દિવાળી : तमसो मा ज्योतिर्गमय – ગોપાલ ખેતાણી 14


અક્ષરનાદનો અવાજ અને ઓળખાણ છે એવા સર્જક સહયોગી મિત્રો જેઓ આ વેબસરનામાને એક એવુંં પોતીકું આંગણું ગણે છે જ્યાં તેઓ ઉલ્લાસપૂર્વક અને નિખાલસપણે પોતાના વિચારો, સર્જન અને પ્રયોગો મૂકી શકે છે. અક્ષરનાદ વિક્રમ સંવત્ત ૨૦૭૫ના આજના અંતિમ દિવસની સંધ્યાએ, જ્યારે ચોતરફ ચોપડા પૂજનનો ઉત્સાહ છે ત્યારે ગોપાલભાઈના આજના આ વિચારપૂર્ણ લેખ દ્વારા અક્ષરની આ ઓનલાઈન પરબમાં શ્રી સવા લખી નવા ખાતાની શરૂઆત કરીએ છીએ. સર્વે મિત્રોને દિપોત્સવી પર્વની અનેક શુભકામનાઓ..

‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા’ – આ જ આશા સાથે આપણે વર્ષનો છેલ્લો દિવસ ધામધૂમ સાથે ઊજવીએ છીએ. આખા વર્ષની દરેક અમાસે જેટલો અંધકાર ફેલાવ્યો હોય તેનો બદલો વાળવાનો હોય એમ દિવાળીએ આપણે રોશનીનો ઝગમગાટ કરીએ છીએ.

બસ આવો જ ઝગમગાટ આપણે આપણા અને અન્યોના જીવનમાં ફેલાવીએ તો જિંદગી રોશનીથી ઝળહળા થઈ જાય. તો હવે એ કેમ કરવું એ પહેલા એક વાત સમજીને આગળ વધીએ.

જેમ કે દિવાળી ઊજવવાનું આપણું જે આયોજન હોય તેને સમય, સંજોગો અને “લક્ષ્મીજી”ની કૃપા અનુસાર આખરી ઓપ આપીને ઊજવીએ છીએ. આવું જ કંઈક આપણે જીવનમાં પણ કરી જોઈએ.

જો આપણું ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું આયોજન હશે તો જીવનમાં અચાનક આવનારી “અમાસ” પણ “દિવાળી” બની જશે.

ટૂંકા ગાળાનું આયોજન એટલે સમય અવધી પ્રમાણે અથવા નાનકડા લક્ષ્ય સિધ્ધ કરવા માટેનું આયોજન. જેમ કે એક વર્ષમાં પચાસ હજારની બચતનું આયોજન અથવા ચાર વર્ષમાં ડીસ્ટન્સમાં એમબીએ પૂરુ કરવાનું આયોજન.

લાંબા ગાળાનું એટલે મોટા લક્ષ્ય અને જિંદગીભરનું આયોજન. નોકરી ધંધાનું આયોજન, ઘરનું મકાન, લગ્ન, બાળકોના ભણતરના આયોજનની સાથે સાથે આર્થીક –સામાજિક અને અંગત જવાબદારીઓનું આયોજન.

તમને થશે કે આ દિવાળીથી શરું થતી વાત કશે આડે પાટે ચડી ગઈ કે શું? ના મારા ભઈ ના. દિવાળીએ જ તો આપણે ચોપડા પૂજન કરવાનો રિવાજ છે ને? તો આ વખતે આપણે આપણા માટે, આપણા જીવનના ચોપડા માટે ચોપડા પૂજન કરીએ.

તો મુદ્દા પર ફરીથી આવીએ.

  • ચાદર હોય તેટલા જ પગ લંબાવીએ. દેખાદેખીમાં ખિસ્સા ખાલી ન કરીએ.
  • રોટી, કપડાં ઔર મકાન – ત્રણ વસ્તુને પ્રાથમિકતા આપીએ.  આરોગ્યપ્રદ ખોરાક, પોષાય તેવા કપડાં અને જરૂરિયાત મુજબનું ઘર.
  • પ્રાકૃતિક આપદા વખતે આપણને આપણી આજુબાજુના લોકો જ મદદે આવશે. ઓનલાઇન એપ્લીકેશનવાળા શોધ્યાએ નહીં જડે. માટે ઓફલાઈન સંપર્ક પણ બનાવી રાખીએ.
  • સ્વાસ્થ્ય વિષે સજાગ રહીએ. મેડીક્લેઈમ /આયુષ્માન કાર્ડ/ મા અમૃતમ કાર્ડ હોવું જ જોઈએ.
  • વિમો ખરેખર આગ્રહની વિષય વસ્તુ છે.
  • ઘરના દરેક સભ્યનું બચત ખાતું હોવું જોઈએ અને નામ પ્રમાણે તેમાં બચત થવી જોઈએ.
  • શિસ્ત બહુ જ આવશ્યક છે. શરુઆત આપણાથી જ કરીએ.
  • સમાજને કોઈક રીતે ઉપયોગી થઈએ. શ્રમદાન આપીને અથવા આર્થીક દાન આપીને.
  • જિંદગીને વધુ સારી રીતે જીવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ. અને એ માટે સતત સકારાત્મક અભિગમ કેળવીએ.

તમને થશે કે આ મુદ્દાઓને અને આયોજનને શું લાગે વળગે? પણ આ  જ મુદ્દાઓ આપણી નજર તળે સરકી જાય છે અને સમય પસાર થઈ જાય છે. જો આ મુદ્દાઓનું આયોજન સારી રીતે કર્યું અને સફળ થયા તો તમારા જીવનમાં તો ખુશહાલી રહેશે  જ પણ સાથે સાથે તમારા પર સીધા કે આડકતરી રીતે નભતા દરેક લોકોના જીવનમાં પણ ખુશહાલી કાયમ રહેશે.

આપણે મા સરસ્વતી પાસેથી વિદ્યા, ભગવાન ગણપતિ પાસેથી સ્વાસ્થ્ય અને મા લક્ષ્મી પાસેથી નાણા – ના આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ પણ તે મેળવવા માટે ચિંતન કરતા નથી એટલે ઘણી વાર દુઃખી થઈએ છીએ. આ દિવાળીએ સંક્લ્પ કરીએ કે નવા વર્ષે સકારાત્મક અભિગમ કેળવી આયોજન કરીશું અને તેને સફળ કરવા પ્રયત્નશીલ રહીશું.

આપ સર્વેની દિવાળી મંગલમય રહે, આવનારું વર્ષ સુખ – સમૃદ્ધી – ઐશ્વર્યથી ભરપૂર રહે એ જ મનોકામના.

નૂતન વર્ષાભિનંદન.

– ગોપાલ ખેતાણી


Leave a Reply to anil1082003Cancel reply

14 thoughts on “દિવાળી : तमसो मा ज्योतिर्गमय – ગોપાલ ખેતાણી

  • Mayurika Leuva

    નવા વર્ષની શરૂઆત સાથે આપણાંં જીવનની નવેસરથી, આયોઅજનબદ્ધ શરૂઆત કરવા તરફ દિશાનિર્દેશ કરતો ખૂબ સરસ, ઉપકારક લેખ.
    આભાર ગોપાલભાઈ.

  • ગોપાલ ખેતાણી

    આપ સર્વે વાચક ગણ, અક્ષરનાદ પરિવાર અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નૂતન વર્ષ આપ સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સ્નેહ, સિધ્ધી અને સમૃદ્ધી આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.

  • jayantibhai

    મને લાગે છે કે તમે મારાજવિચાર લખી નાખ્યા. મને કેવા ગમ્યા હશે ધન્યવાદ

  • mydiary311071

    ખુબજ સરસ લેખ, અક્ષરનાદના સર્વે વાચકો, લેખકો અને સંપાદકને નુતંવર્ષાભિનંદન

  • Piyush

    લેખ ખરેખર અંધારે થી જ્યોતિ તરફ જાય છે. એના અનુકરણીય સ્ટેપ દર્શાવે છે….ખૂબ સરસ…. નૂતનવર્ષાભિનંદન..

  • anil1082003

    AKSHARNAAD & SHRI JIGNESH BHAI .& ALL OF WRITER, READER . WISH YOU HAPPY DIWALI. PROSPEROUS COMING NEW YEAR. ALL DAYS ARE SAME, ALL DAYS SUN RISES, NEVER FORGET TO RISE. THIS WAY WE NEVER FORGET OUR RESPONSIBILITY TO RISE. DIWALI IS ON AMASH (DARK DAY) , STILL IT’S DIVA DAY. LIGHTING DAY. THIS WAY LIGHTING OUR LIFE ON DARK, WISH YOU ALL THE BEST EVERY BODY. ENJOYED.

  • hdjkdave

    વાહ, આવો સુંદર, સચોટ અને સર્વોત્તમ સંકલ્પ સકારાત્મક અભિગમથી સાકાર કરવાની સફળતા સહુને સાંપડે એ નવ વર્ષની શુભ મંગલ કામનાઓ સાથે સહુને હેપી ન્યુ યર…
    આપણા આયોજનમાં પ્રભુની શક્તિ સ્વરૂપા રિદ્ધિ, સિદ્ધિ અને પ્રસિદ્ધિ ભળે તો નવું નવલું વર્ષ અભરે ભરાય એટલું પ્રસન્ન સ્વાસ્થ્ય, સંપત્તિ અને સક્રિય સમયનો સાથ મળે.
    અક્ષરનાદ પર અક્ષરબ્રહ્મ ની કૃપાદૃષ્ટિ અને દૃષ્ટા અને સ્રષ્ટા (સર્જકો) સદા પ્રગતિશીલ, જ્ઞાન ગંગા વહેતી રહે. માઇક્રો અને મેક્રો સર્જનોની સરવાણી સરિતા બની ધસમસતી રહે, અને જીજ્ઞેશ ભાઈ તે સરિતામાં સરવાનો અને તરવાનો સમય મળતો રહે …એમની સંકલ્પશક્તિ ઈશ્વરનું વરદાન છે…જેનો લાભ પાઠકો ને વધારે ને વધારે મળતો રહે…સહુને નૂતવર્ષાભિનંદન