ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે 8


૧. લાગણીનું લેસન

યુવાનીમાં પ્રવેશ, તે સાથે કોલેજના નવા વતાવરણમાં પણ પ્રવેશવાનું સુખદ આશ્ચર્ય છોકરા-છોકરી ભણે! નવો રોમાંચ. સર્વત્ર પ્રસન્નતા. હોસ્ટેલમાં મારી બાજુના રૂમમાં જે યુવતી આવી તે એટલી સુંદર હતી કે સહુ તેને જોવા લલચાય! તેનું વ્યક્તિત્વ બધાને આંજી દે તેવું. અમે પહેલી વાર મળ્યા, કોલેજના પગથિયા ચડતા હતા ત્યારે તેણે મારી સામે સ્મિત કર્યું, મેં પણ. તે પ્રથમ માળે આવેલા વર્ગો તરફ વળી, હું મારા વર્ગમાં બેઠો, વિચારતો હતો.

મેં તેને હોસ્ટેલના રૂમ તરફ પહેલી વાર આવતી જોઈ ત્યારે મને કલ્પના ન હતી કે તે મારી સાવ બાજુના રૂમમાં આવશે, પણ તે આવી તેથી મને બહુ સારું લાગ્યું. બહારથી મેં સ્વસ્થ રહેવાનો ડોળ ચાલુ રાખ્યો. મેં કહ્યું: “હું તમારી રાહ નથી જોઈ રહ્યો!” તેણે પણ મરોડમાં કટક્ષ કરતાં કહ્યું: ‘તું બાઘો છે, હું તો બાજુના જ રૂમમાં છું.

તેના ઉપર પડેલી મારી પહેલી છાપની અસર દૂર કરવા માટે ઘણો પ્રયત્ન કરવો પડ્યો. અને અમે એક બીજાને સ્વાભાવિકપણે મળવા લાગ્યા. પરિચય પરિણયમાં પલટાતો જતો હતો. છેવટે અમે ‘એક દૂજે કે લિયે’ હોઈએ એવું અનુભવવા લાગ્યા. મારા માટે આ અનુભવ નવો હતો. અમારા ઘણા ખરા વિષયો સમાન હતા, અમે બન્ને હકારાત્મક અને રમૂજી હતા અને સંગીતમાં પણ અમારી પસંદગી એક સરખી હતી.

પ્રેમમાં પડવાથી મારી અંદરની ઘણી લાગણીઓનો વિકાસ થતો ગયો. તેમાંથી મોટાભાગની લાગણીઓ હકારાત્મક હતી. પરંતુ કેટલીક નકારાત્મ્ક પણ હતી. જેનો મને બિલકુલ પરિચય નહોતો તેવી ઈર્ષ્યા જેવી પ્રબળ લાગણી ઓનો પણ મારી અંદર ઉદય થયો હતો!

વધુ અભ્યાસ અર્થે અમારે અલગ પડવું પડ્યું. ઈર્ષ્યાને કારણે મારે મારા એ પ્રથમ પ્રેમને ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે મેં તેને બીજી નકારાત્મક લાગણીથી જોયો. એ હતી ક્રોધની લાગણી! ગુસ્સામાં હું એવો અંધ બની ગયો કે મારી મધુર સ્મૃતિની તસ્વીરોના ટુકડે ટુકડા કરી એક કવરમાં ભરી તેને આપ્યા! તેના છેલ્લા શબ્દો પણ એ જે હતા જે તેણે તે મને પહેલીવાર મળી ત્યારે કહ્યા હતા: ‘તું બાઘો છે.’ આ વખતે તેની વાત મને સાચી લાગી. હું જ્યારે તેને છેલ્લીવાર મળ્યો ત્યારે મેં તેને જે શ્બ્દો કહ્યા હતા તેની સાથે જ હવે મારે શેષ જીવન ગાળવાનું હતું. મેં તેની આંખોમાં આંખો પોરવી, પ્રેમ વગરની દ્રષ્ટિએ તેને કહ્યું હતું:”તારા વિષે ફરીવાર હું કયારેય કાંઈ ન સાંભળું કે તને ભવિષ્યમાં મળવાનું નહીં બને તો મને તેની બિલકુલ પરવા નથી!” અનેહું તેની સામેથી જતો રહ્યો.

આમ તો અહીં જ વાત પૂરી થઈ જવી જોઈએ, પરંતુ એવું નથી. બીજો કોઈ યુવક ઈર્ષ્યાળુ બનીને આ વાતને સાવ સ્વાભાવિક બનાવી શકે તેમ જ નથી. આ બનાવ પછી મને લાગ્યું કે મને અક્ક્લ આવી છે. જે રીતે મેં તેની સાથે વર્તન કર્યું તેનો મને વસવસો થવા લાગ્યો. હું મારી ઈર્ષ્યા અને ક્રોધ જેવી નકારાત્મક લાગણીઓને સમજી ન શક્યો અને આવેશમાં મેઁ ન કરવા જેવું વર્તન તેની સાથે કર્યુ. મને પસ્તાવો થયો. મને થયું કે મારે માફી માગવી રહી અને મારે તેને તે પણ જણાવવું જોઈએ કે ખરેખર મારે તેવું કરવું નહોતું. મારે તેને કહેવું હતું કે તેની વાત સાચી હતી કે હું બાઘો હતો. તે મને જરૂર માફ કરી દેશે. મારે તો તેને એ પણ કહેવું હતું કે તેનું મારા જેીવનમાં ખાસ સ્થાન છે અને હુ ખરેખર હજુએ તેને એટલો જ અગાધ પ્રેમ કરું છું.

એટલે મેં હતી તેટલી હિંમત એકઠી કરી તેને ફોન કર્યો. કોઈ જવાબ ન મળ્યો. તપાસ કરતા થોડા દિવસ પછી મને જાણવા મળ્યું કે મારો પ્રેમ મૃત્યુ પામ્યો હતો! એટલે કે તેનું મૃત્યુ એક અકસ્માતમાં થયું હતું.તે જે કારમાં બેઠી હતી તેનો ડ્રાઈવર નશામાં ગાડી ચલાવતો હતો. તે એ જાણ્યા વગર જ જતી રહી કે હું મારા કૃત્ય બદલ પસ્તાઉ છું. આવી રીતે પાઠ ભણવો પડે તે મને કાયમ ખટકે છે. તે દિવસે હું બહુ મોંધો પાઠ શીખ્યો.

૨. ભાગ્ય અને તક

સાવ નાનકડી છોકરી સૌમ્યા. એક ગરીબ ગામમાં જન્મ. ગામ પણ કેવું? ઠંડુગાર અને એકલવાયું! તેમાં સૌમ્યા જેવી છોકરી માટે રહેવું વધારે કપરું. તે અનાથ હતી. શહેરમાંથી પસાર થઈને ત્યાં એક કાર આવી. તેણે બે વર્ષની સૌમ્યાને જોઈ. જોતાં જ ગમી ગઈ. અને સંતાન વગરની માતાએ તેને દત્તક લઈ લીધી.

અત્યારે સૌમ્યા બહુ આગળ આવી ગઈ છે. એટલી આગળ કે નિબંધની હરીફાઈમાં ૧૦,૦૦૦ સ્પર્ધકોમાં તેનું નામ મોખરે(પહેલું) હતું! રમકડાં બનાવનારી એક કંપની આ સ્પર્ધાની ‘સ્પોન્સર’ બની. અને તે સૌમ્યાને અને તેની મા સાથે કંપનીના ખર્ચે ફ્લોરિડા જવા મ્ળ્યું.

ત્યાં તેને તેનાં નિબંધમાંથી કંઈક વાંચી સંભળાવવા માટે કહેવામાં આવ્યું. તેણે જે વાચ્યું તેનો અંશ આ રહ્યોઃ

‘હું અનાથાલયમાં રહેતી હતી. તે શુષ્ક, ઠંડુ, ઉષ્માહીન અને એકાકી હતું. રાત્રે હું તારાથી ઝગમગતું આકાશ જોતી અને સવારે મને સારું લાગતું. મને ત્યાં ઊડીને પહોંચી જવાનું બહું મન થતું. ફ્લોરિડામાં આવવાથી મને મારું સ્વપ્ન સાકાર થશે તેમ લાગ્યું. મને થયું કે હવે હું આકાશમાં ઊડીને ઝગમગતા તારાઓ પાસે પહોંચી શકીશ. અને મેં અહીં મંગળ પર જતાં યાનને જોયું! કેનેડી સ્પેસ સેન્ટરમાં ‘માર્સ રોવર’ના ઉડ્ડયનનો એ પ્રસંગ હતો. ખરેખર આવી તક સહુને મળતી નથી. હું કેટલી ભાગ્યશાળી છું!”

કેલિફોર્નિયામાં રેડ્વુડસ તરીકે જાણીતા આ જંગલનાં વૃક્ષો ખરેખર જોવા જેવા હોય છે. જો કે મેં તે વૃક્ષો જોયાં નથી, ત્રણસો ફુટ ઊંચા વૃક્ષો! પણ આ વૃષોનાં મૂળ મજબૂત અને ઊંડાનથી હોતા એ એક વિચિત્રતા છે. જમીનમાંથી ભેજ અને પાણી શોષી શકે તેવાં મૂળ, કરોળિયાનાં જાળાંની જેમ જમીનમાં એંદર ફેલાયેલા હોય છે. ઝંઝવાતી ઝડપે ફૂકાતા વાયરા આ વૃક્ષોને જમીનદોસ્ત કરી દે એમ લાગે છે પણ એવું ભાગ્યે જ બને છે! કારણકે આ વૃક્ષો એકલાં નથી ઉગતાં, તે બધાં ઝૂમખાં અને ઝુંડમાં ઊગી નીકળે છે અને એકબીજામા પરોવાઈને એકમેકને વળગી રહે છે! પરસ્પર મળતો આ સાથ, સહકાર અને સહારો તેમને ગમે તેવા ઝંઝવાતો સમે ટકાવી રાખે છે.

આપણે એક જ પરિવાર તરીકે બધાં જ સાથે મળીને આ રીતે એકબીજાને સાથે સહકાર આપી ટકાવી રાખી શકીએ, ખરું ને? આપણાં સહુનાં જીવનમાં દુઃખો અને આપત્તિઓ આવે જ છે. પર્ંતુ જેમ પેલા વૃક્ષોને કોઈ ઝંઝવાત જમીનદોસ્ત નથી કરી શકતાં તેમ આપણે પણ એકબીજાની મુશ્કેલીના સમયે સહારો બની જઈને આપણો વિનાશ રોકી શકીએ. આપણે એ જાણીએ છીએ કે આપણી નજીક કોઈક ટેકો આપે એવું છે, આપણે સાવ એકલાં નથી; અને કોઈ આપણને સહારો આપવા તત્પર છે, જે આપણને પડતા અટકાવે છે અને આપણા જીવનને ચૈતન્ય, જોમ, ઉત્સાહ અને આનંદથી ભરપૂર ભરી દે છે?

પકૃતિનાં મિત્રો બનો. પ્રકૃતિને મિત્ર બનાવો.

જે. કૃષ્ણમૂર્તિ કહેતાં કેઃ ‘જાઓ વૃક્ષો સાથે મૈત્રી કરો.’

૩. નફામાં રૂમાલ

ધ્વનિ એટલે શબ્દ. શબ્દોથી વાક્ય બને. એ જ ભાષા છે. શબ્દશક્તિ બહુ જ બળવાન છે. તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. થુંક્યું ગળી ન શકાય તેમ એકવાર શબ્દો બોલાઈ જાય પછી તે પાછા ખેંચી શકાતા નથી. કોઈ એમ કહે કેઃ’હું મારા શબ્દો પાછા લઉં છું.’ પણ જે બોલાઈ ગયું તેનું શું? મન, મોતી અને કાચમાં સાંધો કે રેણ ન ટકે. કોઈને કાળજે કરવત ફરી વળે ત્યારે શબ્દો બોલી લીધા પછી પસ્તાવો કે પ્રાયશ્ચિત કોઈ અર્થ નથી. અફસોસ!

ભાષાનું એક આગવું સૌદર્ય પણ છે. યોગ્ય શબ્દ, કવિનો શબ્દ, શબ્દકોશનો શબ્દ, લેખિત સ્વરૂપે કે ધ્વનિ સ્વરૂપે આગવું સૌદર્ય, ભાવ, અર્થ, લાલિત્ય દર્શાવે છે. સમર્થ વ્યક્તિ સચોટ શબ્દોથી પ્રભાવશાળી વક્તવ્ય આપી લોકોના માનસ પર એવી અસર કરે છે કે તેમેનાં જીવનમાં પરિવર્તન આવી જાય! તલવાર કરતા શબ્દ વધુ ધારદાર બની શકે. તમારું શબ્દભંડોળ અને વ્યકરણ જેટલું સમૃદ્ધ હશે, એટલા તમે વધારે શક્તિશાળી બનશો. સ્વામી વિવેકાનંદના સર્વોત્તમ પ્રવચનો બહુ પ્રેરક છે. ગાંધીજીએ ભાષાની સરળતા પોતાની ભાષા દ્રારા સમજાવી. મિત્રો, અપશબ્દો બોલવા સહેલી બાબત છેપણ તેથી બોલનાર કે સાંભળનાર ને આનંદ નહીં પણ ગ્લાનિ થાય છે, દુઃખ પણ! પરંતુ વિચારીને, સમજીને જરૂર હોય તેટલા શબ્દો યોગ્ય સમયે બોલવાથી તે જાદુઈ અસર કરે છે. આપણા સંસ્કાર અને કેળવણીનો વિકાસ થયો હોય તો આપણી ભાષા સંસ્કારયુક્ત…સંસ્કૃત હોવી જોઈએ! મહાન માણસો વધારે વિનયી, વિનમ્ર અને ઉચિત ભાષા દ્રારા શબ્દો દ્રારા અભિવ્યક્તિ દર્શાવે છે. સંસ્કૃત સુભાષિત છેઃ’સત્યં વદ, પ્રિયં વદ.’ તે જ પ્રમાણે અર્થનો અનર્થ પણ ન થવો જોઈએ. ‘રૂમાલ જેવો શબ્દ પણ સારીએવી માહિતી આપી શકે. મારા એમ મિત્રે મને સમજાવ્યું હતુંઃ’રૂમાલ’ એ ગુજરાતી શબ્દ નથી.

મેં કહ્યું, ‘એ તો ગુજરાતી જ છે/’

તેણે કહ્યુ, ‘ એ ફારસી એટલે કે પર્શિયન ભાષાનો શબ્દ છે.’

મને પ્રશ્ન થયો, ‘તેનો અર્થ (એ ભાષામાં) શું અલગ છે?’

તેણે કહ્યુ, ‘ના, પરંતુ તેની વ્યુત્પતિ જાણવા જેવી છે.’

મેં ઉત્સુકતાથી પૂછ્યું, ‘તને ખબર છે?’

તેણે કહ્યુ, ‘હા તે (રૂમાલ) શબ્દ ફારસી ભાષાના બે શબ્દો પરથી બનેલો છે. તેમાં એક છે ‘રૂ’ અને બીજો છે ‘માલીદન’. રૂ એટલે ચહેરો (ફેઈસ) અને ‘માલીદન’ એટલે સાફ કરવું અથવા ઘસવું (ટુ ક્લીન / ટુ રબ)’

મેં કહ્યું, ‘હવે તો રૂમાલ શબ્દનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ ગયો.’

તેણે કહ્યુ, ‘તેથી જ તસ્તમ’ અને ‘તદભવ’ શબ્દો, વ્યુત્પતિ વ માં થોડો રસ લેવો જોઈએ. આથી તે રસપ્રદ તો બને જ છે તે ઉપરાંત તેથી આનંદ પણ મળે અને યાન બુદ્દિ વધે તે નફામાં!

મિત્રો… આ તો એક મિત્ર સાથે થયેલી વાતચીત છે. હકીકતમામ સંસ્કૃત,હિંદી,ગુજરાતી, અંગ્રજી ભાષામાં અઢળક આનંદઆપતા અગણિત શબ્દો છે!

હવે તમે રોફથી કોઈની સમક્ષ એમ કહેશો કે તમે ‘આબરૂ’, ‘રૂબાબ’, કે ‘રૂબરૂ’ જેવા શબ્દોની વ્યુત્પતિ જાણો છો તો તમારી કીર્તિમાં અવશ્ય વધારો થશે! (મિત્રો, આ વાક્ય પ્રયુક્ત ફારસી શબ્દોના ગિજરાતી અર્થો પણ સમાવિષ્ટ જ છે જ્…જરા ધ્યાનથી વાંચશો તો..!)

તપાસો ‘ગુજરાતી’ જોડણી સાચી કે ‘ગૂજરાતી’?

– હર્ષદ દવે

(‘પલ દો પલ’ માંથી સાભાર)

બિલિપત્ર

દુઃખરૂપી ધરતીકંપ સુખના કેટલાય ડુંગરા ઉપસાવે છે તથા આનંદની કેટલીય સરવાણીઓ પ્રગટાવે છે.
– માર્ટીન લ્યૂથર


Leave a Reply to Nitin VariaCancel reply

8 thoughts on “ત્રણ પ્રસંગકથાઓ… – હર્ષદ દવે

  • kalpesh

    ભાઈ આ ટુકી વાર્તાઓ ઘણું બધું કઈ જય છે.
    ભુબ સરસ બ્લોગ છે…

  • ashvin desai

    હર્શદ ભાઈના ત્રનેય પ્રસન્ગો રસપ્રદ ચ્હે .
    એમનિ શૈલિ સરલ , સોસરવિ અને ધારદાર ચ્હે , તેથિ એકિ
    બેથકે વાન્ચિ જવા માતે ભાવક્ને મજબુર કરે ચ્હે . ધન્યવાદ
    અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • Dipak Dholakia

    ત્રીજી વાર્તામાં મને ખાસ રસ પડ્યો. શબ્દોની વ્યુત્પત્તિ કેમ થઈ એ જાણવું એ મહેનત નથી, મઝા છે. આપને ફારસીના અનેક શબ્દો લીધા. ‘દેહલીઝ’ એટલે ઘર પાસેની જગ્યા. એમાંથી આપણે ડેલી બનાવી. પછી ગુજરાતી ભાષાની પ્રતિભાએ સ્વાયત્ત થઈને કામ કર્યું અને ડેલીમાંથી ડેલો પણ બન્યો!
    રવી અને ખરીફ કહીએ છીએ તે બન્ને શબ્દો અરબી છે.ખરીક એટલે કારતક્નો પાક અને રવીનો મૂળ શબ્દ છે ‘રબીઈ’ એટલે કે વસંત વિશેનું.

    અરે ‘મુરબ્બી’ કેવા આપણા પોતાના વડીલ લાગે છે…પણ એ અરબી છે. મુરબ્બો પસંદ હોય તો અરબીમાં પણ એજ સ્વાદ આવશે!

    જાહોજલાલી શબ્દ પણ મઝેદાર છે અને એમાં બે શબ્દો છે – જાહ- ઓ-જલાલ. અહીં ‘ઓ’ વપરાયો છે તે ‘અને’ના અર્થમાં છે. જાહ એટલે પ્રભાવ, આ સ્ત્રીલિંગનો ફારસી શબ્દ છે. અને જલાલ એટલે પ્રતાપ. આ પુંલ્લિંગનો અરબી શબ્દ છે. આ બન્નેને જોડીને આપણે એમાં ગુજરાતીનો ‘ઈ’ પ્રત્યય લગાડીને એને ગુજરાતીનો બનાવી દીધો.

    આ ખેલ તો કરવો જોઈએ. એ કામ નથી. કામથી થાક્યા હો ત્યારે મનને આરામ આપવાની પ્રવૃત્તિ છે.

    • Rajesh Vyas "JAM"

      તમારું ભાષા પ્રત્યેનું જ્ઞાન સાબિતી છે કે નાગરો જેટલી ભાષાશુદ્ધી અન્યોમાં નથી હોતી.

      • Dipak Dholakia

        ભાઈ રાજેશભાઈ,

        ભાઈ જિજ્ઞેશને વાંધો ન હોય તો આ મનગમતી અને બંધબેસતી પાઘડી પહેરી લેવાનું મને મન થાય છે.

        આમ છતાં, થોડું વિષયાંતર થવાનો ભય હોવા છતાં, વિચારવા કહીશ કે આવું કેમ કે અમુક જ્ઞાતિઓનું ભાષા પર પ્રભુત્વ રહે! અહીં બ્લૉગ પર લેખ મૂકનારા, મૂળ લેખક, પ્રતિભાવો આપનારા – સૌની અટકો જોઈએ તો સામાજિક અસંતુલન જેવું નથી લાગતું?

        માત્ર અધ્યારુઓ, દેસાઇઓ, વ્યાસો અને ધોળકિયાઓ જ કેમ દેખાય છે?

        આ ઐતિહાસિક સિદ્ધિનાં હકારાત્મક પાસાં તો છે જ, પણ નકારાત્મક પાસાં છે કે નહીં?

        એક બીજી વાત. આવા રસપ્રદ વિષય પર કૉમેન્ટ આપનારા આ પ્રકારની અટકવાળા *બીજાની વાત તો છોડો) પણ બહુ મોટી સંખ્યામાં નથી એ શું દેખાડે છે?