ઝાંઝવાથી જંગ – પરબતકુમાર નાયી 1


સમય સાથે રહીને રા’ત દી’ બદલ્યા કરે છે રંગ,
સમય પાસે જ ક્યાં છે, કોઈ સારો ચાલવાનો ઢંગ !

હવે તો  મ્હેંક આપે છે અહીં કાંટાય ડંખીને,
ગુલાબો છે બધાં ગુમસુમ અને આ બાગ પણ છે દંગ.

અડી જ્યાં સોળમી મોસમ અને એ ચૂપ થઇ બેઠાં,
ભરીને હોઠમાં જે રાખતાં મીઠો મજાનો વ્યંગ.

છલોછલ આંખને પીધા પછી પણ એજ કહેવું છે,
રહ્યો છે રાત-દાડો એક રણના ઝાંઝવાથી જંગ.

તને તકલીફ થાશે આવવામાં આ ગઝલ પાસે,
ગલી છે શે’રની આ સાંકડી ને કાફિયો છે તંગ!

– પરબતકુમાર નાયી 


Leave a Reply to Hareshkumar ShahCancel reply

One thought on “ઝાંઝવાથી જંગ – પરબતકુમાર નાયી