અખંડ ભારતના ઘડવૈયા, સરદાર પટેલ – પી. કે. દાવડા 16


બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાંમોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંધ પણ બનાવી શકો છો.

આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી.

એમણે એક તરફ આ રજવાડાંઓની પ્રજામા દેશપ્રેમની ભાવના જગાડી તૈયાર કર્યાં અને બીજી બાજુ રાજાઓને ભારતમા જોડાઈ જવામાં જ તેમનું હિત છે તે સમજાવવાનું શરૂ કર્યું. રાજાઓને એમણે સમજાવ્યા કે ભારતમાં તમારા રાજ્યના વિલય બાદ પણ તમારો માન–મરતબો જાળવી રખાશે. તમારાં સંબોધનો અકબંધ રહેશે. તમારી રહેણીકરણી ટકાવી રાખવા તમને સાલિયાણું આપવામા આવશે. તમારી આવગી સંપત્તિ અને તમારા રાજમહેલ તમારી માલિકીના જ રહેશે. પ્રજા ભારતમા જોડાવા માગતી હોય અને તમે આમાં સહકાર આપશો તો પ્રજામાં તમારો આદરભાવ વધશે.

મોટા ભાગનાં રજવાડાં તો તરત તૈયાર થઈ ગયાં. જે આનાકાની કરતાં હતાં તેમને સરદારે પરિણામ ભોગવવા તૈયાર રહેવાની સખત ભાષામા ચેતવણી આપી. ત્રણ રાજ્યો, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર સિવાયનાં બધાં માની ગયાં.

જો સરદારે કુનેહ અને પોતાની લોહપુરુષ તરીકેની છબીનો ઉપયોગ ન કર્યો હોત તો દેશ અનેક ટુકડામાં વહેંચાઈ જાત.

આઝાદી પહેલાં પણ સરદારના સંબંધો આ રાજાઓ સાથે સારા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યોમાં. સરદાર કાઠિયાવાડ રાજકીય પરિષદ, ભાવનગર પ્રજા પરિષદ અને વડોદરાના પ્રજામંડળના પ્રમુખ હતા. અનેક રાજ્યોની પ્રજાનાં મંડળોના તેઓ સંપર્કમા રહેતા.

૫મી જુલાઈ, ૧૯૪૭ના દિવસે સ્ટેટ ડિપાર્ટમેન્ટ સરદારને સોંપવામાં આવ્યું. સરદારે વી. પી. મેનન અને લૉર્ડ માઉંટબેટનની મદદથી રાજાઓ સાથે વાટાઘાટ શરૂ કરી દીધી. એમણે રાજાઓને કહ્યું કે રક્ષાખાતું, વિદેશખાતું અને સંચાર વ્યવસ્થા (ટપાલ અને રેલવે) આ ત્રણ ખાતાં ભારત સરકારને સોંપી દ્યો અને બાકીનાં ખાતાંઓનો વહિવટ તમે જ ચલાવો.

આઝાદીની શરૂઆતમાં જ સરદારની ઇચ્છા રાજાઓ સાથે અથડામણમાં આવવાની ન હતી. રાજાઓમાં પણ સરદારે દેશપ્રેમની ભાવના જગાડી અને એમના હિતોનું પોતે ધ્યાન રાખશે એવી ખાતરી આપી.

ત્રણ રાજ્યોને છોડી બાકીનાં રાજ્યો સરદારની વાત માની ગયાં. સરદારે જરા પણ સમય ગુમાવ્યા વગર બધાં સાથે કરાર કરી લીધા. આટલું મોટું કામ સરદારે ૫મી જુલાઈ,૧૯૪૭ અને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના ગાળામાં કરી લીધું. જયારે જ્યારે કંઈ અડચણ આવી ત્યારે સરદારે ત્વરિત નિર્ણયો લીધા, જરૂર પડી ત્યાં નેહરુને વિશ્વાસમા લીધા. નેહરુ નહિ માને એવું લાગ્યું ત્યાં ત્યાં સીધા ગાંધીજી પાસેથી મંજૂરી લઈ લીધી. ક્યારેક લૉર્ડ માઉંટબેટનને વચ્ચે રાખી નેહરુને મનાવી લીધા.

૧૬મી ડીસેંબર, ૧૯૪૭ના રોજ સરદારે એક નિવેદન દ્વારા રજવાડાંઓનો આભાર માન્યો. ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ની એક પ્રેસ કોન્ફરંસમાં કહ્યું કે જાગૃત પ્રજા અને રાજાઓના સહકારથી આ બધું શક્ય થયું.

સરદારની આ સફળતા પાછળ એક કારણ એ હતું કે રાજાઓને વિશ્વાસ હતો કે સરદાર વચનના પાકા છે. બીજા રાજદ્વારી લોકોની જેમ વચન આપી ફરી જાય એમાંના સરદાર ન હતા. એમણે એમનાં સાલિયાણાંનો હક્ક બંધારણ દ્વારા આપ્યો એટલું જ નહિ પણ યોગ્ય રાજાઓને રાજપ્રમુખ, ગવર્નર, એલચી, વગેરે સ્થાને નિમ્યા. રાજ્ય સોંપી દીધા પછી પસ્તાવાનો વારો ન આવે એ બાબત પ્રત્યે સરદારે ખાસ ધ્યાન આપ્યું.

વી.પી.મેનનની સલાહથી સરદારે પહેલાં માત્ર ત્રણ બાબતો કેન્દ્રને સોંપવાની વાત કરી, કારણ કે સરદાર જાણતા હતા કે એક વાર આ ત્રણ વિષયમાં ભારત એક રાષ્ટ્ર બની જાય, ત્યાર બાદ બધું આપોઆપ થાળે પડશે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં બધાં રજવાડાં તો ભારતમાં જોડાઈ ગયાં પણ જૂનાગઢે મુસીબત ઊભી કરી. જૂનાગઢની ૮૫ ટકા વસ્તી હિન્દુ હતી પણ નવાબ મુસ્લિમ હતા. જૂનાગઢ ચારે તરફથી તો ભારત સાથે ભળેલાં રાજ્યોથી ઘેરાયેલું હતું, માત્ર વેરાવળ બંદર દ્વારા પાકિસ્તાન સાથે સંપર્કમા રહી શકે એમ હતું. શાહ નવાબ ભુટ્ટો નામના પ્રધાનની ચડામણીથી નવાબે ઝીણા સાથે પાકિસ્તાનમાં જોડાવા માટેના કરાર કરી લીધા.

પ્રજામાં ખળભાટ મચી ગયો. સરદારે ભારતીય સેનાને જૂનાગઢને ચારબાજુથી ઘેરી લઈ નાકાબંધી કરવાનો હુકમ આપી દીધો. સરદારે વી.પી. મેનનને મોકલી, નવાબને સખત ચેતવણી આપી. નવાબ પોતાના કુટુંબ અને લઈ જવાય એવી મિલકત લઈ પાકિસ્તાન નાસી ગયા. સરદારની મંજૂરી લઈ શામળદાસ ગાંધી અને અન્ય નેતાઓએ આરજી હકુમતના નામે સરકારની સ્થાપના કરી જૂનાગઢ પર ચડાઈ કરી. દીવાન ભુટ્ટોએ પાકિસ્તાનની મદદ માંગી, પણ પાકિસ્તાને કોઈ મદદ મોકલી નહિ. આખરે ૨૭મી ઓકટોબરે ભુટ્ટોએ ભારત સરકારને જૂનાગઢનો કબજો લેવાનો સંદેશો મોકલ્યો અને પોતે પાકિસ્તાન નાસી ગયા. સરદારે ત્યાંની પ્રજાનો મત લઈ, જૂનાગઢનો વિલય ભારતમા કરી દીધો.

જૂનાગઢના પ્રશ્નનો નિકાલ લાવી સરદારે હૈદરાબાદ ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું. અહીં પણ ૮૬ ટકા પ્રજા હિન્દુ હતી પણ નિઝામ મુસ્લિમ હતા. નિઝામની ઇચ્છા ભારત અને પાકિસ્તાનની જેમ ત્રીજું સ્વતંત્ર રાજ્ય રચવાની હતી. હૈદરાબાદ પણ ચારે તરફથી ભારતીય પ્રદેશોથી ઘેરાયલું હતું અને એનું કોઈ બંદર પણ ન હતું. સરદારની સંમતિથી નિઝામ સાથે વાટાઘાટ કરવાનું કામ લૉર્ડ માઉંટબેટનને સોંપાયું. સરદાર સંમતા હતા કે માઉંટબેટન વચ્ચે હશે તો આંતરાષ્ટ્રીય દબાણ નિવારી શકાશે. તે સિવાય નિઝામના મુખ્ય સલાહકાર વોલ્ટર મોંક્ટન માઉંટબેટનના મિત્ર હતા.

જુલાઈ, ૧૯૪૭માં નિઝામ સાથે વાટાઘાટો શરૂ થઈ, પણ ખાસ કંઈ પ્રગતિ થઈ શકી નહિ. ૨૪મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ સરદારે માઉંટબેટનને એક પત્ર દ્વારા જણાવ્યું કે નિઝામને જણાવી દો કે અન્ય રાજ્યો જે શરતે ભારતમાં જોડાયાં છે તે જ શરતે હૈદરાબાદે ભારતમા જોડાવું પડશે. માઉંટબેટન સાથેની વાટાઘાટ નિષ્ફળ ગઈ.

છેવટની વાટાઘાટો સરદારે પોતાના હાથમા લીધી. નિઝામના નજ્દીકી ગણાતા રજાકાર કાસિમ રિઝવી સરદારને મળવા આવ્યા. રિઝવીએ ધમકી આપી કે જો ભારત સરકાર દબાણ કરશે તો હૈદરાબાદ છેલ્લા શ્વાસ સુધી લડી લેશે. સરદારે સણસણતો જવાબ આપતાં કહ્યું, જો તમારે આપઘાત કરવો હોય તો તમને કોણ રોકી શકે?

થોડા સમય બાદ, સરદારે નેહરુને જણાવ્યું કે નિઝામે વિના શરતે ભારતમાં વિલય થવાનું કબૂલ કરવું જોઈએ. સરદારે ભારતની સેનાને તૈયાર રહેવા જણાવ્યું. નેહરુ આનાકાની કરતા હતા પણ સરદાર મક્કમ હતા. ૧૩મી સપ્ટેમ્બર, ૧૯૪૮ના રોજ ભારતની સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો. ત્યારના ગવર્નર જનરલ
સી. રાજગોપાલાચારીએ સરદારના હુકમને કાયદેસર કરવા કેબિનેટની મિટિંગ બોલાવી અને મંજૂરીની મહોર મારી દીધી.
એક અઠવાડિયામાં હૈદરાબાદ કબજે કરી લેવામાં આવ્યું.

કાશ્મીરનો પ્રશ્ન જરા અલગ હતો. અહીં મુસ્લીમોની સંખ્યા વધારે હતી પણ રાજા હિંદુ હતા. કશ્મીરની સીમાઓ ભારત અને પાકિસ્તાનને સરખી લાગતી હતી. જે આધાર ઉપર ભાગલા પાડવામા આવ્યા હતા, એ આધાર પ્રમાણે કશ્મીરના મહારાજા જો પાકિસ્તાનમાં જોડાવાનું પસંદ કરે તો ભારત વાંધો ન લેત. પણ નિઝામની જેમ મહારાજા પણ સ્વતંત્ર રાજ્યનાં સપનાં સેવતા હતા. તક જોઈને પાકિસ્તાને કબાલીઓ સાથે મળી કાશ્મીર પર હુમલો કર્યો. મહારાજા ડરીને નાસી જવાની તૈયારીમાં હતા. સરદારે તરત વી.પી. મેનનને મોકલી પરિસ્થિતિ સંભાળવા કહ્યું. મેનને મહારાજાને કુટુંબ સાથે જમ્મુ ચાલ્યા જવાનું કહ્યું, અને દિલ્હી જઈ સરદારને પરિસ્થિતિની જાણ કરી. સરદારે નેહરુ અને માઉંટબેટનને ભારતીય સેના મોકલવા સલાહ આપી. માઉંટબેટને કહ્યું કે મહારાજા ભારતમા વિલયના દસ્તાવેજ પર સહી ન કરે ત્યાં સુધી આમ કરવું એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ જશે. સરદારે તરત વી.પી.મેનનને મોકલી મહારાજાના દસ્તખત મેળવી લીધા. તેમ છતાં નેહરુ પૂરી રીતે તૈયાર નહોતા. સરદારે કહ્યું કે હવે કાશ્મીરનું રક્ષણ કોઈ પણ ભોગે ભારતે કરવું જ જોઈએ, નહિ તો બીજા પ્રદેશોનો ભારત પરથી વિશ્વાસ ઊઠી જશે. ભારતીય સેનાની અજોડ કારવાઈથી હુમલાખોરો પીછેહઠ કરવા લાગ્યા. સરદાર કાશ્મીરનું ભૌગોલિક મહત્ત્વ સમજ્તા હતા એટલે કાશ્મીરનો મુદ્દો પોતે જ ઉકેલવા માગતા હતા પણ નેહરુએ ઇચ્છા વ્યક્ત કરી કે આ પ્રશ્નનો ઉકેલ મને કરવા દો. સરદાર સંમત થયા. પરિણામ શું આવ્યું તે આપણે બધા જાણીએ છીએ.

ભારતના ઇતિહાસમાં સરદારનું નામ ભારતના ટુકડા થતાં બચાવનાર તરીકે અને અખંડ ભારતનું નિર્માણ કરનાર તરીકે અમર રહેશે.

– પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “અખંડ ભારતના ઘડવૈયા, સરદાર પટેલ – પી. કે. દાવડા

  • Mehtasaab

    There are many sardar Patel in the state of Gujarat. Without valaphbhai Patel india would have controlled by China and Pakistan. Gadhi should have selected him for the first Prime Minister of India. Nehru was not leader or politician. Actually Gadhi was purchased by Motilal Nehru. When Gadhi needed funding, he asked financial help to Motilal Nehru. Motilal Nehru told Gandhi if India became independence, he would have to make his son first prime minister of India. Also Gadhi wanted to give lot of money to Pakistan and Pakistan would have used that money against India. That was the reason Godse killed Gadhi.

  • Anila Patel

    ખૂબજ સરસ માહિતિપૂર્ણ લેખ. સરદારને ભારત્નુ નેતૃત્વ ન સોપેીને કેટલેી મોટેી ભૂલ થૈ છ્હે તેનો ખ્યાલ મોડો મોડોએ આવે અને યોગ્ય હાથમા નેતૃત્વ સોપાયતો હજુયે ભારત પ્રગતેી કરેી શકે.

  • himmatlal

    પ્રિય દાવડા ભાઈ
    તમે ઘણી મહેનત કરીને સરદાર વલ્લભ ભાઈ વિષે માહિતી એક્ઠી કરી .એ કાર્ય ને હું સરદારે રજવાડાં ને ભારત ભેળવી દીધાં .એ ભગીરથ કાર્ય સાથે સરખાવું છું તમે જબરદસ્ત મહેનત કરી હું તમારી મહેનત ની મારા હૃદય નાં ઊંડાણ થી કદર કરું છું . શાબાશ દાવડા ભાઈ

  • vkvora Atheist Rationalist

    જુનાગઢ અને હૈદ્રાબાદમાં જે સફળતા મળી એનું કારણ પ્રજા હતી. જ્યારે કાશ્મીરમાં પ્રજા અને રાજા બન્ને સંઘમાં જોડાવવા રાજી ન હતા. પરીણામ હજી આવ્યું નથી..

  • DR. CHANDRAVADAN MISTRY

    એક સુંદર લેખ !..સરદાર પટેલના લોહીમાં ફક્ત “દેશ ભક્તિ” જ હતી…અને એમની અંતીમ પ્રસાદીરૂપે છે “અખંડ ભારત”.
    એક સનાતન સત્ય !
    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

  • PH Bharadia

    શ્રીસરદાર પટેલનો તો કોઇ હજુ સુધી જોટો નથી હિન્દુસ્તાનમાં નથી કરી શકે તેમ તેમની દુર્ંદેશીથી
    હિન્દુસ્તાન આજે જે છે તેમાં કોઇજ શક નથી.
    ગાંધીના લાડકવાયા નેહરુના આખા હિન્દુસ્તાનમાં ઠેર ઠેર
    જુદા જુદા સ્થળોના નામ આપવાંમાં નેહરુએ અને તેમની દિકરી ઈન્દિરાબાઈએ કોઇજ કસર નથી રાખી.

  • R.M.Amodwal

    sir P.K.Davada Shab

    Real history now got it through this artical.Sir , request to provide such informative artical .
    Hope you will do the needful.
    Thanks
    Regards

  • Chandrakant Lodhavia

    J&K EX CM Dr. Farooq Abdullah – Exposed by Modi…
    Thank U Narendra Modi for rightly blaming Farooq
    Abdullah for the genocide of Kashmiri Pandit’s. Nobody till
    date had the guts to say this. Modi is absolutely right, Dr.
    Abdullah abdicated his duty as CM in 1990 and fled to safe
    haven of London, leaving minorities vulnerable. 7 lac
    Displaced Kashmiri Pandits thank Narendra Modi for
    exposing Farooq Abdullah’s secularism. Thank U
    Narendra Modi for speaking the truth about the genocide
    of Kashmiri Pandit’s by Farooq Abdullah.
    Instead of telling those voting for Modi to drown, Dr.
    Abdullah should look at himself & his family in the mirror
    & see how they ruined J&K.
    Farooq Abdullah played golf while Kashmir burnt. If
    anybody is modern day Nero in India it is Farooq Abdullah,
    most inefficient CM ever.
    Farooq Abdullah as CM was so useless ,he was called
    wazir e Disco by Kashmiris. Appeal for bogus Secularism
    is last resort of inefficient politician.
    Farooq Abdullah remained silent when Advocate Premnath
    Bhat was killed in Anantnag.
    Farooq Abdullah remained silent when posters were
    pasted outside our homes to leave Kashmir.
    Farooq Abdullah remained silent when the Wandhama
    massacre happened.
    Farooq Abdullah remained silent when hundreds of Sikhs
    were killed in Chhatisingh Pura, Kashmir.
    Farooq remained silent when the speakers of mosques
    were used to threaten us to leave Kashmir, leaving behind
    our women folk.
    Farooq Abdullah remained silent when Doordarshan
    director Lassa Koul was killed in Srinagar.
    Farooq Abdullah remained silent when Justice Neelkanth
    Ganjoo was assassinated in Srinagar.
    Farooq Abdullah remained silent when advocate Tika Lal
    Taploo was assassinated in broad daylight in Srinagar.
    Farooq Abdullah remained silent when nurse Sarla Ganju
    was hanged on a tree after her breasts cut.
    Farooq Abdullah – the man who co-founded JKLF to wage
    war against India – gives sermons to India today.
    Tragic Irony !!!
    This message is being circulated by Kashmiri Pandits.

    ચન્દ્રકાન્ત લોઢવિયા – ૫ મે ૨૦૧૪ સોમવાર

  • Chandrakant Lodhavia

    શ્રી દાવડાના લેખની માહિતિ આજના યુવાનોને માર્ગદર્શન તો આપશે જ સાથે સાથે શ્રી નરેન્દ્ર મોદીએ આર્ટીકલ ૩૭૦ ની વાત અને કાશ્મીરી પંડિતોનો પ્રશ્ન પણ યોગ્ય રીતે ભારતની પ્રજા સમક્ષ મુકેલો છે. પાંચ વર્ષની ચુંટણી સમયે વિવિઘ પક્ષોની કાયરતા, સ્વાર્થતા, મતો માટેનું ખેલાતું રાજકરણ વિગેરે વાતો લોકમત માટે ખુબ જ જરૂરી હતા. આ લેખ થોડો વહેલો અપાયો હોતે પ્રજાને ખુબ લાભ થાતે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા – ૫ મે.૨૦૧૪ સોમવાર

  • Paarkhi parekh

    આટલો સુંદર લેખ લખવા માટે દાવડા ભાઈ ને ખૂબ અભિનંદન અને દૃઢ સંકલ્પ એ સરદાર નાં વ્યક્તિત્વ નું એક પાસું હતું

  • pragnaju

    -પી. કે. દાવડાજી આભાર
    ફરી ફરી વાંચવાનો ગમે તેવો સુંદર લેખ
    .સામાન્ય રીતે ઇતિહાસમા માહિતી સાચી નથી હોતી પણ આ ઇતિહાસના અમે સાક્ષી હોવાનો ગર્વ અનુભવીએ છીએ.

  • VINOD patel

    સરદાર વલ્લભભાઈ પટેલ વિષે શ્રી દાવડાજી એ સુંદર માહિતીપૂર્ણ લેખ લખ્યો છે .અભિનંદન .

    કાશ્મીરનો પ્રશ્ન જો નહેરુને બદલે સરદારે હાથમાં લીધો હોત તો કાશ્મીર આજે દેશ માટે જે માથાનો દુખાવો બન્યો છે એ ન બનત . આ પ્રશ્ન ક્યારનો ઉકલી ગયો હોત.

    સરદારે દેશને અખંડિત રાખીને જે કામ કરી બતાવ્યું એના માટે દેશ હમ્મેશાં એમને યાદ કરતો રહેશે .

  • harnish Jani

    બહુ જ સુંદર, માહિતી પ્રચૂર લેખ. દાવડા સાહેબને અભિનંદન. ઘણું નવું જાણવા મળ્યું આભાર તમારો.