તુમ બિન જાઉં કહાં! (ગીતમાલા) – હર્ષદ દવે 3


‘પ્યાર કા મૌસમ’માં ભારતભૂષણ, જે પહેલાં તેની પ્રિયતમા હતી અને હવે જે પત્ની બની છે તે, નીરુપારોય સામે ‘તુમ બિન જાઉં કહાં…’ ગીત ગાય છે… ગીતના શબ્દોને કિશોરકુમારનો દર્દસભર વિલક્ષણ કંઠ મળ્યો છે જે સહુની ભીતર અવનવાં સ્પંદનો જગાવે છે.

આ શિયાળામાં કોઈને ય ‘ઠંડે ઠંડે પાની સે’ નહાવાનું મન નહીં થાય, એવું વરતારો કહે છે. શું થાય! દરેક ઋતુ વરસમાં એકવાર તો પોતાનો પરચો દેખાડે જ ને! ઓણૂંકા ચોમાસાની મહેરબાની નહીં, પણ કહેરબાની આપણે હમણાં જ જોઈ! આ ધરા વાર્ષિક ધોરણે ‘પતઝડ, સાવન, બસંત, બહાર’ જેવી ચાર ઋતુઓ  કાયમ માણે છે.

પણ… ધબકતી યુવાનીને ‘પાંચવાં મૌસમ પ્યાર કા’ નો લહાવો જીવનમાં એક જ વાર માણવા મળે છે! એ ઋતુ જ એવી છે કે ન પૂછો વાત! ત્યારે બીજું કાંઈ સૂઝે જ નહીં! ત્યારે તો દિલો-દિમાગ પર ‘હમ દોનોં’ સિવાય કોઈ ન હોય. એ સમયે બીજે ક્યાંય જઈ જ ન શકાય તેવી પરિસ્થિતિ તન-મનમાં સર્જાય! બસ ‘હું’ અને ‘તું’. જુદાઈ જો સહેવાય નહીં તો કહેવાય કેવી રીતે! પ્રિયતમાને પામવા સામેના અવરોધો પરથી હાઈ-જંપ લગાવવામાં જયારે તેનો જ સાથ આવી મળી  ત્યારે દુનિયા બદલાઈ જાય. દિલમાં પ્રેમના દીવા ઝળહળવા  લાગે!

‘પ્યાર કા મૌસમ’માં ભારતભૂષણ, જે પહેલાં તેની પ્રિયતમા હતી અને હવે જે પત્ની બની છે તે, નીરુપારોય સામે ‘તુમ બિન જાઉં કહાં…’ ગીત ગાય છે… ગીતના શબ્દોને કિશોરકુમારનો દર્દસભર વિલક્ષણ કંઠ મળ્યો છે જે સહુની ભીતર અવનવાં સ્પંદનો જગાવે છે. આ ગીતમાં પ્રેમની અને વેદનાની અનુભૂતિ એકસાથે વ્યક્ત થાય છે! ‘પ્રેમ’ કે ‘ગમ કી કહાની કિસીસે મત કહના’ મુજબ આપણે એ વાત કોઈને નહીં કરીએ! આર.ડી.બર્મનનું સંગીત પણ આપણી ભીતર રણઝણતા તરંગો જગાવે છે. જો તમને સંગીતના જાદુથી પરવશ બનવાનું પરવડતું હોય તો તમે એ ગીત જરૂર સાંભળ્યું હશે. 

ચાલો પચાસ વર્ષ પહેલાં બનેલી ફિલ્મ ‘પ્યાર કા મૌસમ’ના કિશોરકુમારે અને મહંમદ રફીએ અલગથી ગાયેલા થીમસોંગ ‘તુમ બિન જાઉં કહાં…’  ના શબ્દો પર એક નજર ફેરવી લઈએ…

કિશોરકુમાર:

તુમ બિન જાઉં કહાં, કે દુનિયા મેં આ કે
કુછ ન ફિર ચાહા કભી, તુમકો ચાહકે
તુમ બિન જાઉં કહાં…

રહ ભી સકોગે તુમ કૈસે, હો કે મુજસે જુદા
ફટ જાયેંગી દીવારેં, સુન કે મેરી સદા
આના હોગા તુમ્હેં મેરે લિયે
સાથી મેરી, સૂની રાહ કે…
તુમ બિન જાઉં કહાં…

કિતની અકેલી સી પહેલે, થી યહી દુનિયા
તુમને નજર જો મિલા લી, બસ ગઈ દુનિયા
દિલ કો મિલી જો તુમ્હારી લગન
દિયે જલ ગયે, મેરી આહ સે…
તુમ બિન જાઉં કહાં…

દેખો મેરે ગમ કી કહાની, કિસી સે મત કહના
કહીં મેરી બાત ચાલે તો, સુનકે ચૂપ રહના
મેરા ક્યા હૈ કટ જાએગી કહીં
ય જિંદગી, તુમ કો ચાહ કે…
તુમ બિન જાઉં કહાં…

મહંમદ રફી

તુમ બિન જાઉં કહાં, કે દુનિયા મેં આ કે
કુછ ન ફિર ચાહા કભી, તુમકો ચાહકે
તુમ બિન જાઉં…

દેખો મુઝે સર સે કદમ તક, સિર્ફ પ્યાર હૂં મૈં
ગલે સે લગા લો કે તુમ્હારા, બેકરાર હૂં મૈં
તુમ ક્યા જાણો કે ભટકતા ફિરા, કિસ-કિસ ગલી 
તુમકો ચાહ કે
તુમ બિન જાઉં…

અબ હૈ સનમ હર મૌસમ પ્યાર કે કાબિલ
પડી જહાં છાંવ હમારી સજ ગયી મહફિલ
મહફિલ ક્યા તનહાઈ મેં ભી લગતા હૈ જી
તુમકો ચાહ કે
તુમ બિન જાઉં…

આ ગીત ફિલ્મમાં ચાર-પાંચ વાર આવે છે! થીમસોંગ છે ને એટલે!

પણ તમે એ વાતની નોંધ લીધી કે કિશોરકુમાર દ્વારા ગવાયેલા આ ગીતમાં આવતા ‘અકેલી’, ‘સૂની રાહમેં’, ‘મુજસે જુદા’, અને ‘સૂની રાહ’ જેવા શબ્દો  રફી સાહેબ દ્વારા ગવાયેલા ગીતમાં પણ આ રીતે આવે છે : ‘બેકરાર’ ‘તન્હાઈ’ છતાં તેમાં વ્યથાની માત્રા એટલી ઘૂંટાતી નથી. ભારતભૂષણનો પુત્ર (શશીકપૂર) પણ એ જ ગીત ગાય છે, શ્વેત પરિધાનમાં શોભતી આશાપારેખ સમક્ષ, જે આ ફિલ્મમાં મહંમદ રફીના કર્ણપ્રિય કંઠે સાંભળી શકાય છે. ગીતની શરૂઆતમાં ‘મહોબ્બતની ભીખ’ ન ઈચ્છતી આશાને આ ગીતના અંતે ઈચ્છિત ‘ઉલ્ફત’ મળે છે, મતલબ તે પ્રેમના રંગે રંગાઈ જાય છે!  

જે જુવાનિયાઓએ પચાસ વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મ ન જોઈ હોય અને જેઓ  કોઈના પ્રેમમાં ન પડ્યા હોય તે તો વિચારે જ ચડી જાય!

એવો કોઈ નિયમ નથી કે એક જ ફિલ્મમાં આવતું એક ગીત બે અલગ ગાયકો ન ગાઈ શકે. કિશોર અને રફી તેમને સ્થાને મહાન ગાયકો છે. આપણે કોઈપણ ગાયકના સૂર કે સ્વરની સરખામણી નથી કરવી! ગુલાબના અને કમળના ફૂલની સરખામણી ન કરવી જોઈએ. ખળખળ વહેતાં ઝરણાંની અને સર સર સરતા પવનની તુલના ન કરવી જોઈએ. કલરવતાં પક્ષીઓની અને ગુંજતા ભમરાની તુલના ન કરવી જોઈએ.

મજરૂહ સુલતાનપુરીના ભાવસભર શબ્દોને આર. ડી. બર્મને ભીતર સ્પર્શી જાય તેવું સંગીત આપ્યું છે. રાહુલ દેવ બર્મને ત્રીસ વર્ષોમાં ૩૩૧ ફિલ્મોમાં સંગીતનો જાદુ ફેલાવ્યો છે! આ લોકોને ‘મંજે હુએ કલાકાર’ જ કહેવાય!

હવે આવે છે વાત ‘એક દિન…’ની…

પહેલા હપ્તામાં આપણે જોયું હતું તે જ રીતે, અહીં પણ, ‘એક દિન…’  ગીત કિશોરદાએ બંગાળી ભાષામાં ગાયું છે! એ જ લય, એ જ આરોહ-અવરોહ! આ આધુનિક ગાનના શબ્દો કોઈ જુદો જ ભાવ પ્રસ્તુત કરે છે! આ શબ્દો મજરૂહ સુલતાનપુરીના નથી! તે શબ્દો છે ગીતકાર મુકુલ દત્તના. તેમાં પણ અગમની દિશા તરફ જવાનો સંકેત છે, જુઓ, ‘એક દિવસ પંખી આકાશમાં ઉડી જશે અને ફરી તે ક્યારેય આકાશેથી પાછું નહીં ફરે! આ હૃદય પર ઘનઘોર વાદળાં કેમ ઘેરાતાં નથી, મારું હૃદય ભાંગી પડે તેવું તોફાન કેમ આવતું નથી? આવું વિચારીને કોઈની આંખમાં અશ્રુઓ પણ કેમ આવતાં નથી? મારી વાંસળીનો નિરાશાનો સૂર હવે કોઈ કેમ સાંભળતું નથી? ઘર છોડીને ભારે હૃદયે ચાલી નીકળેલો રાહી અંતે કયા પથ પર જઈ રહ્યો છે તેની કોઈને ય ખબર નથી, પરંતુ… આ ઊડી ગયેલું પંખી આકાશેથી ફરી ક્યારે ય પાછું નહીં ફરે!’ તમારા હૃદયમાં પણ એવા જ ભાવો ઉઠવા લાગશે! જુઓ…

એક દિન પાખી ઉડે જાબે જે આકાશે
ફિરબે ના સે તો આર કારો આકાશે (૨)
એક દિન પાખી ઉડે…
બૂકે જેનો બાદોલેર ઓઈ,
મેઘ જમેના
મોન ભેંગે દિતે જેનો આર,
ઝોર આસે ના
તારે ભેબે કારો ચોખે જેનો,
જલ ના આસે, કારો આકાશે
એક દિન પાખી ઉડે
ઉદાસીર બાંસી આર કેનો,
કેઉ તો શોને ના
કોનોદીન કેઉ તાર કેનો,
મોન તો બોઝે ના
ઘર છેડે કોનોદીન જેનો,
શેષે પોથે ના બોસે, પોથે ના બોસે,
એક દિન પાખી ઉડે જાબે જે આકાશે
ફિરબે ના સે તો આર કારો આકાશે
એક દિન પાખી ઉડે…

[‘ગીતમાલા’માં ફરી એક નવા ગીત સાથે મળીએ આવતા પખવાડીએ…]


Leave a Reply to Jay ThakarCancel reply

3 thoughts on “તુમ બિન જાઉં કહાં! (ગીતમાલા) – હર્ષદ દવે

  • ભરત કાપડીઆ

    હર્ષદભાઈ, ખૂબ સરસ, રસાળ, મર્મપૂર્ણ ભાવયાત્રા કરાવી. ૫0 વર્ષ અગાઉ આ ફિલ્મ જોનાર અને ન જોનાર મારા જેવા કેટલાયે ફિલ્મરસિયા અને ગીતરસિયાઓનું આ ગમતું ગીત રહ્યું છે. રફીસાબ અને કિશોરદા બન્નેએ આ ગીતને ખૂબ લાડ લડાવ્યા છે. બંગાળી અવતાર તો ઔર બી રસપૂર્ણ છે. આભાર.

  • ekta doshi

    અદ્દભુત વાતો. બંને ગાયકના મૂડનો ફરક સાંભળવામાં જ વર્તાય છે. સાથે મીઠા મીઠા બંગાળી ગીતો …જલસો કરાવો છો

  • Jay Thakar

    Songs and music was the heart of those old movies. Even after 50-60 years we remember them and listen or sing them with love. The current trend of not having songs in the movie is surely missing out on something. Besides the song writers and musicians and composers are also deprived.