આઈ ઝંઝીરકી ઝનકાર, ખુદા ખૈર કરે… – જાંનિસાર અખ્તર, સ્વર : કબ્બાન મિર્ઝા 7
દિલ્હીના પહેલા અને એકમાત્ર સામ્રાજ્ઞી રઝિયા સુલતાન (1205-1240)ને તેમના જ એક ગુલામ જમલ-ઉદ્-દીન યાકૂત સાથે પ્રેમ હતો એમ માનવામાં આવે છે. રઝિયા સુલતાનના જ પાત્રને લઈને શ્રી કમાલ અમરોહીએ ૧૯૮૩માં હિન્દી ફિલ્મ બનાવી જેમાં ધર્મેન્દ્ર અને હેમાજી મુખ્ય ભૂમિકાઓમાં હતા. ફિલ્મ પ્રચલિત થઈ તેના બે ગીત માટે જેના શબ્દો આપ્યા હતા જાંનિસાર અખ્તરે, સંગીત આપ્યું ખય્યામે અને ગાયક હતા કબ્બાન મિર્ઝા. નિષ્ફળ અથવા અશક્ય પ્રેમની વાતને લઈને જે ગીત મને ખૂબ ગમે છે તેમાં આ સર્વપ્રથમ છે – અને એકમાત્ર છે. ગુલામના અવાજ માટે પસંદ કરાયેલ મિર્ઝા સાહેબના અવાજમાં એક અનોખી ચોખ્ખાઈ, એક ગજબની કશિશ છે, ભારોભાર દર્દ છે અને છતાંય તેમણે પ્રેમની ખુમારી સહેજભર પણ ઓછી થવા દીધી નથી. તેમનો અવાજ રહી રહીને મનમાં ગૂંજે છે. આજે પ્રસ્તુત છે આ જ ગીત… સાંભળીએ, અનુભવીએ, માણીએ.