પરિણામ – પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15


અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય પાંચમી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯) નું પરિણામ આજે પ્રસ્તુત છે..

બંને નિર્ણાયકો જાણીતા અને માઇક્રોફિક્શનના અદના સર્જકો એટલે એમનો નિર્ણય પણ ખૂબ ચીવટથી અપાયેલ ગુણાંક સાથેનો છે.. શ્રી ભારતીબેન ગોહિલ અને શ્રી મિત્તલબેન પટેલ એ બંને પોતપોતાના કામની અતિશય વ્યસ્તતા છતાં આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ધ્યાનથી વાંચી, ખંતથી તપાસીને અત્યંત કાળજીપૂર્વક ગુણાંક આપ્યા છે.

દરેક માઈક્રોફિક્શન વાર્તાને નિર્ણાયકોએ દસમાંથી ગુણાંક આપ્યા છે અને બંનેના ગુણાંકની સરેરાશ કરીને મને મોકલી આપ્યા છે, સાથે તેમના મતે વિજેતા ન થયેલી પણ નોંધપાત્ર માઇક્રોફિક્શનની યાદી પણ મોકલી છે. આટલી બધી માઈક્રોફિક્શનને નાણીને માર્ક્સ આપવાની આ પ્રક્રિયા એના નિર્ધારિત શેડ્યૂલ કરતાં થોડી મોડી પૂર્ણ થઈ એટલે પરિણામ પણ થોડાક લંબાઈ ગયા. પણ એ સચોટ અને ચીવટપૂર્વક આપેલા છે એ વાતનો સંતોષ છે. બંને નિર્ણાયકોનો હ્રદયપૂર્વક આભાર.

ઘણાં અજાણ્યા મિત્રોની ખૂબ સરસ માઇક્રોફિક્શન પણ આ સ્પર્ધાને લીધે માણવાનો અવસર મળ્યો. તો ઘણાં જાણીતા નામ નિરાશા લઈને આવ્યા એમ પણ થયું. પરંતુ વિજેતા અને નોંધપાત્ર માઇક્રોફિક્શન વિશે બંને નિર્ણાયકોનો મત એકાદ અપવાદને બાદ કરતા લગભગ મળતો આવે છે.

તો અક્ષરનાદની પાંચમી માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯) ના વિજેતા છે..

૧. ચિંતન લાખાણી – ૧૦૦૧/- રૂ
૨. ગોપાલ ખેતાણી – ૫૦૧/- રૂ
૩. સુષમા શેઠ – ૨૫૧/- રૂ

પ્રોત્સાહન માટે એક જ ઇનામની ગણતરી કરી હતી, પણ નિર્ણાયકશ્રીઓએ ત્રણ નામ આપ્યા છે, એટલે સરખે ભાગે વહેંચવાને બદલે દરેકને – ૧૦૧/- રૂપિયા આપીશું.

આશ્વાસન ઈનામ – ૧૦૧/- રૂ દરેેેેેેકને

* વિપ્લવ ધંધુકિયા
* પારુલ મહેતા
* પરબતકુમાર નાયી

ઉપરાંંત છએ વિજેતાઓને યોગ્ય વ્યવસ્થા મુજબ પુસ્તકો / વાઉચર અને પ્રમાણપત્ર પણ કુરિયર દ્વારા મોકલીશું. ઈનામની રકમ ચેક કે ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા ભારતીય બેંક ખાતામાં આપી શકીશું. ગત સ્પર્ધામાં ભારતમાં રહેતા વિજેતાઓને ઈનામની રકમ સમયસર મોકલી શક્યા હતા. આ વખતે પણ એ જ પ્રયત્ન થશે. નિર્ણાયકોના મતે વિજેતાઓ સિવાય જેમની માઇક્રોફિક્શન આ સ્પર્ધામાં ઉલ્લેખનીય રહી તેના સર્જકોની યાદી આ મુજબ છે..

સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેનાર અનેક મિત્રોને તેમની મહેનત બદલ અભિનંદન. વિજેતા મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્યના આ હવે જાણીતા થઈ ગયેલા અને જેના નામે કંઈ પણ પીરસવાની છૂટ લઈ બેસતા લોકોની વચ્ચે આ સુંદર મજેદાર વાર્તાસ્વરૂપની સેવા આપણે સૌ સાથે મળી કરી શકીએ અને તેને વિકસાવવાના પ્રયત્નમાં સૌનો સહકાર સતત મળતો રહે એવી અપેક્ષા. વિજેતા મિત્રોને તેમના ઈનામની રકમ, વાઉચર્સ / પુસ્તકો અને સર્ટિફિકેટ અંગે વાત કરવા ૯૯૭૪૪ ૧૦૮૬૮ પર ફોન કે વોટ્સઅપ દ્વારા સંપર્ક કરવા વિનંતિ.

સ્પર્ધામાં આટલી મોટી સંખ્યામાં ભાગ લઈ દર વખતે આ સ્પર્ધાને એક નવી ઉંચાઈ આપવા બદલ સર્વે મિત્રોનો અત્યંત આભાર. વર્ષે એકવાર થતી હોવાને લીધે અનેક મિત્રો એની રાહ જોતાંં હોય છે, એ સર્વેની અપેક્ષાઓ પર આ સ્પર્ધા અને આયોજન સદાય પાર ઉતરે એ જ અભ્યર્થના. સર્વે સર્જકો, સહભાવકો, વાચકો અને નિર્ણાયકોનો ખૂબ આભાર.

આવતા વર્ષે છઠ્ઠી સ્પર્ધા સાથે વધુ વિશાળ આયોજન અને મોટા ઈનામો સાથે ફરી મળીશું.. ત્યાં સુધી જય સર્જન!

— જિજ્ઞેશ અધ્યારૂ, સંપાદક, અક્ષરનાદ.કોમ

aksharnaad microfiction flash fiction competition results


15 thoughts on “પરિણામ – પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • જગદીશચંદ્ર ત્રિવેદી

    વિજેતાઓને અભિનંદન.મને આજે અજાણતા જ આપની w.site મળી.મઝા પડી.હું પણ મારી વાર્તાઓ મોકલત.પણ માઇક્રો.વિશે કલિયર નથી

  • Hitesh Rathod

    પાંચમી માઈક્રોફિક્શન સ્પર્ધા – ૨૦૧૯ના આયોજકો અને નિર્ણાયક ગણનો ખૂબ ખૂબ આભાર!
    સ્પર્ધામાં વિજેતા થયેલ મિત્રોને તેમજ ભાગ લેનાર સૌ સર્જકોને હાર્દિક અભિનંદન!
    લખતા રહો…નિરંતર…
    આભાર!

  • Vishnu Panchal

    ઉત્તમ કાર્ય .
    વિજેતાઓને અભિનંદન.
    શું માઈક્રોફિક્શન શબ્દ અંગ્રેજી છે એના માટે સારો માતૃભાષામાં શબ્દ ન શોધી શકાય?

    • અંકુર પી બેંકર

      મારા મતે એની જરૂર નથી. જે રીતે ગઝલ, હાઇકુ અને સોનેટ ગુજરાતી સાહિત્યમાં તેમના મૂળ નામે સહજ ગોઠવાઈ ગયાં છે તેમ માઇક્રોફિક્શન પણ ગોઠવાઈ જશે.

  • Meera Joshi

    વાહ, અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધાના તમામ લેખકો અને વિજેતાઓને અભિનંદન!

  • ગોપાલ ખેતાણી

    અક્ષરનાદ અને રિડ ગુજરાતી – આ બે ફક્ત નામ નહીં.. ફક્ત વેબસાઈટ નહીં પણ એવી અનમોલ ભેંટ છે કે જેમના થકી હું સાહિત્ય વૈભવ માણી શક્યો છું… સાહિત્યીક સમજ કેળવી શક્યો છું અને સાહિત્ય સર્જન કરી શક્યો છું. યાદ છે કે ૨૦૧૩માં જ્યારે ચેન્નાઈ હતો ત્યારે અક્ષરનાદ અને રિડગુજરાતી આ બે સાઇટ થકી મને ઘણો સહારો હતો. માઇક્રોફિક્શનનો ચસ્કો મને ત્યારથી લાગ્યો. અને તે સાથે લાગલગાટ પાંચેય માઇક્રોફિક્શન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો. માઇક્રોફિક્શનની સમજ આપનાર જીજ્ઞેશભાઈ અધ્યારુ, ડો. હાર્દિક ભાઈ યાજ્ઞીક, “સર્જન” પરિવારના તમામ મિત્રો અને માઇક્રોસર્જન.ઇન વેબસાઇટનો ખૂબ ખૂબ આભારી છું. આ સ્પર્ધાના નિર્ણાયક ગણનો પણ હ્ર્દયપૂર્વક આભાર. વિજેતા મિત્રો, નોંધપાત્ર સર્જકો અને ભાગ લેનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અક્ષરનાદ વટવૃક્ષમાંથી “કબીર વડ” બને એ મા સરસ્વતીને પ્રાર્થના.

    • Parbat

      આભાર
      અક્ષરનાદ બ્લોગ ટીમ , જીગ્નેશ સર
      આભાર
      સૌ સ્નેહીઓનો