સંપાદક પરિચય 152


Editorsપ્રતિભા અધ્યારૂ

જીવનમાં કેટલાક લોકોને પોતાના કામને ફરજિયાત મનગમતું કરવું પડે છે જ્યારે ઘણાને સામેથી મનગમતું કામ મળી રહે છે. પરંતુ આ બંને પ્રકારોનો સમન્વય દરેક ગૃહિણીના જીવનમાં તો રોજ થતો હોય છે ! રોજબરોજનું ઘરકામ ક્યારેક કંટાળાજનક લાગે તોય તેને ગમાડવું પડે છે; તો વળી, થોડો શોખ કેળવીએ તો મનગમતી પ્રવૃત્તિ પણ આપણી નજરની સામે જ ઊભેલી હોય છે ! ‘અક્ષરનાદ’ મારા માટે એવી જ મનગમતી પ્રવૃત્તિ છે. મને એમ લાગે છે કે આ પ્રવૃત્તિ માત્ર એક દિવસનો નહીં, પરંતુ જાણે અનેક જન્મોનો થાક ઉતારીને મનને આનંદથી તરબતર કરી મૂકે છે. એ ખરેખર અંતરના નાદ તરફ અક્ષરના માધ્યમથી દોરી જાય છે.

આ પ્રવૃત્તિનું મંગલાચરણ થયું કોમ્પ્યુટર પર ગુજરાતી લેખનની સુવિધા દ્વારા. એક દિવસ અનાયાસ એકાદ ફકરો ગુજરાતીમાં લખવાની, કહો કે ટાઇપ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એ અનુભવ એવો તો મનમાં વસી ગયો કે ધીમે ધીમે કોમ્પ્યુટરના માધ્યમ વડે ગુજરાતી લખવાનું ગમવા લાગ્યું. એ પછી બપોરે ઘરનું કામકાજ પરવારીને સરસ પુસ્તકો વાંચવાનું, લેખ શોધવાનું અને આંગળીઓને કી-બોર્ડ પર સરકાવવાનું રોજનું થઈ પડ્યું ! લગ્ન બાદ બંધ થયેલા લેખન-વાંચનની પ્રવૃત્તિના દ્વાર જાણે ફરીથી ખૂલી ગયા. મને ખૂબ આનંદ આવવા લાગ્યો. વિચારોની દુનિયામાં વિહરવાનો મોકો મળ્યો અને સંવેદનાનું સરોવર ફરીથી હિલોળા લેવા લાગ્યું.

હું માનું છું કે ગૃહિણીના જીવનમાં વાંચન-લેખનનું વિશેષ સ્થાન હોવું જોઈએ. તેણે પરિવારને સંભાળવાનો છે, સંતાનોને કેળવણી આપવાની છે અને સાથે અનેક સામાજિક જવાબદારીઓ નિભાવવાની હોય છે. જો તેના વિચારો અને ચિંતન વિશાળ નહીં હોય તો એ કેમ કરીને આ બધું સંભાળી શકશે ? વાંચન જીવનમાં નવા રંગો પૂરે છે. લેખનની પ્રવૃત્તિ આપણને લાગણી વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. એના વગરના જીવનની કલ્પના કેમ કરી શકાય ? સભ્ય સમાજ માટે વાંચન સમય પસાર કરવાની પ્રવૃત્તિ ભલે હોય, પણ હું માનું છું કે તે સ્વસ્થ જીવનની એક આવશ્યક જરૂરિયાત છે અને મારી એ જરૂરિયાત ‘અક્ષરનાદ’ના માધ્યમથી મને સતત પરમ સુખ આપતી રહે છે. તે ઘણા વ્યર્થ વિચારોનો ભાર ઓછો કરીને જીવનમાં હળવાશ લાવે છે. પ્રકૃતિની નિકટ લઈ જાય છે અને જીવનની તમામ ઘટનાઓને નવી નજરે જોવાની સ્ફૂર્તિ અને તાજગી બક્ષે છે.

‘અક્ષરનાદ’થી મારી અંદર પડેલા વાંચનના બીજને અંકુરિત થવાનો મોકો મળ્યો છે; જેનો તમામ શ્રેય હું મારા પતિને આપું છું. એમની લેખન, વાંચન અને પરિભ્રમણની પ્રવૃત્તિએ મારા અને અમારા પરિવારના સૌનું જીવન રસમય બનાવ્યું છે. એનાથી અમે દુનિયાની ભાગદોડ વચ્ચે પણ અલિપ્ત રહીને જીવનનો સાચો આનંદ માણી શક્યા છીએ. તેમની કલમે મેં કવિતાઓનો આસ્વાદ માણ્યો છે તો તેમની આંખે મેં પ્રકૃતિના આસ્વાદની અનુભૂતિ માણી છે. બાળસાહિત્યથી લઈને અધ્યાત્મ સુધીના વિવિધ વિષયો પર ‘અક્ષરનાદ’ને ખોળે બેસી અમને સહચિંતન કરવાનો મોકો મળ્યો છે. એનાથી વધારે ધન્યતા જીવનમાં બીજી કઈ હોઈ શકે ?

અમે બંને ઈચ્છીએ કે ‘અક્ષરનાદ’ના માધ્યમથી આપ સૌ અમારા આ આનંદમાં સહભાગી બનો અને અમારું આતિથ્ય સ્વીકારો. જીવનની જે મધુર ક્ષણો સાહિત્યના સાનિધ્યમાં અમે માણી છે તેને આપ સુધી પહોંચાડવામાં અમે નિમિત્ત બની શકીએ તો એના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? આશા રાખું છું કે આપની આ સાહિત્યિક સફર પરમ આનંદદાયક બની રહેશે. હંમેશની જેમ આપના સૂચનો અને પ્રતિભાવો સદા આવકાર્ય છે.

અસ્તુ.

પ્રતિભા અધ્યારૂ.

જીગ્નેશ અધ્યારૂ

સંસ્કૃતભાષામાં એક શબ્દ છે ‘કિલક’ – જેનો અર્થ થાય છે : ‘વ્યક્તિની ચેતનાનું એક અંતરતમ સૂક્ષ્મતત્વ જે કદી પણ બદલાતું નથી અને ક્યારેક તો આખા જીવનને તે સંચારિત કરતું હોય છે.’ મારા માટે લેખન, વાંચન અને ભ્રમણની પ્રવૃત્તિ આવા ‘કિલક’ સમાન છે. સામાજિક, આર્થિક અને વ્યાવસાયિક જવાબદારીઓના ગમે તેટલા ઢોળ ચઢે પણ આ ‘કિલક’ને તેની કોઈ અસર થતી નથી, બલ્કે જેમ જેમ બાહ્ય પ્રવાહોની તીવ્રતા વધે છે તેમ તેમ આ પ્રવૃત્તિઓનો સંગાથ વધારે ને વધારે રૂચિકર લાગે છે. ‘અક્ષરનાદ’ મારા માટે આ ત્રણેય પ્રવૃત્તિઓનું સંગમ સ્થાન ‘પ્રયાગ’ છે. તેને કેન્દ્રમાં રાખીને મારી અનુભૂતિના કેટલાક ‘અક્ષર’ આપની પાસે લઈને આવ્યો છું.

ત્રણેય પ્રવૃત્તિઓને જો મારે ક્રમમાં ગોઠવવી હોય તો પહેલો નંબર હું ‘પરિભ્રમણ’ને આપું. એને તમે મારું પ્રથમ ‘કિલક’ કહી શકો. ક્યારેક એવું બનતું હોય છે કે આપણી અંતરંગવૃત્તિઓને બહાર લાવવામાં આપણી આસપાસનું વાતાવરણ ભાગ ભજવી જાય છે. મને એ વાતાવરણ પૂરું પાડ્યું છે સૌરાષ્ટ્રના ‘કશ્મીર’ ગણાતા મહુવા ગામે. સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસે મને જમીન સાથે જોડ્યો છે, તો મહુવા પાસે આવેલા પિપાવાવ પોર્ટેની નોકરીએ મને દરિયાનું સાનિધ્ય પૂરું પાડ્યું છે. પાસે આવેલા ગીર વિશે તો મારે શું કહેવું ? ગીરનું ભ્રમણ એ મારો શોખ જ નહીં, સ્વભાવ બની ગયો છે. ગીરના અડાબીડ જંગલોમાંથી દેખાતા મધ્યરાત્રિના આકાશે જાણે પોતાની છાતી ચીરીને મને બ્રહ્માંડદર્શન કરાવ્યું છે. નેસમાં વસતા ભોળા માણસોની દુનિયા અને જગતથી અલિપ્ત એવા નાદાન બાળકોનું સ્મિત મને સતત એમની તરફ ખેંચતા રહે છે. હું હંમેશા ત્યાં દોડી જવા માટેની તક શોધતો હોઉં છું. કુદરતના ખોળે વહેતા ઝરણાં, શીતળ ધોધ, ચોમાસામાં ગિરે ઓઢેલી લીલી ચાદર, વહેલી સવારે સંભળાતો સિંહોના ડૂકવાનો અવાજ, ઝાડી પાછળ દેખાતી દિપડાની તગતગતી આંખો – આ બધું જાણે મને કોઈ અનોખી અગોચર દુનિયામાં મૂકી દે છે. ચાલુ ઑફિસમાં ગમે તેટલી વ્યસ્તતાની વચ્ચે કોઈ જો ‘ગીર’ શબ્દ બોલી દે તો એ ક્ષણ જાણે સમાધિમાં ફેરવાઈ જાય છે.

મારો બીજા ક્રમનો શોખ તે વાંચન. વાંચન વગરના જીવનની હું કલ્પના પણ કરી શક્તો નથી. તેમાંય ગીતો, કાવ્યો અને ગઝલોનું મને અદમ્ય આકર્ષણ રહ્યું છે. નવમા ધોરણમાં ‘મરીઝ’, બશીરભદ્ર અને મિર્ઝા ગાલિબ સાહેબને વાંચ્યા ત્યારે એ લય એટલો બધો સ્પર્શી ગયો કે કાવ્ય લખવાની શરૂઆત અજાણતા જ થઈ ગઈ ! જો કે શબ્દ અને લયમાં એ સમયે મનમેળ નહોતો પરંતુ એ ઘટનાએ જીવનની એક નવી બારી ખોલી આપી. એ પછીથી બાળસામાયિકોથી લઈને નવલકથાઓ સુધી વાંચન વિસ્તર્યું અને તેમાંથી લેખનના બીજ ધીમે ધીમે અંકુરિત થયા.

સ્વભાવે હું જીઓટેકનિકલ (સિવિલ) એન્જિનિયર છું એટલે લેખન મારા માટે ધરતીના પેટાળમાં ઊતરવા જેવી અંતર્મુખ પ્રવૃત્તિ છે. આ ‘કિલક’ બીજ રૂપે પાંગર્યું તો બાળપણમાં, પણ આજે તેની શાખાઓ ‘અક્ષરનાદ’ સુધી વિસ્તરી છે જેનો મને અત્યંત આનંદ છે. આખા દિવસની દોડધામ પછી રાત્રિની નિરવ શાંતિમાં કોઈક નાદ કાનોને ઘેરી વળે છે અને કલમ એ નાદને શબ્દસ્થ કરવા તત્પર બની જાય છે. રીડગુજરાતી પર પ્રકાશિત થયેલી મારી કૃતિઓએ આ નાદને બળ આપ્યું અને પરિણામે જાન્યુઆરી, 2008થી ઈન્ટરનેટના માધ્યમદ્વારા નિયમિતરૂપે કંઈક ને કંઈક લખવાનો સંયોગ બનતો રહ્યો. વાચકોએ મારી પ્રત્યેક કૃતિને વધાવી અને વખાણી જે મારી કલમ માટે અમૂલ્ય પ્રેરકબળ બની રહ્યું.

અગાઉ જણાવ્યું તેમ, આ ત્રણેય પ્રવૃત્તિઓ કેન્દ્રસ્થાને રહીને મારા સમગ્ર જીવનને સંચારિત કરી રહી હોય તેમ હું અનુભવું છું. એ મારા માટે ગમતાનો ગુલાલ કરવાની ઘટના છે. સર્જનાત્મક કાર્યમાં વીતાવેલો સમય એ મારી વ્હાલી દીકરી સાથે ગાળેલી આત્મીય ક્ષણો જેટલો જ કિંમતી છે તેમ હું માનું છું. અને તેથી જ ‘અક્ષરનાદ’ના માધ્યમ દ્વારા હું આપને આ મધુર ક્ષણોમાં સહભાગી થવાનું આમંત્રણ પાઠવું છું. આશા છે કે મારી જેમ આપની પણ આ શબ્દ-સફર આનંદદાયક બની રહેશે. પ્રત્યેક કૃતિ માટે આપના પ્રતિભાવો તેમજ સૂચનો સદા આવકાર્ય છે.

અસ્તુ.

જીગ્નેશ અધ્યારૂ.

Updated 15 July 2009


આપનો પ્રતિભાવ આપો....

152 thoughts on “સંપાદક પરિચય

  • જિતેન્દ્ર

    જીગ્નેશભાઈ આપશ્રી ને ખુબ ખુબ અભિનંદન.ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યેની આપની રુચિ અને સૂચિ માટે સતત પ્રગતિ કરતા રહો

  • P. P. Mankad

    Dear Shri Jigneshbhai,

    May I have your contact number as also address, please?

    Yours sincerely

    Priyavadan Prahladray Mankad,

    Camp, Rajkot.

  • Dr Induben Shah

    જીગ્નેશભાઇ , પ્રતિભાબેન,
    અક્ષરનાદ બ્લોગ પર ઘણી વાર ગયેલ છું આજે સંપાદક પરિચય પર નજર ગઇ, વાંચ્યો.
    આપ બન્નેના કાર્યને ખૂબ ખૂબ ધન્યવાદ, આપનું દાંપત્ય જીવન આવા ઉમદા કાર્યો કરે, અને ગુજરાતી ભાષાને જીવંત રાખે ,
    શુભેચ્છા સાથે
    ઇન્દુ શાહ,

  • Nikita

    Jigneshbhai & Pratibhaben,

    Khub khub aabhar tamaro, amara jeva vachvana shokhino mate avo vanchan thal pirasva mate.

    Akha divas na office na thak pachi ratre suta pela read gujarati na hoy to nindar nai avti. Avu lage che k literally obsession Thai gyu che.

    Stories n novels no nanpan thi khub shokh rahyo che. Tamara jetli lucky to nai k gamtu kam Kari shaku pan Tamara efforts mate real ma dhanyavad apva pade.

    School ma gujarati subject ni kavitao mukso to vadhu gamse.

    Thanks again,
    Nikita

  • KAUSHIK PRAJAPATI

    Dear Jignesh ji,
    Khub abhinandan tamane ane tamara prayoso ne.
    jani ne navai laagi k gujarati nu astitv internet jagat ma aa rite pan aagad awi rahyu 6e. sathe khub j aanad thayo aa jaani ne k gujarati lekhan sathe vaachak varg pan gano moto 6.
    ame tamari sathe 6ie.
    aagad vadharo safar ne…ane gujarati vachako ne prerana dayak 6.
    aa site vishe jaani ne me maaara mitro ne share kari 6e.
    emane pan gani pasand awi 6. ane protsahit thaya 6.
    astu.

  • Vichari

    હેલો, જિગ્નેશ ભૈ, બહુ જ સરસ સમ્પાદન કર્યુ હે તમે, એક સુજાવ હે, આઇ કે વિજલિવાલા ના સાહિત્ય સાઇત્ પર મુક્શો તોૂ ઘનુ જ સારુ.

  • rupal

    ખુબ જ સરસ જિગ્નેશ ભૈ આપ્ને હુ ખુબ ખુબ ધન્યવાદ આપઉ હુ.ગુજરાતિ સાહિત્ય ને અને સન્સ્ક્રુતિ ને જિવન્ત અને ધબક્તુ રાખવ માતે. કિપ ઇત ઉપ્..જિગ્નેશ્ ભઇ ને પ્રઆતિભા બેન બને ને શાબાશિ આપ્વિ ઘતે. નો વોર્દ્દ્સ તુ કોન્ગ્રેતુલેત તુ યુ બોથ્

  • yunus

    मेरा गुज.फोंट खराब होने कि वजह से हिन्दि मे लिखना पड रहा है,यदि आप को कभि बाय रोड लोंग टरावेल मे जाने कि इछा हुइ तो मुजे जरुर बता दिजियेगा,मे मेरा बायोडेटा फोटॉ के साथ शेर करुंगा.सर्विस के साथ बाय रोड ट्ररावेलिंग मेरि मेइन होबि है.

  • Mehul Sutariya

    આપના શુભ પ્રયત્નો થકી આજે અક્ષરનાદનો પરિવાર બહોળો બન્યો છે. મને યાદ નથી કે મેં અક્ષરનાદની વેબસાઈટની મુલાકાત કેટલા વર્ષો પહેલાં લીધી હશે પરંતુ એકવાર આ પરિવારનો ભેટો થઇ ગયા પછી તેનાથી અલિપ્ત રહેવું મુશ્કેલ છે. ખૂબ મજા આવે છે ગુજરાતી ભાષાની અવનવી કૃતિઓ અને રચનાઓ વાંચીને. આપના દ્વારા પોતાના અંગત નાણાના ઉપયોગથી આટલું સુંદર કાર્ય થઇ રહ્યું છે જે બદલ હું આપને અભિનંદન પાઠવું છું અને આપની આ પ્રવૃત્તિ દિન પ્રતિ દિન વધુ મહેકતી રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને યાચના કરું છું. આપ નવા લેખકોને એક મોકો આ સ્થાનથી આપો છો તે ખૂબ મોટી વાત છે. આપ આપનું આ નિસ્વાર્થ કાર્ય ચાલુ રાખશો તેવી આશા સાથે……..

  • PRATIK R PATHAK

    Dear sir,
    its a very beautiful experience to see your website.more n more “krutis” it will make me more encourage in my writing n reading activities.

  • ashish n parekh

    hi,
    thanks for such a wonderfull job done for GUJARATI
    I WANT TO HEAR ‘SAIBO RE GOVALIYO RE MAARO MITHDO RE GOVALIYO ‘ –In the voice of Aaditya Gadhvi or other singer
    Please see if u can help me hear it..

    sorry for a selfish approach
    thanks & regards…

  • Ketan Jhaveri

    Dear sir
    I observed that your website cannot be viewed by default browser of android mobiles.
    To makes your all website visible do the following (:

    1. Downlaod Lohit-Gujarati.ttf .wof and .eot files from
    https://github.com/svn2github/wikia/tree/master/extensions/WebFonts/fonts/Gujror from attachment to this mail.
    2. upload this file (Unzip after upload) to your website’s home directory where yous style.css file is present.
    3. Following should be written in your style.css file:@font-face {
    font-family: ‘Lohit Gujarati’;
    src: url(‘LohitGujarati.eot?#iefix’) format(’embedded-opentype’),
    url(‘LohitGujarati.woff’) format(‘woff’),
    url(‘LohitGujarati.ttf’) format(‘truetype’);
    font-weight: normal;
    font-style: normal;
    }
    * {
    font-family: ‘Lohit Gujarati’, ‘Shruti’, ‘Sans’;
    font-weight: normal;
    }

    —————————-
    I can help you to set this as done on my website http://jivanshaili.in. The above method is for website developer. If this is not possible than user can read Gujarati without fonts in their android mobile with the following:

    મોબાઇલ પર ગુજરાતી વાંચવા માટે બીજી સરળ રીત ફાયરફોક્સ વાપરવાની છે.
    પહેલાં તમારા સ્માર્ટફોનમાં ફાયરફોક્સ મોઝિલા બ્રાઉઝર ઇન્સ્ટોલ કરી લો.
    પછી તેને ઓપન કરશો ત્યારે તેના હોમપેજ પર એડ-ઓન્સઃ કસ્ટમાઇઝ ફાયરફોક્સ એવું એક ટેબ દેખાશે.
    તેને ક્લિક કરતાં એડ-ઓન્સ લાઇબ્રેરી ખૂલશે. તેમાં Gujarati Fonts Package સર્ચ કરો. અથવા https://addons.mozilla.org/en-US/firefox/addon/gujarati-fonts-package/ પર કલીક કરો
    પછી આ એડ-ઓન એક ક્લિકથી બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ કરી લો. હવે જ્યારે તમે ફાયરફોક્સમાં કોઈ પણ ગુજરાત સાઇટ ઓપન કરશો ત્યારે બ્રાઉઝર આ એડ-ઓનમાંના ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરી લેશે.

  • Alpesh kothiya

    Kharekhar akshar anand bloge ea vanchan taraf dhakelti kdi che jena thi sau koi ne nvi mahiti ke nva parsango mle rhe …

    Biju k science ne lagta article k koi nvin mahti apti websit gujarati hoi to jnavso…

  • devang vasavada

    Res.jigneshbhai..pratibhaben
    Mr devang vasavda rajkot.
    First eye breaking…my self based rajkot engage as investment con.
    I am regular reader of aksharnad.com
    Its all mighty lord inbuilt blessing that you both have same era of intrest
    You are doing nice one
    I have also found of read gujarati books
    Shri gunvant shah ..sureshji…ramesh parekh…my fev.
    Any way….you are doing yagna of ma saraswati…..
    Keep continue……..devang vasavada

  • pravinbhai

    નમસ્કાર
    આપની વેબસાઈટ ખુબ જ સુંદર છે.
    જો તમારી પાસે ગુજરાતી લેખક યોગેશ જોષીની નવલકથા જીવતર હોય તો મહેરબાની કરીને આપની વેબસાઈટ પર મુકશો. પ્રવિણ બી

  • Dr.Vasanti Trivedi. Dr.Dushyant Trivedi

    We are v…e…r…y v…e…r…y happy on first introduction,we will NOT give it up, today being first day of introduction
    9July20014

  • jacob davis

    ખુબ સરસ. છેલ્લા ચાર મહિનાથી આ સાઇટનો પરિચય થયો છે. અને સંતર્પક અનુભવ છે. સાહિત્યનો પ્રેમ ઇજનેર કે વૈજ્ઞાનિકને કયાંના કયાં ખેંચી જાય છે. તમને પણ, અને અમને પણ !!! જીવનના રંગ જોવા એજ તો સાર્થકતા છે જિન્દગીની, અન્યથા જિન્દગીના હેતુ કે મતલબમાં કયાં કશો દમ છે !

  • Upendraroy

    Sushri pratibhaben Ane Shri Jigneshbhai Na Amantrana Thi Temana Ananad Nu Athitya To Manyuoon Ane Maniye Chieye…..

    pan Have Amadavad Ma Amaru Pan Athitya Manava No Amane Saubhagya Aapo !!

    Dhanyavad !!……..Amadavad cell no. 9825705740

  • Mahesh Patel

    આપ્નુ અક્ષર નાદ વાચિને મનને ગનિ શાન્તિ મલિ.મારા રિતાયએદ જિવનમા ઘનુ
    જાનવાનુ મલિયુ. ગુજરાતિ લખ્વામા તકલિફ પદે ચે તો માફ કરજો

  • prakash patel

    વાંચવાનુ ભુલાઇ ગયેલુ, આપના થકી શરુ થયુ ખુબ ખુબ ધન્યવાદ.

  • J.S.Vanani

    Dear Jigneshbhai,
    I would like to thank my friend Shri Ashok N.Pandya that he introduced me your “aksharnaad” site. I am in U.S.A. at present for some period and I feel better while viewing this site.
    Thank you Jogneshbhai.
    J.S.Vanani

  • Hemal Vaishnav

    Your web site has become addiction for me, and also encouraged me to start writing. Staying in USA, I would have probably given up on Gujarati writing. Thanks to this web site my hobby has been rejuvenated.
    Thanks a lot to Adhyaru couple for such a wonderful work.

  • PUSHPA

    ame gruhinio, dhartino dhabkar chalo cho to game che tme chaho cho e pan game che, pan ‘use ane thro’ kro emani dharti (ma bharat) upar mane vishvash che, na kro prem to pan chalshe, na kro kimat to pan chalshe pan amara vagar ke ame tamara vagr hmesha adhuraj rhevana, mhenat safal kyre kahevay, jyre baneno sahakar hoy toj, baki guru pan ekla ane chela pan ekla, lakhan pan eklu na koi ene smje ke na koi eno aadar na kre to, jem avya ane anath ni jem gaya eno koi arth nthi

  • Bhupendra

    કેમ છો જિગ્નેશ ભાઇ,
    મે શ્રિમદ ભાગવત ગુજરાતી મા ડાઉનલોડ કરી છે. શુ આપણે એ પુસ્તક અક્ષરનાદ પર મુકી શકીએ, તો બીજા લોકો પણ ઉપયોગ મા લૈ શકે.

    ભુપેન્દ્રા જેસલપુરા

  • Krishna Hari Prabhu

    Country Country Rank Users % Pageviews %
    Other countries 5.20% 7.00%
    India 102,638 94.80% 93.00%
    Traffic History 90 Day Average
    Worldwide Rank 704,016 40,071
    Daily Visitors 492 -10%
    Daily Visitors Rank 666,035 67,270
    Daily Pageviews 750 -2%
    Daily Pageviews Rank 925,018 -23,739
    Pageviews Per User 2.30 +10%

  • Bhaskar Shukla

    હુ ગુજરાતનો અને ગુજરાત મારુ તે કદિ નથી મટવાનુ……………

  • ધરતીનો છેડો ઘર

    પ્રતિભાબહેન, મારી વાત પણ તમારા જેવી જ છે. હું ઇન્ટરનેટ પર ક્યારેક સર્ફ કરું અને ટાઇમ પાસ કરતી હતી, પણ એક વખત મારા પતિને ગુજરાતી ટાઇપ કરતા જોયા અને મને પણ રસ લાગ્યો. મારા પતિએ મને બ્લોગ બનાવી આપ્યો અને થોડી પ્રાથમિક સમજ આપી. હવે હું મારી રીતે બ્લોગીંગ કરું છું. અને મારી ફુરસદના સમયનો સદ્ઉપયોગ કરૂં છું. મારા બ્લોગની મુલાકાત જરૂર લેજો અને કોમેન્ટ કરજો.

  • ઠાકોર મહેશ આર

    ખરેખર ખુબજ સરસ વેબસાઈ છે જીગ્નેશભાઇ…………………………….આ માં વધારે પ્રેમ પત્રો મુકશો અને તમારો અંતિમ પ્રેમપત્ર મને ખુબજ ગમ્યો ………

  • jaydip

    જીગ્નેશભાઈ ખુબજ સુંદર વેબસાઈટ છે .
    ગુજરાતી માં વાચવા લાયક પુસ્તકો ના નામ જણાવશો .અને અગ્રેજી પુસ્તકો જે ગુજરાતી માં અનુવાદિત થયા હોય તેવા પુસ્તકો ના નામ પણ જણાવશો .

  • SIDDHARAJSINH UDAVAT

    MERE HAMANA GANA DIWASATHI MARA MAIL UPAR AKSHARNAAD NA MAIL BANDH THAI GAYA 6E.

    LAGBHAG 10 DIWAS THAI GAYA.

    SHU AA MAIL FARITH MARA MAIL UPAR CHALU THAI SHAKE CHE.

  • SIDDHARAJSINH UDAVAT

    મારો સવાલ એ છે કે હમણા ઘણા દિવસથી મારા મેઇલ ઉપર અક્ષરનાદનો મને કોઇ મેઇલ મલ્યો નથી.

    લગભગ ૧૦ દિવસ થઇ ગયા. શુ મારા મેઇલ ઉપર ફરીથી આ અક્ષરનાદના મેઇલ ચાલુ થઇ શકે છે.

    મારુ ઇ-મેઇલ ID : siddharajsinh15@yahoo.com

  • Maheshchandra Naik

    સ્રરસ મનગમતી પ્રવૃતિ માટેનો અનોખો પ્રયાસ, આપને બંનેને અભિનદન અને અનેક શુભ કામનાઓ, ઉજ્જ્વળ ભવિષ્ય માટે………………..

  • રાજુ પટેલ

    જીજ્ઞેશ ભાઈ અને પ્રતિભા જી ,
    તમે બન્ને અદભૂત અનન્ય અને અનોખી પ્રવૃત્તિ કરી રહ્યા છો. સ્વછતા અને સુઘડતા વિષે વખાણ લટકામાં…..વાહ…વાહ…વાહ…!!

  • nayna patel

    નમસ્તે જીગ્નેશભાઈ અને પ્રતિભાબહેન
    મારું નામ નયના પટેલ છે અને શારીરિક રીતે NRI છું-છેલ્લા ૪૪ વર્ષથી યુ.કે.માં રહું છું- પરંતુ માનસિક રીતે હજુ ય સંપૂર્ણપણે ભારતિય છું! સમય મળ્યે અક્ષરનાદ, રીડ ગુજરાતી વિગેરે વાંચતી રહું છું. ૧૯૮૩/૪માં યુ.કે.ના ગુજરાતી સાહિત્ય એકાદમીની વાર્તા હરીફાઈમાં ‘આરંભ કે અંત’ નામની મારી વાર્તાને ટૂંકી વાર્તા સ્પર્ધામાં બીજું ઈનામ મળ્યું ત્યારથી વાર્તા, નવલકથા લખવા માટે હૈયુ સળવળતું રહ્યું પરંતુ સાંસારિક જવાબદારીઓ વચ્ચે એ શક્ય ન બન્યુ અને હવે નિવૄત્તિમાં એ અધૂરી રહેલી લેખન યાત્રાનો આરંભ શરુ કર્યો-અહીંના ગુજરાત સમાચારમાં ધારાવાહિકરુપે મારી પહેલી નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ આપીને! ૪૨ પ્રકરણમાં વ્હેંચાયેલી આ નવલકથા યુ.કે.માં રહેતાં ગુજરાતી સમાજને પ્રતિબીંબિત કરતી નવલકથા છે જે હું અક્ષરનાદમાં આપવા માંગુ છું જેથી યુ.કે. બહાર રહેતાં ગુજરાતી સમાજ પણ એ પ્રતિબીંબ માણી શકે!
    એ નવલકથા જૂન મહિનામાં સમાપ્ત થઈ છે.
    આપના પ્રતિભાવની અપેક્ષા રહેશે!
    ‘અક્ષરનાદ’ને બ્રહ્માંડમાં ગૂંજતો કરવાનાં આપના ભગીરથ પ્રયત્નને કોટિ કોટિ વંદન.
    આપ દંપતિને નમસ્કાર
    નયના પટેલ

  • Dr.Bhupendra Ramanandi

    tamara banneno parichay karyo.shri kartan shrimati ni abhivyakti vadhare srai lagi.
    aa pravruti maate beune dhanyvaad.
    pragtina sikhar sar karo tevi subh-kamna.
    tamaro laabh malto rahe,ethi vishesh shun hoi shake?
    — Dr.Bhupendra Ramanandi,– Rajkot.

  • RONAK THUMAR

    સવપ્રથમ ખુબ ખુબ અભિન’દન બધા ગુજરાતિ વાચકો ને જિગ્નેશભાઇ પ્રતિભાબેન નો ખુબ ખુબ આભર કે જેને અવુ ઉમ્દા કાયે કય્રુ ગુજરાતિ સમાજ્ નો એક વર્ગ યુવા વર્ગ જે અજ્કલ પુસ્તકો થિ દુર જય્ને ટૅક્નોલિજિ તરફ વડીયો તે લોકો પન ગુજરાતિ સાહિત્ય ના વારસા થિ રુબરુ થાય એને જાડ્વે ને આગડ વધારે

  • utkantha

    પ્રિય મિત્રો,

    તમને મળીને ખૂબ આનંદ થયો. બધા જ શોખ મળતા આવે એવા મિત્રો હવે મળવા મુશ્કેલ છે. એટલે પરિચય વાંચીને વિશેષ આનંદ થયો. ખૂબ ખૂબ સફળતા મળતી રહે તેવી શુભકામના સાથે,
    સસ્નેહ,
    ઉત્કંઠા

  • Anjana Kamdar

    Apani lakho salam!

    Paramanada! Ghana vakhatthi thatu hatu ke, je rite balakone English mediumma muki rahya chhiye, Matrubhasha chhek j visarai jashe,
    anandashcharya ke avu adbhaut karya ek dampati dwara thai rahyu chhe! Have gujarati bhasha chiranjivi bani raheshe tevi param shraddhani rahat aaje anubhavi! Ghani j modi chhu abhinandan pathavava mate, mane atli modi khabar padi tenu pan dukh chhe. Ishvarne parathana ke mane pan koi aavi sarjanatmaktani tak male..

    Dhanyavad,

    Anjana

  • GHANSHYAMBHAI R. BUNHA

    ઇ થિન્ક, હુ ઘનોજ લેઈત. પન , ખુબ ખુબ ધન્યવઆદ.

  • Tejas Thaker

    Dear Jignesh
    How are you

    I am very happy to see this site and moreover after knowing that you created and provide a good platform for both readers and writers

    wishing you all the best

    T.P.Thaker

  • gunvant

    શ્રી જિગ્નેશભાઈ,
    સપ્રેમ સાદર નમસ્કાર.
    નવિન ઈ-પુસ્તકોની વાચનયાત્રા રોમાન્ચિત રહી.
    આપના ભગીરથ પ્રયત્નો થકી અમોને વાચન યોગ પ્રાપ્ત થયો.
    આભાર .
    હજી વધુ ઈ – પુસ્તકો ની આશા રાખીએ…..? ……
    કારણ ……………………………..આશા અમર છે.

  • ગુણવંત રાજ્યગુરુ

    શ્રીજિગ્નેશભાઈ, ગઇકાલે શ્રીતરુણમહેતા અમરેલી માં મળ્યા હતા. તેમણે તમારો અને અક્ષરનાદનો પરિચય કરાવ્યો. કાવ્ય, એકાંકી, લેખન વિ. મારા રસ અને પ્રવૃતિના વિષય છે. અક્ષરનાદની મુલાકાતથી ખુબજ આનંદિત થયો છુ. મળતા રહીશું, -ગુણવંતરાજ્યગુરુ

  • Vinodbhai M.Machhi

    પરમ આદરનીય પ્રતિભા અધ્યારૂ,જીજ્ઞેશભાઇ અધ્યારૂં તથા ગોપાલભાઇ પારેખ..

    સપેમ નમસ્કાર જ જયશ્રીકૃષ્‍ણ..!!

    છેલ્લા કેટલાક સમયથી અક્ષરનાદ.કોમ સાઇટ ઉપરના લેખો વાંચવાનું સૌભાગ્ય મળ્યું.આપના સુંદર પ્રયાસ બદલ અભિનંદન. આપશ્રીની આ વેબ સાઇટ ઉપર હું મારા સ;કલિત લેખો મોકલવા માગું છું તો આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી છે.

    આપનો નમ્ર,

    વિનોદભાઇ એમ.માછી

  • હિરેન જોશી

    શ્રી જિગ્નેશભાઈ અધ્યારૂ

    વાહ..ખૂબ જ સુંદર બ્લોગ છે તમારો.

    હું પણ મહુવાવાસી છું અને બ્લોગ જગતમાં પા-પા પગલીઓ માંડી રહ્યો છું.

  • chirag

    ખરેખર બહુજ સરસ કાર્ય કરી રહયા છો. ગુજરાતી કાવ્‍યો, નવલકથાઅો ડાઉનલોડ કરી શકાય તેવી મુકો તો અાનંદ થાય. ગંગાસતી ના ભજનો ખૂબ જ ગમ્‍યાં ખૂબ ખૂબ અભ‍િનંદન.

  • urvashi parekh

    આજેજ તમારા વીશે થોડુ જાણ્યુ,
    સારૂ લાગ્યુ,
    પ્રતીભાબેન, જિગ્નેશભાઈ,શ્રી ગોપાલભાઈ,
    ઘણુ સરસ કાર્ય કરી રહ્યા છો.
    અભીનન્દન.

  • La' Kant

    ThankYou SIRS & Madam ,
    I do get mail alerts thru ‘AKSHARNAAD’, i HAVE
    enjoyed many items and sent comments also,at times….Gujarati Literature ,especiallly ,
    Good POEMs do please me .Wish and greet you all three for devotednees towards such
    humane deed,WHICH DOES ADD SOMETHING OF “Value-able”……within me …it fills me ….
    with immense pleasure at times…-La’Kant
    —————————————
    Aa Lyo ‘Kaink’ PRASAADEE…..
    તું મારો આયનો છે,”પુષ્પા”,મારા ખુશીના વાનાં ક્યાં છે છાનાં ?
    એના ન હોય કરાર કોઈ ,દીધું, કર્યું, માણ્યું એ જ આનંદવાનાં !
    સદનસીબી છે,મારી કે તુજ સુધી પહોંચવા શબ્દો મળ્યા મઝાના,
    ઉજાળ્યો છે,સમૃદ્ધ કર્યો છે,મને,અનેક રીતે,’ઑ ’જાન-એ-જાના’,
    આ જે ચમક છે,મારા અનોખા વ્યક્તિત્વની,છે તારા જ કારનામા,
    ખુદને તપાવી,કથીરમાંથી સુવર્ણ-મુદ્રા ઉપસાવી,’જાન-એ-જાના’.
    જ્યારથી સંબંધાયો સંગ તુજ ,ભાળું સઘળે તું, તું ને તું જ ‘જાના’,
    તું આવીને વસી તો જો ,આ આહલાદક અજબગજબ માહોલમાં,
    “હું છુ માત્ર”નો એહસાસ કઇંક જીવંત થઈ ગયો,ક્ષણે ક્ષણમાં,
    છુટ્ટા છેડાનો અનંત વ્યાપ,પ્રસરતોરહ્યો,તો પમાયું ક્ષણમાત્રમાં.
    ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે! કેમ કરીને રોકું?”હું”કાર હાંવી છે,
    અસીમ અકળની અંતરે આરત જાગીછે!‘પરમ’નો પારસસ્પર્શ થયો છે!
    ‘ચેતન’ની સળવળ ભીતર અનહદ જાણીછે!અકળની કળતર મબલખ માણીછે.
    હું મારી મૂળ ઓળખને શોધતો,મારા હોવાને ફંફોસતો,
    ને,અટકળઅટકળરમતો,ને,ભાસને,આભાસને છંછેડતો,
    હકીકતના પડછાયે પસ્તાતો,પ્રકાશના પ્રદેશે પકડાતો,
    ભીતરની ભોંયમાંથી લીલી કોમલ કૂંપળ જેમ ફૂટતો,
    ને, ઓચિંતો ખુદને આચાનક જડતો! દિલથી મળતો!
    ***
    નીરવ શાંતિ છે! , હું ઊભો વચ્ચે અડગ,સૂરજ દેખાતો ડાબે, ને, ચાંદો જમણે સરસ!આકાશને શું?એને જોવાનું,હોવાનું સુખસમરસ।
    હું તો આંખો મીંચું ને ઘૂઘવતો દરિયો ભીતરમાં,આનંદ!
    ક્યારેક હું મ્હલતો,હિલ્લોળતોઆનંદ-સરવરમાં,આનંદ!
    મળે તેને જ માણી લેવું,એમાંજ મોજ ને મઝાછે,આનંદ!
    કરમના ક્રમનેજ અનુસરવાની નિયતિ છે,પરમ આનંદ!
    જેવો જેનો હો છંદ, તેવો પ્રાપ્ત એને નિજ ગુણ-આનંદ!
    કોઇની વાત હો કેવી!એને શું ફરીફરીને કે’વી,શું આનંદ?
    મળ્યાની મ્હાણ મધ જેવી,એને શું વેડફી દેવી?આનંદ?
    મૂળ શરત નિજ સંગ મુલાકાત,સ્વ સાથે વાતની આનંદ!
    “ક ઈઁ ક “

  • kalpana desai

    પલ્લવી મિસ્ત્રીનો આભાર તમારી ઓળખ કરાવવા બદલ,અને આવી અદભૂત
    સેવા બદલ તમને બન્નેને ખૂબ ખૂબ અભિનન્દન.

  • dhruv bhatt

    Dear Jignesh and Pratibhaa,
    Before I read this page I was not fully awere of your inner side. Now also I knew a littal.

    I pray that all your inner strength may lead you towrds altimate happyness

    Some how I missed you mail address or may be I had not saved it properly. Nighter I know much english nor computer operations.
    dhruv

  • Gaurangi Patel

    3 Cheers to u!!!
    Since I do not have ur mail ID, I am offering a proposal 2 u, HERE:)I am making a debut,non-commercial, short film with help of few close frnds & other voluntiers.I need a person 4 role of Gandhiji.Shooting, most probably on 13 Mar, in B’da.Rest of the casts are finalised.Would u consent to act voluntarily?:) Pre production work is over by 80%.U do have my no. or pl acquire it frm Paulin, ASAP, n reply:)

  • રૂપેન પટેલ

    પ્રતિભાબેન , જીગ્નેશભાઇ અને વડીલશ્રી ગોપાલભાઈ જેવા કર્મવીરોના અથાગ પ્રયત્નોથી ગુજરાતી ભાષાનો ફેલાવો દેશ વિદેશમાં શક્ય બની શક્યો છે . આવા મિત્રોના પ્રયત્નોથી જ ગુજરાતી ભાષાને આગવું સ્થાન મળ્યું છે અને તેના માટે ગુજરાતી ભાષાના તમામ વાચકોને ગર્વ થવો જોઈએ કે આવા ગુજરાતી કર્મવીરો આપણને મળ્યા .

  • Daxesh Contractor

    ખુબ સુંદર પરિચય. યોગસાધનાના ગ્રંથોમાં જુદા જુદા નાદ વિશે સવિસ્તાર માહિતી જોવા છે. નાદ એટલે એક પ્રકારનો ધ્વનિ કે જેના પર પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી યોગી સમાધિની દશામાં જવા પ્રયત્ન કરે. નાદાનુસંધાન સ્વતંત્ર રીતે એક સાધના છે. તમારા કિસ્સામાં તમને સૌને અક્ષરનો નાદ સંભળાયો અને સંભળાઈ રહ્યો છે અને એના પર ધ્યાન કેન્દ્રિત કરી સ્વ ની સાથે સમાજને પણ સાહિત્યના ઉંડાણમાં લઈ જવા પ્રયાસ થઈ રહ્યો છે તે ખુબ આનંદની વાત છે. તમારી વેબસાઈટ ઘણા વખતથી જોતો આવ્યો છું. આજે ગોપાલભાઈના નામનો ઉમેરો થયો એ માહિતી વાંચતા આ લખવાનું મન થયું. તમારી અક્ષર સાધના અવિરત જારી રહે તથા તમને અને તમારા વાચકોને આંતરિક વૈભવ અને સ્વ-આનંદ ભરપૂર મળે એવી શુભેચ્છાઓ …

  • PRAFUL V SHAH, NY.USA

    SHRI JIGNESHBHAI AND PRATIBHABEN,
    SINCE I AM RECEIVING YOUR , AKHSHARNAD, I DONT SLEEP BEFORE READING IT. MANY THANKS AND CONGRTULATION TO COUPLE AND NOW TRIPUTI AFTER JOINING WITH YOU SHRI GOPALBHAI. YOU ARE DEDICATED TO MAKE GUJARTI AVAILABLE WORLD WIDE ON WEB IS A GREAT JOB. VANCHE GUJARAT-LAKHE GUJARAT BHAGWAD GO- MANDLE AND RATIBHAI CHANDERIA AND HIS TEAM ALL ARE DOING WELL. RATIBHAI INSPIRED ME BY WRITING WE ARE OF THE SAME AGE, YOU CONTINUE AND YOU WILL…THAT THE SPIRIT AND AT AGE I AM TRYING TO LEARN COMPUTER, KEEP WORKING -JOB AND DIGITAL PHOTO AND VIDEIO AS HOBBY BESIDE READING MANY HOURS EVAN AT NIGHT, IT HELP ME TO BE HEALTHY AND HAPPY. AT AGE 88 pLEASURE OF GUJARATI MOTHER LANGAUGE. I JUST BROUGHT FROM INDIA MEGDOOT OF KALIDAS IN SAME SHLOKI GUJARATI AND KALAPI TOTAL SIX CDS IN TWO SET..REALLY WE ENJOY IN HARSH WINTER IN NY,USA. YOU ALL MAKE OUR LIFE ENJOYABLE THANKS, SORRY IT IS STILL HARD TO WRITE(TYPE) IN GUJARATI IN MY MOTHER LANGAUGE , I HAVE TO SEARCH FOR PROPER WORDS IN ENGLISH AS YOU KNOW I SPENT 75 YEARS IN GUJARAT AT PETLAD BARODA STATE, NOW DIST ANAND, GUJARAT THANK YOU AGAIN I WANT TO WRITE THANKS, ON MANY YOUR GOOD WORK, BUT SORRY HARD TO EXPRESS IN ENGLISH AND NOT IN GUJARATI AS NOT CONVERSANT INGUJARATI TYPING. ANY WAY I VALUE YOUR HARD WORK…KEEP UP GOD BLESS YOU,WE ARE ALSO MAKING GAMTA NO GULAL WITH OUR SENIOR FRIENDS HERE.

  • mansoor n nathani

    OHH!!! JIGNESHBHAI HU APNA VISHE JANVA MANGTO HATO ANE APNE REQUEST PAN KARI HATI PARANTU HU SAMPADAK VISHE VANCHELU NAHI. AJE MOKO MALYO TO NAJAR FERVI TO MARI ICHHA PURNA THAI. KHAREKHAR APANI ANE PRATIBHABENNI CHHABI DIMAGMA UBHARI AND TAMARI BANNENI JE SUMELATA ANE SAMANVAYA CHHE TE TO JANE GANGA JAMNA NO HOY EVU LAGYU. YOU ARE COMPLETELY MADE OF EACH OTHER COUPLE!!!!!! GOD BLESS YOU!!!!

  • Ramesh Patel

    ઉમદા વિચાર વૈભવથી મહેકતા બ્લોગની
    વિગત..’કવિલોક પર મળી અને આનંદ થયો.
    ખૂબ ખૂબ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    સુભટો….રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  • Deepak

    તમારી આ સાઇટ જોઇને ખુબ જ આનંદ થયો, પણ વધુ નવાઇ પણ એ વાતની લાગી કે આટલા નજીક રહેતા હોવા છતાં અને પરિચીત હોવા છતાયે તમારો આ પરિચય ઘણા વર્ષો પછી થયો..!! આ પણ એટલી જ આઘાતજનક આશ્ચર્ય ની વાત છે…!!!!
    – દિપક વી.જોષી
    ઉમા ફલેટ,
    મહુવા

  • rupen

    આપની વેબસાઈટ ને ગુજરાતી બ્લોગપીડિયા-ગુજરાતી બ્લોગ એગ્રીગેટર સાથે સામેલ કરાઇ છે.આપ મુલાકાત લેશો.આભાર .લીંક http://rupen007.feedcluster.com/

  • Rajendra M. Trivedi,M.D.

    પ્રિય પ્રતિભા અને જીગ્નેશ અધ્યારૂ,

    તમે બન્ને સાથે મળીને આ કાર્ય શરુ કર્યુ ખૂબ ખૂબ અભિનંદન.

    ઑમ સહના વવતુ, સહનૌ ભુનૌતુ, સહવિર્યમ કરવા વહૈ, સાર્થક કરો.

    પછી તેજસ્વીનામા અધીકમ અસ્તુ, માવિદ વિશાવહૈ ઓઉમ શાન્તિ શાન્તિ શાન્તિ જ જીવનમા અનુભવાશે.

    રાજેન્દ્ર ત્રિવેદી

  • Mahesh Makvana

    ખુબજ સરસ જીગ્નેશભાઇ…
    આપણી સ્વાભાવિક શકિત સર્જન તરફ વળે છે ત્યારે તે શરીર અને મન, બન્નેને શુદ્ધ પણ કરે છે. શુદ્ધતા આઘ્યાત્મનું આવશ્યક તત્ત્વ છે. માનવી સર્જન તરફ વળે ત્યારે જ તેને શાંતિ મળે છે.

  • Hiral Vyas "Vasantiful"

    સુંદર બ્લોગ અને એથી વિશેષ સદ્ભાગી પતિ-પત્ની. એકબીજાને ગમતા શોખ પરસ્પર લાગણીથી જોડાવામાં મદદ રુપ થાય છે.

    સતત લખતા અને પીરસતા રહો તેવી અંતરની શુભેચ્છાઓ.

  • P U Thakkar

    ઇન્ટરનેટ અને ગુજરાતી લખવાની સગવડ તો બધેય છે. પણ દંપતિ એક બીજાની પ્રવૃત્તિમાં રસ લે તે એક બીજાના સાચા અને પરમ મિત્રો છે. કેટલાક મિત્રો સાથે જે બાબત share કરી શકતા હોય તે બાબત પત્ની સાથે share કરવાનો વિચાર પણ નથી કરી શકતા અને મિત્રો સાથે વધુ સમય ગાળે. ત્યારે પત્ની તો રસોઇ અને ઘરકામ કરનાર એક સેવિકા બની જાય. અને દિવ્ય અને પવિત્ર મિત્રતાનો સંબંધ દંપતિ ગુમાવી દે. આવુ બનતું ઘણુ જોવામાં આવે છે.

    અક્ષરનાદ માટે આપ દંપતિ દ્વારા લેવાતો આ શ્રમ ઘણાં માટે પ્રેરણાદાયી છે.

    અક્ષરનાદના શ્રી અને શ્રીમતી જીગ્નેશઅધ્યારૂને ખૂબ ખૂબ અભિનંદન.

  • Pinki

    You add calendar on your site
    I want to prepare, but due to hand injury ( 5 mon. & still )
    I couln’t do it, I can add some and if you want to share, you can !!

  • Lata Hirani

    તમારા બંને વિશે વાંચીને ખુબ આનંદ થયો.. ઇશ્વરે કેવી મજાની જોડી રચી છે..

    લતા હિરાણી

  • chetu

    ખરેખર જ્યારે પતિ- પત્નિ બન્ને સમાન વિષયોમા રસ ધરાવતા હોય ત્યારે એ વિષય પરના કાર્યો સરળતાથી સંપન્ન થાય છે.. આપ બન્ને ને હાર્દિક અભિનંદન ..!

  • satish

    kub maja padi a rite gujrati ma vadhu mahiti apsho shixsan mate guj vebsite moklsho maru nam satish trivedi deo Office-bhavnagar mb.9427181881

  • MANHAR M.MODY ('મન' પાલનપુરી )

    પતિ-પત્નિ બંનેના રસના વિષયો એક સમાન હોય અને બંને જણ મળીને આવું સુંદર કાર્ય કરતા હોય એ ખરેખર ખુબ જ વિરલ ઘટના છે. અક્ષરનાદની મુલાકાતથી આંતરિક આનંદ પ્રાપ્ત થયો. આપ બંને ખુબ ખુબ અભિનંદનના અધિકારી છો.
    –‘મન’ પાલનપુરી

  • Arvind Patel [NJ,USA]

    Dear Bhai shree Jignesh And PratibhaJii,
    I don’t know how to discribe the joy in me today. After reading your blog for a moment my early years come back alive! Me happened to be a civil Eng.by profesion and worked for irrigarion projects in Guj Govt.in 1963 and on words till you could brand me as NRI! Here I miss my identity but feel home going after your contect. You both have nice mind and heart to preserve joy in life! For a long time I could not make to come there, but if I may I’m sure to meet you and say thank you personaly. I’m saying that because i was read Hindi blog of ranu bhatiya, she is a fan of Amrita Pritam panjabi writer and well known name in Hindi Lit. And I loved to read her when I was in colledge.
    Ranju and her Hubby has similar personal life story like yours! And I thought I got Ranju in Pratibhben’s forms in my guju!
    Thanks and HAPPY NAVRAATRI Jignesh & pratibha and your family
    Arvind Patel
    Parsippany,NJ usa

    Note : One of my retired Engineer friend who lives in Ahmedabad sent me, your link and I have opprtunity to be your friend.I was living in Baroda

  • jjugalkishor

    અધ્વર્યુ – અધ્યારુ મૂળ તો શિક્ષક. યજુર્વેદ જાણનાર, યજ્ઞ કરાવનાર પણ કહેવાય. તમે બન્નેએ આ કાર્ય યજ્ઞરુપે હાથ ધર્યું તે લેખે છે. અધ્યારુનો એક અર્થ આમંત્રણ દેનાર એવોય છે.

    સાથે મળીને આ કાર્ય કરતાં દંપતી બ્લોગ ઉપર કદાચ તમે જ છો. ખૂબ ખૂબ અભિનંદન.

    ગઈ કાલે શ્રી ગોપાલભાઈ સાથે ફોન પર લંબાણ વાતો થઈ. જીગ્તનેશભાઈનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. મને બહુ આનંદ છે.

  • અલકેશ પટેલ

    તમારી આ વેબસાઈટ કેટલા દિવસથી સક્રિય હશે તેની તો મને ખબર નથી પરંતુ હજુ બે દિવસ પહેલા જ મારા ધ્યાનમાં આવી. વિષય વૈવિધ્ય જોઈ ખૂબ આનંદ થયો. વાસ્તવમાં ગાંધીની કાવડ શીર્ષક વાંચ્યું ત્યારે જ તમારી વેબસાઈટમાં પ્રવેશવાનું થયું, કેમકે આ નવલકથા મેં છેક 1994-95ના અરસામાં વાંચી હતી અને ત્યારબાદ તેના ઉપર પ્રતિબંધ મૂકાઈ ગયો હતો એવું કંઈક મને યાદ આવે છે. જોકે એ પછી થોડા વર્ષ પહેલા રાજકોટ જવાનું થયું ત્યારે પ્રવીણ પ્રકાશનમાંથી ગાંધીની કાવડ મળી ગયું અને મેં ખરીદી લીધું હતું. એની વે હવે મને લાગે છે કે દરરોજ મારે અક્ષરનાદની મુલાકાત લેવી જ પડશે.
    અલકેશ.

  • Hiten Bhatt

    jigneshbhai-pratibhaben
    abhinandan ane khub khub shubhechchhao…..tame banne khub nasibdar chho ke tamari gamti pravrutio koi avrodh vina kari shako chho……..

  • jaysukh talavia

    જિગ્નેશભાઈ,
    વાન્ચન-મનન, આપે સરસ જિવન.
    પરન્તુ સાતત્ય જળવાતુ નથિ

  • Shetal

    Dear Mr. Jignesh,

    many compliments for giving us such a beautiful site. Let me first introduce myself. I am Shetal R Bhatt, Male, 35 from Vadodara, working in a pharma company. I specifically mentioned my gender ‘male’ as I dont want you to missunderstand me as a lady as my name sounds like.
    Literature, is one of my interest since my childhood. Because of time constraint I cant operate with my own blog or website. But surely spend some time to go thru such nice sites. I just want to ask you one thing that can I contribute my photographs for your blog? As I am having collection of some clicks which may not be able to stand with professional photographer but definitely shows serious hobby. Your reply is awaited. You may contact me on mobile.

    Thanks and regards.