નૂડલ્સના ‘પપ્પા’ સેવ મમરા – ગોપાલ ખેતાણી 34


“ભૂખ લગી હૈ? બસ દો મિનિટ..” (પણ થઈ જાય દસ મિનિટ) અને કટોરામાં ઢિલા-ઢફ્ફ ગૂંચળા પોતાની માથે ગરમ મસાલાનું આવરણ ઢાંકીને પડ્યા હોય નૂડલ્સ. આ નૂડલ્સને કોઇએ અવાજ કર્યો. નૂડલ્સ બોલ્યા “કોણ?” જવાબ આવ્યો, “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં લેકીન નામ હૈ સેવ-મમરા!”

અહીં જો કે મેગી કે અન્ય કોઈ નૂડલ્સને ખરાબ દેખાડવાનો ઉદ્દેશ્ય છે જ નહિ, મેગીએ કોલેજકાળમાં અમને સાચવ્યા છે. પણ સેવ – મમરાએ તો સૌથી વિષમ પરિસ્થિતીમાં પણ સાથ આપ્યો છે તેની વાત કરવી છે.

નાનપણમાં ઘરમાં પાંચસો ગ્રામની એક થેલી પડેલી હોય, જેમાં બ્રાન્ડનેમ છાપેલું હોય પણ નીચે એક વાક્ય લખેલું હોય “ગોંડલના પ્રખ્યાત મમરા”! કોઈ પણ બ્રાન્ડ લો.. ટેગ લાઈનતો એ જ! ભૂખ લાગી હોય તો હાથવગો નાસ્તો એટલે સેવ-મમરા. અને જો સેવ ઘરમાં ખૂટી તો પાંચ રુપીયા માંગી દોટ મૂકી ફરસાણની દુકાને જઈ નાયલોન સેવ લઈ આવવાની. કાચા મમરા, સેવ અને જો માથે “ટોપીંગ્સ” મુકવા હોય તો ટમેટા, કાકડી, કાચી કેરી અને ડુંગળી.

આ ન હોય તો યે સેવ-મમરા એકલાયે રાજકુમાર જેવા જ રુઆબદાર હોં!

ઘણાં લોકો અડદનો પાપડ શેકી, તેનો ભુકકો કરી સેવ-મમરાંમાં ભેળવે અને થોડું તેલ-મીઠું-મરચું પણ સાથે નાખે.. એ પણ સ્વાદીષ્ટ આઈટમ બને. મોંમા પાણી આવ્યું?!

રાજકુમારની જેમ તાજપોશી થાય એમ સેવ-મમરાની તાજપોશી એને વઘારીએ ત્યારે થાય! ગરમાગરમ વઘારેલા સેવ-મમરાની સુગંધ જ અદભુત હોય! તાવ કે શરદી હોય અને કોઈ પણ પકવાન મોઢે લાગતાં ન હોય ત્યારે આ વઘારેલા સેવ-મમરા (સહેજ મરીનો ભૂકો છાંટીને) “બેસ્ટ” નાસ્તો. દર્દી એની સોડમ નાકમાં લેતાં જ અડધો સાજો થઈ જાય. આ વઘારેલા સેવમમરા અન્ય વાનગીઓને પણ મોંઘેરી બનાવે હો! ઘરે જન્માષ્ટમી પર ચેવડો, ચવાણુ બને એમા સેવ-મમરા સાથ આપે. ફટાફટ ભેળમાં સેવ-મમરા અવિભાજ્ય અંગ.

ભગવાનને ધરાવાતા છપ્પ્નભોગમાં સેવ-મમરાનો ઉલ્લેખ થયો હોય તેવું જાણવામાં આવ્યું નથી આથી એમ લાગે છે કે છાસની જેમ સેવ-મમરા પણ દેવોને દુર્લભ જ છે! કોઈ ઈતિહાસકાર, પંડિત, ચારણ-ગઢવી ભાઈઓ ફોડ પાડે તો સેવ-મમરાને ઉચિત ન્યાય મળશે એવું મારુ માનવુ છે.

શાળાથી લઇને કોલેજ સુધી જ્યારે પરીક્ષા સમયે વાંચવા બેસતો ત્યારે કાચા મમરા અને સેવ પાસે રાખતો. સેવમમરા ખાતા ખાતા મને વધુ યાદ રહેતુ એવુ મને લાગતું. (આડ વાત – પરીક્ષા વાંચન સમયે જ તમને સૌથી વધુ ‘ઈનોવેટિવ” વિચાર આવતા હશે.. ખરું કે નહીં?) ભાવનગર કોલેજમાં હતો ત્યારે સેવમમરા સાથે લઈ જતો. બધા મિત્રોની પાસે સેવમમરા તો અચૂક હોય જ. વઘારેલા સેવ મમરા, લસણિયા સેવ મમરા અને અલગ અલગ ગામનાં સેવમમરા અમે પચાવતાં.

જે કંપનીમાં મને પહેલી નોકરી મળી એ કંપનીના એમ.ડી. સાહેબ પોતાની ચેમ્બરમાં એક નાનો ડબ્બો રાખતાં અને એમાં ઓફીસબોયને સુચનાં હતી કે દર અઠવાડીયે સેવમમરા (કાચા) એમાં ભરી દેવા. જૂના સેવમમરાનો લાભ અમે લઈ લેતા. હવે તો નામચીન કંપનીઓ પેકીંગમાં સેવમમરા લાવવા માંડી છે કારણકે ઘરોમાંથી આ “મિડલ ક્લાસ” નાસ્તાએ મૃતઃપ્રાય અવસ્થા પ્રાપ્ત કરી છે.

સેવમમરાને ફરી પ્રતિષ્ઠા અપાવવા હવે એક કહેવત વહેતી મૂકવી પડશે.. જેમ “સસ્તું ભાડુ ને સિધ્ધ્પુરની જાત્રા” તેમ “સસ્તું નાણું ને સેવમમરાનો નાસ્તો!”

મિત્રો આ સેવમમરાનો નાસ્તો પેટન્ટ કરાવવા જેવો, નહીં?

જતા જતા એક છમકલું..

“શિયાળે ઢોકળા ભલા ને ઉનાળે ઠંડી છાશ,
ચોમાસે ભજીયા વાલીડાં, સેવ-મમરા બારે માસ!”

– ગોપાલ ખેતાણી


Leave a Reply to lata kanugaCancel reply

34 thoughts on “નૂડલ્સના ‘પપ્પા’ સેવ મમરા – ગોપાલ ખેતાણી

  • anil1082003

    TO DAY OCTO.8TH.2019 RED YOUR ARTICLES. WAH BHAI WAH SEV-MAMRA TE TO KARI KAMAL. KHAO JINDGI BHAR .RAHO ROG THI DOOR .NA KARE DIABITISH NA KARE HEART ATTECK. NA ANY COLOSTER. KIDNEY .BP. PROBLEM. RAKHE SADAY NIROGI WAH SEV -MAMRA DEKHI TARI KAMAL.” BEST FOOD FOR LIVE LONGE” CALORY COUNTER MUST USED RANGILA SEV-MAMRA.

  • GOPAL KHETANI

    લતાજી, પુર્વીજી, જીતુભાઈ, ડીવીએસ… આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા શબ્દો નવું લખવા પ્રેરે છે.

  • DVS

    અફલાતુન… ગોપાલભાઇ તમારા સેવ મમરાએ ધુમ મચાવી….ખુબસરસ…

  • Purvi babariya

    સેવ મમરા….અબાલવૃધ્ધ દરેકને ભાવે…. .બહુ.સરસ લેખ… ગોપાલભાઇ….

  • lata kanuga

    લેખ વાંચીને મમરા વઘારાતા હોય એવી સોડમ આવવા લાગી હો..!
    મને તો તાજા વઘારેલા મમરાના 4 5 બૂકડા ન મારુ ત્યાં સુધી ડબ્બામાં ભરવાનું સુજે જ નહિ હો!

  • gopal khetani

    અંકિત, ભુષણ, રક્ષાજી, મયુર, ચિરાગ અને “મેરા તુફાન” નો ખુબ ખુબ આભાર. જય જય ગરવી ગુજરાત.

  • Bhushan Karia

    ખૂબ જ સરસ લેખ ભાઈ !! હંમેશા તમારી સર્જનાત્મક અને મનોરંજક કથાઓ વાંચવામાં ઘણો આનંદ આવે !!

  • gopal khetani

    દિપેશ (આવું આશ્ચર્ય અક્ષરનાદમાં જ મળે) , રાજેશભાઈ (તમારી પ્લેટ પાકી), શીતલબેન (પરીક્ષા વખતના વિચારો રજુ કરજો), પંકજભાઈ, ભાવેશ, હિતેષભાઈ, જિલેષ, અંકીતાજી અને વિમલાજીનો ખુબ ખુબ આભાર પ્રતિભાવ આપવા બદલ. અક્ષરનાદ વંચતા રહો. જય જય ગરવી ગુજરાત !

  • GOPAL KHETANI

    સૌ પ્રથમ જિગ્નેશભાઈ આપનો ખુબ ખુબ આભાર. જોડણી ભુલોના સુધારા બદલ અને અક્ષરનાદનું ઉત્તમ પ્લેટફોર્મ પુરુ પાડવા બદલ.
    રજની ખુબ જ આભાર હર હંમેશ સપોર્ટ આપવા બદલ.
    SG તમારો આભાર મસાલેદાર પ્રતિભાવ બદલ.
    વિશાલભાઈ – સેવ મમરા સામે થોડું થવાય સાયબ!!!
    દર્શન – તું અને આપણું ગ્રુપ હમેશા મારા માટે પ્રેરણાત્મક રહ્યું છે, ખુબ આભાર.
    નિલમબેન – આટલા અસ્વસ્થ હોવા છતાં આપે મારો લેખ વાંચ્યો એ મારા માટે સૌથી મોટી ખુશીની વાત છે. સેવ – મમરા આપને જલ્દીથી સ્વસ્થ કરે તેવી મનોકામના
    પ્રવીણભાઈ – આપનો ખુબ આભાર. આપના પ્રવાસ વર્ણન ખુબ જ ટેસ્ટી હોય છે.. અદ્દ્લ સેવ-મમરા જેવા !

  • Nilam Doshi

    મજા આવી ગઇ,ગોપાલભાઇ..સેવ મમરા ન ભાવતા હોય એવી વ્યક્તિ શોધવી અશકય નહીં તો યે અઘરી તો ખરી જ..મારા તો અતિ પ્રિય..એથી સેવ મમરા ખાતા ખાતા તાવ સહિત લખવા બેસી ગઇ ઘી માં વઘારેલા અને મરી, મીઠું નાખેલા હોં..આવી જાવ ખાવા..સાથે જિગ્નેશભાઇને પણ આમંત્રણ..સેવ મમરા ખાવા આવવાનું
    હાઆઆઆઆઆઅ

  • Hitesh Thakkar

    સનોડો ગજબ !!! સરસ રજુઆત ગોપાલભાઇ. બાલપણ યાદ આવી ગય

  • શીતલ ગઢવી

    સાચી વાત..પરીક્ષામાં વાંચતી વખતે જ નવા અખતરા સૂઝે.

  • Rajesh Mandloi

    મિત્ર ખુબ સરસ …….
    મુલ અક્ષત કુળ ના મમરા, ને ચણા કુળ્ ની સેવ,
    ગોપાલ ભાઈ એક પ્લેટ… સેવ મમરા તો દેવ …..,