સર્જનશીલ શિક્ષક, રાજેશ દલાલ – રાધિકા હર્ઝબર્ગર, આલોક માથુર, અનુ. હર્ષદ દવે 2
જેમનો વૈશ્વિક સ્તર પર મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર કરવામાં આવે છે તેવા જે. કૃષ્ણમૂર્તિએ રાજેશ દલાલને પોતાની સાથે રહેવા માટે આમંત્રિત કર્યા હતા. કારણ કે તેઓ સર્જનશીલ શિક્ષક હતા. રાજેશ દલાલ કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી હતા. તેઓ કાનપુર આઈઆઈટીના સ્નાતક હતા. પરંતુ પોતાની ઉજ્જવળ કારકિર્દીની તક તેમને વારાણસીની રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાતા અટકાવી શકી ન હતી. ૧૯૮૬માં કૃષ્ણમૂર્તિના દેહ વિલય બાદ તેમણે ચેન્નાઈમાં ‘વસંત વિહાર’ ને સ્ટડી સેન્ટર તરીકે વિકસાવવામાં સારો એવો ફાળો આપ્યો હતો અને કેએફઆઈની બધી શાળાઓ તથા અભ્યાસ કેન્દ્રો સાથે પણ તેઓ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે કૃષ્ણમૂર્તિના બોધને આત્મસાત કર્યો હતો. તેમણે ઘણા યુવાન લોકોને અને નવાગંતુકોને કૃષ્ણમૂર્તિના બોધને સમજવામાં ભરપૂર સહાય કરી હતી. કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન તરફથી પ્રકાશિત થતી પત્રિકા ‘અંતરમેળ’ નાં મે-ઓગસ્ટ અંકમાં તેમને આપવામાં આવેલી ભાવાંજલિનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત છે.