Daily Archives: December 19, 2014


મામેરું – ભારતી કટુઆ 13

લીલાએ બે વર્ષ પહેલાં ભરેલી મગની ટાંકી આડી કરી. છેક અંદર હાથ નાખી રેતી અને રાખમાં દાબેલા મગ પીપના મોં સુધી આણ્યા.ચાળણીમાંથી રેતી અને રાખ ચળાઈ ગયા પછી માંડ એકાદ કિલો જેટલા મગ વધ્યા હતા. રેતીમાંથી ઊડતી રાખથી આખા શરીરે ભભૂતી લગાવી હોય તેવું લાગતું હતું.

‘લે હવે તો મગેય ખૂટ્યા’ એવું વિચારતાં આકાશ સામે જોવાઇ ગયું. આંગણાંમાં દોડાદોડી કરતાં છોકરાને જોઇ તે મનોમન બોલવા લાગી, ‘આ બિચારાને ખબરેય નથી કે ઉપરવાળો સામું જોશે તો ઠીક, નહીતર રોટલા માટે દોડવું પડશે.’

લીલાએ સૂપડામાં મગ નાખ્યા એ વખતે જ ડેલીની સાંકળ ખખડી. ‘અત્યારે વળી કોણ આવ્યું.’ લીલાએ પગને વળગી પડેલા છોકરાને કાખમાં તેડ્યો અને…