ધાર્મિક મહત્વ અને અંધશ્રદ્ધા… – પરમ દેસાઈ 5


‘ભગવાન! આજે તને પાંચસોને એક ધરું છું… માનું છું કે દર વખતે માત્ર એકાવન હોય છે, પણ આજે તારી શરણે થયો છું. શરણની ‘કિંમત’ વધારે હોય ને!’

‘હે ઈશ્વર! જો હું દસમું પાસ થઇ જઈશ તો તને અસલી ઘી નાં લાડુ અપાવીશ!’

‘ઓહ ગોડ! પ્લીઝ… પ્લીઝ… મને નોકરી અપાવી દે… તને પૂરા ત્રણ ગ્રામ સોનું ચઢાવીશ, પણ પહેલા નોકરી અપાવ.’

***

ઉપર્યુક્ત ટુચકા – ટિપ્પણી આપણે ટીવી – સિરિયલ્સ કે ફિલ્મોમાં અવારનવાર સાંભળીએ છીએ. આ સિરિયલ કે ફિલ્મ્સ વાસ્તવિક જીવનધોરણ પરથી ઇન્સ્પાયર્ડ (પ્રેરિત) હોય છે! એટલે કે વાસ્તવિક જીવનમાં પણ આવા ટુચકા-ટિપ્પણી ઉલ્લેખનીય હોય એ સ્વાભાવિક જ છે!

ભગવાન તો જાણે આજના દરેક મનુષ્ય માટે અવિભાજ્ય અંગ છે! ૯૫% લોકો એ અંગને માત્ર ‘દુઃખ-વિપત્તિ’ સમયે જ વાપરે છે!

ધાર્મિક બાબત અંગે લખું છું તો સૌ પ્રથમ ‘ધર્મ’ અંગે જાણવું જરૂરી છે. ‘ગીતા’માં ઉલ્લેખ છે કે ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ કે શીખ નહી, પણ ધર્મ એટલે નિષ્ઠાપૂર્વકનું કામ, એ કામને જ માનવીએ સાચો ધર્મ સમજવો.

પણ, આજે પરિસ્થિતિ વિપરીત માર્ગ લઈ રહી છે. ધર્મના ૧૦૦% માંથી આજે ૬૦% અંધશ્રદ્ધાએ છીનવી લીધા છે!

આવું કેમ ?

તો એના કેટલાક કારણો અહીં પ્રસ્તુત છે :

(૧) ભારત ગ્રામ્ય બહુમતીવાળો દેશ છે. મોટા ભાગનાં વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા ગામડાઓને કારણે અશિક્ષિત લોકો આજે ધર્મને કંઈક બીજું જ સમજીને નિર્વાહ ચલાવે છે.

(૨) અમુક લોકો અન્ય લોકોને ધર્મની ખોટી વ્યાખ્યાઓ આપીને તેમને સાચા ધર્મથી વિમુખ કરી દેતાં હોય છે.

(૩) અમુક પૌરાણિક માન્યતાઓ કે જેનો શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ જ ન હોય, તેનો વ્યવહારમાં ઉપયોગ કરાવીને – કરીને આજે ‘ધર્મ’ ની મૂળભૂત વ્યાખ્યા જ બદલી નંખાઈ છે!

શ્રી પરેશ રાવલ અભિનીત ની ‘ઓહ માય ગોડ’ ફિલ્મ હકીકતની આસપાસની સ્થિતિ વર્ણવે છે. પોતાને ન્યાય મળતો ન હોવાથી ખુદ વકીલ થઈને, કંઈ કેટલાય અંકોડા મેળવીને અંતે તેઓ સાબિત કરી બતાવે છે કે ‘ભગવાન’ ખરેખર અસ્તિત્વ ધરાવે છે! ફિલ્મમાં તેમની સાથેની ભગવાનની મુલાકાત, અનુભવો તથા અંતે ઈશ્વર જ અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો જે ઈશારો કરે છે તે જ ખરેખર આપણા દિલની ધર્મ પ્રત્યેની લાગણી બદલી નાખે એમ થવું જોઈએ.

કોઈક કવિએ કહ્યું છે કે, “Men do not Worship God, but they use him.” (માણસ-આજના યુગમાં ભગવાનની પૂજા કરતો નથી, તેનો ઉપયોગ કરે છે! છે ને વિચિત્ર વાત! ધર્મ આજે અંદરથી ખોખલો થઇ જતો દેખાય છે. આ સ્થિતિમાં હું મારું મંતવ્ય આપું તો :

– ધર્મ એ નિષ્ઠાપૂર્વક કર્તવ્ય નિભાવવાની વાત છે. પછી તે ગમે તે કામ હોય! તે સુથારનું કામ હોય, મિલ-કારખાનામાં કાર્ય કરતાં મજૂરોનું કામ હોય કે પછી સેવાનું કામ હોય. પોતાના જે-તે કામમાં ખંતપૂર્વક, સાચા મનથી રચ્યા-પચ્યા રહો, એને શક્ય એટલી મહેનતથી પૂર્ણ કરો અને પ્રમાણસર જશ મેળવો! ઈશ્વરે આપણું સર્જન કર્યું છે આથી એને આપણા કર્મમાં સવિશેષ રસ હોય એ સ્વાભાવિક છે ! અને… તમે મહેનત – નિષ્ઠાપૂર્વક તમારું કામ કરો છો તો એનું પરિણામ તમારી પાસે જ હશે… એ ક્યાં જશે…? પણ પરિણામ સારું-માઠું બંને હોય! સારા કર્મો સારા પરિણામ તરફ દોરે છે, જયારે દુષ્કર્મો માઠું વાવાઝોડું લઈને જ આવે છે – પરિણામ નક્કી કરનાર ઈશ્વર જ છે. તેથી જ પુરુષાર્થ અને ધર્મનો સમન્વય જ આપણને ઈશ્વરની એક જાતની અનુભૂતિ કરાવે છે – જે આપણા આત્મામાં વસે છે !

– અને આપણા પુરાતન શાસ્ત્રોની મૂળભૂત સમજણથી અલગ જઈને, અવિચારી તર્ક મુજબ, ઉપજાવી કાઢેલી – ભ્રામક માન્યતાઓ એટલે અંધશ્રદ્ધા. ધર્મ અને અંધશ્રદ્ધાનાં ત્રાજવાના બે પલ્લામાંથી આજે અંધશ્રદ્ધાનું પલ્લું ભારે ભરખમ છે. આપણે ધર્મનું પલ્લું ભારે થઇ જાય એવું કાંઈક કરવું જોઈએ !
આપણે મંદિર જઈએ, મસ્જિદ જઈએ, ચર્ચ કે ગુરુદ્વારા જઈએ… ઇટ્સ ઓ કે…ત્યાં સુધી બરાબર છે પણ, પેટીમાં પૈસા મૂકવામાં આવે છે ત્યારે હું “ના” કહું છું. અરે ભાઈ…જેણે આપણને પૈસા આપ્યા છે એને જ આપણે રિટર્ન ગિફ્ટમાં પૈસા પાછા આપીએ છીએ ! અદભુત ! ખુદ લક્ષ્મીજી (પૈસા) સામેથી આપણી પાસે આવે છે અને આપણે એને દાનપેટીમાં પધરાવી દઈએ છીએ! ભગવાનને પૈસાની વળી શી જરૂર? એ તો સૃષ્ટિનો માલિક છે… પણ એ જ પૈસા જો દાનપેટીમાંથી ગરીબો પાસે જાય તો? ગરીબજન સુખી રહેશે…આપણું કર્મ સાર્થક થશે અને ભગવાન તો સમદ્રષ્ટિયુક્ત છે. આપણા કર્મની સફળતા દ્વારા એ આપણા જીવનમાં ખુશી ભરવાનો જ છે.

જો પથ્થર પૂજવાથી દેવ મળે તો… પથ્થર પૂજો અને ભગવાન બનાવી દો! ભગવાનની મૂર્તિ પણ પથ્થર જ છે પણ એને મંદિરની ચાર દીવાલો વચ્ચે માત્ર પવિત્રતાના ભાવ સાથે રાખવામાં આવે છે. હકીકતમાં જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ કંઈ નાના-અમથા ચાર દીવાલો વચ્ચેનાં ગોખલામાં થોડી રહેશે! સૃષ્ટિના માલિક હોવાને નાતે એ સૃષ્ટિના જ કણે-કણમાં રહેશે.

અમુક સમય પહેલા તો જીવની બલિ ચઢાવવાનો યુગ હતો – શરમજનક યુગ. ધર્મના ધતિંગ કરનારા સાધુ – બાવાઓ માણસની બલિ ચડાવવા પર ઉતરી આવ્યા હતા. સમસ્યાઓ નું નિવારણ ન થાય તો, ‘જીવની બલિ સ્વીકાર કર, હે ઈશ્વર…’ કહીને બલિના બકરા (જીવ)નું માથું ધડથી અલગ કરી દેવાતું! આ ક્યાંનો ન્યાય છે !? જોકે હવે તો સાક્ષરતાનો યુગ આવતાં એ બધું બંધ થયું છે. એનો આનંદ છે…

ભૂત-પિશાચના પ્રપંચપાશ, શાપ-અભિશાપ, કાળો જાદુ(Black Magic) વગેરે જેવી અંધશ્રદ્ધા હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરેલી જોવા મળે છે. જો આ બધી અંધશ્રદ્ધા ટૂંક સમયમાં જડમૂળથી નાશ નહીં પામે તો પરમાત્માનો પ્રકોપ આજની ‘ગ્લોબલ વોર્મિંગ’ની અસરને પણ પાછળ મૂકી દેશે… અને પ્રલય થશે! માટે આપણે આજથી જ પ્રતિજ્ઞા લઈએ કે આપણે દેશમાંથી બાકી રહેલી અંધશ્રદ્ધાને પણ દૂર કરીએ અને સ્વતંત્ર, ધર્મયુક્ત – શ્રદ્ધાયુક્ત ભારતનું નિર્માણ કરીએ. વાત મોટી છે, પણ એ આપણો ધર્મ (ફરજ) છે. જો આ ધર્મને આપણે થોડે અંશે સફળ કરીશું તો કદાચ પરમાત્મા આપણા કર્મને ખરેખર તેમના શુભ ફળને લાયક ગણશે.

– પરમ દેસાઈ (મો. ૯૯૨૫૪૮૬૭૨૫, ડી-૧૦૨, સ્પંદન સોસાયટી, સમતા – અરુણાચલ રોડ, સુભાનપુરા, વડોદરા)

વડોદરાના ૧૯ વર્ષીય પરમ દેસાઈનો અક્ષરનાદ પર અને સર્જન પ્રક્રિયામાં એમ બંને ક્ષેત્રમાં હાથ અજમાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. ધર્મ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વૈચારીક મનોમંથનનો સદાબહાર વિષય છે. પરમભાઈના પણ આ વિષય વિશેના વિચારો આજે જાણીએ. પ્રથમ લેખ તરીકે તેમનો આ પ્રયત્ન સરસ છે, અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે..


Leave a Reply to Param DesaiCancel reply

5 thoughts on “ધાર્મિક મહત્વ અને અંધશ્રદ્ધા… – પરમ દેસાઈ

  • niranjan

    vedas and bramand cannot be judged or discribed by Paresh rawal s acting or param bhai desai’ s “samaj” the beauty of hindusim is ” you and god” no one can give a direction. most of finest saints never needed paresh rawal or Murari bapus guidence. on “Andh shradha i do not want that Murakh Paresh rawal tell me.every Human has right to find fullfillment through their way of dharma or faith. Dayanand sarswati, raja ram mohan rai and as late as this authore think their understanding is the right. but all are wrong. this is “Kalyug and satyug thinking on religine or dharma cannot work.

  • Kalidas V. Patel { Vagosana }

    સાચી વાત છે , પરમભાઈ. … નિષ્ઠાપૂર્વકનું કામ એટલે જ ધર્મ. ઓફિસના સમયમાં કામમાં ગુટલી મારીને ” ધાર્મિક કથા ” સાંભળવા જવું તેને ધર્મ કહેશો ? વાસ્તવમાં આજકાલ ધર્મનો ” દેખાડો ” અને દંભ વધ્યાં છે. હું મંદિરમાં દર્શન કરવા જાઉ છું — એવું કહી, એ વાતનો ઢંઢેરો આખી સોસાયટીમાં પીટવાની શી જરૂર છે ? … બસ, બીજાને દેખાડવા માટે આ બધાં ટીલાં- ટપકાં,માળા,ભજન કરવામાં નથી આવતાં ? … અને, ભગવાનના પણ કેટલા બધા ભાગ પાડી દીધા છે ? કદાચ ભગવાન ખુદ આવીને કહેઃ ” હું ભગવાન છું. ” — તો લોકો પૂછશેઃ ” કોના ભગવાન ? કયા ભગવાન ? … ” ભગવાનને પણ છત્રીસ કરોડ ભગવાનની ડીરેક્ટરી તપાસવી પડશેને ?
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • gopalkhetani

    ધર્મ એ નિસ્ઠા પુર્વક કર્તવ્ય નિભાવવાની વાત સાથે સહમત. એટલે જ તો ભગવાન શ્રી ક્રિષ્ન એ યુધીષ્ઠિર ને ધર્મરાજ કહ્યા હતા.