લીલોતરીનો મંડપ – મયુરિકા લેઉવા બેંકર 20
શું સ્મૃતિ પાસે વીતકભાવોને પુનર્જીવિત કરવાની કોઈ સંજીવની રહેલી છે? ત્રીસત્રીસ વર્ષો બાદ પણ સ્મૃતિમંજૂષામાંથી નીકળેલા ભાવો તરોતાજા હોઈ શકે? જવાબદારીઓ અને માહિતીઓના મસમોટા વજન તળે દબાઈને છેક નીચે બેસી ગયેલી ક્ષણોમાં વીંટાયેલા ભાવોને તાપ, તડકા, વરસાદ, આધિ, વ્યાધિ, ઉપાધિ, વિસ્મૃતિ કોઈ જર્જરિત નથી કરી શકતું?