અક્ષરપર્વ – ૨ : કાર્યક્રમની વિગતો 8


અક્ષરપર્વ – ૨ : કાર્યક્રમની વિગતો

સ્વ. પ્રકાશ પંડ્યાના અવસાનના બરાબર એક અઠવાડીયા પહેલા, હું ઓરિસ્સા હતો ત્યારે રાત્રે લગભગ સાડા આઠે પ્રકાશભાઈનો ફોન આવેલો. મને કહે કે તમે ગાઈ શકો છો એ ખબર નહોતી. કદાચ શ્રી હર્ષદભાઈ દવેએ તેમને અક્ષરપર્વ-૧નો વિડીયો દેખાડ્યો હશે. મેં કહ્યું, શોખ તો વર્ષોથી પણ હિંમત નથી થઈ કદી, એક જ વખત અક્ષરનાદનું પર્વ યોજેલું એમાં ધ્રુવભાઈની રચનાને સ્વર આપવાનો પ્રયત્ન મેં કરેલો. મારા પોતાના ગાયેલા ગીતો મારા સિવાય અને ઘરના સભ્યો સિવાય ભાગ્યે જ કોઈએ સાંભળ્યા છે. તો એ કહે, અક્ષરપર્વનો એ કાર્યક્રમ સાત વર્ષ પહેલા કરેલો, ત્યાર પછી ફરી કદી કેમ કર્યો નહીં? મેં કહ્યું, એ વખતે એટલા ખરાબ અનુભવ થયેલા કે પછી હિંમત જ ન થઈ. કવિસંમેલનમાં દિગ્ગજ કવિઓ સ્ટેજ પર હતા, અને એટલા જ શ્રોતાઓ સામે હૉલમાં. આર્થિક રીતે પણ ઘણો ઘસાયેલો અને જ્યારે એ સિવાય પણ સાથ આપવાનો વારો આવ્યો ત્યારે એક ગૃપના મિત્રોએ હાથ ખેંચી લીધો હતો, એટલે હવે હિંમત નથી થતી.

પણ પ્રકાશભાઈ મક્કમ હતા. કહે.. હવે કરી જોઈએ. હોલની જવાબદારી મારી, અને બીજી વ્યવસ્થાઓ તમે કરો એમાં પૂરેપૂરો સાથ મારા તરફથી, પણ આ કાર્યક્રમ થવો જ જોઈએ. તમારા આયોજનમાં તો ખામી નહીં જ હોય એવો વિશ્વાસ છે મને.. ત્યાર પછી ત્રણેક વાર તેમણે ફોન કરી કહેલું કે તેમણે હોલ બુકિંગ વિશે, કાવ્યપાઠ માટેના મિત્રોના નામ માટે, અક્ષરનાદ પર નવા ઈ-પુસ્તકો માટે એમ અનેક બાબતોમાં ગોઠવણી શરૂ કરી દીધી હતી. તેમનું અવસાન થયું એના આગલા દિવસે પણ રાત્રે અમે અડધો કલાક વાત કરેલી. મારી લખાઈ રહેલી નવલકથા ‘વૃષાલી’ની ચર્ચાઓ ઘણી વખત થઈ હતી, એક વાર તો તેમના ઘરે દિનકરભાઈની હાજરીમાં વિશદ ચર્ચા પણ થયેલી, એ જ ચર્ચા અમે ફોન પર પણ આગળ વધારેલી. ફોન મૂક્યો એ પહેલાના એમના છેલ્લા શબ્દો હતા, ‘ચિંતા ન કરો, બધુ થઈ જશે.. હું બેઠો છું ને..’

અને જુઓ, આજે એ નથી અને તે છતાં એમના જ લીધે વિચાર્યુંય ન હોય એવો સરસ કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે. હર્ષદભાઈ દવે, અરુણાબેન ચોકસી અને પ્રકાશભાઈના વર્તુળના અનેક મિત્રો તદ્દન નિઃસ્વાર્થભાવે આ કાર્યક્રમની વ્યવસ્થા અને ગોઠવણીમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત લાગેલા છે, ક્યાંય મદદની જરૂર હોય તો નિઃસંકોચ કહેવા ફોન કરીને સતત પૂછે છે, પોતે મહેનત કરીને બધી ગોઠવણી કરે છે.. પ્રકાશભાઈ નથી તો પણ બધું એમણે ધાર્યું હતું એમ જ એમના થકી જ ગોઠવાઈ રહ્યું છે.

‘અક્ષરપર્વ-૨’ થઈ રહ્યું છે.

શ્રેયસ વિદ્યાલય, માંજલપુર, વડોદરાના હૉલમાં ૧૫ જુલાઈએ સવારે ૯ વાગે કાર્યક્રમ શરૂ થશે. રૂપરેખા નીચે મુજબ છે.

કાર્યક્રમની વિગતો –

૯.૦૦ થી ૯.૧૫ – દીપ પ્રાગટ્ય અને વંદના, પ્રકાશભાઈ પંડ્યાને શ્રદ્ધાંજલી
૯.૧૫ થી ૯.૩૦ – પાત્ર : નર્મદાનું મંચન
૯.૩૦ થી ૧૦.૩૦ – ‘જડ્યું તે લખ્યું’ – ધ્રુવભાઈ ભટ્ટ
૧૦.૩૦ થી ૧૦.૪૫ – માઈક્રોફિક્શન ૧ મંચન
૧૦.૪૫ થી ૧૧.૪૫ – ‘પાત્રોની પરિકલ્પના’ – દિવાનભાઈ ઠાકોર
૧૧.૫૦ થી ૧૨.૧૦ – પાત્ર – ‘લોહીની સગાઈ’ વાર્તાના અમરતકાકીનું મંચન
૧૨.૧૦ થી ૧.૧૦ – ‘પ્લોટ ક્યાંથી મળે?’ – મીનાક્ષીબેન ચંદારાણા
૧.૧૦ થી ૧.૪૫ – ભોજન
૧.૪૫ થી ૨.૦૦ – માઈક્રોફિક્શન ૨ મંચન
૨.૦૦ થી ૩.૧૫ – માઈક્રોફિક્શનનો મુસદ્દો – જીજ્ઞેશ અધ્યારૂ અને હાર્દિક યાજ્ઞિક
૩.૧૫ થી ૩.૩૦ – પાત્ર – જુમો ભિસ્તી
૩.૩૦ થી ૪.૨૦ – વાર્તાનું એડિટિઁગ અને સંક્ષેપ – હર્ષદ દવે
૪.૨૦ થી ૫.૦૦ – માઈક્રો મુશાયરો
૫.૦૦ થી ૫.૧૫ – માઈક્રો મૂવીઝ રીલીઝ
૫.૧૫ થી ૬.૦૦ – કવિ સંમેલન
અને ત્યાર બાદ ‘અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૪’ના વિજેતાઓની જાહેરાત થશે.

પાત્રમંચન અને માઈક્રોફિક્શનમંચનમાં જે મિત્રો ભાગ લેવાના છે તેમના નામ છે
સુષમાબેન શેઠ
અંકુર બેંકર
મયૂરિકા બેંકર
ગોપાલ ખેતાણી
જીજ્ઞેશ કાનાબાર
દિવ્યેશ સોડવડિયા
જીજ્ઞેશ અધ્યારૂ
સરલા સુતરિયા
દર્શનાબેન વ્યાસ

કાવ્યપઠન કરનાર મિત્રો છે
મીનાક્ષી ચંદારાણા
અશ્વિન ચંદારાણા
જીજ્ઞેશ અધ્યારૂ
નિકુંજ ભટ્ટ
હાર્દિક પંડ્યા હાર્દ
સરલા સુતરિયા
સંજય થોરાત
લીના વછરાજાની
પારૂલ મહેતા
કિરણ શાહ
લતા કાનુગા

માઈક્રોફિક્શન પઠન કરનાર મિત્રો છે
શિતલ ગઢવી
દિવ્યેશ સોડવડિયા
આલોક ચટ્ટ
હેતલ ગોહિલ
જલ્પા જૈન
સંજય ગુંદલાવકર
દર્શના વ્યાસ
સુષમા શેઠ
અંકુર બંકર
મયૂરિકા બેંકર

કાર્યક્રમનું સંચાલન કરશે સર્જનના દર્શનાબેન વ્યાસ અને ડૉ. નિલય પંડ્યા.

કાર્યક્રમ માટે પ્રવેશ નિઃશુલ્ક છે પણ મારા નંબર ૯૯૭૪૪૧૦૮૬૮ પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. બપોરના ભોજન અને ચા-નાસ્તા માટેની વ્યવસ્થા છે પણ એ ટોકન ચાર્જથી છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે અને સીટ મર્યાદિત છે. કાર્યક્રમ ચોક્કસ સમયે શરૂ થઈ જશે. અક્ષરનાદના ફેસબુક પેજ પર કે યૂટ્યૂબ પર તેને લાઈવ કરવાનો પ્રયત્ન કરીશું.

આપ સૌના આશિર્વાદ, સ્નેહ અને સહકાર આમ જ સતત મળતો રહે તો અક્ષરપર્વને દર વર્ષે થતો કાર્યક્રમ બનાવવો છે. ઈશ્વરેચ્છા બલિયસી..

તો મળીએ ૧૫ જુલાઈએ!

– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
અક્ષરનાદ.કોમ

Akshar Parv Program Details


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “અક્ષરપર્વ – ૨ : કાર્યક્રમની વિગતો