‘મન તડપત હરી દરશન કો આજ’ : રાહે રોશન.. – ડૉ. મહેબૂબ દેસાઈ 6


“મન તડપત હરી દરશન કો આજ”

તડપત

રાહે રોશન

૨૦ ફેબ્રુઆરીએ હિંદુ સમાજે “મહાશિવરાત્રી” ઉજવી, આપણા વેદો અને પુરાણોમાં ભગવાન શિવનો મહિમા અનેક રીતે વ્યક્ત થયો છે. ભગવાન શિવ માત્ર ધર્મ અને શ્રધ્ધાનું જ કેન્દ્ર નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉગમ સ્થાન પણ છે. તેમના ડમરુમાંથી જ નાદ અને સ્વરની ઉત્પતિ થઈ છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શંકરે નારદજીને છ મુખ્ય રાગો સાથે મૃત્યુલોકમાં મોકલ્યા હતા. જેમાં ભૈરવી અને માલવ કૌંસ અગ્ર હતા. માલ અને કૌંસનો અર્થ થાય છે ગળામાં સર્પની માળા ધારણ કરનાર. સમય જતા તેનો ઉચ્ચાર “માલકોશ” થવા લાગ્યો. રાગ માલકોશ વિશે જાણીતા સંગીતકાર મિયાં નૌશાદ અલી(૧૯૧૯-૨૦૦૬) કહે છે,

માલકોશ ભગવાન શીવ કી કર્ણપ્રિય રચના હૈ

આ રાગે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તો અદ્રુત પ્રદાન કર્યું જ છે. પણ ફિલ્મો માટે મિયાં નૌશાદે “માલકોશ” પર આધારિત અનેક કર્ણપ્રિય ગીતો સર્જયા છે. જેણે હિન્દી ફિલ્મ સંગીતમાં કોમી એખલાસ અને સદભાવનાના અદ્રુત દ્રશ્યો સર્જ્યા છે. જુના ગીતોના શોખીનો રાગ માલકોશ પર આધારિત બે ગીતો આજે પણ મનભરીને માણે છે. એક ફિલ્મ “બૈજુબાવરા”નું “મન તડપત હરી દરશન કો આજ” અને બીજું “નવરંગ” ફિલ્મનું “આધા હૈ ચંદ્રમાં રાત આધી”. પ્રથમ ગીતના સર્જન અને તેમાં ટપકતી કોમી એખલાસની કથા જાણવા જેવી છે. ઈ.સ. ૧૯૫૨મા આપણા ગજરાતી નિર્દેશક શ્રી વિજય ભટ્ટના નિર્દેશનમાં સર્જાયેલી અત્યંત સફળ ફિલ્મ “બૈજુબાવરા”ના કૃષ્ણ ભજન “મન તડપત હરી દરશન કો આજ”ના સર્જક છે મહંમદ શકીલ બદાયુની(૧૯૧૬-૧૯૭૦) જેને ફિલ્મી દુનિયામાં શકીલ બદાયુની તરીકે સૌ ઓળખે છે. ઉત્તર પ્રદેશના બદાયું ગામના વતની શકીલ મોહંમદ ઈ.સ. ૧૯૪૪મા ફિલ્મોમાં કિસ્મત અજમાવવા આવ્યા હતા. અને સૌ પ્રથમ નૌશાદ અલીને તેઓ મળ્યા. નૌશાદ અલીએ તેમને કઈ સંભળાવવા કહ્યું. અને શકીલમાથી શાયરી ફૂટી,

“હમ દર્દ કા અફસાના દુનિયા કો સુના દેંગે,
હર દિલ મેં મહોબ્બત કી આગ લગા દેંગે”

શકીલની શાયરીમા રોમાન્સ કરતા ઈબાદત અને ઝીંદગીની સચ્ચાઈ વધુ ઝલકતી હતી. “બૈજુબાવરા”નું ભક્તિ ગીત “મન તડપત હરી દરશન કો આજ” તેની સાક્ષી છે. એક મુસ્લિમ શાયર “મન તડપત હરી દરશન કો આજ” લખે છે, ત્યારે તેની શુદ્ધ ધર્મ ભાવના તેમાં અભિવ્યક્ત થાય છે. જેમાં કયાંય હિંદુ-મુસ્લિમના ભેદ ભાસતા નથી. એ ગીતમાં હરીને પામવાની તડપ શકીલની દરેક કડીમાં સાકાર થયેલી જોવા મળે છે.

મન તડપત હરી દરશન કો આજ
મોરે તુમ બિન બિગરે સગરે કાજ
આ, બિનતી કરત હું રખીયો લાજ….મન તડપત

તુમ રે દવારકા મેં હું જોગી
હમરી ઔર નજર કબ હોગી
સુન મોરે બ્યાકુલ મન કા બાજ….મન તડપત

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં
દીજો દાન હરી ગુણ ગાઉં
સબ ગુની જન પે તુમ્હારા રાજ….મન તડપત

મુરલી મનોહર આસ ન તોડો
દુઃખ ભંજન મોરે સાથ ન છોડો
મોહે દરશન ભિક્ષા દે દો આજ….મન તડપત

આ ગીતના રેકોર્ડીંગની ઘટના પણ જાણવા જેવી છે. જે દિવસે મિયાં નૌશાદ આ ગીતનું રેકોર્ડીંગ કરવાના હતા. તેના આગલા દિવસે દરેક સાજિંદાને તેમણે ખાસ સુચના આપી હતી,

“કલ કૃષણ ભગવાન કી શાન મેં ગાયે જાને વાલે ઇસ ભજન કા રેકોર્ડીંગ હૈ. ઇસ લિયે આપ સબ પાક સાફ હો કર સ્ટુડીઓ પર આયેંગે.”

અને એમ જ થયું. સૌ સાજિંદાઓ પવિત્ર થઈને સ્ટુડીઓ પર આવ્યા. સૌએ પોતાના જુતા સ્ટુડીઓ બહાર જ ઉતર્યા. ગીતના ગાયક મહંમદ રફી સાહેબ હતા. તેમણે પણ સ્ટુડીઓમાં દાખલ થતા માથે રૂમાલ બાંધ્યો. અને આમ અંત્યંત પવિત્ર વાતાવરણમાં “મન તડપત હરી દરશન કો આજ” ભજનનું રેકોર્ડીંગ થયું. ભજનના રેકોર્ડીંગ દરમિયાન વાતાવરણ એટલું ભક્તિમય બની ગયું કે સાજિંદાઓને ચુકવણું કરવા હંમેશા આવતા લલ્લુભાઈ રીતસર કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની નાચવા લાગ્યા. રેકોર્ડીંગ પૂરું થવા છતાં તે નાચતા જ રહ્યા. એ દ્રશ્યને અભિવ્યક્ત કરતા નૌશાદ મિયાં કહે છે.

“લલ્લુભાઈ ભક્તીમે લીન હોકર રકશ (નાચી) કર રહે થે. ઉનકો કો સંભાલના હમારે લીયે મુશ્કેલ હો ગયા થા.બડી મુશ્કિલ સે હમને ઉન્હેં સંભાલા. યે દેખકર મહંમદ રફી સાહેબ કહેને લગે, નૌશાદ સાહબ, યે આપ કે ગીત કા કમાલ હૈ”

મેને કહા,

“હુજુર, યે મેરે ગીત કા નહિ રાગ માલકોશ કા કમાલ હૈ. ભગવાન શિવ કી પ્રસાદી સે બના રાગ માલકોશ લોગો કો પાગલ બના દેતા હૈ”

આજે પણ કૃષ્ણના ભક્તિ રસમા તરબતર આ ભજન જયારે પણ વાગે છે, ત્યારે મિયાં નૌશાદ, મહંમદ શકીલ અને મહંમદ રફી જેવા મુસ્લિમોની સર્વધર્મ સદભાવની ભક્તિ માટે મસ્તક નમી જાય છે.

– ડૉ. મહેબૂબ દેસાઈ


Leave a Reply to Mr.P.P.ShahCancel reply

6 thoughts on “‘મન તડપત હરી દરશન કો આજ’ : રાહે રોશન.. – ડૉ. મહેબૂબ દેસાઈ

  • Viranchibhai. C. Raval.

    ઘણી સરસ માહિતી મળી,અને માલકોશ રાગ વિષે જાણ્યું.

  • Rajesh Vyas "JAM"

    રફી સાબ જેટલા ભજનો કોઈએ ગાયા નથી અને દિલીપ સાબનું લગભગ ફીલ્મમાં નામ શંકર હતું. પૂ. ડોંગરે મહારાજે ભાગવત માં લખ્યું છે, “અગર ખુદા નઝર દે તો હર સુરત ખુદાકી હૈ.”

  • rekha

    મહેબુબ સર શુ આપ ભાવનગર મા એસ .એન ડી ટી કોલેજ મા પ્રો હતા ?હુ

    ત્યાજ હતી…..

  • B D Shilu

    શ્રી રફી સાહેબને હિન્દુ ભજનો ગાતા એટલે પાકિસ્તાનના કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં ક્યારે ય કાર્યક્રમ ન કરવા દીધો!!!