Daily Archives: December 16, 2021


વર્ષાનું વહાલ – મયુરિકા લેઉવા બેંકર 10

પાછલી રાતે વરસેલા વરસાદમાં ઝબકોળાયેલો ઘરબગીચો તંદ્રામાંથી જાગવાની તજવીજમાં પડ્યો હોય. અંશુમાનની બળવાન હૂંફ રાતની ઠારને ધીરેધીરે પીગાળતી જાય ને ઘરબગીચો રૂપાંતરિત થઈ જાય કોઈ સદ્યસ્નાતા ગૃહવાટિકામાં!