દીકરા ! – જગદીપ ઉપાધ્યાય 13
નર્મદ સાહિત્યસભા સૂરત અંતર્ગત આયોજિત કેતન મુનશી વાર્તા સ્પર્ધા – ૨ સને ૨૦૦૯ – ૧૦ માં કુલ ૩૧૭ વાર્તાઓ આવી હતી. અહીં ગુજરાત, ગુજરાત બહાર અને વિદેશથી પણ વાર્તાકારોએ ઉમળકાથી ભાગ લીધો હતો. આ જ વાર્તાઓમાંથી શ્રી જગદીપ ઉપાધ્યાયની ‘દીકરા !’ આજે સાભાર અહીં પ્રસ્તુત કરી છે. ‘દીકરા !’ એક અનોખી આભા સર્જતી વાર્તા છે, વાર્તાની બાંધણી જેટલી ચોક્કસ છે એટલો જ વાર્તાપ્રવાહ સતત છે. વાર્તાના ઉઘાડ વખતે વાચકના મનમાં સર્જાયેલા દ્રશ્ય ચિત્રના અંત સુધી પહોંચતા ભૂક્કા થઈ જાય એવી સજ્જડ કારીગરી લેખકે કરી છે. વાર્તાનો અંત ફૂલગુલાબી નથી, પણ જિંદગીની વાર્તાઓમાં ખાધું, પીધું અને રાજ કર્યું જેવા સુખદ અંત દરેક વખતે હોતા નથી. કથાવસ્તુ સત્યની લગભગ અડીને ચાલે છે, અને વાંચકને તેના પ્રભાવમાં અંત સુધી જકડી રાખે છે.