Daily Archives: May 27, 2013


અક્ષરનાદનો સાતમો જન્મદિવસ… 101

અક્ષરનાદ આજે ગુજરાતી વેબવિશ્વમાં છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ‘અધ્યારૂનું જગત’થી શરૂ થયેલી યાત્રા જે સુંદર અને સ્વચ્છ રીતે સતત આગળ ધપી રહી છે એ જોઈને સહજ સંતોષ અને આનંદ થાય એ સ્વભાવિક છે, તો સફરની પોતાની મોજ પણ આગળ વધવાનું સતત ઈજન આપતી રહે છે. આવા પ્રસંગો વાચકમિત્રો સાથે સંવાદનું માધ્યમ બની રહે એવા પ્રયત્ન કર્યા છે અને આજે પણ એવી જ રીતે અક્ષરનાદ વિશેની, અમારા વિશેની અને આ યાત્રા વિશેની કેટલીક વાતો આપની સાથે વહેંચવી છે, પણ એ પહેલા એક વેબસાઈટ તરીકે, રોજ સવારે પ્રેમપૂર્વક હાજરી નોંધાવીને, ઈ-મેલમાં મળતા નવી કૃતિઓના સંદેશા જોઈને તેને વધાવીને – પ્રતિભાવ આપીને, ફોન – ઈ-મેલ દ્વારા સ્નેહાળ ઉઘરાણી રૂપે પુસ્તકની કે લેખની માંગણી કરીને અને એમ દરેક વખતે ઉત્સાહ વધારીને આગળ વધવાની પ્રેરણા આપતા સર્વે વાચકમિત્રોને સાદર પ્રણામ.