ગુજરાતના સાયબર ફોરેન્સિક એક્સપર્ટ હર્ષલ ચૌધરી.. 5


ગુજરાતના સાયબર ફોરેન્સિક એક્સપર્ટ હર્ષલ ચૌધરીએ નિયમ લીધો છે કે આ ૨૧ દિવસના લોકડાઉનની પરિસ્થિતિમાં, ઘરે બેઠા બેઠા પણ તેઓ ભારતને સાયબર ક્રાઈમથી સુરક્ષિત કરવાનો પરિશ્રમ કરશે.

જ્યારથી ૨૧ દિવસના આ લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારથી લોકો પોતપોતાના ઘરોમાંં રહીને અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. કેટલાક મિત્રો પોતાના વ્યસ્તતાને લીધે વર્ષોથી અટકી પડેલા શોખ ફરી જીવે છે તો કેટલાક મિત્રો નવી પ્રવૃત્તિઓ શીખીને અને નવા આયામોમાં પોતાની જાતને વ્યસ્ત રાખે છે. આવા કપરા સમયમાં પોતાના ઘરમાં રહીને પણ સમાજોપયોગી કામ સતત કરી શકવું એ એક ઉપલબ્ધી જ કહી શકાય.

ગુજરાતના સાયબર ફોરેન્સિક એક્સપર્ટ હર્ષલ ચૌધરીએ નિયમ લીધો છે કે આ ૨૧ દિવસના લોકડાઉનની પરિસ્થિતિમાં, ઘરે બેઠા બેઠા પણ તેઓ ભારતને સાયબર ક્રાઈમથી સુરક્ષિત કરવાનો પરિશ્રમ કરશે.

આપણા માટે ગર્વની વાત છે કે હર્ષલે લગભગ દસેક દિવસમાં ૧૫ જેટલા સાયબર ગુના પકડી પાડ્યા છે. આ પણ મુશ્કેલીના આ સમયમાં એક મોટી મદદ છે, કારણ કે હર્ષલ આ બધું તદ્દન નિ:શુલ્ક કરે છે. આવા કામ પાછળનો તેનો વિચાર એવો છે કે જેણે પોતાની મૂડી ગુમાવી છે એવા લોકો પાસેથી એ ઉકેલવા પૈસા ન લઈએ અને એમની ઘરે બેઠા નિ:શુલ્ક મદદ કરીએ.

વળી એમણે સરકાર માટે ચાર ફોરેન્સિક ટૂલ્સનું પણ પરીક્ષણ કર્યું છે. એમના આ ખાનગી પ્રોજેક્ટ દ્વારા હર્ષલ એન્ટી ટેરરિસ્ટ સિસ્ટમના કોઈક મહત્વના પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યાંં છે, જેના દ્વારા આપણી ભારતીય સેના અને પોલીસ આતંકવાદીઓને શોધી શકે છે. તેમને ડિજીટલ ઇન્ડિયાનું સાયબર લડવૈયાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે.

હર્ષલ કહે છે કે મોંઘા અભ્યાસક્રમો કર્યાનો અને આવા કામ માટેની મોંઘીદાટ ફી લેવાતી હોવાનો ફરક નથી પડતો, આજના મુશ્કેલ સમયમાં લોકોને મદદરૂપ થવા રાતો જાગીને કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસી દેશ માટે કામ કરવાની મજા જ અલગ છે, એ સંતોષની તોલે કાંઈ ન આવે.

હર્ષલ પોતાની જાતને આ શબ્દોમાં વર્ણવે છે.. “I am a Soldier Securing INDIA not through Weapons but through black screen and green text on it”

હર્ષલને ભવિષ્યની તેમની સફળતાઓ માટે ખૂબ શુભેચ્છાઓ..


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ગુજરાતના સાયબર ફોરેન્સિક એક્સપર્ટ હર્ષલ ચૌધરી..

  • anil sheth

    desh mate kam karnar ne khub khub abhinandan. “jai jawan-jai kishan’ cyber crime pan jawn jevu j kam che ek ya biji rete desh ni raksha kare che. ‘congratulation.to HARSHAL BHAI, DESH BHAKTI NE DANYA CHE.

  • ગોવીન્દ મારુ

    ‘લોકડાઉન’માં ઘરેથી દેશને સાયબર ક્રાઈમથી સુરક્ષીત રાખવા માટે ભાઈશ્રી હર્ષલ ચૌધરી જે પરીશ્રમ કરી રહ્યા છે તે બદલ ‘અભીવ્યક્તી’ બ્લોગ અને ‘મણી મારુ પ્રકાશન’ તરફથી તેઓને સહસ્ત્ર સલામ… અને શુભકામનાઓ…

  • હર્ષદ દવે

    થનગનતો તરવરાટ અને યુવાન જુસ્સો ધરાવતા લોકોને પ્રેરક દૃષ્ટાંત પૂરું પાડનાર હર્ષલને સહર્ષ અભિનંદન…શુભેચ્છા…દેશનું ગૌરવ અને બહુમૂલ્ય ધન છે આવી પ્રબળ ભાવના ધરાવતા યુવાનો…