મરકવાનો મસાલો.. – સંકલિત 9


ટિલ્લુ તેની મમ્મીને – ‘મમ્મી, મને ઉંઘ નથી આવતી, વાર્તા કહે ને!’

ટિલ્લુની મમ્મી – મને પણ ઉંઘ નથી આવતી બેટા, તારા પપ્પા હજુ નથી આવ્યા, એને ઘરે પહોંચવા દે, હું એને પૂછીશ કે ઘરે આવવામાં કેમ લેટ થયા, પછી જોજે, તને નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે.

* * *

પતિ – સાંભળ, આજે આપણે બહાર જમશું.

પત્ની – (ખુશ થઈને) સારુ, હું હમણાં તૈયાર થઈ જા ઉં.

પતિ – હા, હું બહાર ફળિયામાં ચટાઈ પાથરી બેઠો છું, રસોઈ બનાવીને આવી જા.

* * *

ગામડાની સ્ત્રી પોલિસ સ્ટેશનમાં – મારા પતિ એક અઠવાડીયાથી ગૂમ થયેલ છે.

પોલિસ – તેમની કોઈ નિશાની?

સ્ત્રી (શરમાઈને) – જી, બબ્બે છે સાહેબ, આ મુન્નો ૬ વર્ષનો અને પીંકી ૪ વર્ષની..

* * *

છોકરો – ડિયર, એક વાત કહું?

છોકરી – બોલ ને બકા..

છોકરો – આજે વિચારું છું તો સમજ પડે છે કે તું દરેક વખતે મારી સાથે હતી, મારો અકસ્માત થયો ત્યારે, પાંચમા સેમેસ્ટરના ત્રણ વિષયમાં એટીકેટી આવી ત્યારે, મને પથરી થઈ હતી ત્યારે, મને પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો ત્યારે..

છોકરી – હા બકા, કારણ કે આઈ લવ યૂ, અને હું હંમેશા તારી સાથે જ રહીશ..

છોકરો – અરે એમ નહીં યાર, મને લાગે છે કે તું જ પનોતી છે.

* * *

એક ભાઈની તબીયત ખરાબ થઈ, સાંજે તે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કહે, તમે બારેક કલાકના જ મહેમાન છો.. કાલ સવાર પણ નહીં જોઈ શકો એમ લાગે છે.

એ ભાઈએ દુઃખી થઈને પત્નીને વાત કરી, વિચાર્યું કે બધું છોડીને પત્ની સાથે પ્રેમથી વાતો કરે, તેઓ રાત્રે વાતો કરતા બેઠા. રાત્રે ત્રણેક વાગ્યે પત્નીને ઉંઘ આવવા લાગી. પતિએ કહ્યું, અરે, તું સૂઈ જાય છે?

પત્ની બગાસું ખાઈને કહે, તમારે તો સવારે ઉઠવાનું નથી, પણ મારે તો સવારથી કેટલાં કામ કરવાના છે!

* * *

પત્ની – હું પાંચ છ દિવસ મારા પિયર જાઉં છું.

પતિ – પણ નક્કી કરીને કહે કે પાછી ક્યારે આવીશ?

પત્ની – એ નહીં કહું, તમને સરપ્રાઈઝ આપીશ.

પતિ – કહે નહીંતર કદાચ તને જ સરપ્રાઈઝ મળશે.

* * *

સાળીને જોઈને દરેક જીજાજી મનમાં સાસુમાને પૂછવા એ જ પ્રશ્ન વિચારે છે..

કે રસગુલ્લા હતા તો મને દહીંવડા કેમ પધરાવી દીધા?

* * *

ગમે એટલી શૉપિંગ ઍપ ડાઊનલોડ કરો

ને ઑનલાઈન શૉપિંગ કરો

પણ મારી પાસે તમારે જાતે ચાલીને જ આવવું પડશે

અને મારી સામે માથું નમાવીને બેસવું જ પડશે..

– બિલ્લુ બાર્બર

* * *

પંદર સોળ વર્ષ ભણી ભણીને શું ફાયદો

જ્યારે એ જ ખબર ન હોય

કે ફાફડા જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય?

તમે ભણેલા છો?

* * *

રક્ષાબંધનને દિવસે મકાનની માલિકણ ભાડુઆત કૉલેજીયનને –

‘બેટા, આખુ વર્ષ તો તારી કેટલી બધી કઝિન બહેનો આવતી હતી, ને આજે જ કોઈ ન આવી?’

* * *

માર્ક ઝકરબર્ગ વિશ્વનો એકમાત્ર એવો પુત્ર હશે, જેની માં એને કહેતી હશે.. ‘બેટા, તું ટાઈમપાસ છોડ, ફેસબુક અને વોટ્સએપ પર ધ્યાન દે..’

* * *

પતિ-પત્નીમાં લડાઈ થઈ, બે દિવસ અબોલા ચાલ્યા..

ત્રીજે દિવસે પત્ની કહે, ‘આપણે આમ ઝગડીએ એ સારું ન કહેવાય.. એક કામ કરો, થોડા તમે નમો, થોડી હું નમું..’

પતિ – ‘સારું, બોલ શું કરીશું?’

પત્ની – ‘તમે મારી માફી માંગી લો, હું તમને માફ કરી દઉં એટલે પત્યું.’

* * *

દિલ્હીમાં ટ્રાફિક લાઈટ્સ આદેશ છે, ચંદીગઢમાં એ સલાહ છે અને પટણામાં એ ક્રિસમસની સજાવટ છે. (Antonio Martino ની વાત પરથી)

* * *

સાયકોલોજી એટલે તમે જે વાત જાણો છો એ જ વાતને તમે ન સમજી શકો એવા શબ્દોમાં પ્રસ્તુત કરવાની કળા..

* * *

નાના છોકરાના ડાયપર અને રાજકારણીઓ વચ્ચે શું સમાનતા છે?

કે એ બંનેને સમયાંતરે બદલતા રહેવા પડે છે..

અને હા, એકસમાન કારણોથી જ..

* * *

એક વ્યક્તિનો વિચાર ચોરી કરવો ઉઠાંતરી છે,

એકથી વધારે વ્યક્તિઓના વિચારની ઉઠાંતરી એટલે રીસર્ચ.

* * *

પાકિસ્તાન ઓલમ્પિક્સમાં કેમ આટલું પાછળ રહે છે?

કારણ કે જે લોકોને તરતા, કૂદતા, દોડતા કે ઠેકતા આવડે છે એ બધા બોર્ડર પાર કરી ગયા છે.

* * *

મેઁ મારા કોમ્પ્યૂટરનો પાસવર્ડ રાખ્યો છે, incorrect

એટલે હવે જ્યારે હું મારો પાસવર્ડ ભૂલી જા ઉં, કોમ્પ્યૂટર જાતે જ કહે છે, “Your password is incorrect”

* * *

એક છાપામાં આજે વાંચ્યુ કે ગયા વર્ષે ૪૨૬૧૫૭ લોકોએ લગ્ન કર્યા,

જો કે મને છાપાઓ પર શંકા નથી, પણ આ સંખ્યા એકી લાગે છે..

(‘આનંદ ઉપવન’ સામયિક, બઝફીડ વગેરેમાંથી સંકલિત)


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “મરકવાનો મસાલો.. – સંકલિત