કારણ કે સરકારી માણસોની પ્રાથમિકતા ડાબે હાથની કમાણીને આંચ ન આવવવી જોઇએ એવી હોય છે.
    https://wordpress.com/post/treenetram.wordpress.com/4061

    • mydiary311071

      આપની વાત તદન સાચી છે દવે સાહેબ કે સરકાર તરફથી ઈમાનદારી પુરવકના પ્રયત્નો ખૂટે છે.