સંવત ૨૦૭૦, નૂતન વર્ષે શુભેચ્છાઓ… – સંપાદકીય 15


પ્રિય વાચક મિત્રો, લેખક મિત્રો, પ્રતિભાવકો…

વધુ એક વર્ષ, જીવનના ખાટાં મીઠાં સંભારણાઓ સાથેનો સમયનો એક ગાળો પસાર થઈ ગયો. ગત વર્ષે જે નફા-નુકસાન થયા એ બધાંયને ભૂલીને આજે દિવાળીના સપરમા દિવસે અને આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા વર્ષે સર્વેને ઈશ્વર ઐશ્વર્ય, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી હ્રદયની શુભેચ્છાઓ, ઈશ્વર આપ સર્વેને આપની ઈચ્છાઓ પૂર્ણ કરવાની ક્ષમતા, શક્તિ અને ધીરજ બક્ષે એ જ અભ્યર્થના.

અક્ષરનાદ માટે ગત વર્ષ અન્ય વર્ષોની સરખામણીએ થોડુંક વધુ – ખૂબ જ ખેંચતાણભર્યું રહ્યું, મારા અતિવ્યસ્ત થઈ રહેલ વ્યવસાયિક જીવનની અસર તેના પર ખૂબ વર્તાઈ રહી છે, શોખ તથા જરૂરીયાત વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ છે, પરંતુ આવા સંજોગો હોવા છતાં કેટલાય અદ્રુત, પ્રોત્સાહક અને અનોખા બનાવો બન્યા છે જે અહીંથી હાથ ખેંચી લેતા રોકે છે. આજે એ બધાયનું સરવૈયું કરવું નથી. થઈ ગયેલી ઘટનાઓ અને સારા નરસાં પ્રસંગો વિશે તો ભવિષ્યમાં સંવાદ થતાં જ રહેશે. આજે સંવત ૨૦૭૦નું ઉષ્માભર્યું સ્વાગત કરીએ, શુભેચ્છાઓ અને સ્નેહ વહેંચીએ.

આજે ફક્ત ઈશ્વરને એ જ પ્રાર્થના કે આવનારા વર્ષમાં સર્વે વડીલ લેખકમિત્રો, સહયાત્રી લેખક / વાચક / પ્રતિભાવક અને વિવેચક મિત્રોનો સાથ આમ જ સતત મળતો રહે અને અક્ષરનાદ સર્વેની અપેક્ષાઓ / આકાંક્ષાઓ પર આર્થિક અથવા કોઈ પણ જાતના પ્રલોભનથી અલિપ્ત રહીને, તદ્દન નિઃસ્વાર્થ રીતે તેની ઓળખ જાળવીને સાહિત્ય સુધી પહોંચવાની કોશિશ કરતું રહે. અક્ષરનાદ ખરેખર અમારા અંતરની અનુભૂતિ છે, મનનો ખોરાક છે, આશા છે આપ સર્વેને પણ એ એક અથવા બીજી રીતે આનંદ અને સત્વશીલ વિચારો પહોંચાડી શકે.

જીવનનું વધુ એક વર્ષ શરૂ થઈ રહ્યું છે, સર્જનાત્મક વિશ્વને લઈને મારી ગત વર્ષમાં બાકી રહી ગઈ હોય તેવી ઈચ્છાઓ અને આકાંક્ષાઓની મસમોટી યાદી હજુ પણ રાહ જોતી ઊભી જ છે, એ અધૂરી યાત્રાઓ પૂર્ણ થઈ શકે, તેમને પૂર્ણ કરવાનો સમય અને આવડત મળી રહે એ જ અપેક્ષા.

સર્વેને દીપોત્સવીની હાર્દિક શુભકામનાઓ સાથે નવા વર્ષના સાલ મુબારક… નૂતન વર્ષાભિનંદન…

પ્રણામ

સર્વેને દિવાળી તથા નવા વર્ષની અનેક શુભેચ્છાઓ તથા સૌની સમૃદ્ધિ, શાંતિ, સ્વસ્થતા તથા સંતુષ્ટિ માટે પ્રભુને પ્રાર્થના.

પ્રતિભા તથા જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


Leave a Reply to bhakar thakar Cancel reply

15 thoughts on “સંવત ૨૦૭૦, નૂતન વર્ષે શુભેચ્છાઓ… – સંપાદકીય

 • vinod

  આદરનીય શ્રી જિગ્નેશભાઇ તથા વાંચકમિત્રો ! દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ !
  ! નુતન વર્ષાભિનંદન !
  ! જયશ્રી કૃષ્‍ણ !
  આવતું નવું સંવત વર્ષ ૨૦૭૦ આપના
  અને આપના સૌ પરીવારજનોના જીવનમાં
  સુખ શાંતિ..શક્તિ..સંપત્તિ..સફળતા..સમૃદ્ધિ..
  સુસંસ્કાર..સ્વસ્થતા..સન્માન..સ્નેહ..ભક્તિ..ભાવ..
  સેવા..સુમિરણ અને સત્સંગથી
  હર્યું ભર્યું..આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુને પ્રાર્થના ! ! સાલ મુબારક !
  સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા
  સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુખમાપ્નુંયાત
  !! સંત ચરણરજ શ્રી વિનોદભાઇ માછી તથા ૫રીવારના જયશ્રી કૃષ્‍ણ !!
  ૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
  vinodmachhi@gmail.com

 • Harshad Dave

  શ્રી જીજ્ઞેશભાઈ,

  અંતરનો નાદ અને અભિલાષાઓ પ્રેરક બળ બની રહે છે. આપણે સહુ એ જ પ્રાર્થીએ છીએ કે પ્રભુ આપણી આંકાંક્ષાઓને અનુરૂપ શક્તિ અને સમય આપે. આપને, આપના પરિવારને અને અક્ષરનાદનાં સર્વે સુજ્ઞ પાઠકોને નૂતન વર્ષાભિનંદન અને સહુની માનસિક તથા શારીરિક ઉન્નતિ થતી રહે એ જ અભ્યર્થના. અસ્તુ. – હર્ષદ દવે.

 • Maheshchandra Naik (Canada)

  સ્નેહી શ્રી જીજ્ઞેશભાઈ, અંસૌ., પ્રતિભાબેન,
  સાલમુબારક અને નવા વરસના અભિનદન, ખુબ ખુબ શુભ કામનાઓ…………………………

 • Jayendra Pandya

  દિવાળી ના મંગલ પર્વ સાથે શરુ થયેલ નવું વર્ષ આપ સૌના માટે મંગલમય , સુખમયી અને આનંદદાયી નીવડે એજ અભિલાષા સાથે આપ સૌને નુતન વર્ષના અભિનંદન
  Jayendra Pandya-Mumbai

 • નિમિષા દલાલ

  સાલ મુબારક જીગ્નેશભાઈ તેમજ

  સૌ અક્ષરનાદના વાચકોને.. અક્ષરનાદ.’દિન દોગુની રાત ચોગુની’ પ્રગતિ કરે

  એ જ અભિલાષા…