વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

2
'બહુમુખી પ્રતિભા ધરાવતા સૌમ્ય પ્રકૃતિના અલગારી જીવ એવા સ્વ. શિવકુમાર ભાઈએ પત્રકારત્વ ઉપરાંત લોકસાહિત્ય, નાટ્ય, ટૂંકી વાર્તા, તેમન ફિલ્મનિર્માણ ક્ષેત્રે પણ મહત્વનું કામ કર્યું છે.' ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દો જે પુસ્તકના ચોથા પાને છે એ અનોખું સ્મૃતિગ્રંથ સમું પુસ્તક 'અહીંથી ગયા એ રણ તરફ..' - એક મલંગ શિવ આચાર્યનાં મરશિયાં' જે શ્રી મીનાક્ષીબેન અને અશ્વિનભાઈ ચંદારાણાની બેલડી દ્વારા સંપાદિત થયેલું છે તેનો પ્રસ્તાવનાસમ શ્રી અશ્વિનભાઈનો આ લેખ પુસ્તક વિશેની અનેક બાબતો ઉઘાડી આપે છે. અક્ષરનાદને પુસ્તક ભેટ કરવા બદલ તેમનો આભાર.

ફીનિક્સ (સ્વ. શિવકુમાર આચાર્ય વિશે) – અશ્વિન ચંદારાણા


6
કવિમિત્ર જિતેન્દ્ર પ્રજાપતિના ઘરે થોડા દિવસ પહેલા લક્ષ્મીજીનું આગમન થયું છે. એ નાનકડી ઢીંગલીને લઈને કવિહ્રદયમાં જાગેલા સંવેદનો આ બાળગીતોમાં અભિવ્યક્ત થયાં છે. સદાય ગઝલો સાથે વ્યસ્ત રહેતા એક કવિને તેમની દીકરીએ આ ગીતો લખવા પ્રેર્યા છે એ વાત કેટલી આહ્લાદક છે! જિતેન્દ્રભાઈને વધાઈ સાથે આ ગીતોનું પણ સ્વાગત. અક્ષરનાદને આ ગીત પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.

ત્રણ બાળગીતો – જીતેન્દ્ર પ્રજાપતિ


16
કેટલીક વાર્તાઓ સમગ્ર ચિત્તતંત્રને હચમચાવી મૂકે એવી રચાઈ હોય છે, સર્જકની કલમે જ્યારે જીવનને નજીકથી નિરખવામાં આવે ત્યારે માનવજીવનના અનેક વણઓળખ્યા વિશેષો ઝબકી જતાં હોય છે. શ્રી જૉસેફ મૅકવાનની 'મરઘો' આવી જ એક અનોખી વાર્તા છે. પોતાની માતા અને સાવકા બાપ વચ્ચે ગૂંચવાયેલા એ કિશોર બાળકનો મનોપ્રકોપ ઉભરી શક્તો નથી અને સહન પણ થઈ શક્તો નથી એવા સંજોગોની વાત સાથેની અને ધારદાર અંત સાથેની વાર્તા વાચકના મનોવિશ્વમાં વિચારની અનોખી ચિનગારી પ્રગટાવી જાય છે. પ્રસ્તુત લેખ 'શબ્દસૃષ્ટિ' દીપોત્સવી ગદ્યવિશેષાક, ઑક્ટોબર-નવેમ્બર ૨૦૦૮માંથી સાભાર લેવામાં આવ્યો છે.

મરઘો (વાર્તા) – જૉસેફ મૅકવાન



2
મોરગાવના ગણેશપીઠની યાત્રા બાદ અમે બીજી મુલાકાત મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં, કર્જત તાલુકામાં ભીમાનદીને તીરે આવેલ સિધ્ધટેક ગામે શ્રી સિધ્ધીવિનાયકજીનું પ્રાચીન મંદિરની લીધી. સિધ્ધીવિનાયક નામ બોલતાં જ આપણને મુંબઈમાં વસેલા સિધ્ધીવિનાયકની યાદ આવી જાય છે. પરંતુ મુંબઈનાં આ સિધ્ધિવિનાયક તે સિધ્ધટેકનાં જ વિનાયકનું એક સ્વરૂપ છે જે માનવસર્જિત છે. જ્યારે સિધ્ધટેકના સિધ્ધી વિનાયક એ સ્વયંભૂ છે. દ્વાપરયુગનો ઇતિહાસ કહે છે કે ભીમા નદીને તીરે મહર્ષિ વેદવ્યાસજી અને ઋષિવર શ્રી કાકભૃશુંડીજી એ મળીને યજ્ઞ કરાવેલો હતો. આ યજ્ઞ વર્ષો સુધી ચાલ્યો.

દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ


7
આજે તા. ૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. આજનો દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ છે, ૧૫૨ વર્ષ પહેલા આજના દિવસે જન્મેલા વિવેકાનંદજીના વિચારો અને માર્ગદર્શન, યુવાનોને તેમણે આપેલ આદર્શો અને ફિલસૂફી આજના સમયમાં પણ પ્રસ્તુત છે, ઉલટું તેની સર્વસ્વિકૃતિ અને પ્રસાર પ્રચાર વધ્યો છે. સ્વામી વિવેકાનંદને પ્રણામ સહ આજે કંદર્પ પટેલની કલમે પ્રસ્તુત છે તેમના વિશે આ સુંદર લેખ. અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ – કંદર્પ પટેલ




11
પ્રતિમાબેન પંડ્યાના કાવ્યસંગ્રહ અને લઘુકાવ્યસંગ્રહ એક સાથે માણવાનો અવસર મળ્યો. તેમના લઘુકાવ્યો આ પહેલા આપણે અક્ષરનાદ પર માણ્યા છે, આજે પ્રસ્તુત છે તેમના કાવ્યસંગ્રહ 'ચૈતરમાં ચોમાસુ' માંથી ત્રણ સુંદર, ભાવવહી, અર્થસભર અને અદ્રુત કાવ્યરચનાઓ. પ્રતિમાબેનની આ કવિતાઓ એ ભાવક હ્રદયમાં ગીતો રૂપે પડઘાય છે, એમાં કુદરત, જીવન અને માનવ સંવેદના સુંદર રીતે ઉભરીને આવે છે, ભાવક તેની સાથે ઓતપ્રોત થઈ શકે એવી સુંદર રચનાઓ ધરાવતો આ સંગ્રહ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર. આજે માણીએ આ સંગ્રહની ત્રણ સુંદર કાવ્યરચનાઓ.

ત્રણ સુંદર કાવ્યરચનાઓ.. – પ્રતિમા પંડ્યા


12
'જયહિંદ' સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ 'મેઘધનુષ' અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ ઢોંગી બાબાઓ, બાવાઓ અને બાપુઓ વિશે ઘણી વાતો કહી જાય છે. આવા લોકો અને તેમને માનતા અંધશ્રદ્ધાળુ મૂર્ખો એ સમજતા નથી કે માનવીની શ્રદ્ધા જ્યારે લોજિક (તર્ક) ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવાં લોકો માત્ર પોતાના માટે નહિ, આખા સમાજ માટે જોખમી બની જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત વિચારશીલ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.

બાબા, બાવા ને બાપુઓની માયાજાળ! – ડૉ. સંતોષ દેવકર


6
'કેવી રીતે જઈશ' અને 'બે યાર' જેવી સફળ ગુજરાતી ફિલ્મોના સર્જક અભિષેકભાઈ જૈનને ગત વર્ષે મળવાનું થયેલું, તેમના વિશે વધુ જાણવાનો અવસર પણ ત્યારે મળ્યો હતો, થોડા દિવસો પહેલા વડોદરામાં હાઉસફુલ જતી 'બે યાર' જોવાનો અવસર મળેલો ત્યારે એ મુલાકાત તાજી થઈ અને અભિષેકભાઈની માતૃભાષા ગુજરાતીમાં સર્વસ્વીકૃત થાય અને ઉત્સાહપૂર્વક જોવાય તેવી ફિલ્મો બનાવવાની ધગશને લઈને તેમનો ઇન્ટર્વ્યુ અક્ષરનાદ માટે કર્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની શરૂઆતથી લઈને 'કેવી રીતે જઈશ'ને મળેલ અપાર લોકચાહના, 'બે યાર' ની સફળતા સાથે ગુજરાતી ફિલ્મો અને સિનેમાઘરો માટેના તેમના વિચાર અને આયોજન વિશે ખૂબ વિગતે વાત થઈ એ મુલાકાત ઑડીયો અને લેખિત સ્વરૂપે આજે પ્રસ્તુત કરી છે. આટલો લાંબો સમય ફાળવવા બદલ અને તેમના અભિપ્રાય તથા મંતવ્યો સ્પષ્ટપણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ અભિષેકભાઈનો ખૂબ આભાર, અનેક શુભકામનાઓ.

‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ના સર્જક અભિષેક જૈન સાથે મુલાકાત.. (Audiocast)



black stackable stone decor at the body of water 11
છેલ્લા થોડા વખતથી ટ્વિટર મારે માટે ઝેન વિચારો અને એ રીતે જીવનપદ્ધતિને જાણવા અને સમજવાનું ખૂબ હાથવગું માધ્યમ થઈ રહ્યું છે. ૧૪૦ શબ્દોની મર્યાદામાં અનેક ઝેન ગુરુઓ અને ઉપદેશઓ તરફથી પ્રસ્તુત કરાતી વિચારકણિકાઓ મનને વિચારનું ભાથું પૂરું પાડે છે. થિચ ન્હાટ હાન્હ અને ડી. ટી. સુઝુકીના પુસ્તકો સાથે શરૂ થયેલી આ ઝેનયાત્રા ટ્વિટરના માધ્યમે અનેક નવીન વિચારો અને સરળ પરંતુ અનહદ વાતો આપે છે. આજે એ પ્રયાસમાંથી ૧૦૧ વિચારકણિકાઓ પ્રસ્તુત કરી છે.

૧૦૧ ઝેન વિચારમોતીઓ.. – ટ્વિટર પરથી સંકલિત..


7
આજે લાંબા સમય બાદ કવિ ગઝલકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો પ્રસ્તુત છે, તેમનો જન્મદિવસ તા. ૧ જાન્યુઆરીના રોજ હતો, એ નિમિત્તે તેમને ખૂબ શુભકામનાઓ તો વળી તેમના ઘરે નાનકડા ઢીંગલીબેન આવ્યા છે, એ નિમિત્તે પણ તેમને અનેક શુભેચ્છાઓ સહ તેમની જ ગઝલોની વધામણી. અક્ષરનાદને ગઝલરચનાઓ પાઠવવા બદલ તેમને શુભકામનાઓ.

ત્રણ ગઝલરચનાઓ.. – જિતેન્દ્ર પ્રજાપતિ


6
ઓસ્કાર વાઈલ્ડની ૧૮૮૮ માં પ્રથમવાર પ્રકાશિત 'ધ હેપી પ્રિન્સ', સચોટ અને હૃદયસ્પર્શી ઉત્તમ વાર્તાને અમુક ફેરફાર સાથે અહીં રજૂ કરી છે. વાચકોને મૂળ વાર્તા વાંચવા માટે આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે. * * * ઘણાં ઘણાં વર્ષો પહેલાં એક મોટો દેશ આખી દુનિયામાં એટલો બધો સમૃદ્ધ હતો કે એ 'દૂધ અને મધના દેશ' તરીકે જાણીતો હતો. એ દેશ તેનાં પ્રાકૃતિક સૌન્દર્ય માટે પણ બહુ પ્રખ્યાત હતો: હિમાચ્છાદિત પર્વતો તે દેશની મનોહર અજાયબીમાં ગણાતા હતા. આ પર્વતો બારે માસ વહેતી નદીઓનું જળસ્રોત હતા. તે નદીઓ ત્યાંની જમીનને ફળદ્રુપ અને ખેતીને લાયક બનાવતી હતી. આ દેશમાં લીલાછમ પર્વતો, વળાંકદાર ટેકરીઓ, સરોવરો, નિર્મળ સ્ફટિક જેવું નીર વહાવતાં ઝરણાં, ફૂલોથી લચી પડતી ખીણો અને વન્યજીવનથી ભરપૂર જંગલો કે જેમાં કેટલીક અસાધારણ ગણાતી જાતિનાં પક્ષીઓ પણ હતાં. ત્યાંના લોકો પ્રકૃતિની પૂજા કરતા અને ખૂબ જ શાંત અને સુખી જીવન જીવતા હતા. ત્યાં નાણાનું ચલણ ન હતું. તેઓ વસ્તુઓની અદલાબદલી કરતા હતા. ત્યાં સંપત્તિનો સંગ્રહ કરવાની હરીફાઈ ન હતી અને તેઓ એકબીજાને જરૂર પડ્યે સાથ આપતા હતા. તેમનામાં સૃષ્ટિના રહસ્યો જાણવાની ખૂબ જ ઉત્કંઠા હતી. તેઓ ઘણા પ્રશ્નોના જવાબ મેળવવા ખૂબ મનોમંથન કરતા હતા, જેવા કે......

પ્રખ્યાત મહાપુરુષ (વાર્તા) – ઓસ્કાર વાઈલ્ડ, અનુ. હર્ષદ દવે



5
મારા મિત્ર ચમનલાલના લગ્નનું ઠેકાણું પડતું ન હતું. લગ્ન માટે તેમણે આકાશ-પાતાળ એક કર્યાં પણ ક્યાંય મેળ પડતો ન હતો. લગ્ન માટે તેમણે એક નવો દાવ અજમાવી જોયો હતો. તેમણે ‘મહિલા ઉત્કર્ષ મંડળ’ની સ્થાપના કરી અને તે તેના પ્રમુખ બન્યા. મહિલાઓની વારંવાર સભાઓ બોલાવતા થયા. તેમની આ પ્રવૃત્તિનું મેં કારણ પૂછ્યું તો તેમણે મને કહ્યું, ‘જો આમ કરવાથી કોઈ કુંવારી સ્ત્રી સાથે મારે આત્મિયતા, બંધાય તો પરણવાનો માર્ગ સરળ બને. લગ્ન માટે ચમનલાલની આ પ્રથમ યોજના નિષ્ફળ નીવડી. એક વખતે એક ઓળખીતાએ નિઃસંતાન અને લગ્નના પાંચેક મહિના પછી જ વિધવા બનેલી એક સ્ત્રીનાં લગ્ન ચમનલાલ સાથે ગોઠવવા પ્રયત્ન કર્યો ત્યારે...

ચમનલાલનો વરઘોડો – ડૉ. થોમસ પરમાર


5
બલ્લાલેશ્વર ગણપતિ એ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકના મંદિરોમાં તૃતીય ગણપતિ ગણાય છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં આવેલ છે. આ સ્થાન સરસગઢ કિલ્લા અને અંબા નદીની પાસે આવેલ છે. અષ્ટવિનાયકમાં એક વિઘ્નેશ્વરાયજી છે જેમણે દેવોના દુશ્મન વિઘ્નાસુરનું નામ ધારણ કરેલું છે. પરંતુ કેવળ એક બલ્લાલેશ્વર ગણેશજી જ એવા ગણેશજી છે જેઓએ પોતાના ભક્તનું નામ ધારણ કર્યું છે.

તૃતીય ગણેશ પીઠ-પાલીના બલ્લાલેશ્વર ગણપતિ – પૂર્વી મોદી મલકાણ


4
લેપ સુખોનો કરે પીડા ઉપર, ગોઠવાયું વિશ્વ એ ક્રિડા ઉપર. શું કરીશું આ શરમનું આપણે? છે ટકેલી સંસ્કૃતિ વ્રીડા ઉપર...

ચાર ગઝલ.. – યાકૂબ પરમાર



12
પારકાની પંચાત કરવી એ પણ એક કળા છે..! એ તો આપણો વહેમ છે બકા.. કે, આપણે બહુ સારાં માણસ છીએ. બાકી પંચાત કરતાં ના આવડતું હોય તો, જાતને ' ઝીરો ' જ માનજો! આપણે હજી પંચાતીયાઓ જેટલાં 'નાડ-પારખું' નથી! આ લોકો એવાં ટેસ્ટી હોય કે આપણું ભેજું ફ્રાઈ કર્યા વગર ચાવી જાય! આપણા ડ્રાય ભેજાનું તો એમની આગળ પાંચિયું પણ નહીં આવે! 'પંચાતિયા' એટલે પારકી પંચાતના સ્ટૉકીસ્ટ અને હોલ-સેલ ડીલર! એનો ધંધો જ એ! જ્યાં સુધી કોઈની પંચાત ના કરે ત્યાં સુધી એમના ચોઘડિયાં સુધરે જ નહીં!

પંચાત કરવાની કળા.. – રમેશ ચાંપાનેરી


7
ભાવનગર સંસ્કારનગરી તરીકેની ઓળખ ઊભરી રહ્યું છે. આ ભૂમિ પર અનેક કવિઓ સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિને માનવતાની મહેકને જિવંત રાખી છે. પસ્તુત ગઝલ કવિયિત્રિ શ્રી જિજ્ઞાબેન ત્રિવેદી છે. જેમણે 'અર્થના આકાશમાં' સંગ્રહથી ભાવઓનું ધ્યાન ખેચ્યું છે. અનેક સામાયિકો, દૂરદર્શન અને આકાશવાણીમાં પણ તેની સર્જકતા પુરસ્કૃત થઈ છે. તેમની કવિતામાં ભાવસંવેદનની ગહેરાય અને અર્થની અગણિત શક્યતાઓ પડી છે.

આંતરખોજની અભિવ્યક્તિ (કાવ્યાસ્વાદ) – તરુણ મહેતા


4
વર્તમાન શિક્ષણની કંગાળ પરિસ્થિતિ પર નજર ઠરાવતા એવું જણાઈ આવે કે, વિદ્યાર્થીઓ યંત્ર છે, શિક્ષકો કંટ્રોલર છે અને શિક્ષણસંસ્થાઓ પોલીટીક્સ ઈવેન્ટ્સના અડ્ડાઓ છે. આટ-આટલા વર્ષો કહેવાતા ઉચ્ચ કોર્સનો અભ્યાસ કર્યા પછી પણ જે વિદ્યાર્થીને ‘કાબેલ’ બનાવવાને બદલે ભવિષ્યના વિચાર માત્રથી ડરતો ‘કાયર’ બનાવે એ કઈ રીતે સાચું શિક્ષણ હોઈ શકે? થીંક ઓન ધેટ. ૨+૨=૪ થાય એ કદાચ દરેકને ભર ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો પણ આવડશે પરંતુ બીમાર વ્યક્તિને રાત્રે હોસ્પિટલ કેમ લઇ જવો એ નહિ આવડે. વોટ્સએપ-ફેસબુક પર લાંબા-લચક અઢી કિલોમીટરના ‘ગુડ નાઈટ’ ના મેસેજ પોસ્ટ કરતા આવડશે પરંતુ મમ્મી-પપ્પાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતા કોણ શીખવશે? દરેક મેચ-ખેલાડીનો સ્કોર યાદ હશે પરંતુ પોતાની માનસિકતાનો સ્કોર કેટલે પહોચ્યો એ માપ્યું કે? કાલાંતરે માનવી પર અલગ-અલગ અસરો થઇ છે.

શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ : પરીક્ષાલક્ષી કે વાસ્તવલક્ષી? – કંદર્પ પટેલ



1
આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં પથિકની નકારાત્મક વર્તણુંક માટે ઘણાં કારણો જવાબદાર હતાં. પથિકને રોજીંદી દરેક બાબત કરવામાં કંટાળો આવતો હતો. રોજીંદા કામ કરવા માટે જરૂરી ચાલકબળનો પથિકમાં અભાવ હતો પરંતુ ટીવી જોવાનું એક કામ પથિક ખૂબ જ સમયસર અને જરૂરિયાત કરતાં ઘણું વધારે કરતો. કદાચ આના કારણે જ અન્ય કામો પ્રત્યે પથિકને અરુચિ થઇ ગઇ હતી. થોડા વર્ષો પહેલાં ગુજરાતમિત્રમાં દર બુધવારે ‘પરવરિશ’ શીર્ષક હેઠળ કોલમ લખવાનો મોકો મળ્યો હતો ત્યારે ‘ટીવીને IDIOT BOX કેમ કહેવાય છે?’ એવો એક લેખ બાળકોનાં અનુસંધાનમાં લખ્યો હતો આજે પણ લખવાનું તો બાળકોનાં અનુસંધાનમાં જ છે છતાં એક વાત જે લાંબા સમયથી મનમાં ખટક્યાં કરે છે તે જણાવી રહી છું.

પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯)


3
એક રાજા હતો. રાજાને વિચાર આવ્યો કે હજારો વર્ષથી આ સૃષ્ટિ પર જ્ઞાનની અપરંપાર વૃદ્ધિ થઈ છે. આ સર્વ જ્ઞાનની જાળવણી થવી જોઈએ. સર્વ જ્ઞાન ગ્રંથસ્થ થવું જોઈએ. રાજાએ પંડિતોની સભા ભરી અને પંડિતોને આદેશ આપ્યો - "સૃષ્ટિના સર્વજ્ઞાનને ગ્રંથસ્થ કરો" પંડિતોને એક મોટો સમૂહ કામે લાગી ગયો. વર્ષૉની મહેનત પછી એક મોટી ગ્રંથમાળા તૈયાર થઈ, પંડિતોએ આ ગ્રંથમાળા રાજાની સમક્ષ રજૂ કરી. રાજાએ આ વિશાળ ગ્રંથસમૂહ જોયો. આ ગ્રંથમાળા તો ખૂબ સરસ બની હતી, પરંતુ તે વિશાળકાય હતી. રાજાએ પંડિતોને કહ્યું - "અરે! આ તો અતિ વિશાળ ગ્રંથમાળા છે. આટલો મોટો ગ્રંથસમૂહ કોણ વાંચી શકે? ??

સર્વોચ્ચ રહસ્ય (અધ્યાત્મ કથા) – ભાણદેવજી


13
લીલાએ બે વર્ષ પહેલાં ભરેલી મગની ટાંકી આડી કરી. છેક અંદર હાથ નાખી રેતી અને રાખમાં દાબેલા મગ પીપના મોં સુધી આણ્યા.ચાળણીમાંથી રેતી અને રાખ ચળાઈ ગયા પછી માંડ એકાદ કિલો જેટલા મગ વધ્યા હતા. રેતીમાંથી ઊડતી રાખથી આખા શરીરે ભભૂતી લગાવી હોય તેવું લાગતું હતું. 'લે હવે તો મગેય ખૂટ્યા' એવું વિચારતાં આકાશ સામે જોવાઇ ગયું. આંગણાંમાં દોડાદોડી કરતાં છોકરાને જોઇ તે મનોમન બોલવા લાગી, 'આ બિચારાને ખબરેય નથી કે ઉપરવાળો સામું જોશે તો ઠીક, નહીતર રોટલા માટે દોડવું પડશે.' લીલાએ સૂપડામાં મગ નાખ્યા એ વખતે જ ડેલીની સાંકળ ખખડી. 'અત્યારે વળી કોણ આવ્યું.' લીલાએ પગને વળગી પડેલા છોકરાને કાખમાં તેડ્યો અને...

મામેરું – ભારતી કટુઆ



16
મિતુલભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેઓ ત્રણ પદ્યરચનાઓ લઈને ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ત્રણ પદ્યરચનાઓ.. – મિતુલ ઠાકર


14
જાણીતા બ્લોગર અને અમેરિકાવાસી શ્રી સુરેશભાઈ જાનીના સર્જનો નેટવિશ્વ સાથે સંકળાયેલ દરેકને માટે સહજ પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આજે તેઓ સત્યઘટના પર આધારિત આવી જ એક વાત લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

અનાથનું એનિમેશન ભાગ ૧ (સત્યકથા આધારિત) – સુરેશ જાની


12
મારી સાથે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપનીમાં શિપ રિપેર વિભાગમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત શ્રી સંજયભાઈ દૂધાત સુંદર લેખન કરે છે એવી ખબર થોડાક દિવસ પહેલા જ થઈ, તેમનો આ પેખ 'ઘર એક તીર્થ' સામયિકમાં પ્રસ્તુત થયેલો જે તેમણે પાઠવ્યો હતો. આજે એ જ લેખ અહીં પ્રસ્તુત કર્યો છે. પ્રમાણિકતાની અને કર્મના સિદ્ધાંતની વિશદ વાત તેઓ મૂકે છે. તેમની કલમને અનેક શુભકામનાઓ...

કર્મનો સિદ્ધાંત અને પ્રમાણિકતા – સંજય દૂધાત



10
અષ્ટ વિનાયક ક્ષેત્રોમાં મોરગાંવને પ્રમુખ માનવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કન્હા નદીના તટ્ટ પર ભુસ્વાનંદભુવન અર્થાત્ મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયૂર જેવો છે તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. અમેરીકાથી ટૂંક સમય માટે ભારત આવેલા પૂર્વીબેન મોદી મહારાષ્ટ્રના ગણેશ શક્તિપીઠ મયૂરેશ્વરની તેમની મુલાકાત વિશે અને એ સ્થળવિશેષ વિશે વિગતે જણાવે છે.

મહારાષ્ટ્રનું ગણેશ શક્તિ પીઠ મયૂરેશ્વર મોરગાંવ.. – પૂર્વી મોદી મલકાણ


13
ગૂગલે જ્યારે ૧ એપ્રિલ ૨૦૦૪ના દિવસે જીમેલની જાહેરાત કરી ત્યારે માઈક્રોસોફ્ટ અને યાહુ ઈ-મેલ સુવિધા આપતી અગ્રગણ્ય કંપની હતી. માઈક્રોસોફ્ટના હોટમેલ કરતા લગભગ ૫૦૦ ગણી વધારે એવી ૧ જીબીના સ્ટોરેજ સાથે ગૂગલે જાહેર કરેલ જીમેલને ત્યારે મોટા ભાગના લોકો એપ્રિલફૂલ જોક સમજ્યા હતા. એ સમયે જીમેલ 'ઇન્વાઈટ ઓન્લી' સુવિધા હતી, ૨૦૦૭માં તેને પૂર્ણપણે સાર્વજનિક કરાઈ ત્યારથી લઈને આજ સુધી એ નિઃશુલ્ક વેબમેઈલ વિભાગમાં એકહથ્થુ સામ્રાજ્ય કરે છે. પણ તેની શરૂઆતના સમયે જીમેલને અન્ય સ્પર્ધકોથી આગળ લઈ જનાર વસ્તુ હતી તેની મોટી સ્ટોરેજ ક્ષમતા અને 'ઇ-મેલમાં આંતરીક શોધની સુવિધા.'

જીમેલમાં ખાંખાખોળા… – જીજ્ઞેશ અધ્યારૂ


10
કંદર્પ પટેલની આ પહેલા પણ એક કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. કેમેરા સાથે એક ચાહકનો, એક ભાવકનો સંબંધ કેળવી ચૂક્યા હોય તેવા રસિયાઓ માટે કેમેરો એક પ્રેમિકાની, એક દોસ્તની, એક શિક્ષકની કે એક સહારાની ગરજ સારે છે. આવા જ કેટલાક અલંકૃત વાતો સાથેના આજના આ લેખને માણીએ, અક્ષરનાદને લેખ પાઠવવા બદલ કંદર્પભાઈનો આભાર.

હું અને મારો કેમેરો.. – કંદર્પ પટેલ



14
અમેરિકાના સાન ડિએગોમાં રહેતા વિનોદભાઈ પટેલ તેમના બ્લોગ દ્વારા વિચારો વહેંચતા રહે છે. તેમણે પોતાની એક સરળ કૃતિ 'ઇન્ડીયન અમેરિકન' આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.

ઇન્ડીયન અમેરિકન (વાર્તા) – વિનોદ પટેલ


9
શ્રી ગોવિંદભાઈ શાહનું સુંદર પુસ્તક 'તારે સિતારે' અનેક સુંદર લઘુકથાઓ સાથે અનેક પ્રેરણાદાયક વાતો મૂકે છે. આજે પ્રસ્તુત છે તેમાંથી જ બે સુંદર લઘુકથાઓ. અક્ષરનાદને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

બે પ્રેરણાકથાઓ – ગોવિંદ શાહ


4
હથોડાએ પોતાનું કામ પાકું કર્યું. પરસુને લોહી રેડાય એ ગમતું નથી, એટલે લાંબા વિચારને અંતે હથોડા પર પસંદગી ઢળી. બાવડામાં તાકાત નહીં, એટલે છ મહિના એને મજબૂત કરવા પાછળ આપેલા. બદરુ અખાડા જેવું ચલાવતો ત્યાંયે પરસુ આટાં મારી આવેલો. હાથવાળીને ગોટલા જોઈ પછી એ હરખાતો થયો. હથોડો નવો લીધેલો. પકડીને ફેરવવાની ટેવ પાડેલી. કામ પાકે પાયે થવું જોઈએ. પહેલે ફટકે જ ઓરત ભોંયે પડી તેથી જરાય નવાઈ લાગી. આટલું સહેલું? દુર્બળ શરીર, પાંચ છ છોકરાને જનમ આપવામાં ખતમ થઈ ગયેલું. ન પ્રતિકાર, ન ચીસ. માટીનું હોય એમ ભોંયે ફસકાઈ પડ્યું એ. જે કરવા ધારેલું એ તો થઈ ગયું. હવે?

કમળપૂજા (વાર્તા) – હિમાંશી શેલત