પ્યાર દીવાના હોતા હૈ.. (ગીતમાલા) – હર્ષદ દવે 1


તમે ‘ઉલ્ફત’ શબ્દ વિવિધ ભારતીના ‘ભૂલે બિસરે ગીત’ માં ઘણી વાર સાંભળ્યો હશે, ભલે તમને એ ખબર ન હોય કે એ શબ્દ અરબી છે! પણ તમે તેનો અર્થ તો  જાણતા જ હશો! ન જાણતા હો તો કહી દઉં કે તેનો અર્થ આપણા ‘ઢાઈ અચ્છર’ ‘પ્રેમ’ અથવા ‘પ્યાર’ છે! ‘પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ…!’

કિશોરકુમારના સ્વરમાં ‘યે શામ મસ્તાની…’ ગીત વિષે આપણે ગીતમાલા અંતર્ગત વાત કરી હતી. એ ગીત ફિલ્મ ‘કટી પતંગ’ નું છે.

કટી પતંગની કથા ગુલશન નંદાએ લખી હતી. ‘૧૯૬૦ થી ૧૯૭૦’ ના ગોલ્ડન ગાળામાં લોકો, આજની જેમ જ, લેખકોને ખાસ તવજ્જો (તવજહ) નહોતા આપતા ત્યારે તેઓ લાખોમાં રોયલ્ટી રળતા લેખક હતા. ત્યારબાદ એવી કલમ સુરેન્દ્ર મોહન પાઠકની જ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ ગુલશન નંદા પાસેથી કથા મેળવવા માટે તેમને ત્યાં લાઈન લગાવતા. ‘ઝીલ કે ઉસ પાર’ અને ‘શર્મીલી’ જેવી કથાઓના લેખક ગુલશન નંદાની કટી પતંગ ફિલ્મના એવા જ બીજા એક સુપર હિટ ગીતની વાત કરીએ.

આપણે ત્યારે જાણ્યું હતું કે એ ફિલ્મ ૧૯૭૧ માં બની અને તેનું સંગીત રાહુલ દેવ બર્મને આપ્યું હતું. તેમાં રાજેશ ખન્ના અને આશા પારેખની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી અવિસ્મરણીય છે. પ્રેમી યુગલ તરીકે તેઓ એટલાં તો સાહજિક લાગે છે કે આપણે તેમની પ્રેમકથામાં ખોવાઈ જઈએ. પ્રેમમાં પ્રેમી પાગલ એટલે કે દીવાનો થઇ જાય. એવો પ્રેમી (રાજેશ ખન્ના) ભીતરની ભાવનામાં તરબોળ થઈને કહે કે ‘પ્યાર દીવાના હોતા હૈ…!’ અને પછી તરત કહે…’…મસ્તાના હોતા હૈ!’ આ રહ્યું એ સંગીતસભર લોકપ્રિય ગીત:

પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ
હર ખુશી સે, હર ગમ સે, બેગાના હોતા હૈ…પ્યાર દીવાના…

શમા કહે પરવાને સે, પરે ચલા જા
મેરી તરહ જલ જાયેગા, યહાં નહીં આ (૨)
વો નહીં સુનતા ઉસકો જલ જાના હોતા હૈ.. હર ખુશી સે, હર ગમ સે, બેગાના હોતા હૈ

રહે કોઈ સી પરદોં મેં, ડરે શરમ સે,
નજર અજી લાખ ચુરાયે કોઈ સનમ સે (૨) 
આ હી જાતા હૈ જીસ પે દિલ આના હોતા હૈ.. હર ખુશી સે, હર ગમ સે, બેગાના હોતા હૈ

સુનો કિસી શાયર ને યે, કહા બહુત ખૂબ,
મના કરે દુનિયા લેકિન, મેરે મહબૂબ (૨)
વો છલક જાતા હૈ જો પૈમાના હોતા હૈ.. હર ખુશી સે, હર ગમ સે, બેગાના હોતા હૈ

પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ
હર ખુશી સે, હર ગમ સે, બેગના હોતા હૈ

આ ગીતના શબ્દો સાંભળતા સાથે જ તેમનો મનોજવ અર્થ મસ્તિષ્કમાં છવાઈ જાય છે. એ શબ્દો સર્યા છે આનંદ બક્ષીની કલમમાંથી. તેમનો જન્મ થયાને દસ વર્ષ પછી એક સો વર્ષ પૂરા થશે! ૧૭ વર્ષની ઉંમરે તેઓ દિલ્હી આવ્યા અને લખ્યું: ‘મેરી તસવીર લેકર ક્યા કરોગે…’ (કાલા સમુંદર/૧૯૬૫). પછી તો ‘હિમાલય કી ગોદમેં’, ‘જબ જબ ફૂલ ખીલે’, ‘મિલન’ ફિલ્મોમાં તેમણે બાકાયદા તહલકા મચા દિયા. ૬૩૮ ફિલ્મોમાં તેમને ૩૫૦૦ થી વધારે ગીતો આપ્યા! ખરેખર કમાલ છે! આપણે એકાદ લોકપ્રિય ગીત લખીએ – તે પણ લખી નથી શકતા – તો ઉછળવા લાગીએ…!  

આપણે અગાઉ આર.ડી.બર્મનના સંદર્ભમાં બંગાળી ફિલ્મ ‘રાજકુમારી’ નો ઉલ્લેખ કર્યો હતો. એ જ ફિલ્મના એક બંગાળી ગીતની ધૂન પરથી ‘પ્યાર દીવાના…’ ગીત પ્રસ્તુત થયું છે! રાજકુમારી ફિલ્મમાં એ ગીત આશા ભોંસલેએ ઉલ્લાસસભર સ્વરમાં ગાયું છે.

‘રેફ્યુજી’ ફિલ્મમાં સોનું નિગમ અને અલકા યાજ્ઞિક ગાય છે:  ‘પંછી, નદિયાં…પવન કે ઝોંકે’ ને જેમ કોઈ સરહદો રોકી નથી શકતી તેમ આ સંગીતકારો, ગાયકો અને કલાકારો જેવા ઇન્સાનોને કોઈ સરહદો રોકી નથી શકતી. બંગાળી ગીતની પરિસ્થિતિ જુદી હોવા છતાં મનની પ્રેમસભર ભાવના બદલાતી નથી…

આજ ગુન ગુન ગુન ગૂંજે આમાર એ કિ ગુંજરન,
ગાનેર સૂરે પેલામ એ કાર પ્રાનેર નિમંત્રન,
ગુન ગુન ગુન ગૂંજે આમાર એ કિ ગુંજરન,
ગાનેર સૂરે પેલામ એ કાર પ્રાનેર નિમંત્રન

સેઇ ભ્રમોર આમાર ફૂલે ગુનગુનિયે જાય,
આમાર પ્રાનેર ઢેઉ ભૂલે ગાન સુનિયે જાય,
સે ભ્રમોર આમાર ફૂલે ગુનગુનિયે જાય,

આમાર પ્રાનેર ઢેઉ ભૂલે ગાન સુનિયે જાય;
અંગ આમાર ભાબ તરંગે જાગાય શિહરન  
ગાનેર સૂરે પેલામ એ કાર પ્રાનેર નિમંત્રન
કે ચોખે સારાબેલા રંગ બુલિયે જાય
આમાય નીયે કોરે ખેલા કાજ ભૂલિયે જાય 

એય તો પ્રોથમ જીબોને આજ હારિયે ગેલો ઘૂમ
ગાનેર સૂરે પેલામ એ કાર પ્રાનેર નિમંત્રન,
ગુન ગુન ગુન ગૂંજે આમાર એ કિ ગુંજરન,
ગાનેર સૂરે પેલામ એ કાર પ્રાનેર નિમંત્રન

જુઓ અને સાંભળો:

અજય દેવગનની સાસુમા તથા કાજોલની માતા, ૭૫ વર્ષથી વધારે ઉંમરની અભિનેત્રી, તનૂજા સમર્થ પર આ ગીતનું ફિલ્માંકન થયું છે. નૂતન સમર્થ તેમની મોટી બહેન છે. ફીલ્મફેર અવોર્ડથી તેમનું બે વાર સન્માન કરવામાં આવ્યું છે. હિન્દી ફિલ્મોમાં પણ તેમણે ઘણી સારી ભૂમિકાઓ નિભાવી છે. સંજીવકુમાર, રાજેશખન્ના અને ધર્મેન્દ્ર સાથે તેમની જોડી વધારે લોકપ્રિય રહી. તનુજાની માતા શોભના સમર્થ પણ સારી અભિનેત્રી હતાં. એટલું જ નહીં પણ તેમની દાદી રતનબાઈ અને તેમની માસી નલીની જયવંત પણ પ્રસિદ્ધ અભિનેત્રીઓ હતાં!

ચતુર અને રેશમા તેમની અન્ય બે બહેનો તથા ભાઈ જયદીપમાંથી કોઈએ અભિનય ક્ષેત્રમાં પદાર્પણ નહોતું કર્યું. બંગાળી ફિલ્મના મહાનાયક ઉત્તમકુમાર પણ ‘રાજકુમારી’માં હતા. બંનેએ સંયત અને સુંદર અભિનય કર્યો છે. ઉત્તમકુમારે સુચિત્રાસેન સાથે ઘણી લોકપ્રિય ફિલ્મો આપી. તેઓ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક હતા. મૂળ નામ અરુણકુમાર ચેટરજી. એમની અંતિમ ઈચ્છા હતી કે તેઓ અભિનય કરતાં કરતાં અંતિમ શ્વાસ લે… અને ૧૯૮૦ માં તેમની એ ઈચ્છા પૂરી થઇ હતી. તેમની યાદગાર હિન્દી ફિલ્મોમાં ‘અમાનુષ’ અને ‘આનંદાશ્રમ’ વગેરેને ગણી શકાય.

  • હર્ષદ દવે

‘ગીતમાલા’ અંતર્ગત પ્રસ્તુત અન્ય આવા જ મજેદાર ગીતોનો આસ્વાદ માણવા અહીં ક્લિક કરો..


આપનો પ્રતિભાવ આપો....

One thought on “પ્યાર દીવાના હોતા હૈ.. (ગીતમાલા) – હર્ષદ દવે