વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

1
સૌથી વધુ હાનીકારક આદત – ચિંતા સૌથી વધુ આનંદ – આપવાનો આનંદ સૌથી મોટી શક્તિ – યુવા શક્તિ સૌથી મોટી તકલીફ – ડર. સૌથી મોટી બીમારી – બહાના સૌથી મોટી પ્રેરણા – પ્રેમ સૌથી વધુ જરુરી – આશા સૌથી વધુ હાનીકારક હથીયાર – જીભ સૌથી મોટુ સ્વાગત – મુસ્કાન સૌથી શક્તિશાળી સંવાદ – પ્રાર્થના સૌથી વધુ મદદગાર – સાચો મિત્ર સૌથી સાચો સંબંધ – માતા

સૌથી વધુ…


આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું, ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ, સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું. આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું. સઘળી સગવડ સુરજની એને આપી છે, મે’માન બને જો અંધારું ગુજરાતી છું. અડકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું. વિશેષણોના વન છે તારી આગળ પાછળ, મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું. ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું !

ગુજરાતી છું . . . .


પ્રેમ એટલે કે . . . . પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કે, સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો, કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો પ્રેમ એટલે કે… -મુકુલ ચોક્સી

પ્રેમ એટલે કે . . .- મુકુલ ચોક્સી



મારી રચનાઓ…… [1] આંખોની ભાષા એક આંખ માં તારુ સપનું, બીજી આંખ માં આંસુ, આંસુ ના દરીયામાં, તારા સપનાં તાણી જાશું. એક આંખ માં સૂનૂં હૈયું, બીજી આંખ માં મેળો, સપ્તપદી ની કોરે કોરે, ફાડે ભવનો છેડો. એક આંખ માં ભવનો સાથ, બીજીમાં જાકારો, કાલે દીધેલા સાથના વચનો, આજના ઇનકારો એક આંખ માં મારું નામ, બીજીમાં બીજાનું, આખુંય જીવન એક આંખ માં…મારે કાં જીવવાનું. [2] કેવી રીતે ?… કેવી રીતે જીવું તારા વિના એ તું જ મને સમજાવ… ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ…. શ્વાસ મા તું, મન માં તું, ને હૈયામાં પણ તું…. તારા વિનાની ધડકનનો ધબકો તું જ મને સંભળાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, મારા પ્રેમની વાતો, શમણાંઓ ની રાતો ને એ હૈયાના હાલાતો, કેમ કરીને ભુસુ હૈયું, તું જ મને શીખડાવ… તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ… આજે ભલે તું ભુલી ગઇ છે, પ્રણયના એ રંગો આંખો માં આખોનું વસવું, સ્નેહ નીતરતા સંગો કેમ કરીને રોકું મનને, તું જ મનને ભરમાવ… તારા વિના મારા જીવતર ને, તું જ જીવી બતાવ… કેવી રીતે જીવુ તારા વિના એ તું જ મને સમજાવ… નહીં તો આખર અંત નો રસ્તો, પ્લીઝ મને પકડાવ…. – જીગ્નૅશ અધ્યારુ

મારી બે રચનાઓ – જીગ્નેશ અધ્યારૂ