ગુરુપૂર્ણિમાએ યાદોના પ્રદેશમાં…. – જીજ્ઞેશ અધ્યારૂ 19


આજની આ વાત અંગત છે, પણ ગુરુ વિશેની વાત તો આમ જ રહેવાની. મારા એ આદરપાત્ર, ખૂબ સ્નેહી અને પોતાની ફરજનિષ્ઠામાં અચૂક એવા શાળા સમયના શિક્ષકો વિશે આજે અહીં વાત મૂકી રહ્યો છું. ગુરુપૂર્ણિમા બધાને માટે ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા જ છે કે આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર એવા આપણા શ્રદ્ધેય ગુરુને આજના દિવસે વિશેષતઃ આદર અને સન્માન આપી શકીએ, તેમને યાદ કરી શકીએ.

વર્ષ હતું ૧૯૮૯નું, વડોદરામાં નિઝામપુરાની કુમારશાળામાંથી સંગમ ચાર રસ્તે આવેલી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં મારું નવું એડમિશન કરાવાયેલું, જૂનમાં શાળા શરૂ થઈ અને તરત જાહેરાત થઈ વક્રતૃત્વ સ્પર્ધાની, વિષય હતો ‘ગુરુનું આપણા જીવનમાં મહત્વ..’ વર્ષો સુધી વક્રતૃત્વ સ્પર્ધાઓમાં મારો આત્મવિશ્વાસ સોળે કળાએ ખીલી ઉઠતો એની શરૂઆત આ સ્પર્ધાએ કરી આપી હતી. આજે શાળા સમયના કેટલાક એવા ગુરુજનોનું સ્મરણ કરી રહ્યો છું જેમને મળ્યે વર્ષો થઈ ગયા છે, પણ તેમનું સ્મરણ આજે જ મળ્યો હોઉં એટલું તાજુ છે.

નિઝામપુરાની કુમારશાળાની વાત જ અલગ હતી. આર્થિક રીતે નબળા સ્તરના લોકો માટેની ગણાતી આ શાળાએ આવતા છોકરાઓના દફ્તરમાં ચોપડા પછી મૂકાતા, પહેલા થાળી મૂકાતી. ખાવાનું મળશે એ કારણે શાળાએ આવતા મહેનતકશ વર્ગના અનેક છોકરાઓની વચ્ચે ત્રીજુ અને ચોથું એમ બે ધોરણ મેં અભ્યાસ કર્યો છે. એ પછી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં બારમા ધોરણ સુધી ભણ્યો હોવા છતાં એ બે વર્ષની યાદ એક અલગ જ છાપ મૂકી જાય છે. જીવનની કેટલીક હકીકતોનો સામનો પ્રથમ વખત ત્યાં જ થયેલો.

એ પહેલા પોરબંદરની કુમારશાળાના પહેલા અને બીજા ધોરણમાં ભાગ્યે જ હું શાળાએ જતો, જતો તો પણ ‘ગોરબાપાના કુટુંબ’નો હોવાને લીધે વિશેષ સ્થાન પામતો. પૂજા કરાવીને દાદાની સાથે થેલી ઉપાડીને આવતાં સીધું મળે તેમાં આવેલા કાજુ – બદામ – અખરોટમાંથી થોડા ક્યારેક ખીસ્સામાં ભરી આપતા મમ્મી અને દાદા મારા પ્રથમ શિક્ષકો હતા. પોરબંદરનો અમારા ઘરનો – કડિયાપ્લોટનો વિસ્તાર આર્થિક રીતે પછાત લોકોનો વિસ્તાર હતો, એ સરકારી શાળાના પહેલા ધોરણના વિદ્યાર્થીઓ એકડા બગડા કરતાં એ સમયે હું આંક અને બારાખડી બોલતો લખતો થઈ ગયેલો એનો શ્રેય મારી માતા અને દાદાને. મારા શિક્ષણની શરૂઆત એ લોકોએ કરી, આરામાં (ડેલીના લોકો માટે સમૂહમાં કપડા ધોવાનું સ્થાન) મમ્મી કપડા ધોતી ત્યારે હું ઓશરીના પગથીયે બેસીને પાટીમાં લખતો, અને એ લખાઈ જાય પછી દાદા પાસે ચેક કરાવતો. શાળામાં ન પરીક્ષા લેવાતી કે ન માર્કશીટ આપવાની કોઈ સિસ્ટમ, એટલે વડોદરા આવીને ત્રીજા ધોરણમાં એડમિશન લેવાનું થયું ત્યારે કયા ધોરણમાં મૂકાવું એ માટે પરીક્ષા લેવાઈ અને સદનસીબે વર્ષ ન બગડ્યું, ત્રીજા ધોરણમાં આવ્યો.

નિઝામપુરાની એ શાળા બે માળની હતી, જેમાં અમુક વર્ગો નીચેના માળે ચાલતા. એક મોટા હોલમાં થાંભલાઓને આડશ ગણીને ત્રણ-ચાર વર્ગો થતાં, અને મધ્યાહન ભોજન સમયે એ જ આખોય હોલ શિસ્તબદ્ધ બેઠેલા છોકરાઓના અવાજે ગૂંજી ઉઠતો. ક્યારેક વઘારેલા ભાત, ક્યારેક ખીચડી તો ક્યારેક ચૂરમું.. મેં પણ ઘણી વખત એ સ્વાદ લીધો છે. જો કે મને મમ્મી ઘરેથી ડબ્બામાં રોટલીને શાક, પૌવા અથવા સેવમમરા ભરી આપતી, પણ મિત્રોની સાથે હું પણ ક્યારેક મધ્યાહન ભોજનની એ લાઈનમાં બેસી જતો, એ પહેલા અમે મળીને ડબ્બાને પણ ન્યાય આપતા જેથી મારે એ ડબ્બો જમવામાં ઉપયોગી થાય. ખાસ કરીને ચૂરમું કે બૂંદીના લાડુ જેવી વસ્તુઓ હોય ત્યારે તો ચોક્કસ.

કુમારશાળાના અમારા વર્ગશિક્ષક જ્યોત્સનાબેન પટેલનો ચહેરો આજે પણ તરોતાજા છે. આજે જ્યારે મારી દીકરીના શિક્ષકો – શિક્ષિકાઓને જોઉં છું ત્યારે થાય છે કે સમર્પિત શિક્ષકોની એ આખી એક પેઢી જતી રહી છે. જ્યોત્સનાબેન માટે આજે પણ અદમ્ય આદર છે, એ શિક્ષકો એક જ શાળામાં જીવન ખર્ચી દેતા, ટ્યૂશન જેવી વાત તો કલ્પના બહારની હતી, નબળા વિદ્યાર્થીઓને શાળાના સમય પછી પણ રોકીને ભણાવાતા. શાળાએ વિદ્યાર્થી આવે એ માટે તેના મમ્મી પપ્પાને ઘરે મળવા જતાં. મજૂરોના બાળકોને ભણાવવું, મજૂરી કરતા બાળકોને ભણવા માટે લાવવા, મધ્યાહન ભોજન કરાવવું અને એ ભોજનની ગુણવત્તા પણ જાળવવી એ ત્યારે અમારા શિક્ષકોની ફરજનો ભાગ જ હતો.

ત્રીજા ધોરણના અભ્યાસ દરમ્યાન જ, ફેબ્રુઆરી મહીનામાં, મમ્મી પપ્પા ઘરે નહોતા ત્યારે રસોડાના પ્લેટફોર્મ પરથી અભેરાઈ પર બહેન માટે સ્લેટની પેન લેવા ચડ્યો, બેલેન્સ જવાને લીધે પડ્યો અને આખુંય વજન હાથ પર આવ્યું, ડાબો હાથ બે ની બદલે ત્રણ જગ્યાએથી વળતો થઈ ગયો – ફ્રેક્ચર થઈ ગયો અને ત્રણેક મહીનાનો પાટો આવ્યો ત્યારે એ અસહ્ય દુઃખાવામાં શાળાએ જવાનો કદી કંટાળો નથી આવ્યો એનું મુખ્ય કારણ જ્યોત્સનાબેન. ડોક્ટરે કહેલું કે પાટો હોવા છતાં આંગળીઓ અને અંગૂઠો સતત હલાવતા રહેવાનું, એ ભૂલાઈ જાય તો આંગળીઓ સોજીને દડો થઈ જતી. હું દુઃખાવાને લીધે અથવા ભૂલી જઉં ત્યારે ઘરે મમ્મી પપ્પા અને શાળાએ જ્યોત્સનાબેન આંગળીઓ અને અંગૂઠો સતત હલતા રહે તેનું ધ્યાન રાખતા. તેમણે મને સારૂ રીઝલ્ટ આવ્યું ત્યારે ખોળામાં બેસાડીને બચી પણ કરી છે અને ઘરેથી ચોરી કરેલા દસ પૈસાના ભૂંગળા લેતો જોયો ત્યારે ગાલ સોજી જાય એટલું માર્યું પણ છે. મેં શાળા બદલી ત્યારે તેમની આંખના આંસુ આજે પણ ભીંજવે છે. ત્યારે વિષયવાર શિક્ષકો નહોતા, એ બધા જ વિષય ભણાવતા પણ તેમનો પ્રિય વિષય હતો ગુજરાતી. ગુજરાતી ભાષાના શિક્ષકોનો હું હંમેશા માનીતો વિદ્યાર્થી રહ્યો છું.

લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં આવીને શિક્ષકોના પ્રેમની એક નવી જ પરિભાષા જોઈ. અહીં વિષય મુજબ શિક્ષકો હતા, શિસ્ત, હોમવર્ક, સ્પર્ધાઓ એ બધુંય જૂની શાળાઓથી વધારે અને દરેક વિદ્યાર્થી પર અંગત ધ્યાન આપતા શિક્ષકો… અહીં હું કોઈનું નામ નહીં લખું, કારણ મારા એ બધી જ શિક્ષિકાઓએ શિસ્ત અને શિક્ષણની સાથે સાથે મા જેટલો જ સ્નેહ આપ્યો છે.

માધ્યમિક વિભાગની દસમા ધોરણ સુધીની મારી યાદો ખૂબ સુંદર છે, ખાસ કરીને દસમા ધોરણમાં બોર્ડના તપાસ અધિકારીની ભૂલને લીધે હું નપાસ થયો અને પછી તેર દિવસે રીચેકીંગમાં એ જ વિષયમાં ૬૯ માર્ક્સ મૂકાયા ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયામાં અમારા પરિવાર કરતા વધુ વિશ્વાસ મારા શિક્ષકોને હતો. બોર્ડમાં તપાસ કરાવવાથી લઈને મને સાંત્વના આપવા સુધીના સફરમાં કોઈ પણ શિક્ષક બાકી નહીં રહ્યા હોય. એક તરફ મારા વાલીઓ નિષ્ફળ પરિણામની ચિંતામાં હતા તો બીજી તરફ તેઓ મારા શિક્ષકો અને સહપાઠીઓનો પ્રેમ અને મદદ જોઈને ગદગદ થઈ જતાં. જો કે ત્યારબાદ માધ્યમિક વિભાગમાં વિદ્યાર્થીઓની ગુણવત્તા થોડીક ઘટી ગઈ, મહદંશે વિદ્યાર્થિઓ દ્વારા ક્લાસીસમાં પ્રાઈવેટ ટ્યૂશન વધી ગયા અને શાળામાં ભણવાનો કોઈને ઉત્સાહ નહોતો, જેનો પડઘો શિક્ષકો પણ તેમના કંટાળા અને અણગમાથી આપતા. છતાંય અહીં શ્રી ગીતાબેન જાની, શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, શ્રી હર્ષદભાઈ પટેલ જેવા અનેક શિક્ષકોએ તેમના વિષયોમાં અદમ્ય સમર્પણ અને ફરજનિષ્ઠાથી બધાંયના મનમાં તેમનું સ્થાન કેળવ્યું. તેમના વર્ગમાં પૂરી હાજરી રહેતી, તેમના વિષયોના કોઈ ટ્યૂશન પણ ન થતાં. બારમું ધોરણ આવતા સુધીમાં તો શાળા ફક્ત એક ઔપચારિકતા જ થઈ ગઈ.

મારી શાળાના શિક્ષકોનું જીવન કેળવણીમાં અનેરું સ્થાન રહ્યું છે. આજથી ચોવીસ પચ્ચીસ વર્ષ પહેલા ગુરુનું આપણા જીવનમાં મહત્વ..’ વિશે પ્રથમ ઈનામ મળે એવું તો શું બોલ્યો હતો એ યાદ નથી, પણ એટલું અવશ્ય યાદ છે કે આવા જ કોઈક ‘ગુરુ’ને યાદ કરીને એ બોલાયું હશે.

જીવનમાં પ્રેરણા આપનાર, સાચો માર્ગ ચીંધનાર એવા દરેક ગુરુને આજના ગુરુપૂર્ણિમાના દિવસે ભાવપૂર્વક વંદન. આપ સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ, સદગુરુ આપ સૌના જીવનમાં જ્ઞાન અને શ્રદ્ધાનો પ્રકાશ પ્રસરાવે એવી અભ્યર્થના સહ..

– જીજ્ઞેશ અધ્યારૂ

બિલિપત્ર

प्रेम बिना जो भक्ती ही सो निज दंभ विचार |
उदर भरन के कारन, जन्म गंवाये सार ||

भक्ति भेष बहु अन्तरा, जैसे धरनि आकाश |
भक्त लीन गुरु चरण में, भेष जगत की आश ||

भक्ति पदारथ तब मिले, जब गुरु होय सहाय |
प्रेम प्रीति की भक्ति जो, पूरण भाग मिलाय ||

गुरु समरथ सिर पर खड़े, कहा कमी तोहि दास |
रिद्धि सिद्धि सेवा करै, मुक्ति न छाडै पास ||

અને

પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર
દયા કરીને મને પ્રેમરસ પાયો, નેનુમેં આયા નૂર….


Leave a Reply to Meet LodaliyaCancel reply

19 thoughts on “ગુરુપૂર્ણિમાએ યાદોના પ્રદેશમાં…. – જીજ્ઞેશ અધ્યારૂ

  • Meet Lodaliya

    I’m 20 year old, by reading this I can feel your school days and really missing my school teachers. thank you for this amazing piece of memory.

  • Gaurang Vaishnav

    તમારા હૃદયસ્પર્શી લખાણથી મને એક તાજો જ બનેલો પ્રસંગ યાદ આવી ગયો. ચાલીશથી વધારે વર્ષથી અમેરિકાનો વસવાટ છે પણ માતૃભુમી સાથેનો સંબધ અતુટછે અને આપણા દેશના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક પ્રવાહોથી પરિચિત રહું છું. દર બે વર્ષે અમદાવાદ આવું છું ત્યારે અદમ્ય પિપાસાથી શેરીઓ અને રાજમાર્ગો ખુંદી વળું છું. મેં મહિનામાં એ રીતે જ એક સવારે ફરવા (મોર્નિંગ વોક) નવા રસ્તે નીકળ્યો હતો. સુંદર બંગલાઓ
    જોતો અને સોસાયટીઓના બોર્ડ વાંચતો જતો હતો. કેટલીક જૂની સોસાયટીઓમાં બંગલાના રહેવાસીઓના નામ બહાર લખવાનો રીવાજ છે. એવી એક સોસાયટીના બોર્ડ પર મેં પ્રો. પી. એફ. પટેલ નામ વાંચ્યું. મારું મન ભૂતકાળમાં સરી ગયું અને 1961-63,માં પચાસ વર્ષ પહેલા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અમારે ફીજીકસના પ્રોફેસર પશાભાઇ એફ. પટેલ હતા તે યાદ આવ્યું. એક અત્યંત તેજસ્વી અને વિદ્યાર્થીઓના વ્હાલા એ પ્રોફેસરે અમને બધાને ફીજીક્સમાં ઊંડો રસ લેતા કરી દીધેલા. પણ એ તો હવે ક્યા હયાત હોય એમ વિચારી હું આગળ ચાલ્યો ગયો. પાછા ફરતાં ફરી એ બોર્ડ આવ્યું અને મારા પગ અજાણ્યેજ એ બંગલા તરફ ખેંચાયા. બહાર એક બહેન હતાં તેમને મેં સંકોચ સહ પૂછ્યું કે ‘આ પી. એફ. પટેલ એટલે સેન્ટ ઝેવિયર્સ કોલેજ ​વાળા? ‘તેમણે કહ્યું “હા, પણ એ કોઈને ઓળખતા નથી, આવો.”

    તેમનાં પુત્ર મને જે ખંડમાં પટેલસાહેબ સુતા હતા ત્યાં લઇ ગયા. 92 વર્ષની ઉમરે, ચેહરા પર યુવાન જેવું તેજ હતું; તેઓ સ્વામી વિવેકાનંદના ઉપાસક છે અને ખાદીધારી (અસલના, અત્યારના નકલી નહી), સાદાઈથી જીવન જીવ્યા છે. તેમના પુત્રે મને કહ્યું કે પપ્પાને બે વર્ષથી વિસ્મૃતિ થઇ ગઈ છે પણ શારીરિક કઈ વાંધો નથી કેમકે તેઓ જીવનભર યોગના ઉપાસક રહ્યા છે. મારે તો એ ગુરુવર્યના દર્શન જ કરવા હતા. તેમના ચરણસ્પર્શથી જ મારું જીવન ધન્ય થઈ ગયું। ખરેખર, પશાભાઇ અને એવા સેંકડો ગુરુજનોને કોટી કોટી વંદન।

    ગૌરાંગ વૈષ્ણવ

    • anil1082003

      gaurang bhai apni vat sach che hu pan st.xaviers college ma 1958-1962 yr maj hato. hamara class ma badha pasha kaka kaheta hata. te samya ma pan pure khadi nu pant ane bush coat temno dress hato. tevij rite biologi na head parsi prof kapdia hata. chemistry ma pro. n.m.shah pan sari rite samchavta. dhanya che te proffesro ne. pujay shri pro.pf patel ne namaskar.

  • JAYESHKUMAR.R.SHUKLA.

    ** ગુરુની યાદ અદભૂત… ** દરેકે ગુરુને આ દિવસે યાદ કરવા જોઇયે. આપણે જે કઈ છીયે તે આપણાં ગુરુને પ્રતાપે છીયે. “માં” અને “પપા” તો છેજ પણ ગુરુ નો હિસ્સો કઈ નાનો સુનો નથીજ. ** સરસ **

  • Nina Vaidya

    Very true Jigneshbhai. My son suffered from Dangue just before his 12th exams. He was in bed for 2 months and he never wanted to take a drop. I was wondering how to help him. I studied in Gujarati medium and he was in CBSE board. He was worried about Chemistry and one day just to find out a way to help him I opened his Chemistry book and to my surprise my Chemistry teacher Mr. P. A. Patel sir appeared in front of me and I recollected everything. I taught my son sitting besides his bed and he got 82 %. Like were our GURUS.

  • .yogesh bhatt

    અન્ક્ષિઓઉસ્લ્ય વૈઓતિન્ગ ફિર ઉર બોૂક ઓન વેબ્સિતેસ્
    anxiously waiting for ur book on 251 websites
    ]
    thanks

  • Harshal

    Tried entering comments in Gujarati, but frankly too difficult to type since I don’t usually do that over internet.

    Thank you for such a gift. I still remember all my teachers both in Navjeevan High School, Bagikhana, Baroda and also Baroda High School, Bagikhana Baroda. The memories on how these teachers not only taught us the subjects but all the impressive aspects of our lives, the culture, the discipline, the respect makes them true Guru’s who we can bow down almost instantly.

    I feel myself lucky to have such teachers in my life.

  • ashalata

    ગુરુ પુર્ણિમાને દિવસે આપેલી અમુલ્ય ભેટ્
    સહુને એમ્ના ગુરુ યાદ આવી ગયા
    આભિનન્દન્
    ——

  • ashvin desai

    પ્રિય ભાઈ જિગ્નેશ
    તમારા સમ્વેદનો કેત્લા રુજુ અને સાચુકલા ચ્હે , કે એક સાહિત્યક્રુતિ જેતલા જ
    રદયસ્પર્શિ બનિ ગયા
    તમારા સ્વભાવનિ નજાકત પન એમાથિ પ્રગત થાય ચ્હે
    કોઇનિ પન આન્ખ ભિન્જવિ જાય એવા સસ્મરનો
    – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા

  • .yogesh bhatt

    its a real tribute to our teachers at the entry levely. they have moulded our life in the initial
    period of our life.we still remember their contribution to out thinking. In fact they give a direction to our being.we donot remember much of teachers in the later part of our growth for we get carried away by the load of studies My prayers ti almigty to grant them all teachers a sound and peacful life..

  • જયેન્દ્ર પંડ્યા

    અધ્યારુ સાહેબ,
    ગુરુ પૂર્ણિમા ના પવિત્ર દિવસે સરસ મજાનો લેખ આપ્યો તે બદલ આભાર. મને પણ મારી શાળા (બાઈ કબીબાઈ હાઈ સ્કુલ) અને શીશકો જેમ કે જમ્બુસરિયા ટીચર જે મારા પિતાશ્રી નાં ગણિત ના શિક્ષક હતા અને જોગાનુજોગ ત્રીસ વર્ષ પછી મારા શાળાનાં છેલ્લા અને અગિયારમાં ધોરણ ના વર્ગ શિક્ષક હતા. અન્ય ભટ્ટ સર, દેસાઈ સર, પટેલ સર વિગેરે તે સાથેજ બીજા ઘણા સહપાઠીઓ પણ યાદ આવી ગયા.

    મેં નાનપણ થી મારી શાળા અને કોલેજના સહપાઠીઓ અને શિક્ષકોની યાદી બનાવી છે તે ફરીથી જોઈ ગયો, જુના પ્રસંગો યાદ આવતાજ આંખ ભરાઈ ગઈ.

    આશા રાખીએ કે આવનારી પેઢી પણ પોતાના શિક્ષકો માટે કૃતજ્ઞ રહે

    તસ્મૈ શ્રી ગુરુવે નમઃ = મારા તમામ ગુરુઓને વંદન અને કોટી કોટી પ્રણામ

    • Gaurang Vaishnav

      જયેન્દ્રભાઈ:

      જીજ્ઞેશભાઈના લેખે ગુરુપૂર્ણિમાની યથાર્તાતાને સાર્થક કરી છે તેમાં શંકા નથી. મને એ જાણીને આનંદ થયો કે તમે બાઈ કબીબાઇ સ્કૂલમાં ભણ્યા છો. સદનસીબે હું પણ ત્યાં બે વર્ષ ભણેલો. આજે પણ મેથેમેટિક્સ માટે જમ્બુસરિયા સાહેબને માનપૂર્વક યાદ કરું છું. મને vicharak@gmail.com પર ઈમેઈલ મોકલશો તો આનંદ થશે.

      તસ્મૈ શ્રી ગુરવે નમ:

      ગૌરાંગ વૈષ્ણવ

  • Name (required)

    Shri Jignesh Adhyaruji,
    We bow to all my gurus!!! I was living in Baroda and familiar with areas of Baroda, visited in past. My son took New Era Gujarati School in Makarpura. Then in GEB High Schools, MS Commerce College.
    I studied in Bombay at Dadisheth Agiyari Lane Municipality School 2,3, and 4 th standard. There I was dull and had to take Math. At G.T. High Schools for 5 to 11 SSC. Here I remember my teachers love, teaching, guidance very useful. GOD bless them!!!

  • Chandrakant Lodhavia

    ખુબ જ સુંદર ગુલદસ્તો ગુરૂજનો ને.
    ચન્દ્રકાન્ત લોઢવિયા – ગુરૂપુર્ણિમા તા.૧૨ જુલાઈ ૨૦૧૪.