Daily Archives: December 8, 2010


યુવાની એટલે… – મનોજ ખેની 5

યુવાન કોને કહેશો? યુવાન અને તરવરાટ અથવા યુવાન અને હદોને તોડીને સમગ્રમાં વ્યાપી જવાની આવડત એટલે યુવાની એવી જડ થઈ ગયેલી માન્યતા બધે વ્યાપેલી છે, પણ શું ફક્ત આ જ યુવાની છે? તો આપણી આસપાસ પચ્ચીસ વર્ષના વૃદ્ધો અને પંચોતેર વર્ષના યુવાનોને કઈ વ્યાખ્યામાં બાંધીશું? યુવાની વિશેનો અનોખો અને એક સરસ વિચાર પ્રસ્તુત લેખમાં સાદ્યાંત જોવા મળશે. સૂરતથી દર મહીને પ્રકાશિત થતા માસિક જીવનયાત્રીના એક અંકમાંથી આ તંત્રીલેખ લીધો છે, શ્રી મનોજ ખેની આ માસિકના માલિક, મુદ્રક પ્રકાશક અને તંત્રી છે. નવા વિષયો, ઉગતા લેખકો અને સૌથી વધુ એક સચોટ વિચાર સાથે ચાલતું આ માસિક એ વાતનો પુરાવો છે કે સાહિત્યમાં રૂઢીગત માસિકો – સામયિકોથી આગળ જઈને કાંઈક નવું કરવાની પ્રેરણા ધરાવતા લોકો હજી સમાજમાં બચ્યાં છે. જીવનયાત્રી સામયિકના સળંગ પચીસ અંક નવેમ્બર ૨૦૧૦માં પૂર્ણ થયાં છે એ નિમિતે મનોજભાઈને ખૂબ શુભેચ્છાઓ અને આ માસિક લોકોના જીવનને પ્રેરણા આપી શકે તેવા સદવિચારનો સતત ફેલાવો કરતું રહે, વિચારજ્યોતને પ્રગટાવતું રહે તેવી શુભેચ્છાઓ.